HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

14 ડિસેમ્બર, 2014

આવડતને પરિપક્વ બનાવો

Raj Kapoor's 90th Birthday
Raj Kapoor's 90th BirthDay

આજનો વિચાર

  • અસત્ય ઉચ્ચારનારને કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી.

 
 
 

Check DBTL (CTC) Status

ગેસ ઓફીસ અને બેંકમાં આધાર કાર્ડ ના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ એક્ટીવેટ  થયું છે કે નહિ તેનું સ્ટેટસ ચેક કરો.
Ckeck your DBTL Status online

For Indane Customer : Click here

For HP Customer : Click here

For Bharat Customer : Click here


આવડતને પરિપક્વ બનાવો


હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.
શિક્ષણ તમારી અંદર છુપાયેલા સામર્થ્યરૂપી બીજને દૃશ્યમાન કરે છે. જ્યાં સુધી તમે તમારી આવડતને નહીં જાણો ત્યાં સુધી તમારી મહેનતનું પરિણામ શૂન્ય બની રહેશે. દુનિયા તેને યાદ રાખે છે જેમણે કામને પરિપૂર્ણ કર્યું છે. ગુજરાતીમાં પ્રચલિત કહેવત છે, 'હજાર અલગ અલગ ખાડા ખોદવા કરતાં એક સારો કૂવો ખોદવો.' તેમ અલગ જાણ્યા-અજાણ્યા કામમાં શક્તિનો વેડફાટ કરવા કરતાં એક કામને મહાન બનાવો. બહુમુખી પ્રતિભા હોવી તે સારી વાત છે પણ તે માટે તમારે એક કામને સર્વશ્રેષ્ઠ અંજામ આપવો પડશે. સચીન તેંડુલકર સારા ટેનિસના ખેલાડી છે.
તેનો મતલબ એ નથી કે તેમણે ક્રિકેટ છોડીને ટેનિસ પર ધ્યાન આપવું જોઇએ. ટેનિસ આવડે તો સારું છે અને ના આવડે તો શીખવું જરૂરી નથી. બાળપણમાં બધાને બધામાં નિપુણતા હાંસલ કરવી છે જેના ભોગે તે તેની આવડતને ભૂલી જાય છે. આજે મોટાભાગના વિદ્યાર્થીઓની સમસ્યા છે કે તેઓ કોઇ એક વિષયમાં નબળા છે અને તેમાં સારા માર્ક્સ મેળવી શકે તેમ નથી. હવે વિદ્યાર્થી જે વિષયમાં નબળો છે તેમાં વધુ માર્ક્સ મેળવવા જે વિષયમાં પારંગત છે તેમાં મહેનત કરવાનું છોડી દઈને બીજા વિષયોમાં રાત-દિવસ ધ્યાન આપવા લાગશે. છેવટે જ્યારે પરિણામ આવશે ત્યારે જે વિષય આવડતો હશે તેમાં પણ નિરાશાજનક દેખાવ જોવા મળશે. એવું કરતાં જે વિષયમાં સારી એવી ફાવટ છે તેને વધુ મહેનત કરીને પરિપક્વ બનાવો. જે કરવામાં ઉત્સાહ જળવાશે અને નબળા વિષય પર આયોજન કરીને પાસ થવાય તે રીતે તૈયારી કરો. દરેક વિષયમાં કોઇ નિપુણ ના બની શકે અને જે બનવા જાય છે તે સીમિત થઈ જાય છે. એક બહુ જાણીતી પંચતંત્રની બાળવાર્તા છે, કાગડા અને હંસ વચ્ચે ઊડવાની હરીફાઈ થાય છે. કાગડાને એકાવન જાતની ઉડાન આવડતી હોય છે, જ્યારે હંસને એક જ ઉડાન આવડતી હોય છે, જે તેના ધૈર્ય અને ખુમારી સાથે ઊડયા કરે છે. અંતમાં કાગડાને એકાવનમાંથી એક પણ ઉડાન કામમાં નથી આવતી અને થાકીને લોથપોથ થઇ જાય છે. એક જ ઉડાન ભરો અને તેમાં પૂરેપૂરી નિપુણતા મેળવો. 

આવડે છે તો આવડશે જ
જાપાનના ગણતિજ્ઞા એરિક ક્રિસ્ટોફર ઝીમન જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ દરેક વિષયમાં નિપુણ નહોતા. અભ્યાસ દરમિયાન તેમને આંકડા સાથે રમવાનું સૌથી વધુ પસંદ હતું. તેઓ દરેકમાં વિષયમાં ટોપ નહોતા આવતા તો ગણિતમાં ક્યારેય પાછા નહોતા પડતા. તેમણે નક્કી કરી લીધું હતું કે ગણિતને હું ગણતરી કરતાં શીખવી દઇશ. તેમણે ગણિતને તન-મન અને ધનથી અપનાવી લીધું અને દુનિયાને જિયોમેટ્રિક ટોપોલોજી અને સિંગુલારિટી થિયરી જેવી ગાણિતિક પદ્ધતિ આપી. ક્રિસ્ટોફરે અભ્યાસ કર્યો પછી ફલાઇંગ ઓફિસર તરીકે કામ કર્યું હતું જે દરમિયાન તેઓ શાળામાં શીખેલું મેથેમેટિક્સ ભૂલી ગયા હતા પણ ગાણિતિક પદ્ધતિઓ તેમના મનમાં અંકિત થયેલી જ હતી. જિયોમેટ્રિક ટોપોલોજી પર વિશ્વને મેથેમેટિક થિયરી સમજાવનાર ક્રિસ્ટોફરે કહ્યું છે કે ટેકનિકલ આવડતની નિપુણતા આપણામાં જટિલતા ભરી દે છે જ્યારે સર્જનાત્મકતા તમને સરળતા સાથે જોડી રાખે છે. જે કાર્યમાં સર્જનાત્મકતા હશે તે કાર્ય વધુ નિખરશે.
ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે
કાર્ય સિદ્ધ થશે કે નહીં તે વિશે શંકા હોય ત્યારે કાર્ય શરૂ ન કરવું એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, પણ એક વાર કામ શરૂ કર્યા પછી તો આરંભાયેલા કામને પૂરું કરવું એ જ સર્વસ્વ હોવું જોઇએ. પ્રારંભ કરશો તો તમારો હાથ જ સ્વયં ભગવાન છે, તે દરેક કાર્યો કરવા સમર્થ છે. જરૂર છે માત્ર તે કાર્ય માટે ડગ માંડવાની. કાર્યને સફળ કરવા વચનબદ્ધતા, દૃઢ વિશ્વાસ અને ધૈર્ય તમારા વ્યક્તિત્વમાં લાવો. મહાન સિદ્ધિ ત્યારે જ મળે જ્યારે તમે નાનાં નાનાં કામને પણ મહાન કામની રીતે કરતા હોય. કાર્ય, પરિશ્રમ, સફળતા, મહાનતા અને સન્માન બધું તમારી અંદર જ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કયું કાર્ય કરવાથી શ્રેષ્ઠતા મળશે. જેમ આરસના પડેલા ટુકડામાં મુર્તિકારને મુર્તિ દેખાય છે તેમ તમને તમારું કાર્ય જ દેખાવું જોઇએ. પથ્થરમાં મુર્તિ છે જ પણ તેને જોવાની દૃષ્ટિ હોવી જોઈએ તેમ તમારા કામમાં સફળતા છે જ બસ તેને કંડારવાની શક્તિ તમારામાં હોવી જોઇએ. તક કામ વગર નથી મળતી પણ દરેક કામમાં એક તક ચોક્કસ હોય છે. અંગ્રેજી સાહિત્યમાં જેમનું નામ આદર-સન્માનથી લેવામાં આવે છે તેવા ઇંગ્લેન્ડના સેમ્યુઅલ જોન્સન એવું કહેતાં કે જે તક મળી હોય એને સોનેરી સમજી સ્વીકારી-સુધારી લેવી અને જે કંઇ મળ્યું છે એમાં સંતોષ માનવો એ જ જીવનની મહાન સફળતા છે. એટલે જ તો જીવનને સફળ કેમ બનાવવું એ પણ આવડત જ છે.
તમારામાં વિશ્વાસ કરો
ઇમ્પિરિયલ હોટલ, ટોકિયો. પ્રાઇઝ ટાવર, બોર્ટલેસ્વીલે. નેશનલ પાર્ક, કેનેડા અને સોલોમોન મ્યુઝિયમ, ન્યૂયોર્ક જેવી વિશ્વભરમાં ૧૦૦૦થી વધુ નામાંકિત ઇમારતોની ડિઝાઇન તૈયાર કરનાર આર્કિટેક્ટ ફ્રેંક લ્યોડ રાઇટ કોલેજ નથી ગયા. તેમને ભણવામાં રસ હતો પણ તેમનું ભણતર દુનિયાના લોકોના મનમાં કલ્પિત થયેલાં મકાનો તૈયાર કરવાનું હતું. ગમે તેવો મહારથી હોય પણ તેણે વિકાસ સાધવો હોય તો તેણે યોગ્ય દિશામાં કામ કરવું જરૂરી છે. જે દિશા તમને તમારા અનુભવી સારા માર્ગદર્શક જ બતાવી શકે. ફ્રેંકની આવડતને સ્વીકારીને શિકાગોમાં આર્કિટેક્ટ સિસ્લેબીને નોકરી આપી. ફ્રેંક ત્યાં ડ્રાફટમેન બનીને તૈયાર થયા હતા. એક કામમાં સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરવામાં આવે તો તેની દુનિયાએ નોંધ લેવી જ પડે છે.
ફ્રેંકની વિવિધ અને અસામાન્ય ડિઝાઇનો જોઇને બધા અભિભૂત થઈ ગયા. ફ્રેંક હવે જ્યાં નોકરી કરવા જવાના હતા ત્યાં તેને દુનિયાદારી પણ શીખવા મળવાની હતી. એ નોકરી કરવાની હતી દુનિયા જેને આધુનિકતાના પિતા માને છે તે લુઇસ સુવીલનની સાથે. અમેરિકામાં લુઇસને Father of skyscrapers તરીકે ઓળખવામાં આવે છે. સારું કામ કરો એટલે મુશ્કેલી તો આવે જ અને તે મુશ્કેલીમાં જ પ્રગતિનો અવસર હશે, હશે ને હશે જ. લુઇસ અને ફ્રેંક વચ્ચે અણબનાવ બનતા ફ્રેંકે નોકરી છોડી દીધી. પ્રગતિમાં અવરોધને પાર પાડતા આવડવું એ જ સફળતાની શરૂઆત છે. ફ્રેંકે પોતાની ઓફિસ શરૂ કરી. ગ્રાહકોના મનને સમજીને તેમના મગજની છાપને તે કાગળ પર ઉતારી આપતા. અમેરિકામાં સારાં મકાનો બનાવવા માટે ફ્રેંકનું નામ મોખરે થઇ ગયું. ફ્રેંકને હવે કોઈ રોકી શકે તેમ નહોતા. તેમના ગુરુ લુઇસ પણ નહીં. તેમણે વધુ અભ્યાસ નહોતો કર્યો પણ અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. ઓર્ગેનિક આર્કિટેક્ટ તરીકે જાણીતા ફ્રેંક સારા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. ૧૯૯૧માં તેમને અમેરિકન ઇન્સ્ટિયૂટ તરફથી ધ ગ્રેટેસ્ટ આર્કિટેક્ટ ઓફ ઓલ ટાઇમનું મરણોત્તર સન્માન આપવામાં આવ્યું.
ટકોર
કર્તવ્ય એ એક એવી બાબત છે જેની બધા લોકો બીજા પાસે જ અપેક્ષા રાખે છે
- ઓસ્કાર વાઇલ્ડ
 પ્રેમના પ્રતિક ‘તાજમહાલ’ ઉપર મંડળાઇ રહ્યો છે આવો મોટો ખતરો
 પ્રેમના પ્રતિક ‘તાજમહાલ’ ઉપર મંડળાઇ રહ્યો છે આવો મોટો ખતરો

આખા વિશ્વમાં પ્રેમના પ્રતિક સમાન ગણાંતા તાજમહાલન ઉપર અદ્રશ્ય ખતરો મંડળાઇ રહ્યો છે. જેના કારણે દુનિયામાં ભારતનું નામ ઉંચું છે તેના કારણે ધીમે ધીમે ભારત પોતાની ઓળખ ગુમાવી બેસશે. હવાનાં પ્રદૂષણના પદાર્થો અને કાર્બનડાયોક્સાઇડ વિશ્વની અજાયબીઓ પૈકીના એક તાજમહાલના ડોમને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યું હોવાનું ભારત અને અમેરિકાના સંશોધકોએ જણાવ્યું છે. પ્રદૂષણની માત્રા તાજમહાલની સફેદ ચમકને ઝાંખી પાડી રહી છે.
અમારાં સંશોધનમાં જણાઈ આવ્યું છે કે, કાર્બન, ખેતરમાંથી આવતા બાયોમાસ અને રિફ્યુસ તેમજ વાહનના ધુમાડાને કારણે ચમકને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું જ્યોર્જિયાની યુનિર્વિસટીના પ્રોફેસર મકાઇકલ ર્બિજને જણાવ્યું હતું. અભ્યાસમાં જણાઈ આવ્યું છે કે, હવાનાં પ્રદૂષણના પાર્ટિકલ તાજના મોટા દુશ્મન સાબિત થઈ રહ્યા છે.
હવાનાં પ્રદૂષણને માપવા માટે સંશોધકોએ નવેમ્બર 2011થી જૂન 2012 દરમિયાન તાજ કોમ્પ્લેક્સની આસપાસ વિશેષ સાધનો મૂકીને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જણાઈ આવ્યું હતું કે, ખાસ કરીને ધૂળ, ઓર્ગેનિક બ્રાઉન અને વાહનોમાંથી નીકળતો કાર્બન તાજના સફેદ મારબલને ભારે નુકસાન પહોંચાડે છે. આ સંશોધન પર્યાવરણવિજ્ઞાાન અને ટેક્નોલોજીના જર્નલમાં પ્રસિદ્ધ થયું છે.

Get Update Easy