Though of the day
જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.ડીઝીટલ ડાયરી EXCEL - 2015 ડાઉનલોડ માટે
નીચે ઇમેજ પર ક્લિક કરો
ફોટા સાથે પ્રાણીઓની યાદી
અહી ક્લિક કરો
ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કેપ્ટન વિરાટ કોહલી દેશમાં ટ્વીટર ઉપર સૌથી
વધારે ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને પાછળ છોડી
દીધો છે. આ પહેલાં સચિન તેંડુલકરના ટ્વીટર ઉપર 4,869,849 સમર્થકોની સાથે
દેશમાં સૌથી ટોચ ઉપર છે. વિરાટ કોહલીએ ઓક્ટોબરમાં પોતાની એક સેલ્ફી શેયર
કરી હતી જેના પછી સમર્થકોની સંખ્યા 40 લાખની પાર થઇ ગઇ હતી. હાલમાં ટ્વીટર
ઉપર કોહલીના ફોલોઅર્સની સંખ્યા 4,870,190 થઇ ગઇ છે. વિરાટ કોહલીએ સચિન
તેંડુલકર પછી આ કેસમાં ત્રીજા સ્થાન ઉપર મહેન્દ્ર સિંહ ધોની છે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની ઉપર ટ્વીટર ઉપર 3,327,033 સમર્થકો
છે. દેશમાં સર્વાધિક સમર્થકો વાળા મુખ્ય 10 ખેલાડીઓમાં નવ હસ્તિઓ ક્રિકેટ
ટીમના ખેલાડી ઓ છે. જ્યારે સાતમાં સ્થાન ઉપર મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી
સાનિયા મિર્ઝા છે જે ક્રિકેટ સાથે જોડાયેલી નથી. અન્ય ખેલાડીઓમાં 3,180,081
સમર્થકોની સાથે વિરન્દ્ર સેહવાગ ચોથા સ્થાન ઉપર 2,723,090 સમર્થકોની સાથે
યુવરાજસ સિંહ પાંચવા સ્થાન ઉપર છે.
The one-seater motorcycle taxi : ટ્રાફિકની સમસ્યા સરળ બનાવશે
ફ્યૂચર ટેક
ટ્રાફિકની સમસ્યાના ઉકેલ તરીકે જર્મન એન્જિનિયરે વન સિટર કેબ
બનાવી છે. વીઓઇ કોન્સેપ્ટ વિહિકલને સિંગાપોરની નયંન્ગ ટેક્નોલોજી
યુનિવર્સિટીના સ્ટુડન્ટે ડેવલોપ કર્યુ છે. જેને થર્ડ તાઇવાન ઇન્ટરનેશનલ
ઇલેક્ટ્રીક વિહિકલ શોમાં લોન્ચ કરવામાં આવી હતી. ટુ વ્હિલર વીઓઇ ઇલેક્ટ્રીક
સ્કુટરને મેગા સિટીમાં થતાં ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન
કરવામાં આવ્યું છે. આ સ્કુટરની મદદથી મુસાફરી સરળ બનશે અને વન સિટર હોવાના
કારણે તેને કાર અથવા ટેક્સી તરીકે પણ ઉપયોગ કરી શકાશે. બાઇક પણ ટ્રાફિક
સમસ્યાનો ઉકેલ છે પણ આ વન સિટરને ઓફિસ અવર્સમાં રેડી ટુ અટેન્ડ મિટિંગ માટે
પહોંચવા ઇચ્છતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ડ્રાઇવર
સીટની પોઝિશન સામાન્ય સ્કૂટર કરતાં અલગ રાખવામાં આવી છે. લાઇટવેઇટ કેબમાં
પેસેન્જર કેબીન હોવાથી વ્યક્તિ તેમાં આરામથી બેસી શકે છે. આ સ્કૂટર ૫૦
માઇલ્સની સ્પીડ ઝીરો ટેઇલપાઇપની મદદથી અંદાજિત ૩૦ માઇલ્સ પર અવરમાં કાપી
શકે છે. આ કેબ માત્ર ટ્રાન્સપોર્ટ માટે જ ઉપયોગમાં લઇ શકાય છે તેવું નથી.
તેના મોડયુલર ફ્રન્ટ પોડને બદલીને તેને કાર્ગો બોક્સ અથવા મોબાઇલ કિચનમાં
રૂપાંતરિત કરી શકાય છે. વિયેતનામમાં 'વીઓઇ'નો અર્થ હાથી થાય છે. ઉપરાંત આ સિમ્બોલને સેફ અને ઇન્ટેલિજન્ટ વે ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.