HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

26 ડિસેમ્બર, 2014

Gujarati Indic Input (shruti)

http://upload.wikimedia.org/wikipedia/commons/8/8b/Light_dispersion_conceptual.gif
 2-2 Papers of Bord  previous Exam.

¤ SSC MATHS PAPER 1

¤ SSC MATHS PAPER 2

¤ SSC SCIENCE PAPER 1

¤ SSC SCIENCE PAPER 2



GTU CCC  Practical Exam Usefull Gujarati Indic Input (shruti)

જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા હોય એ દોસ્તો માટે Gujarati  Indic Input (shruti)   ની જરૂર પડે છે. ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati  Indic Input (shruti)   ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે. 
Gujarati  Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ  કર્યા ચાલુ કરવા માટે Alt + Shift  કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift  બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati  Indic Input (shruti)  ના હોય તો નીચેની લીંક  પરથી ડાઉનલોડ  કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.

Gujarati  Indic Input (shruti) Vista/Windows-7 32 Bit Click here

Gujarati  Indic Input (shruti) Vista/Windows-7 64 Bit Click here


Gujarati  Indic Input (shruti) Windows-8 32 Bit 

Gujarati  Indic Input (shruti) Windows-8 64 Bit 

Gujarati  Indic Input (shruti) Windows XP 32 Bit  

Gujarati  Indic Input (shruti) information click here

ગુડ ગવર્નન્‍સ...આજથી SMS દ્વારા જાણો હવામાનની પરિસ્‍થિતિ

ભારતીય હવામાન વિભાગે આજની નવી સેવા શરૂ કરીઃ હવે લોકોને મોબાઇલ ઉપર મળી શકશે હવામાનની રજેરજની વિગતોઃ પહેલા તબક્કામાં હવામાનની ચેતવણી અને બીજા તબક્કામાં સામાન્‍ય હવામાનની માહિતી અપાશેઃ આ સેવાનો લાભ લેવા વિભાગ પાસે મોબાઇલનો નંબર નોંધાવવાનો રહેશે
ગુડ ગવર્નન્‍સ...આજથી SMS દ્વારા જાણો હવામાનની પરિસ્‍થિતિ
  
















નવી દિલ્‍હી તા.રપ : હવે લોકોને હવામાન અંગેની માહિતી પોતાના ફોન પર એસએમએસ થકી મળશે. ગુડ ગવર્નન્‍સના પ્રસંગે આજે ભારતીય હવામાન ખાતુ દેશભરમાં આ સેવા શરૂ કરી રહી છે.
   આ યોજના હેઠળ કોઇપણ વ્‍યકિત પોતાના મોબાઇલ ફોનને હવામાન વિભાગ પાસે નોંધાવીને હવામાનની ચેતવણીઓની માહિતી ઘેરબેઠા મેળવી શકશે. હવામાન વિભાગના વડા ડો.રાઠોડે જણાવ્‍યુ હતુ કે, આ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે કે જેથી લોકો હવામાનનો હવે પછીનો મિજાજ જાણી શકે અને તેમને ધ્‍યાનમાં રાખીને પોતાની મુસાફરી અને અન્‍ય કાર્યક્રમોની યોજના બનાવી શકશે.
   તેમણે કહ્યુ હતુ કે, જો વાવાઝોડાની આશંકા હોય કે પછી ભારે વરસાદની કે પછી ગાઢ ધુમ્‍મસની આશંકા હોય તો લોકોને ચાર-પાંચ કલાક પહેલા જ મોબાઇલ પર એસએમએસ થકી માહિતી મળી જશે. જેથી લોકો પોતાના કાર્યક્રમોમાં ફેરફારો કરી શકે.
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવેલી આફતની પુર્વ સુચના હોવા છતાં તેની જાણ લોકોને એટલા માટે ન થઇ કે આ પ્રકારની સેવા લોકોને ઉપલબ્‍ધ ન હતી પરંતુ હવે હવામાન વિભાગે આ માટે જરૂરી ટેકનીકલ ક્ષમતા મેળવી લીધી છે અનેક પ્રાદેશિક કાર્યાલયો અને હેડ કવાર્ટર થકી આ સેવા આજથી શરૂ થશે.
   પ્રથમ તબક્કામાં માત્ર હવામાનની ચેતવણીની માહિતી આપવામાં આવશે. જયારે બીજા તબક્કામાં સામાન્‍ય હવામાનની માહિતીઓ આપવાની યોજના છે. આ સેવા વિનામૂલ્‍યે અપાશે. હવામાન વિભાગ અત્‍યારે દિલ્‍હી સહિત અનેક સ્‍થળો પર સેવા આપે છે જેમાં દર ચાર કલાકથી આગળના હવામાનની માહિતી આપવામાં આવે છે. આ માહિતી હજુ વેબસાઇટ ઉપર જ છે. હવે મોબાઇલ સેવા પર આ માહિતી આપવાથી હવામાન વિભાગને પણ એ બાબતની કાળજી રાખવી પડશે કે આગાહી સચોટ હોય તો જ લોકો તેને ગંભીર ગણશે.
   ખેડુતો માટે અત્‍યારે આ પ્રકારની માહિતી આપવામાં આવે છે. પરંતુ હવે સામાન્‍ય લોકો માટે પહેલી વખત આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે.


ટયુશન કરી રહેલા શિક્ષકોની સામે બોર્ડની હવે લાલ આંખ

આચાર્ય અને સંચાલકો સામે પણ તવાઈ : ટયુશન કરતા નથી તેવી લેખિત ખાતરી શિક્ષકોને આપવી પડશે : ટયુશન પર પ્રતિબંધ છતાં શિક્ષકો ટયુશનમાંવ્‍યસ્‍ત
અમદાવાદ, તા.૨૫,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના શિક્ષકો પર ટયૂશન કરવા પર મૂકવામાં આવેલ છે. તેમ છતાં મોટાભાગનાં શિક્ષકો ટયુશન કરતા હોવાથી ચોકાવનાકી વિગતો બહાર આવી છે. જેનાં પગલે શિક્ષણ વિભાગે શાળાનાં શિક્ષકો પાસે ટયુશન નહીં કરવા અંગે બાંદેધારી પત્ર લખાવાનું નક્કી કર્યું છે તેમજ ટયુશન પરમાં પ્રતિબંધનું પાલન નહી કરનાર શાળાના શિક્ષક ઉપરાંત આચાર્ય અને સંચાલકો સામે પણ શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે. પ્રાપ્‍ત થતી માહીતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ શાળાઓનાં કોઈ પણ શિક્ષકને ટયુશન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. બોર્ડ ટયુશન પર પ્રતિબંધ મૂકવા બાદ દર વર્ષે શાળાઓનાં આચાર્યો પાસેથી તેમની શાળાનો એકપણ શિક્ષક ટયુશન કરતા નથી તેવી લેખીત બાંહેધરી પણ મેળવે છે. જો કે શાળાના આચાર્યોની લેખીત બાંહેધરી છતાં પણ રાજયની મોટાભાગની શાળાઓનાં શિક્ષકો ટયુશન કરતા હોવાનો ખુલાસો સામે આવ્‍યો છે. જેનાં કારણે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણઅધીકારીઓને ટયુશન રજિસ્‍ટરને રેગ્‍યુલર રીતે મેન્‍ટેન કરવાની સુચના આપી છે. આ અંતર્ગત હવે શાળાનાં આચાર્ય ઉપરાંત શિક્ષકોએ પણ લેખીતમાં પોતે ટયુશન કરતા નથી તેવી બાંહેધારી આપવાની રહેશે એટલું જ નહી બાંહેધરી પત્ર લખ્‍યા બાદ શાળાના આચાર્યે દરરોજ ટયુશનનું રજિસ્‍ટર મેન્‍ટેન કરવાનું રહેશે આ રજિસ્‍ટ્રમાં શાળાનો કોઈ શિક્ષક ટયુશન કરતો નથી તેવું લખ્‍યુ હશે અને જો શાળાનો કોઈ પણ શિક્ષક ટયુશન લેતા પકડાશે તો શિક્ષકની સાથે સાથે શાળાનાં આચાર્ય અને સંચાલકો સામે પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું ટયુશન આપવા માટે ફરજ પડાવી હોવાની ચોકાવનારી ફરીયાદ શિક્ષણ બોર્ડ સમક્ષ આવી છે.શિક્ષકો દ્વારા ટયુશન નહીં આવનાર વિદ્યાર્થીઓને ઈન્‍ટરનલ માર્ક કાપવાની આવનાર વિદ્યાર્થીઓને ઈન્‍ટરલ માર્ક કાપવાની ધમકી અપાય છે. 
માઈન્ડ કંટ્રોલર મોબાઈલ ડિવાઈસ


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
સેમસંગ ઇમર્જીંગ ટેક્નોલોજી લેબના સંશોધકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાથે મળીને એક મોબાઇલ ડિવાઇસ બનાવી છે જે માઇન્ડના ઉપયોગથી કંટ્રોલ કરી શકાય. આ ઇનોવેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન હશે જેઓ મોબાઇલ ઇમ્પેરમેન્ટ્સથી પીડાય છે અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ઉંડી અસર થશે. અત્યારે સંશોધકો સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ના ફીચર્સ અનુસાર કામ કરી રહ્યા છે. લોકોના વિચારોની મદદથી સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિના વિચારોથી માઇન્ડ કંટ્રોલ સેમસંગ ગેલેક્સી નોટ કંટ્રોલ કરવામાં આવશે તે એપ્લિકેશન લોન્ચ કરી શકશે, મ્યૂઝિક ડાઉનલોડ કરી શકશે અને ટેબ્લેટને ઓન અને ઓફ કરી શકશે. આ માટે ટેસ્ટરને એક કેપ ઇક્વિપમેન્ટ ઇઇજી-મોનિટરિંગની સાથે આપવામાં આવશે. જેથી તેમની એક્શન ગેજેટ્સ સુધી પહોંચાડી શકાય. ઇઇજી બ્રેઇન સિગ્નલ્સ ડિટેક્ટ કરીને એક્ટ કરશે.
બ્રેઈન સિગ્નલ્સથી થશે એપ્લિકેશન લોન્ચ
ગેજેટ જ્યારે બ્રેઇન સિગ્નલ્સને અનુસરતું હશે ત્યારે સંશોધકો તેને મોનીટર કરશે. માત્ર આંખના પલકારાના મદદથી ટેસ્ટર એપ્લિકેશન લોન્ચ, પોઝ/પ્લે મ્યુઝિક જેવી એક્શન કરી શકશે. ફાઇવ સેકન્ડના આધારે યૂઝર તેની એક એક્શન ૮૦થી ૯૫ ટકા જેટલી ચોકસાઇથી પર્ફોર્મ કરી શકશે. કિપેડથી કંટ્રોલ થતાં મોબાઇલ ડિવાઇસ સાથે માઇન્ડ ઇન્ટરેક્શનનો આ નવો પ્રોજેક્ટ છે. 
ઈઈજી કેપથી કંટ્રોલ થશે ડિવાઈસ
અત્યાર સુધી માત્ર કિપેડ, ટચ, વોઇશ ઇનપુટથી ઓપરેટ થતી મોબાઇલ સિસ્ટમમાં માઇન્ડ કંટ્રોલ રિસર્ચથી યુઝરને તેની ડિવાઇસ વધારે કંટ્રોલ કરવાની તક મળશે અને તે પણ મોબાઇલને પોકેટમાં રાખીને. જો કે, ડિવાઇસને પ્રોપર કંટ્રોલ કરવા માટે યુઝરે ઇઇજી કેપ પહેરવી ફરજિયાત બનશે. તેમ છતાં રિસર્ચર્સ આ કેપને થોડી ફેશનેબલ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે.
HAVE  A NICE DAY

Get Update Easy