HTAT PAPER 1 AND 2
FINAL ANSWER KEY
ઇ-રિટેલિંગ કંપની સ્નેપડીલે મંગળવારે ખેડૂત દિવસ ઉપર ધ એગ્રી સ્ટોરની
શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ ઓનલાઇન સ્ટોરમાં ખેડૂતો માટે બિયારણ, ખાતર,
સિંચાઇ ઉપકરણો અથવા અન્ય સામાન્ય ઉપલબ્ધ કરાવશે.
કંપનીએ આપેલી એક જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે સ્ટોરનું હિન્દી ઓનલાઇન
સંસ્કરણ પણ ટૂંક સમયમાં શરૂ કરાશે. જેનાથી ખેડૂતોને વસ્તુ પસંદગ કરવામાં
વધારે સરળતા રહે. કંપની સ્નેપડીલના મુખ્ય કાર્યકારી અધિકારી અને
સહ-સંસ્થાપક કૃણાલ બહના જણાવ્યા પ્રમાણે હવે ખેડૂતો ફક્ત એક બટન દબાવીને જ
જરૂરી પ્રોડક્ટ્સ મેળવી શકશે. આ ટેકલનિકલ બજારની તાકાત છે.
હવે અમે પણ કૃષિને આ ક્ષેત્રની સીમામાં આવરી લીધું છે. તેમણે વધુમાં
જણાવ્યું હતું કે, દેશના આશરે 70 ટકા લોકો કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ
સ્ટોર પર ફોન સાથે પણ પહોંચી શકાશે. મને પુરો વિશ્વાસ છે કે, આ ખેડૂતો
માટે ખુબજ મદદરૂપ સાબિત થશે. એગ્રી સ્ટોરના પ્રોડક્ટમાં બિયારણ, ખાતર સહિત
કૃષિના અન્ય ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવશે.