HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

15 ડિસેમ્બર, 2014

આજનો વિચાર

 • જે પ્રદશૅન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઉંચાઈ ઉપર પહોંચી જાય છે.


સ્માર્ટ બારીઓ કરે છે અનોખું કામ, જાણીને તમને પણ લાગશે નવાઇ

દુનિયામાંઆજકાલ સ્માર્ટ વસ્તુઓની બોલબાલા છે, હવે બારીઓ પણ સ્માર્ટ બની રહી છે જે ગરમીને દૂર રાખી એરકન્ડિશનનાં વીજળીનાં બિલમાં ઘટાડો કરશે. હાલ વૈજ્ઞાનિક સ્માર્ટ બારી વિકસાવી રહ્યા છે જે વધતાં તાપમાનને પારખી પોતે જ અપારદર્શક અને સફેદ બની જશે. સ્માર્ટ બારી ફક્ત પ્રકાશને ઓરડામાં પ્રવેશવા દેશે પરંતુ વધારાની ગરમીને ઓરડાની બહાર રાખશે જ્યારે બહારનાં તાપમાનમાં ઘટાડો થશે ત્યારે બારીનો કાચ આપોઆપ પારદર્શક બની જશે.
વૈજ્ઞાનિકોએ કાચના બે ટુકડા વચ્ચે નવી હાઇડ્રોજેલનાં સોલ્યુશનને ભરી મોડલહાઉસ પર પ્રયોગ હાથ ધર્યો હતો. સૂર્ય જેવો પ્રકાશ આપતો બલ્બ આ કાચ સામે પ્રગટાવવામાં આવતા કાચ અપારદર્શક બની ગયો હતો અને તેને કારણે મોડલહાઉસમાં તાપમાન ઠંડું રહ્યું હતું. શુઓંગે ગ્યૂ, કેઇમિન ચેન અને તેમના સહયોગીઓ દ્વારા આ પ્રયોગ કરાયો હતો. સ્માર્ટ બારી તૈયાર કરવા પાછળ આ ટીમ જ સક્રિય નથી, પરંતુ અન્ય કંપનીઓ પણ સંશોધન કરી રહી છે.
હાઇડ્રોજેલ કેવી રીતે કામ કરે છે.
સ્માર્ટ વિન્ડોમાં હાઇડ્રોજેલ નામનો જેલી જેવો પદાર્થ વાપરવામાં આવે છે. તાજેતરમાં જ અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા ગરમી વધતાં ઓછું પ્રસરણ થાય તેવી જેલી વિકસાવવામાં આવી છે. આ પ્રકારની બારીઓમાં હાઇડ્રોજેલનો ઉપયોગ કરાયો છે, તેમની મુશ્કેલી એ છે કે વધતાં તાપમાનની સાથે તે વિસ્તરણ પામે છે, જેને કારણે તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અને સમસ્યા વધે છે, પરંતુ અમેરિકન કેમિકલ સોસાયટીનો એક નવો અભ્યાસ કહે છે કે તેને નવા પ્રકારના હાઇડ્રોજેલમાં પ્રસરણની સમસ્યા ઘટાડવામાં સફળતા મળી છે.
  ભૂલી જવાની ચિંતા છોડો, હવે 'ચીપ' યાદ રાખશે


યુએસમાં વૈજ્ઞાનિકોનાં ગ્રૂપે એવી માઇક્રોચીપ બનાવી છે જેને ડેમેજ બ્રેઇનમાં સરળતાથી ઇમ્પ્લાન્ટ કરી શકાશેઃ ચીપથી લોંગ ટર્મ મેમરીઝ ઉપરાંત દસ વર્ષ જૂની યાદો રિકોલ કરી શકાશે.
શું તમને કોઇ વસ્તુ યાદ રાખવામાં મુશ્કેલી ઉભી થાય છે ? કોઇ પણ વ્યક્તિ, વસ્તુ કે અન્ય કોઇ મેમરીઝને રિકોલ કરતી વખતે તમારાં દિમાગ પર ખૂબ જ ભાર આપવો પડે છે, તે સમયે તમારી યાદશક્તિ ઘટી રહી છે તેવી શંકા ઉત્પન્ન થાય છે? જો આ પ્રકારની ઘટના તમારી સાથે બનતી હોય તો બી રિલેક્સ્ડ. હવે તમારી યાદશક્તિ અંગે તમારે ચિંતા નહીં કરવી પડે. યુએસમાં વૈજ્ઞાનિકોના એક ગ્રુપે એવી માઇક્રોચીપ બનાવી છે જે ડેમેજ બ્રેઇનમાં સરળતાથી ઇમ્પ્લાન્ટ કરી શકાશે. આ માઇક્રોચીપ લોંગ ટર્મ મેમરીઝ ઉપરાંત વર્ષો જૂની યાદોને સાચવી શકવામાં મદદરૂપ સાબિત થશે. યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયા, વેક ફોરેસ્ટ યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીની સાયન્ટિસ્ટોએ મળીને આ માઇક્રોચીપ બનાવી છે. સંશોધનકર્તાઓ અત્યારે કેવી રીતે મેમરીઝ બને છે, ઇમ્પ્લાન્ટ પ્રોડક્શન શક્ય બનાવવા જેવા સબ્જેક્ટ પર કામ કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં લોકલ બ્રેઇન ઇન્જરી, સ્ટ્રોક વિક્ટિમ્સ અને અલ્ઝાઇમર્સના પેશન્ટ્સ માટે આ ચીપ આશીર્વાદરૂપ સાબિત થાય.
વૈજ્ઞાનિકોએ આ ચીપને અત્યાર સુધી ઉંદર અને વાંદરાના બ્રેઇન પર એક્સપેરિમેન્ટ કરી છે. જેમાં એ સાબિત થયું છે કે, સિલિકોન ચીપમાંથી વિદ્યુત સંકેતો દ્વારા મગજના સંદેશાઓની સરળતાથી નકલ કરી શકાય છે. ડિવાઇસ ક્રિએટ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ વર્ક જરૂરી છે. જો કે, વાઇના દર્દીઓમાં ઇલેક્ટ્રોડ ઇમ્પ્લાન્ટની સ્વીકૃતિની સંખ્યા વધી રહી છે. વૈજ્ઞાનિકોનું આ ગ્રુપ તેમની ડિસ્કવરીને લઇને ઉત્સાહિત છે. આ મેમરી ડિવાઇસથી દર્દીની પાંચથી દસ વર્ષ જૂની યાદોને રિપ્રોડયુસ કરી શકાશે. વૈજ્ઞાનિકો વ્યક્તિગત મેમરીઝને બ્રેઇનમાં પાછી લાવવા ઉપરાંત મેમરીઝ જનરેટ કરવાની કેપેસિટીને વધારવા પર રિસર્ચ કરી રહ્યા છે.

હિપોકેમ્પસ સિગ્નલ પર રિસર્ચ 
સંશોધનકર્તાઓ અત્યારે હિપોકેમ્પસ પર ફોકસ કરી રહ્યા છે. જેની મદદથી દિમાગમાં લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરી મજબૂત બને છે. જેથી ભવિષ્યમાં આ ઇમ્પ્લાન્ટથી બ્રેઇનના ન્યુરો મેસેજીસને ઇલેક્ટ્રીકલ ચીપની મદદથી સિગ્નલ્સ પહોંચાડી શકાય. વૈજ્ઞાનિકો હાલમાં હિપોકેમ્પસ સિગ્નલ્સને સપોર્ટ અને રિઇનફોર્સ કરી રહ્યા છે. ઉપરાંત હિપોકેમ્પસ સિગ્નલ્સના ફંક્શન્સના ઇનપુટ્સ અને આઉટપુટ્સને રિપ્લેસ કરી શકાય તેની પણ તજવીજ ચાલી રહી છે. જેથી ભવિષ્યમાં હિપોકેમ્પસને બાયપાસ પણ કરી શકાય. આ ડિવાઇસ લોકલ ઇન્જરી અથવા સ્ટ્રોકના કારણે બ્રેઇન એક્ટિવિટી ભાંગી પડી હોય તેવા પેશન્ટ્સ માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
 મુશ્કેલીઓની મહેરબાની


Success
દરેક સફળ લોકો પોતાની સફળતા અનુસારની તકલીફો ભોગવે છે અને તે તકલીફો જ લોકોને સફળતાનો માર્ગ બતાવે છે. જો તમારી જિંદગી જરા પણ તકલીફો વિનાની હોય તો તપાસ કરી લેજો કે તમારા ટાર્ગેટ સાવ નીચા તો નથીને.
સફળતાનો રસ્તો મુશ્કેલીઓથી ભરેલો હોય છે. જેટલું ઊંચું નિશાન તેટલી વધારે મુશ્કેલીઓ. બેંકમાં ક્લાર્કની નોકરી જોઈતી હોય તો જે મુસીબતોનો સામનો કરવાનો આવે તેનાથી બિલકુલ અલગ પ્રકારની મુસીબતો જો તમારે દેશના પ્રધાનમંત્રી થવું હોય તો આવે. ખાલી ગ્રેજ્યુએટ થવું હોય તો રસ્તો આસાન છે પણ જો વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત (આઈવી લીગ) યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવી હોય તો મક્કમ મનોબળ અને અથાગ પ્રયત્નોની જરૂર પડે. કોઈએ જિંદગીમાં કેટલી તકલીફો વેઠી છે તે જોઈએ તો ખ્યાલ આવે કે તે વ્યક્તિએ જિંદગીમાં ઊંચી સફર કેવી રીતે કરી છે.
ઘણા લોકોને વાત કહેતાં સાંભળ્યા છે કે, મેં મારી જિંદગીમાં કાયમ મુશ્કેલીઓનો સામનો કર્યો છે.' અથવા 'મારા નસીબમાં કાયમ તકલીફો અને વિટંબણાઓ જ લખાયેલી છે.' આવું કહેનારા ભલે તકલીફોને નકારાત્મક રીતે જોતા હોય પણ ખરેખર તો આપણી દરેક મુશ્કેલી આપણા પોતાના માટે નક્કી કરેલાં ઊંચાં નિશાનોને કારણે જ છે. જ્યારે વિદ્યાર્થી ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવવાનો ટાર્ગેટ રાખે ત્યારે પોતાના વિષયની કોઈ પણ બાબતમાં જરા પણ નબળાઈથી ગુંજાઈશ રહેતી નથી. આપણે રોજનું ૧ કિમી ચાલવું હોય તો જે પડકારો આવે તે મેરેથોન દોડવાના પડકારોની સામે સાવ નગણ્ય ગણાય.
અમિતાભ બચ્ચનની ૭૦મી વર્ષગાંઠે કોઈએ તેમને પૂછયું કે તમે તમારા દીકરાને તમારી જિંદગીમાંથી શીખેલો કયો ઉપદેશ જણાવશો? અમિતાભે જવાબ આપ્યો કે મારે એક વાક્યમાં ઉપદેશ આપવાનો હોય તો હું તેને કહીશ કે 'અપની મરજી કા હૈ તો અચ્છા ઔર અપની મરજી કા ના હો તો ઉસસે ભી અચ્છા.' આપણી બધી મુશ્કેલીઓ એટલે આપણી મરજીથી વિરુદ્ધ મળતાં પરિણામો જ છે. આપણે માનતા હોઈએ કે આઈ આઈએમમાં પહેલા પ્રયત્ને પ્રવેશ મેળવી લઈશું અને જો પહેલી વખત ચાન્સ ના લાગે તો તે મુશ્કેલીનો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છે અને તેમાંથી બોધપાઠ લઈ બીજા પ્રયત્ને કેવી રીતે કમર કસી લઈએ છીએ તે ઉપર જ આપણી સફળતાની શક્યતાઓ અવલંબે છે.
દરેક સફળ લોકો પોતાની સફળતા અનુસારની તકલીફો ભોગવે છે અને તે તકલીફો જ લોકોને સફળતાનો માર્ગ બતાવે છે. જો તમારી જિંદગી જરા પણ તકલીફો વિનાની હોય તો તપાસ કરી લેજો કે તમારા ટાર્ગેટ સાવ નીચા તો નથીને. જે પણ ટાર્ગેટ નક્કી કરીએ તે સાથે તે ટાર્ગેટ માટેના પડકારો જોડે જ આવે છે. જો આપણે વજન ઘટાડવું હોય તો જીભના સ્વાદ છોડી દેવાનો પડકાર જોડે જ આવે છે. જો ખંતપૂર્વક કામ કરવું હોય તો મિત્રોને છોડી, ફિલ્મોનાં પ્રલોભન છોડી અને ચોપડી પકડવાનો પડકાર સાથે જ આવે છે. આપણે જો નીચા બેઠા રહેવું હોય તો કોઈ પડકાર ઝીલવાની જરૂર નથી પણ જો પર્વત પર ચઢવું હોય તો તેના પડકારો છે જ. ઘરની બહાર નીકળવું હોય તો ટ્રાફિક જામ ફેસ કરે જ છૂટકો. પૈસા કમાઈએ તો સાથે ઇન્કમટેક્સ ભરવાનો પડકાર પણ આવે છે.
મુશ્કેલીઓ વિનાની જિંદગી એટલે નિરસ અસ્તિત્વ અને પ્રગતિના નામે મીંડું. તમે જો અત્યારે જિંદગીમાં તકલીફો વેઠી રહ્યા હો અને પડકારો ઝીલી રહ્યા હો તો જરા પણ નાસીપાસ થશો નહીં. તમારા પડકારો જ કહે છે કે તમે ઊંચાં નિશાન તાક્યાં છે. ગભરાઇને પડકારો નિશાન નીચાં કરશો નહીં. પડકારો વિનાની જિંદગી માંગશો નહીં. તકલીફો પ્રગતિનું પ્રતીક છે.
તમારું જીવન સાવ સરળ અને પડકાર વિનાનું તો નથીને? જો હોય તો નિશાનોને થોડાં ઊંચાં કરજો અને મંઝિલોને મહત્ત્વકાંક્ષાથી પહોંચવાનો પ્રયાસ શરૂ કરજો. આ સફળતાનો પ્રવાસ છે.
હિંમત રાખો
અબ્રાહમ અમેરિકાના એક સાધારણ મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ્યા હતા. મા-બાપની નાણાકીય સ્થિતિ સારી નહીં હોવાના કારણે તે પોતાની ભણવાની ધગશ પૂરી કરવા જુદી જુદી જગ્યાઓથી પુસ્તકો માંગી લાવતા. ઘણી વાર પુસ્તકો માંગતા, પુસ્તકોની જગ્યાએ અપમાન પણ સહન કરવા પડતાં પણ તેઓ હિંમત હારતા નહીં. દરેક મુશ્કેલીએ તે ટોચ પર પહોંચવાનો નિર્ણયને મક્કમ બનાવતા. વાંચવા માટે સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ પૈસા બચાવવા માટે કરતા. ભણ્યા પછી મજૂર તરીકે વહાણમાં માલસામાન ચઢાવવા ઉતારવાની મજૂરી કરતા તો ક્યારેક વળી કોઈ ઓફિસમાં નોકરી કરી પોતાનું પૂરું કરતા. આ બધા વચ્ચે પણ તેની દરેક મુશ્કેલીએ તેમને મજબૂત બનાવ્યા અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે અબ્રાહમ લિંકને લોકોને ગુલામીમાંથી મુક્ત કરવાનું અદ્ભુત કામ કર્યું. તેમણે તેમના જાણીતા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જીવનમાં મુશ્કેલીઓ ના પડી હોત તો કદાચ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું સદ્ભાગ્ય કદી પ્રાપ્ત ના કરત.

ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતામાં કૉલ કરી શકો છો

mobile
ઘણી વાર એવુ થાય છે કે મોબાઈલ ફોનમાં બેલેંસ ખત્મ થઈ જાય છે  અને તમને ઈમરજંસી કૉલ કરવી હોય છે. આવા સમયે જો કોઈ મોબાઈલ રિચાર્જ કરવાની  સુવિધા પણ ના હોય તો વધારે પરેશાની થઈ જાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી , કારણ કે અમે તમને જણાવી રહ્યા છે મોબાઈલમાં બેલેંસ જીરો હોવા છતા કૉલ કરવાની ટિપ્સ.  
1. એયરટેલ - જો તમારા ફોનમાં એયરટેલની સિમ છે તો આ કંપની તમને જીરો બેલેંસમાં કૉલ કરવાની સુવિધા આપે છે. એના માટે તમે તમારા મોબાઈલ ફોનમાં  *141 હેશ ડાયલ કરો. નંબર ડાયલ કર્યા પછી તમારા ફોનની સ્ક્રીન પર 5 ઈમરજંસી ઑપ્શન જોવા મળશે. એમાંથી કૉલ મી બેક નો ઑપ્શન ક્લિક  કરો. બસ થઈ ગયું. આવું કરવાથી કંપની તરફથી તમને 3 મેસેજ ઈમરજંસીના સમયે દરેક મહિનામાં ફ્રીમાં કોલ કરવાની સુવિધા મળી જશે.
2. આઈડિયા - જો તમારી પાસે આઈડિયાની સિમ છે તો તમે જીરો બેલેંસ થતાં મેસેજની સાથે વૉયસ કૉલ પણ કરી શકો છો. એ  માટે કંપની તરફથી 4 રૂપિયાની લોન અપાય છે. આ લોન જ્યારે તમે ફોન રિચાર્જ કરાવશો ત્યારે કપાઈ જશે. આ સુવિધા લેવા તમે તમારા આઈડિયા નંબરથી *150*04# ડાયલ કરો. આવુ કરતા જ તમને 4 રૂપિયાનો લોન મળશે. બસ પછી શું કરો કૉલ કે એસ એમ એસ . 
3. રિલાંયસ મારું નેટવર્ક - રિલાંયસ યૂઝર્સ પણ જીરો બેલેંસમાં કૉલ કે એસએમએસની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આ સુવિધા માટે તમારે ACTCC લખીને 53739 પર એસ એમ એસ કરવો પડશે. આટલું કરતા જ તમને આ સુવિધા મળી જશે. 
4. વોડાફોન્ જો તમે વોડાફોન સિમ યૂજ કરો છો તો કંપની બેલેંસ ખતમ થતાં તમારા કોઈ મિત્ર  જેની પાસે વોડાફોનનો નંબર કે બેલેંસ આપવાની સુવિધા આપે છે. આ સુવિધા લેવા માટે તમે તમારા મોબાઈલમાં *131* એમ આર પી તમારા મિત્રનો નંબર હેશ ડાયલ કરો. જેવુ તમારા મિત્ર તરફથી  કંફર્મેશન મળશે કે તમને  કોલ કે મેસેજ કરવા માટે બેલેંસ મળી જશે. 

એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર
 • અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
 • સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
 • સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
 • આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
 • એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
 • દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિ‍યાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
 • કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
 • સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
 • અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના
 • જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.
 • ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્‍યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
 • ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
 • ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
 • ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
 • તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
 • આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
 • લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
 • ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
 • કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
 • સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
 • સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.

Get Update Easy