HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 જાન્યુઆરી, 2015

http://www.mathworks.com/matlabcentral/fileexchange/screenshots/3868/original.jpg

Though of the day

બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.

તમારા ઘરમાં ગેસ ગીઝર છે? તો આટલું વાંચો
ઘર વપરાશમાં પાણી ગરમ કરવા માટે અવાર નવાર ઉપયોગમાં લેવાતુ ગેસ ગીઝર ક્યારેક જોખમી પુરવાર થઇ શકે છે.જો ગેસ ગીઝરની માટે ગેસ સપ્લાય કરતી પાઇપમાં નાનકડી પણ ત્રુટી હોય તો સુરત જેવી કે તેનાથી પણ મોટી હોનારત થઇ શકે છે.
શિયાળાના દિવસોમાં પાણી ગરમ કરવા માટે ગેસ ગીઝરનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે કોઇ પણ સામાન્ય વ્યકિત આરામથી તેનો ઉપયોગ કરી શકે છે પણ આ સામાન્ય લાગતી પ્રક્રિયા ઘણીવાર અસમાન્ય ઘટનાને આમંત્રણ આપી શકે છે ગેસ ગીઝરની વાત કરવામાં આવે તો તેની બનાવટમાં તાંબાની કોયલનો ઉપયોગ થયેલો હોય છે જેવો પાણીનો નળ શરૂ કરવામાં આવે કે તરતજ ગીઝર ફ્લેમ સાથે શરૂ થાય છે અને કોયલની મદદથી પાણી ગરમ થાય છે પણ જો ગેસની પાઇપમાં કોઇ પણ પ્રકારની સામાન્ય ત્રુટી રહી ગઇ હોય અને ગેસ લીકેજ થાય તો બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે.
ફાયરના ઓફીસરના કહેવા પ્રમાણે ગેર ગીઝરના ઉપયોગમાં જો થોડીક સાવચેતી રાખવામાં આવે તો તેની સંભવીત હોનારત થી બચી શકાય છે તેમના કહેવા પ્રમાણે ગેસ ગીઝરને ખુલ્લી જગ્યાએ ફીટ કરવું જોઇએ અને જ્યારે તેનો ઉપયોગ ન હોય ત્યારે ગેસ સપ્લાયનો મુખ્ય વાલ્વ બંધ કરવો જોઇએ.
ખાંસીની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય

ખાંસી જેવા રોગો ઘણા કારણોથી ઉત્પન્ન હોઈ શકે છે. મૌસમમાં બદલાવને  કારણ તળેલી વસ્તુઓનું વધારે સેવન કરવાને કારણે  ,ઠંડી વસ્તુઓનું  સેવન કરવું , કોઈ પણ વસ્તુથી એલર્જીના કારણે ધૂળ માટીના કારણે પણ ખાંસી શરૂ થઈ શકે છે. ખાંસી પણ ઘણી રીતની હોઈ શકે છે. વધારે ખાંસી આવવાને કારણે આપણી તંદુરસ્તી પર વધારે અસર પડે છે. આ રોગનો   ઉપચાર તમે સાઈડ ઈફેક્ટસ વાળી દવાઓ લીધા વગર ઘરમાં રહેલી પ્રાકૃતિક વસ્તુઓની મદદથી સહેલાઈથી કરી શકો છો.  જો ખાંસીથી  2 અઠવાડિયા સુધી છુટકારો ન મળે તો ડાકટરનો તરત જ સંપર્ક કરવો.  
* 10-15 તુલસીના પાન ,8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી,શરદી  અને તાવ ઠીક થઈ જાય છે. 
* આંમળાને સુકાવીને ચૂરણ બનાવીને એમાં સમાન માત્રામાં ખાંડ મિક્સ કરી લો. દરરોજ સવારે એનું  6 ગ્રામ તાજા પાણી સાથે  સેવન કરો. જૂનાથી જૂની ખાંસી પણ થોડા દિવસોમાં ઠીક થઈ જશે. 
* પાકેલા સફરજનનો રસ કાઢી અને એમાં સાકર મિકસ કરી દરરોજ એને પીવાથી ખાંસીથી રાહત મળે છે. 
* મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે. 
* તુલસીના પાન ,મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ચાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે. 
* બે ગ્રામ ઈલાયચીના દાણાને ચૂરણ અને સૂંઠના પાવડર સાથે  લઈને બન્નેને મધમાં મિક્સ કરી એનું  સેવન કરવાથી ખાંસી દૂર થાય છે.

જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન (કેલિડોસ્કોપ)
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
કબીરસાહેબ એક સર્વસ્વીકાર્ય સાચા સંત હતા. એમણે જીવનના તત્ત્વજ્ઞાાનને પોતાની સરળ ભાષામાં પદો, ભજનો, સાખીઓ અને દોહાઓ દ્વારા પીરસ્યું છે. એમની એક સાખી છેઃ
ગોધન, ગજધન, બાજધન ઔર રતનધન ખાન,
જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન.
કબીરસાહેબ કહે છે કે તમારી પાસે ગમે તેટલું ધન હોય અને રત્નોની ખાણ હોય પણ જ્યારે તમને 'સંતોષ'રૂપી ધન પ્રાપ્ત થાય છે ત્યારે બાકીનાં બધાં ધન તમને ધૂળ સમાન લાગવા માંડે છે. એટલે કે માણસ 'સંતોષી' થાય તો જ સુખી થઈ શકે છે.
કબીરસાહેબની વાત આત્મસાત્ કરવા જેવી છે, કારણ કે આજના માનવીને પોતાની જીવન જરૂરિયાતથી વધારે મળ્યું હોવા છતાં એની ઇચ્છાઓ વધુ ને વધુ મેળવવા માટે બહેકી જાય છે અને પછી કોઈ એક તબક્કે પોતે શું મેળવવા ઇચ્છે છે એનંુ ભાન પણ એને રહેતું નથી. ટોલ્સ્ટોયની વાર્તા 'માણસને કેટલી જમીન જોઈએ?'ના નાયકની જેમ આજનો માનવી વધુ ને વધુ મેળવવા માટે દોડયા જ કરે છે, એને સંતોષ જ થતો નથી. ટોલ્સ્ટોયની વાર્તામાં મુદ્દો એવો છે કે, 'સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં માણસ જેટલી જમીન ઉપર દોડી શકે એટલી જમીનનો એ માલિક બની શકે. હજી વધુ, હજી વધુની ઇચ્છામાં એક માણસ દોડતો રહે છે. છેવટે થાકીને હાંફીને એ પડી જાય છે અને એમ જ મૃત્યુ પામે છે. જે જમીન ઉપર એ ફસડાઈને મૃત્યુ પામ્યો હોય છે ત્યાં જ એને દફન કરવામાં આવે છે. છેવટે એની કબર બની એટલી જમીન એને મળી. હવે નવા વર્ષના નવા દિવસો આવી ગયા છે ત્યારે આપણે એ મંથન કરવું જરૂરી છે કે આજના માનવીએ - ખાસ કરીને યુવાનોએ ધન, સત્તા અને ર્કીિત પાછળ જે દોટ મૂકી છે એ જરૂરી છે ખરી? આખરે એ શું આપી શકશે? સત્તા, પૈસા, પ્રતિષ્ઠા એ ક્યારેય સુખનાં પર્યાય બની શક્યાં છે ખરાં? સંતોષ એ જ સુખનો પર્યાય છે.
પણ આજના માણસનાં તોલમાપ જ ફરી ગયાં છે. આજે માણસના ડહાપણને, તેની સર્જકતાને, તેની ભલાઈને, અરે! તેના સાધુપણાને માપવા માટે પણ એની પાસેના પૈસાનો અને સંપત્તિનો જ વિચાર કરવામાં આવે છે અને એટલે સ્વાભાવિક રીતે આજના યુવાનો પૈસા અને સત્તા મેળવવા માટે આંધળી દોટ મૂકે છે. એમને લાગે છે કે એ રસ્તે તેઓ સુખી થઈ શકશે, પરંતુ ડાહ્યા માણસો કહે છે કે માણસે પૈસા એટલા જ કમાવા જોઈએ જેને એ જીરવી શકે, જેનો ઉપયોગ એ કરી શકે અને જેને કમાયા પછી સુખ માણવાનો સમય એની પાસે બાકી રહે. અનુભવી માણસો તો ત્યાં સુધી કહે છે કે પૈસા પોતાની સાથે કોઈ ને કોઈ ઉપાધિ લઈને જ આવે છે અને એ ઉપાધિ સુખને હરે છે. એનો અર્થ એ નથી કે માણસે પોતાની જરૂરિયાત જેટલું પણ ન કમાવું. દરેકે પોતાની પાયાની જરૂરિયાત સંતોષવા જેટલું તો કમાવું જ જોઈએ. ધન કમાવાની અને ધન સંચય કરવાની બાબતમાં દરેક વ્યક્તિની મર્યાદા જુદી જુદી હોય છે. કેટલું ધન કમાવાથી કે એકઠું થવાથી નુકસાન થાય એનો કોઈ સર્વસામાન્ય નિયમ નથી અને એવો કોઈ નિયમ સ્થાપિત થઈ પણ શકે નહીં. માણસ પોતે જ એ નક્કી કરી શકે.
જેમ નિરોગી રહેવા માટે વ્યાયામ જરૂરી છે કે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે એ જ રીતે ધન કમાવું પણ માણસ માટે જરૂરી છે. પણ આખો દિવસ જેમ વ્યાયામ ન કરાય, આરામ પણ કરવો પડે, એ જ રીતે આખો દિવસ ભોજન ઉપર પણ બેસી ન રહેવાય. એવી વાત ધન કમાવાની અને ધન સંચય કરવાની છે. જે માણસ 'અતિ સર્વત્ર વર્જયેત્' એ સૂત્રને અનુસરે છે એને કબીરસાહેબના 'સંતોષધન'ની વાત બરાબર સમજાઈ જાય છે.
જિંદગીને જેમણે અનેક રીતે જોઈ છે, અનેક જુદી જુદી સ્થિતિમાં રહીને જોઈ છે, માણી છે, ચકાસી છે, એવા અનુભવી માણસોએ કહ્યું છે કે, જિંદગીનું સાચું સુખ વિપુલ સાધનસામગ્રી એકઠી કરવામાં નથી અને દોલત પાછળ દોડવામાં નથી, ભોગવિલાસમાં નથી. સાચું સુખ જુદી જ વસ્તુ છે. જે સંયમ, મર્યાદા, સાદગી, સંતોષ અને સમજણમાંથી પ્રગટે છે.
મનુષ્ય સ્વભાવને ઉજાગર કરતું અંગ્રેજીમાં એક વાક્ય છે, ‘Few men are ever satisfied when they get what they deserve. બહુ ઓછા માણસોને એ વાતનો સંતોષ હોય છે કે તેમને તેમની લાયકાત મુજબનું મળ્યું છે.
મોટા ભાગના માણસો એમ જ માનતા હોય છે કે તેમને પોતાની લાયકાત કરતાં ઘણું જ ઓછું મળ્યું છે અને એમ માનીને અસંતોષની આગમાં પોતે તો ભૂંજાયા કરે છે, પણ બીજાને પણ દુઃખી કરી મૂકે છે.
અંગ્રેજીમાં બીજું પણ એક વાક્ય છેઃ There are two ways of being rich. one is to have all you want and other is to be satiafied what you have.આ વાક્ય કબીરસાહેબની વાત જ દોહરાવે છે. 'શ્રીમંત થવાના બે રસ્તા છે. એક, તમારી ઇચ્છા મુજબનું બધું જ તમને મળે અને બીજો રસ્તો તમને જે મળ્યું હોય એમાં સંતોષ પામવાનો છે અને પોતાની ઇચ્છા મુજબ બધું જ મળ્યું છે એમ ભાગ્યે જ કોઈ માને છે.'
અહીં મહાભારતના કર્ણની વાતઃ 'દૈવાયત્તં કુલે જન્મ, મદાયત્તં તું પૌરુષમ્' 'જન્મ કુદરતને આધીન છે, પણ પરાક્રમ મારે આધીન છે'. જરા યાદ કરી લઈએ અને સંકલ્પ કરી લઈએ કે 'ગૌધન, ગજધન, બાજધન ઔર રતનધન' મળવું કે ન મળવું એ તો કુદરતને આધીન છે, પરંતુ 'સંતોષધન' મેળવવું એ વ્યક્તિને પોતાને આધીન છે. જે વ્યક્તિ એ મેળવશે એને બાકીનાં બધાં ધન ક્ષુલ્લક લાગશે. 'સંતોષ''સુખ' નામની ઇમારતનો પાયો છે. કદાચ એ પાયો દેખાય કે ન દેખાય પણ 'સુખ' નામની ઇમારત તો એના ઉપર જ ઊભેલી હોય છે. એના ઉપર જ ઊભી રહી શકે છે. સંતોષમેવ મનુષસ્ય પરમ્ નિધાનમ્ ।

Get Update Easy