
આજનો વિચાર
- શિક્ષણ સમૃદ્ધિનો પાયો છે…

HSC Science Online Fee Payment
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે પરીક્ષાની
તૈયારીઓ અત્યારે અંતિમ તબકકામાં છે ત્યારે ધોરણ-૧૦ અને ૧૨ની પ્રિલીમનરી
પરીક્ષાનું આયોજન જાન્યુઆરી મહીનાના છેલ્લા વીકમાં કરવા માટે શિક્ષણ બોર્ડ
દ્વારા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે પ્રાપ્ત થતી માહીતી મુજબ
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને આડે હવે માંડ ત્રણ મહીના જેટલો સમય
બચ્યો છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
દ્વારા બોર્ડની પરીક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જો કે આ
પરીક્ષા પહેલાની તમામ કાર્યવાહી સમયસર પૂરી કરી દેવા માટે શિક્ષણ બોર્ડ
દ્વારા રાજયની તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે જે અંર્તાત દરેક શાળાઓએ
ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમરી પરીક્ષાનું આયોજન જાન્યુઆરી મહીનાના અંતિમ
સપ્તાહમાં કરવાનું રહેશે આ પ્રલીમરી પરીક્ષા પૂર્ણ કર્યા બાદ ફેબુઆરી
મહીનામાં પહેલા અઠવાડીયામાં કોમ્પ્યુટર, પીટી, સંગીત જેવા ફરજીયાત વિષયો
પરીક્ષા શાળા કક્ષાએ યોજકને તેમાં વિદ્યાર્થીઓએ મેળવેલા માર્ક સાથેનો રિપોર્ટ શિક્ષણ બોર્ડમાં
જમા કરાવવાનો રહેશે શાળાઓ દ્વારા ફરજીયાત વિષયનાં માર્કનો જે રીપોર્ટ
શિક્ષણ બોર્ડમાં મોકલવામાં આવશે તે માર્ક વિદ્યાર્થીની ફાઈનલ માર્કશીટમાં
નોંધવામાં આવશે ઉલ્લેખનીય છે કે નવી પધ્ધતી મુજબ શિક્ષણ
બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨માં માત્ર મુખ્ય વિષયો નીજ પરીક્ષા લેવામાં
આવે છે જ્યારે ફરજીયાત વિષયોની પરીક્ષા શાળા કક્ષાએજ યોજવાની હોય છે જેનાં
માર્કસ બોર્ડને મોકલી આપવાના હોય છે શિક્ષણબોર્ડ દ્વારા તૈયાર કરવામાં
આવતા વિદ્યાર્થી ફાઈનલ માર્કસીટમાં એક કરીને માર્કસીટ તૈયાર કરવામાં આવે
છે.
કેવું હોય છે વાણીનું માધુર્ય? (જૈન દર્શન)

પ્રભુની વાણીની અનેક વિશિષ્ટતામાંથી સૌ પ્રથમ સ્પર્શે એવી વિશેષતા હોય તો તે વાણીનું ઉત્કૃષ્ટ માધુર્ય અને મીઠાશ છે. પ્રભુની વાણીમાં ક્યાંય પણ કટુતા અને કડવાશ નહીં. દ્વેષ અને વૈરભાવથી, રાગ અને દ્વેષથી સંપૂર્ણપણે મુક્ત એવા વીતરાગ ભગવંતમાં તે ક્યાંથી સંભવી શકે? પ્રભુની વાણીનું શ્રવણ કરવા અનેક દર્શનશાસ્ત્રીઓ આવે. પ્રભુએ પ્રસારેલા તત્ત્વમાં શ્રદ્ધા નહીં થાય તો તે દર્શનશાસ્ત્રીઓ તીવ્ર પ્રત્યાઘાત આપે, કટુ વચનો ઉચ્ચારે, પરંતુ પ્રભુની વાણીના માધુર્યમાં અંશમાત્ર ન્યૂનતા નહીં આવે. આ વાણી શ્રવણ કરતા જ રહીએ એવી પ્રતીતિ અનુભવાય. પ્રભુની વાણીનું આ માધુર્ય એ આપણા માટે સૌ પ્રથમ બોધ છે. આ મીઠાશ એ શ્રેષ્ઠ અમૃત છે. વૈર અને દ્વેષભાવના વિષનું વિસર્જન કરવા માટેનું અનુપમ ઔષધ છે. આ બાબતને સંવાદ દ્વારા સમજીએ.
હૃદયમાં ઘુમરાતી લાગણીને વ્યક્ત કરવા શબ્દ એ માધ્યમ છે. શબ્દ દ્વારા પ્રેમ, વાત્સલ્ય, કરુણાની અભિવ્યક્તિ કરી શકાય છે, તો તેનાથી વિપરીત એવા ક્રોધ, ગુસ્સો, વૈરભાવ, નિંદા આદિની અભિવ્યક્તિ પણ કરી શકાય છે. શબ્દને પોતાનું વિજ્ઞાાન છે. આ વિજ્ઞાાન એવું સામર્થ્ય ધરાવે છે કે નીરસ વ્યક્તિને પણ રસિક બનાવી શકે, શાંત વ્યક્તિને અશાંત બનાવી શકે, તો નિકૃષ્ટ દ્વેષભાવનું વિસર્જન કરી પ્રેમના સાગરને ઘૂઘવતો પણ કરી શકે છે. મહાભારતના વિકરાળ યુદ્ધની પશ્ચાદ્ ભૂમિકામાં દ્રૌપદીના મુખથી પ્રગટેલાં કટુ વચન છુપાયેલાં છે, તો દૃષ્ટિ વિષધારી ચંડકૌશિક સર્પને શાંત કરવાની ભૂમિકામાં પ્રભુવીરના "ચંડકૌશિક, બોધ પામ, શાંત થા"ના વચને કેવી સરસ અને અદ્ભુત ભૂમિકા ભજવી! તો આ છે શબ્દનો કરિશ્મા, પ્રભાવ. પ્રભુ તેથી બોધ પ્રસારે છે. 'સત્ય વચન પણ મધુર હોય તો જ ઉચ્ચારવું.' આ સાર તત્ત્વને સમજીએ.
વર્ષો પૂર્વે વિરાટ દેશ પર શૂરવીર રાજાનું શાસન હતું. સહધર્મચારિણી મહારાણી, આજ્ઞાાંકિત રાજકુંવર અને સુશીલ રાજકુંવરીનો પરિવાર. રાજકુંવરી સૌંદર્યનો ભંડાર તો હતી જ, પરંતુ તેથી વિશેષ અનેક ગુણનો વૈભવ તેને વર્યો હતો. મુખ પર માત્ર સ્મિત નહીં, ગંભીરતાનાં પણ દર્શન થાય. તીવ્ર કક્ષાની તેની પ્રજ્ઞાા, લલિતકળામાં પ્રવીણતા અને શિયળ પ્રત્યેની તીવ્ર સભાનતા આદિ તેનાં ભૂષણ હતાં. દાનનો ગુણ તો તેના ઘટ ઘટમાં છવાયેલો હતો. આંગણે આવેલા આગંતુક, અભ્યાગતને મનોવાંછિત દાન આપવામાં રાજકુંવરીને અનહદ આનંદ આવતો. ઇચ્છિત આપવામાં ક્યારે પણ તિરસ્કારની ભાવના તો નહીં જ આવે, હું ઉપકાર કરું છું એવી લાગણી પણ નહીં અનુભવે. રાજા પુત્રીના આ ગુણનું નિત્ય અનુમોદન કરે, પરંતુ ચિંતા પણ થાય કે પિતૃગૃહે તો રાજકુંવરી મનપ્રિય દાનધર્મ વહન કરે છે, પરંતુ શ્વસુરગૃહે એવી અનુકૂળતા નહીં હોય તો રાજકુંવરી મૂંઝારો અનુભવશે. શ્વસુરગૃહના અનુશાસનમાં દાનધર્મ નિભાવી નહીં શકાય તો ગૃહસ્થ જીવનમાં ખળભળાટ મચી જશે. રાજાને આ ચિંતા સતત પરેશાન કરે. દિવસો વીત્યા અને રાજકુંવરીનાં આવા જ એક વિશાળ રાજ્યના રાજકુંવર સાથે લગ્ન થયાં. પિતાએ અઢળક વૈભવ કરિયાવરમાં ભેટ આપ્યો. રાજકુંવરી શ્વસુરગૃહે આવી. લગ્નની એ પ્રથમ રાત્રિ હતી. નૂતન વર-વધૂ સંવાદ કરી રહ્યાં હતાં.
રાજકુંવરે રાણીને કહ્યું, "આપને પામીને સમગ્ર જગતનું સુખ મને મળ્યું છે. મારા આંગણે તો સુખના અનેક દીવા પ્રગટયા છે. રાણી, તમારા દાનધર્મને હું અંતરથી અનુમોદું છું. મારો સહયોગ હંમેશાં રહેશે, પરંતુ મારી એક વાત ધ્યાનમાં રાખજો. સૂર્યોદયથી એક પ્રહર આ દાનધર્મનું વહન કરજો. એક પ્રહરની પૂર્ણાહુતિ પછી તમારે એ દિવસે દાનધર્મને વિરામ આપવો. એક અભ્યાગત પણ શેષ રહી જાય તોપણ આપે આ સૂચનાનો ભંગ કરવો નહીં" અને રાણીએ પોતાના પતિની વાતનો સહર્ષ સ્વીકાર કર્યો.
એક દિવસ રાણી પ્રસન્નતાથી યથોચિત્ દાન આપી રહ્યાં હતાં. અભ્યાગત આનંદિત થતા હતા. કોઈ પ્રકારનો કોઈને પણ સંકોચ નહોતો અને અચાનક પ્રથમ પ્રહરની પૂર્ણાહુતિ થવાનો ઘંટારવ થતાં રાણી થંભી ગયાં. માત્ર એક અભ્યાગત શેષ હતો અને તે દિવસે દાન પામી શક્યો નહીં. રાણીએ મીઠા શબ્દોમાં તે અભ્યાગતને કહ્યું, "મારા વીરા, ભઈલા, તારી આ બહેનને ક્ષમા કરજે. પતિદેવની આજ્ઞાા પ્રમાણે આજે હું તને દાન આપી શકીશ નહીં, પરંતુ કાલે તું સૌ પ્રથમ આવી જજે, તારી ઝોળી હું છલકાવી દઈશ."
અને તે અભ્યાગતની આંખમાંથી આંસુનાં ટીપાં સરી પડયાં. શબ્દ ઉચ્ચારતાં શ્રમ લાગ્યો. રાણી વિચારે છે કે, આજે દાન નહીં મળવાથી તે અભ્યાગત રુદન કરી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. તે અભ્યાગત કહે છે,
"મારી બહેની, તું રખે એવું સમજતી કે આજે દાન નહીં મળવાના કારણે મારી આંખમાં આંસુ આવ્યાં છે. આ આંસુ હરખનાં છે. તેં મને વીરો કહ્યો, ભાઈ માન્યો. આવા વિશાળ રાજ્યની રાણીના ભાઈ બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. હું તો જગતનો સર્વશ્રેષ્ઠ શ્રીમંત બની ગયો. ભિક્ષા માગવાનું આ શકોરું મને આજથી નહીં ખપે. આ ક્ષણથી જ તેનો ત્યાગ કરું છું. હું પરિશ્રમ કરીશ, પુરુષાર્થ કરીશ, જે પણ મળશે તેનો આનંદથી સ્વીકાર કરીશ, પરંતુ ભિક્ષા તો નહીં જ માગું. મારી દૃષ્ટિનો ઉઘાડ કરવા માટે તારો લાખ લાખ વાર આભાર."
ત્યારબાદ તે અભ્યાગત ત્યાંથી વિદાય થાય છે. રાણી તેને હરખતા નયને નિરખી રહી છે. મીઠા, મધુરા બે શબ્દોએ એક વ્યક્તિના જીવનની દિશામાં પરિવર્તન કર્યું. સહજભાવે પ્રગટેલા એ શબ્દોએ સંયોગનું નવઘડતર કર્યું.
તો આવો છે શબ્દનો મહિમા. તેના માધુર્યને છલકાતું રાખવાનો સંદેશ પ્રભુ આપણને આપે છે. પ્રભુની વાણીનો આ સાર છે.
HAVE A NICE DAY ...