HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

16 ડિસેમ્બર, 2014


New માર્ચ ૨૦૧૫ ની પરીક્ષાના સ્થળોના સરનામાની ચોકસાઈ તેમજ કેન્દ્રો રદ કરવાની દરખાસ્ત કરવા બાબતે
New સેમેસ્ટર ૧ અને ૩ ની પરિણામ પુસ્તિકામાં પાના નં ૧૧ અને ૧૨ પર ના સુધારા
પહેલી સફળતા, પહેલી સાર્થકતા (મલ્ટિપ્લેક્સ)


મલ્ટિપ્લેક્સ :
જિંદગીમાં જે કંઈ સૌથી પહેલી વાર બનતું હોય છે તે ચિત્તમાં કોતરાઈ જતું હોય છે. સૌથી પહેલો પ્રેમ, સૌથી પહેલી જોબ, સૌથી પહેલી સફળતા. નસીરુદ્દીન શાહે પોતાની તાજી અને અફલાતૂન આત્મકથા 'એન્ડ ધેન વન ડે'માં પોતાની સૌથી પહેલી ફિલ્મ 'નિશાંત' વિશે માંડીને વાત કરી છે. એક્ટર ગમે તેટલો મહાન કેમ ન હોય, એ ક્યારેક તો નવો નિશાળિયો અને બિનઅનુભવી હોવાનો જ. તે વખતે કેવું હોય છે એનું માનસિક વાતાવરણ? નસીરુદ્દીન શાહના સંદર્ભમાં તે જાણવું રસપ્રદ જ હોય!
દિલ્હીની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનું ભણતર જાણે પૂરતું ન હોય તેમ નસીરુદ્દીન શાહે પછી પૂનાની એફટીઆઈઆઈ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)માં એડમિશન લીધું હતું. એક દિવસ એફટીઆઈઆઈના ડિરેક્ટર ગિરીશ કર્નાર્ડે નસીરને પોતાની ઓફિસમાં બોલાવીને કહ્યું: "જો, શ્યામ બેનેગલ પોતાની બીજી ફિલ્મ માટે કલાકારો શોધી રહ્યા છે. આવતા મહીને જ શૂટિંગ શરૂ થઈ જવાનું છે. એક રોલ માટે મેં એને તારું નામ સજેસ્ટ કર્યું છે. સાથે સાથે ચેતવ્યો પણ છે કે આ છોકરો (એટલે કે નસીર) એક્ટિંગ સારી કરે છે, પણ એ છે માથાભારે. એ દિમાગનો ફાટેલો છે ને પાછો ગાંજો પણ પીએ છે. આ સાંભળ્યા પછીય શ્યામ તને મળવા માગે છે. તું બને એટલો જલદી મુંબઈ જઈ આવ!"
તાનમાં આવી ગયેલા પચીસ વર્ષીય નસીરુદ્દીન બીજા જ દિવસે વહેલામાં વહેલી બસમાં મુંબઈ રવાના થઈ ગયા. પેડર રોડસ્થિત ઘરે પહોંચ્યા ત્યારે હજુ તો શ્યામ બેનેગલનાં પત્ની નીરા બાલ્કનીમાં સવારની પહેલી ચા પીતાં પીતાં છાપાં પર નજર ફેરવી રહ્યાં હતાં. નસીરે ધ્રૂજતા અવાજે માંડ માંડ પોતાના આવવાનું પ્રયોજન જણાવ્યું.નીરા અંદર જતાં રહ્યાં. થોડી વારમાં તાજા નહાયેલા શ્યામબાબુ બેડરૂમમાંથી મંદ મંદ મુસ્કુરાતા બહાર આવ્યા. એમની પહેલી ફિલ્મ 'અંકુર' (જે શબાના આઝમીની પણ પહેલી ફિલ્મ હતી) ઓલરેડી વખણાઈ ચૂકી હતી. શ્યામ બેનેગલે નસીરને થોડા સવાલ કર્યા. ટૂંકમાં, પોતાની બીજી ફિલ્મ 'નિશાંત'ની વાર્તા સંભળાવી. કાઉબોય બૂટ અને કોડ્રોઈનું જેકેટ ચડાવીને આવેલા નસીરને તેઓ ધોતિયાધારી ગામઠી માણસનો રોલ આપવા માગતા હતા. નસીર જાણવા માગતા હતા કે સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવશે કે કેમ. શ્યામે ના પાડી. એમણે નસીરની ટેલેન્ટનાં વખાણ સાંભળ્યાં હતાં અને જે રીતે વાર્તાલાપ થઈ રહ્યો હતો એના પરથી શ્યામે મનોમન લગભગ પાકું કરી નાખ્યું હતું કે નાના ભાઈના રોલ માટે નસીર પરફેક્ટ છે.
ફિલ્મમાં ગિરીશ કર્નાર્ડનો મેઇન રોલ હતો. સત્યદેવ દુબે, અમરીશ પુરી, કુલભૂષણ ખરબંદા, મોહન અગાશે અને શબાના આઝમી પણ હતાં. શ્યામ બેનેગલે નસીરને કહ્યું કે આવતા અઠવાડિયે પાછા આવો ને કોન્ટ્રેક્ટ પર સહી કરી જાઓ. નસીર માની ન શક્યા. શું મને ખરેખર ફિલ્મ ઓફર થઈ રહી છે! શું ખરેખર મારી ફિલ્મી કરિયર શરૂ થઈ રહી છે! પૈસાની કોઈ વાત નહોતી થઈ, પણ એટલું નક્કી હતું કે જો ફિલ્મમાં કામ કરવા મળશે તો થોડાઘણા પૈસા પણ મળશે જ. બીજા અઠવાડિયે નસીર ફરી મુંબઈ આવ્યા ત્યારે બેનેગલબાબુએ આંકડો કહ્યોઃ દસ હજાર રૂપિયા! નસીરની આંખો પહોળી થઈ ગઈઃ દસ હજાર રૂપિયા! આટલી મોટી રકમ અને એ પણ મનગમતું કામ કરવાના! યાદ રહે, આ ૧૯૭૫ની વાત છે. એ જમાનામાં દસ હજારની રકમ નાની ન ગણાતી. એમાંય બીજાઓના પૈસા હોસ્ટેલમાં નભતા નસીર માટે તો બિલકુલ નહીં. નસીર સપનાં જોવા માંડયાઃ આહા, હવે તો બંદા પૈસાદાર બની ગયો છે. દસ હજારમાં મુંબઈમાં ઘર બને કે નહીં?
ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ નજીક કોઈ ગામડામાં થવાનું હતું એટલે નસીરને મુંબઈ-હૈદરાબાદની ફ્લાઇટની ટિકિટ પણ આપવામાં આવી. જિંદગીમાં ક્યારેય નસીર પ્લેનમાં બેઠા નહોતા. એમની ઉત્તેજનાનો પાર ન રહ્યો. જાડી ચેકબુક જેવી ટિકિટ એમણે અન્ડર ગાર્મેન્ટમાં દબાવીને મૂકી દીધી. ક્યાંક ખોવાઈ જાય તો!
આખરે હૈદરાબાદ જવાનો દિવસ આવ્યો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ફ્લાઇટ ઉપડવાના ચાર કલાક પહેલાં એરપોર્ટ પહોંચી ગયા. જિંદગીમાં ક્યારેય એરપોર્ટ પણ અંદરથી જોયેલું નહીં. એક પછી એક બધા કલાકારો આવતા ગયા. ઓળખાણ થતી ગઈ. સૌ થિયેટરના મંજાયેલા ને નામી કલાકારો હતા. નસીર અને એમની પત્નીનો રોલ કરી રહેલી સ્મિતા પાટીલ સૌથી જુનિયર હતાં. હૈદરાબાદની અન્નપૂર્ણા લોજની એરકન્ડિશન્ડ રૂમોમાં સૌનો ઉતારો હતો. રાત્રે ભયાનક નસકોરાં બોલાવતા કુલભૂષણ ખરબંદા સાથે નસીરે રૂમ શેર કરવાનો હતો.
શૂટિંગના પહેલા જ દિવસે પહેલા જ શોટમાં નસીરે અમરીશ પુરી સાથે એક્ટિંગ કરવાની હતી. નસીર એમનાથી પ્રભાવિત જરૂર હતા, પણ નવર્સ જરાય નહીં. નસીર આત્મકથામાં લખે છે, "જેના પ્રત્યે બહુ જ માન હોય એવા એક્ટર સાથે કામ કરવાનું આવે ત્યારે કલાકારોના પેટમાં પતંગિયાં શું કામ ઊડવા માંડે છે તે મને આજ સુધી સમજાયું નથી. મને તો મારા કરતાં ચઢિયાતા એક્ટર સાથે કામ કરવામાં હંમેશાં ખૂબ આનંદ આવ્યો છે. આફટરઓલ, આ એક્ટિંગ છે, બોક્સિંગ મેચ થોડી જ છે કે એકમેકને પછાડી દેવાના હોય! આ એક એવી ગેઇમ છે જે બન્ને એક્ટરે સાથે મળીને રમવાની છે. આમાં બન્ને જણા જીતી શકે છે અથવા તો બન્નેએ જીતવું જોઈએ."
શૂટિંગ આગળ વધતું ગયું. નસીર એવા જુવાનનો રોલ કરતા હતા જે ઘરમાં સૌથી નાનો હોય, થોડો ઘેલસફ્ફો હોય ને સૌ એને વાતવાતમાં ઉતારી પાડતા હોય. નસીરને આ કિરદાર આત્મસાત્ કરવામાં જરાય તકલીફ ન પડી, કેમ કે અસલી જીવનમાં એ ખરેખર થોડા ઘણા આવા જ હતા! નસીરને લાગતું કે આ માણસને તો હું સારી રીતે ઓળખું છું! નસીર આજની તારીખે પણ 'નિશાંત'ના પર્ફોર્મન્સને પોતાની આખી કરિયરના ઉત્તમ પર્ફોર્મન્સીસમાંનું એક ગણાવે છે.
નસીર ડિરેક્ટરને પૂરેપૂરા સમર્પિત થઈ ગયા હતા.અમુક શોટમાં બેનેગલ કહેતાં કે આમાં તારે કશું જ કરવાનું નથી, ફક્ત ચૂપચાપ ઊભા રહેવાનું છે. નસીરને ક્યારેક લાગતું કે બેનેગલ કેમ આમ કરે છે? હું ભલે કશું બોલું નહીં, પણ મૌન રહીને પણ ચહેરા પર એક્સપ્રેશન્સ તો બદલી શકું ને? પછી નસીરે જ્યારે આખી ફિલ્મ જોઈ ત્યારે એમને સમજાયું કે ફિલ્મના સૌથી અસરકારક શોટ્સ આ જ હતા. નસીરને પહેલી જ ફિલ્મમાં બહ્મજ્ઞાાન લાધી ગયું: એક્ટરને જે સાચું લાગતું હોય તે ખરેખર સાચું ન પણ હોય! ડિરેક્ટર કહે એ જ સાચું. હા, ડિરેક્ટર કાબેલ અને કોન્ફિડન્ટ હોવો જોઈએ.
અસ્તવ્યસ્ત જીવન જીવતા નસીર શૂટિંગના દોઢ મહિના દરમિયાન અત્યંત શિસ્તબદ્ધ થઈ ગયા હતા. રોજ સાંજે પેકઅપ પછી પુરુષો ભેગા થઈને દારૂ પીવા બેઠા હોય ત્યારે નસીર પોતાના રૂમમાં આગલા દિવસના ડાયલોગ પાક્કા કરતા હોય. ગંજેડી નસીરે નશાને હાથ સુધ્ધાં ન લગાડવાનો નિર્ણય કર્યો હતો. એમને ખબર હતી કે આ જ તક છે. જો આ મોકો વેડફી મારીશ તો ભવિષ્ય પર તાળાં લાગી જવાનાં. નસીર જુનિયર હતા, પણ આત્મવિશ્વાસથી છલકાતા હતા. એમને ખબર હતી કે સેટ પર પોતે એક્ઝેક્ટલી શું કરી રહ્યા છે. એમાંય એક દિવસ એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે કહ્યું કે ભાઈ નસીર, તું તો શ્યામ બેનેગલનો ફેવરિટ એક્ટર બની ગયો છો, ત્યારે એમના આનંદનો પાર નહોતો રહ્યો.
શૂટિંગ પૂરું થયું. હૈદરાબાદથી મુંબઈ પાછા ફરતી વખતે બીજી વાર પ્લેનમાં બેસવાનો મોકો મળ્યો. મુંબઈથી પૂના જવા માટે નસીરે આ વખતે શેરિંગ ટેક્સી નહીં પણ આખેઆખી ટેક્સી ભાડે કરી. પાછલી સીટ પર પગ પહોળા કરીને શહેનશાહની જેમ બેઠા! આફ્ટરઓલ, હિન્દી ફિલ્મમાં એક્ટિંગ કરીને ને જાતમહેનતના પૈસા કમાઈને માણસ પાછો ફરી રહ્યો છે!
ફિલ્મ રિલીઝ થઈ. મસુરીમાં રહેતા નસીરના પિતાની નજર 'નિશાંત'ના પોસ્ટર પર પડી. દીકરાનું નામ વાંચ્યું. થિયેટરમાં જઈ ફિલ્મ જોવા બેસી ગયા. સ્ક્રીન પર સિનિયર કલાકારનાં નામ આવ્યાં પછી શબ્દો ઉપસ્યાઃ "... એન્ડ ઇન્ટ્રોડયુસિંગ નસીરુદ્દીન શાહ"! નસીરના પિતાને નિરાંત થઈ કે હાશ, મારા દીકરાએ ફિલ્મલાઇનમાં જઈને નામ બદલાવી નાખ્યું નથી. ઘરે આવીને પત્નીને વાત કરી ત્યારે એ ભડકી ઊઠીઃ મને લીધા વગર એકલા પિક્ચર જોઈ આવ્યા? હવે ચાલો મારી સાથે બીજી વાર! નસીરદ્દીન શાહ કહે છે, "મારા પિતાજીએ જિંદગીમાં એક જ ફિલ્મ બે વાર જોઈ છે અને એ છે 'નિશાંત'!"
પિતાજીએ પછી દીકરાને લાંબો કાગળ લખ્યો. પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.ફિલ્મ એમને ગમી હતી. ફિલ્મલાઇન જેવી આભાસી દુનિયામાં નાલાયક દીકરાએ કંઈક તો કરી બતાવ્યું એવી ધરપત એમને થઈ હતી. 'નિશાંત' પછી બાપ-દીકરા વચ્ચેનો તંગ સંબંધ સંપૂર્ણપણે નોર્મલ ભલે ન થયો, પણ નસીરને ફરિયાદ નહોતી. પિતાને આપેલી નક્કર સંતોષની પહેલીવહેલી લાગણી દીકરો જિંદગીભર ભૂલી શકતો નથી.
 DVD Drive કરશે બ્લડ એનાલિસિસ


ડીવીડી ડિવાઇસની મદદથી બ્લડ કાઉન્ટ્સમાં એચઆઇવી ટેસ્ટિંગ સરળ બનશે
કેટીએસ રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, સ્ટોક્હોમ્સની સ્કૂલ ઓફ બાયોટેક્નોલોજીના રિસર્ચ ગ્રુપે એક સ્ટાન્ડર્ડ ડીવીડી ડ્રાઇવને બ્લડ એનાલિસિસ કરી શકે તેવી લેસર બેઝ્ડ માઇક્રોસ્કોપમાં કન્વર્ટ કરી છે. આ ઓપ્ટીકલ ડ્રાઇવ ડીએનએ, આરએનએ, પ્રોટીન અને બોડી શેલ્સ એનલાઇઝ કરવામાં મદદરૂપ થશે. આ કોન્સેપ્ટના ડેમોસ્ટ્રેશન માટે રિસર્ચ ટીમે લોહીમાંથી સીડી૪+ સેલ ટાઇપ એકઠાં કર્યા હતા અને જે મોડીફાઇડ ડીવીડી ડ્રાઇવમાં જોઇ શકાયા હતા. એક અંદાજ મુજબ આ બ્લડ કાઉન્ટસથી એચઆઇવી ટેસ્ટિંગ સરળ બનશે. ફ્લો સિટોમેટ્રી મશીનની કિંમત ૩૦,૦૦૦ યુએસ ડોલર છે જેના કારણે અલગ અલગ પ્રદેશની હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તેમ નથી. લેબની સરખામણીમાં ડીવીડી ડિવાઇસ વધારે પોર્ટેબલ હોવાથી તેની ટ્રેનિંગ માટે પણ ઓછો સમય લે છે. કોર્મિશયલ ડીવીડી ડ્રાઇવને કન્વર્ટ કરવા માટે બે ફિઝિકલ ચેન્જીસ અને સોફ્ટરવેર અલ્ટરનેશનની જરૂર પડશે. આ ડિવાઇસ લો કોસ્ટ ડાયગ્નોસ્ટિક અને એનાલિસ્ટિકલ ટૂલ તરીકે ક્લિનિકલ પ્રેક્ટિસ માટે મદદરૂપ થઇ શકે છે. પેશન્ટે રિઝલ્ટ માટે ઘરે બેસીને રાહ જોવી નહીં પડે, કારણ કે આ ડિવાઇસની મદદથી ફર્સ્ટ વિઝિટમાં જ રિઝલ્ટ મળી જશે.
 એક અનોખું યાન જે પાંચ વર્ષ સુધી સહન કરશે સૂર્યનો તાપસૂરજની નજીક જનારા કોઇ પણ યાનને રાખ થવાથી બચાવવું એ સૌથી મોટો પડકાર છે. વૈજ્ઞાનિક ક્રિસ ડ્રેપરે પ્રાણીઓના હાડકાનો ઉપયોગ કરીને આ પડકારનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે ટાઇટેનિયમની ફોઇલ ઉપર પ્રાણીયોના હાડકાથી બનાવેલા એક લેપ લગાવ્યો હતો. જે સૌર યાનને સુરજના તાપથી બચાવશે. આ પરત 0.20 મિલીમીટર જાડી હોય છે તેની સપાટી ઉપર કાળારંગની પરત ચઢાવેલી છે.
આ યાન 2017માં અંતરિક્ષમાં મોકલવામાં આવશે જે સૂરજની કક્ષામાં તેની ચારે બાજુમાં ફરશે. આ યાન કોઇ પણ તારાની નજીક જનારૂ પહેલું યાન હશે. આ અંતરિક્ષ યાન સૌર પ્રણાલીમાં છોડવામાં આવેલા ઉચ્છ ઉર્જા કણોનું વિસ્તૃત અભ્યાસ કરશે. આ યાન એ પણ જાણવાનો પ્રયત્ન કરશે કે તેના કારણે પૃથ્વી ઉપર કેવી અશર થશે.
જે યાનને અંતરિક્ષમાં છોડવામાં આવશે તેનો જે હિસ્સો સૂરજની સામે હશે તેને 550 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાનનો સામનો કરવો પડશે જ્યારે યાનનો જે હિસ્સો સૂરજની સામે નહીં હોય તે 200 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપ પણ સહન કરવો પડશે. આવી ભયંકર ગર્મીને યાનની અંદરની દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને યંત્રોને સલામત રાખવાનો પડકાર છે.
ડ્રેપરના જણાવ્યા પ્રમાણે ચિંતા એ જ હતી કે હીટશીલ્ડ બનાવવા માટે એવો કયો પદાર્શ ઉપયોગ કરીએ જેનાથી યંત્રો બળી ન જાય. હીટશીલ્ડ એટલો હલકો હોવો જોઇએ કે તે રોકેટને જમીનથી ઉપર જવામાં મદદ કરે. આ ઉપરાંત સૂરજની ગર્મીને તે પાંચ વર્ષ સુધી સહન કરી શકે. હીટશીલ્ડની બહારની પરત ખુલ્લા દરવાજા વાળા છિદ્રો પણ હોવા જોઇએ. ઉપકરણ બહારના દ્રશ્યો જોઇ શકે જેનું તેને અભ્યાસ કરવાનો છે. હીટશીલ્ડ 40 સેંટીમીટર જાડા સેંડવિચની જેની અંદર 8થી 18 સ્તર છે તેની બહારની પરત ટાઇટેનિયમથી બનેલી છે. આ ધાતુ ખુબ જ મજબૂત અને ફેક્સિબલ છે. નવાઇની વાત તો એ છે કે આ એક હજાર ડિગ્રીની ગરમી સહન કરી શકે છે.
 આ યુવતી બની ગઈ છે મિસ વર્લ્ડ, જાણો તેના વિશે એક ક્લિકે

 આ યુવતી બની ગઈ છે મિસ વર્લ્ડ, જાણો તેના વિશે એક ક્લિકે
લંડન, 15 ડિસેમ્બર
આ વર્ષેની મિસ વર્લ્ડની જાહેરાત ગઈ કાલે મોડી રાતે કરી દેવામાં આવી છે. આ વર્ષે દક્ષિણ આફ્રિકાની સુંદરી રોલિન સ્ટ્રોસને આ વર્ષનો મિસ વર્લ્ડનું સમ્માન આપવામાં આવ્યું છે. જ્યારે ભારતની સુંદરી કોયલ રાણા ટોપ 5 સુંદરીઓમાં પણ તેનું સ્થાન બનાવી શકી નહતી. લંડનમાં થયેલી આ સ્પર્ધામાં મિસ હંગરી એદિના કુલસર બીજા ક્રમે અને મિસ અમેરિકા એલિજાબેથ સૈફરિટ ત્રીજા ક્રમે આવી હતી.
રોલિન મેડિકલની વિદ્યાર્થીની છે. તેનું નામ જ્યારે મિસ વર્લ્ડ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે તે ખૂબ આશ્ચર્યચકિત અને ખુશ દેખાતી હતી. તેણે થોડી સેકન્ડ માટે તો તેનાબે હાથથી તેનો ચહેરો ઢાંકી લીધો હતો. ખીતાબ જીત્યા પછી તેણે કહ્યું હતું કે, આફ્રિકા આ એવોર્ડ તમારા માટે છે. આ સ્થાન સુધી પહોંચવા માટે તેણે પોતાની જાતને ખૂબ નસીબદાર ગણાવી હતી. તે ઉપરાંત તેણે તેની માતા-પિતાના આર્શિવાદ તેની સાથે હોવાની વાત પણ જણાવી હતી.
છેલ્લે ભારતમાંથી પ્રિયંકા ચોપરા 2000માં મિસ વર્લ્ડ બની હતી. તે પછીથી ભારતમાંથી અત્યાર સુધી કોઈ પણ સુંદરી મિસ વર્લ્ડનો ખિતાબ જીતી શકી નથી. જયપુરમાં જન્મેલી 21 વર્ષની કોયલ રાણા ટોપ 10માં તેનું સ્થાન બનાવી શકી હતી પરંતુ ટોપ 5માં તે સ્થાન મેળવી શકી નહતી.
ફાલ્ગુની એન્ડ શન પીકોક ગાઉન પહેરીને કોયલે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડિઝાઈનરનો એવોર્ડ જીત્યો છે. તેણે બ્યૂટી વિથ ધ પરપઝનો એવોર્ડકીનિયા, ગુયાના, બ્રાઝીલ અને ઈન્ડોનિશ્યા સાથે શેર કર્યો છે. આ કાર્યક્રમ પછી કોયલે કહ્યું હતું કે, આ શાનદાર એવોર્ડ માટે મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન, તેના પરિવાર અને મીત્રોની ખૂબ આભારી છે. આ ખૂબ સારો અનુભવ રહ્યો હતો.

Get Update Easy