
Though of the day
સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના ,શુભભાવના રાખો.શિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તોના દુ:ખ હરનારા,
શુભ સૌનું સદા કરનારા;
હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,
કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
આપો ભક્તિમાં ભાવ અનેરો,
શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો,
કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..
અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું,
અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
![]() |
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,
મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ,
શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
હુ તો એકલ પંથી પ્રવાસી,
છતાં આત્મા કેમ ઉદાસી;
થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી,
સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..
આપો દ્રષ્ટીમાં તેજ અનોખું,
સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે હસો,
શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
ભોળૉઆ શંકર ભવ દુ:ખ કાપો,
નિત્ય સેવાનું શુભ ધન મને આપો,
ટાળો માન-મદ, ગાળો સર્વ સદા,
ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
અંગે શોભે છે રુદ્રની માળા,
કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતિ;
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
ગરવા ગિરનારનું નામ નોંધાશે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં!

તેંત્રીસ કરોડ દેવી દેવતાઓનો જયાં વાસ છે એવો જૂનાગઢનો ગરવો ગિરનાર હવે
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઇ રહયો છે. હકીકતમાં આજે
એકસાથે 2758 સ્પર્ધકોએ ગિરનારને સર કરવા દોટ મૂકી હતી.
પર્વતોના પ્રપિતામહ એવા ગિરનાર પર્વતના નામે એક નવો કિર્તીમાન અંકિત
થશે.આજે ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઇ હતી. રાજયના પાણીપુરવઠા પ્રધાન બાબુભાઇ
બોખીરીયાએ સ્પર્ધકોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ સ્પર્ધામાં
ગુજરાતના22 જીલ્લાના 2758 સ્પર્ધકોએ ભાગ લીધો છે. જિલ્લા વહિવટી તંત્ર અને
જિલ્લા રમતગમત અધિકારી દ્રારા યોજાયેલ આ સ્પર્ધામાં સ્પર્ધકો સામે એકીસાથે 3
કલાકમાં ગિરનારના 5500 પગથીયા ચઢવાનો ટાર્ગેટ હતો. આ સ્પર્ધા પૂર્ણ થયે
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે તેવો આશાવાદ તંત્ર દ્વારા
સેવાઇ રહયો છે.
Senti Device

રગેરો નામના ઇન્વેન્ટરે નિકોમિમી બ્રેઇનવેવ કેટ ઇઅર્સને મોબાઇલ સાથે કનેક્ટ કરી એવી એપ બનાવી જે યૂઝર બિઝી હોય ત્યારે કોલને બ્લોક કરે છે.
ન્યૂરોસ્કાય કંપનીએ બ્રેઇનવેવ ટેક્નોલોજીનો યૂઝ કરીને બ્રેઇન-કમ્પ્યૂટર ઇન્ટરફેસ 'માઇન્ડવેવ મોબાઇલ હેડસેટ' તૈયાર કર્યો છે. આ હેડસેટમાં એક સેન્સર લગાવવામાં આવ્યું હોય છે, આથી જ્યારે આપણે આ હેડસેટ પહેરીએ છીએ ત્યારે તે મગજની પ્રતિક્રિયા નોંધે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિકોમિમિ બ્રેઇનવેવ કેટ ઇઅર હેડસેટ ડિઝાઇન કરવામાં આવ્યું છે. નિકોમિમી બ્રેઇનવેવ કેટ હેડસેટને ન્યૂરો કોમ્યુનિકેશન મશીન તરીકે ઓળખવામાં આવે છે. નિકોમિમીના હેડસેટ પર બિલાડીના કાન જેવા ડિઝાઇનર ઇઅર લગાવવામાં આવેલા હોય છે, જે મગજના ચોક્કસ વર્તન પ્રમાણે રિએક્ટ કરે છે. જેમ કે, તમે કોઇ વસ્તુ તરફ કોન્સન્ટ્રેશન સાથે દેખશો તો આર્ટિફિશિયલ ઇઅર ઊંચા થઇ જશે, તે સિવાય તમે રિલેક્સ ફીલ કરતાં હશો ત્યારે ઇઅર વળીને નીચા ઝૂકેલા હશે તથા તમે કોઇ એક્ટિવિટી કરી રહ્યા હશો ત્યારે ઇઅર અપ-ડાઉન થયા કરશે.
આવી રીતે થાય ઇમોશન્સ શેરિંગ
કોઇ પણ એક્ટિવિટી ચાલતી હોય તે દરમિયાન મગજમાં રહેલા સ્નાયુઓ ખાસ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ઉત્પન્ન કરે છે, આ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને નિકોમિમિ બ્રેઇનવેવ કેટ હેડસેટમાં લગાવેલ સેન્સર કેપ્ચર કરે છે.ત્યારબાદ કેપ્ચર થયેલા બ્રેઇનવેવ ડેટાનું ફિલ્ટરેશન કરવામાં આવે છે તથા તેનું ન્યૂરોસ્કાયના અટેન્શન અને મેડિટેશન અલ્ગોરિધમ્સ દ્વારા ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે.
આ પ્રોસેસ બાદ જે રિઝલ્ટ આવે તેની ઇફેક્ટ હેડસેટમાં ફિટ કરવામાં આવેલ ઇઅર પર જોવા મળે છે.
આવી રીતે કનેક્ટ થશે
માઇન્ડવેવ હેડસેટને બ્લુટૂથ દ્વારા તમારી પસંદગીના ડિવાઇસ સાથે
કનેક્ટ કરી શકાશે. વિન્ડોઝ પ્લેટફોર્મમાં વિન્ડોઝ એક્સ્પી કે તેથી ઉપરના
વર્ઝન સાથે, મેક ઓસએસમાં ઠ ૧૦.૬.૫ કે તેથી નવા વર્ઝન સાથે, તથા એન્ડ્રોઇડ કે આઇઓએસ પ્લેટફોર્મ સાથે ડિવાઇસ કોમ્પિટિબલ છે. માઇન્ડવેવ હેડસેટ સિંગલ છછછ બેટરી સાથે ૮-૧૦ કલાક કામ કરે છે.
ડિઝાઇનર હેડસેટ
નિકોમિમી બ્રેઇનવેવ કેટ ઇઅર હેડસેટમાં અલગ અલગ ડિઝાઇન્સ જેમ કે, ડેવિલિશ હોર્ન્સ, જંગલ લેપર્ડ, મિન્કી બ્રાઉન અને ઓબસિડિયન જેવા ડિઝાઇનર ઇયર બડ્સ ૧,૦૮૬ રૂપિયામાં અવેલેબલ છે.
નિકોમિમી હેડસેટે જિતાડયા ૧૫ લાખ રૂપિયા
યુએસમાં એટીએનટી કંપની દ્વારા નિકોમિમી બ્રેઇનવેવ કેટ ઇયર્સને સાંકળતી 'હેકેથોન' નામની
કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં ૪૧ વર્ષીય રગેરો સ્કોર્સિઓનીએ
પાર્ટિસિપેટ કર્યું હતું અને તેણે ડિવાઇસને માઇન્ડથી કંટ્રોલ કરી શકાય તે
માટે 'ગૂડ ટાઇમ્સ' નામની એપ્લિકેશન તૈયાર કરી હતી. જેમાં તેણે સૌથી પહેલા ડિવાઇસને બ્લુટૂથ દ્વારા મોબાઇલ સાથે કનેક્ટ કર્યો ત્યારબાદ 'ગુડ ટાઇમ્સ' એપ્લિકેશન એક્ટિવેટ કરી, આ
એપ એક્ટિવ યૂઝરના માઇન્ડની એક્ટિવિટીઓનું મોનિટરિંગ કરે છે અને જ્યારે
વ્યક્તિનું મગજ અત્યંત વ્યસ્ત હોય ત્યારે કોઇ કોલ આવે તો તેને બ્લોક કરે
છે. આ એપ બનાવવા માટે રગેરોને ૧૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.Have A Nice Day...