HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 ડિસેમ્બર, 2014

GTU CCC Registration is now open

Registration is open from :  31/12/2014 To 03/01/2015
Last Date for Edit Application :  05/01/2015
Last Date for Hard Copy Submission at GTU  :  10/01/2015

for registration click on the link


http://ccc.gtu.ac.in/PreRegistration.aspx

Gujarat Technological University, Ahmedabad
CCC EXAMINATION REGISTRATION FORM
Home 
Enter New Credential for Registration.:
Mobile Number. :
Candidate Name. :
(Starting With Surname)
* Select One Of The Following  Pending Criteria :
Password. :

Enter Code Here :   4650
 
Note.:
- Enter Password of your choice in Password field.
- Enter 10 Digit Mobile Number Without leading 0 (or) +91.
- Details Entered here cannot be changed after you click Start Registration.
- You cannot Register with same Mobile number again.
ખાસ સૂચનાઃ

હાલમાં સીસીસીનું રજિસ્ટ્રેશન નીચેનામાંથી કોઇપણ એક લાભથી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધીમાં વંચિત રહિ ગયેલ સરકારી કર્મચારીઓ માટે જ શરૂ કરેલ છે.
(૧) લાંબાગાળાની નિમણૂંકની બહાલી.
(ર) ઉચ્ચત્તર પગાર ધોરણ.
(૩) બઢતી.

7th Pay Calculation Calculator - Video Converter

http://cur.glitter-graphics.net/pub/2888/2888784svdx7f5hym.gif 

Though of the day

A person who never made a mistake never tried anything new. Albert Einstein

7th Pay Calculation Calculator 

Click Here


 માર્ચ ૨૦૧૫ ના નવા પેટા કેન્દ્રો ની યાદી પી.ડી .એફ . 
Clik Here


Video Converter વિડીયો કનર્વટર

વિડીયો કનર્વટર સોફ્ટવેર ડાઉનલોડ કરી વિડીયોને કનર્વટ AVI, MP4, DVD, HD, FLV, 3GP, iPod, iPad, iPhone, DivX, Flash, વગેરે કરો.

Click Here
 

મંગળ ગ્રહ પર હોઈ શકે છે એલિયન, મળ્યાં કંઈક એવા પુરાવા

 મંગળ ગ્રહ પર હોઈ શકે છે એલિયન, મળ્યાં કંઈક એવા પુરાવા
મંગળ ગ્રહ પૃથ્વીપર રહેનારા લોકો માટે એક રહસ્યનો વિષય રહ્યો છે પરંતુ તાજેતરમાં જ ભારતને મંગળ ગ્રહ સુધી પહોચવામાં ઘણી સફળતા મળી છે. મંગળ ગ્રહ પરથી GSLV યાન દ્વારા વિવિધ તસવીરો મોકલવામાં આવી રહી છે અને હવે આ વિશે ફરી ત્યાંથી એક આશ્ચર્ય જનક સમાચાર સામે આવ્યાં છે. મંગળ ગ્રહ પર એક તાબૂત જેવી વસ્તુ જોવા મળી હોય તેવુ લાગી રહ્યું છે.
ધી ઈનક્વિજિટિર રિપોર્ટ પ્રમાણે, યૂ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં પહેલી નજરે તે કોઈ એલિયનનો તાબૂત હોય તેવુ લાગી રહ્યું છે. પહેલી નજરે તે અંદાજ લગાડવો મુશ્કેલ છે પરંતુ ધ્યાનથી દેખશો તો તે સ્પષ્ટ જોઈ શકાય છે.



 ગાયત્રી મંત્રનો અર્થ

 


gaytri mantra

ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે.
1. ઈશ્વરના પ્રાણવાન, દુ:ખ રહિત, આનંદ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણ સંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનું તાત્પર્ય એ છે કે આ જ ગુણોને આપણે પોતાની અંદર લાવીએ. આપણા વિચાર અને સ્વભાવને એવો બનાવીએ કે ઉપર્યુક્ત વિશેષતાઓ આપણા વ્યાવહારીક જીવનમાં પરિલક્ષિત થવા લાગે. આ રીતની વિચારધારા, કાર્ય પધ્ધતિ તેમજ અનુભૂતિ મનુષ્યની આત્મિક અને ભૌતિક સ્થિતિને દિવસે દિવસે સમુન્નત બનાવતી જાય છે.
2. ગાયત્રી મંત્રના બીજા ભાગમાં પરમાત્માને પોતાની અંદર ધારણ કરવાની પ્રતિજ્ઞા છે. તે બ્રહ્મ, દિવ્ય ગુણ સંપન્ન પરમાત્માને સંસારના કણ કણમાં જોવાથી મનુષ્ય દરેક સમયે ઈશ્વરની પાસે સ્વર્ગીય સ્થિતિમાં રહેતો હોય તેવો અનુભવ કરે છે.
3. મંત્રના ત્રીજા ભાગમાં સદબુધ્ધિનું મહત્વ સૌથી વધારે હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવાનને એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અમારી બુદ્ધિને સન્માર્ગ પર પ્રેરિત કરી દો. કેમકે આ એક એવી મહાન ભગવાનની કૃપા છે કે તેના પ્રાપ્ત થવાથી અન્ય સુખ સમૃધ્ધિ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.
ગાયત્રી માતાની શિક્ષા છે કે બુધ્ધિને સાત્વિક બનાવો, આર્દશોને ઉંચા રાખો, ઉચ્ચ દાર્શનિક વિચારધારામાં રમણ કરો અને તુચ્છ તૃષ્ણાઓ તેમજ વાસનાઓ માટે આપણને નચાવનાર કુબુધ્ધિને માંસ લોકમાંથી બહિષ્કૃત કરી દો.
 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgn8L7vtSHW_LC62QB8Qfvo8zfJ_VzQd556rrLQ0toQniaA75nF3AMVrecfZxWYic_1tfRHXG3dFsC2txGJ6WfOtnOI_poU7vSH01XvIUS-TMbcNPHSlKRb6eunVOXlaqB2FfWQuq6avK8/s1600/goodbye-2014-welcome-2015-wallpaper.jpg 
http://greetingscraps.disk9.com/orkut/123%20greetings%20scraps%20ecards/Animations/Happy%20New%20Year/p68/alongway99/Happy%20New%20Year%20Animations/HappyNewYearTeddiesStarsGlitter.gif 

28 ડિસેમ્બર, 2014

CCC Theory Exam 1000 Question - Keyboard Shortcuts for Windows

http://sandiegofreepress.org/wp-content/uploads/2014/07/gif-animated-color-bouncing-balls.gif 

આજનો વિચાર

  • મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે .
 GTU CCC Theory Exam 1000 Question
નમસ્કાર! ઘણા બધા મિત્રોએ CCC Exam  પાસ કરી હશે અને ઘણા મિત્રો હજુ  CCC Examની તૈયારી કરતા હશે તેમના માટે કેટલાક GTU CCC Exam માં પૂછાયેલા GTU CCC Theory Exam 1000 Question અહી મુકું છું.

Keyboard Shortcuts for Windows
Whether you are working with General Folder, Word, Excel, PowerPoint or Internet Explorer and Media Player, you can find shortcuts for all in this article. 
http://aramedia.com/kbkoreanblack.jpg
શોર્ટકટ કી માટે અહી ક્લિક કરો 

HAVE A NICE DAY 



27 ડિસેમ્બર, 2014

HTAT PAPER 1 AND 2 FINAL ANSWER KEY

http://www.themescompany.com/wp-content/gallery/gif-images/rotate.gif
New HTAT PAPER 1 AND 2 
     FINAL ANSWER KEY
 

ખેડૂતોને ખેતીની વસ્તુઓ ખરીદવા માટે બજારમાં નહીં જવું પડે કારણ કે...
 ખેડૂતોને ખેતીની વસ્તુઓ ખરીદવા માટે બજારમાં નહીં જવું પડે કારણ કે...
ઇ-રિટેલિંગ કંપની સ્નેપડીલે મંગળવારે ખેડૂત દિવસ ઉપર ધ એગ્રી સ્ટોરની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ ઓનલાઇન સ્ટોરમાં ખેડૂતો માટે બિયારણ, ખાતર, સિંચાઇ ઉપકરણો અથવા અન્ય સામાન્ય ઉપલબ્ધ કરાવશે.
કંપનીએ આપેલી એક જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે સ્ટોરનું હિન્દી ઓનલાઇન સંસ્કરણ પણ ટૂંક સમયમાં શરૂ કરાશે. જેનાથી ખેડૂતોને વસ્તુ પસંદગ કરવામાં વધારે સરળતા રહે. કંપની સ્નેપડીલના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક કૃણાલ બહના જણાવ્યા પ્રમાણે હવે ખેડૂતો ફક્ત એક બટન દબાવીને જ જરૂરી પ્રોડક્ટ્સ મેળવી શકશે. આ ટેકલનિકલ બજારની તાકાત છે.
હવે અમે પણ કૃષિને આ ક્ષેત્રની સીમામાં આવરી લીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના આશરે 70 ટકા લોકો કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ સ્ટોર પર ફોન સાથે પણ પહોંચી શકાશે. મને પુરો વિશ્વાસ છે કે, આ ખેડૂતો માટે ખુબજ મદદરૂપ સાબિત થશે. એગ્રી સ્ટોરના પ્રોડક્ટમાં બિયારણ, ખાતર સહિત કૃષિના અન્ય ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવશે.



26 ડિસેમ્બર, 2014

Gujarati Indic Input (shruti)

http://upload.wikimedia.org/wikipedia/commons/8/8b/Light_dispersion_conceptual.gif
 2-2 Papers of Bord  previous Exam.

¤ SSC MATHS PAPER 1

¤ SSC MATHS PAPER 2

¤ SSC SCIENCE PAPER 1

¤ SSC SCIENCE PAPER 2



GTU CCC  Practical Exam Usefull Gujarati Indic Input (shruti)

જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા હોય એ દોસ્તો માટે Gujarati  Indic Input (shruti)   ની જરૂર પડે છે. ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati  Indic Input (shruti)   ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે. 
Gujarati  Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ  કર્યા ચાલુ કરવા માટે Alt + Shift  કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift  બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati  Indic Input (shruti)  ના હોય તો નીચેની લીંક  પરથી ડાઉનલોડ  કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.

Gujarati  Indic Input (shruti) Vista/Windows-7 32 Bit Click here

Gujarati  Indic Input (shruti) Vista/Windows-7 64 Bit Click here


Gujarati  Indic Input (shruti) Windows-8 32 Bit 

Gujarati  Indic Input (shruti) Windows-8 64 Bit 

Gujarati  Indic Input (shruti) Windows XP 32 Bit  

Gujarati  Indic Input (shruti) information click here

ગુડ ગવર્નન્‍સ...આજથી SMS દ્વારા જાણો હવામાનની પરિસ્‍થિતિ

ભારતીય હવામાન વિભાગે આજની નવી સેવા શરૂ કરીઃ હવે લોકોને મોબાઇલ ઉપર મળી શકશે હવામાનની રજેરજની વિગતોઃ પહેલા તબક્કામાં હવામાનની ચેતવણી અને બીજા તબક્કામાં સામાન્‍ય હવામાનની માહિતી અપાશેઃ આ સેવાનો લાભ લેવા વિભાગ પાસે મોબાઇલનો નંબર નોંધાવવાનો રહેશે
ગુડ ગવર્નન્‍સ...આજથી SMS દ્વારા જાણો હવામાનની પરિસ્‍થિતિ
  
















નવી દિલ્‍હી તા.રપ : હવે લોકોને હવામાન અંગેની માહિતી પોતાના ફોન પર એસએમએસ થકી મળશે. ગુડ ગવર્નન્‍સના પ્રસંગે આજે ભારતીય હવામાન ખાતુ દેશભરમાં આ સેવા શરૂ કરી રહી છે.
   આ યોજના હેઠળ કોઇપણ વ્‍યકિત પોતાના મોબાઇલ ફોનને હવામાન વિભાગ પાસે નોંધાવીને હવામાનની ચેતવણીઓની માહિતી ઘેરબેઠા મેળવી શકશે. હવામાન વિભાગના વડા ડો.રાઠોડે જણાવ્‍યુ હતુ કે, આ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે કે જેથી લોકો હવામાનનો હવે પછીનો મિજાજ જાણી શકે અને તેમને ધ્‍યાનમાં રાખીને પોતાની મુસાફરી અને અન્‍ય કાર્યક્રમોની યોજના બનાવી શકશે.
   તેમણે કહ્યુ હતુ કે, જો વાવાઝોડાની આશંકા હોય કે પછી ભારે વરસાદની કે પછી ગાઢ ધુમ્‍મસની આશંકા હોય તો લોકોને ચાર-પાંચ કલાક પહેલા જ મોબાઇલ પર એસએમએસ થકી માહિતી મળી જશે. જેથી લોકો પોતાના કાર્યક્રમોમાં ફેરફારો કરી શકે.
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવેલી આફતની પુર્વ સુચના હોવા છતાં તેની જાણ લોકોને એટલા માટે ન થઇ કે આ પ્રકારની સેવા લોકોને ઉપલબ્‍ધ ન હતી પરંતુ હવે હવામાન વિભાગે આ માટે જરૂરી ટેકનીકલ ક્ષમતા મેળવી લીધી છે અનેક પ્રાદેશિક કાર્યાલયો અને હેડ કવાર્ટર થકી આ સેવા આજથી શરૂ થશે.
   પ્રથમ તબક્કામાં માત્ર હવામાનની ચેતવણીની માહિતી આપવામાં આવશે. જયારે બીજા તબક્કામાં સામાન્‍ય હવામાનની માહિતીઓ આપવાની યોજના છે. આ સેવા વિનામૂલ્‍યે અપાશે. હવામાન વિભાગ અત્‍યારે દિલ્‍હી સહિત અનેક સ્‍થળો પર સેવા આપે છે જેમાં દર ચાર કલાકથી આગળના હવામાનની માહિતી આપવામાં આવે છે. આ માહિતી હજુ વેબસાઇટ ઉપર જ છે. હવે મોબાઇલ સેવા પર આ માહિતી આપવાથી હવામાન વિભાગને પણ એ બાબતની કાળજી રાખવી પડશે કે આગાહી સચોટ હોય તો જ લોકો તેને ગંભીર ગણશે.
   ખેડુતો માટે અત્‍યારે આ પ્રકારની માહિતી આપવામાં આવે છે. પરંતુ હવે સામાન્‍ય લોકો માટે પહેલી વખત આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે.


ટયુશન કરી રહેલા શિક્ષકોની સામે બોર્ડની હવે લાલ આંખ

આચાર્ય અને સંચાલકો સામે પણ તવાઈ : ટયુશન કરતા નથી તેવી લેખિત ખાતરી શિક્ષકોને આપવી પડશે : ટયુશન પર પ્રતિબંધ છતાં શિક્ષકો ટયુશનમાંવ્‍યસ્‍ત
અમદાવાદ, તા.૨૫,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના શિક્ષકો પર ટયૂશન કરવા પર મૂકવામાં આવેલ છે. તેમ છતાં મોટાભાગનાં શિક્ષકો ટયુશન કરતા હોવાથી ચોકાવનાકી વિગતો બહાર આવી છે. જેનાં પગલે શિક્ષણ વિભાગે શાળાનાં શિક્ષકો પાસે ટયુશન નહીં કરવા અંગે બાંદેધારી પત્ર લખાવાનું નક્કી કર્યું છે તેમજ ટયુશન પરમાં પ્રતિબંધનું પાલન નહી કરનાર શાળાના શિક્ષક ઉપરાંત આચાર્ય અને સંચાલકો સામે પણ શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે. પ્રાપ્‍ત થતી માહીતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ શાળાઓનાં કોઈ પણ શિક્ષકને ટયુશન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. બોર્ડ ટયુશન પર પ્રતિબંધ મૂકવા બાદ દર વર્ષે શાળાઓનાં આચાર્યો પાસેથી તેમની શાળાનો એકપણ શિક્ષક ટયુશન કરતા નથી તેવી લેખીત બાંહેધરી પણ મેળવે છે. જો કે શાળાના આચાર્યોની લેખીત બાંહેધરી છતાં પણ રાજયની મોટાભાગની શાળાઓનાં શિક્ષકો ટયુશન કરતા હોવાનો ખુલાસો સામે આવ્‍યો છે. જેનાં કારણે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણઅધીકારીઓને ટયુશન રજિસ્‍ટરને રેગ્‍યુલર રીતે મેન્‍ટેન કરવાની સુચના આપી છે. આ અંતર્ગત હવે શાળાનાં આચાર્ય ઉપરાંત શિક્ષકોએ પણ લેખીતમાં પોતે ટયુશન કરતા નથી તેવી બાંહેધારી આપવાની રહેશે એટલું જ નહી બાંહેધરી પત્ર લખ્‍યા બાદ શાળાના આચાર્યે દરરોજ ટયુશનનું રજિસ્‍ટર મેન્‍ટેન કરવાનું રહેશે આ રજિસ્‍ટ્રમાં શાળાનો કોઈ શિક્ષક ટયુશન કરતો નથી તેવું લખ્‍યુ હશે અને જો શાળાનો કોઈ પણ શિક્ષક ટયુશન લેતા પકડાશે તો શિક્ષકની સાથે સાથે શાળાનાં આચાર્ય અને સંચાલકો સામે પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું ટયુશન આપવા માટે ફરજ પડાવી હોવાની ચોકાવનારી ફરીયાદ શિક્ષણ બોર્ડ સમક્ષ આવી છે.શિક્ષકો દ્વારા ટયુશન નહીં આવનાર વિદ્યાર્થીઓને ઈન્‍ટરનલ માર્ક કાપવાની આવનાર વિદ્યાર્થીઓને ઈન્‍ટરલ માર્ક કાપવાની ધમકી અપાય છે. 
માઈન્ડ કંટ્રોલર મોબાઈલ ડિવાઈસ


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
સેમસંગ ઇમર્જીંગ ટેક્નોલોજી લેબના સંશોધકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાથે મળીને એક મોબાઇલ ડિવાઇસ બનાવી છે જે માઇન્ડના ઉપયોગથી કંટ્રોલ કરી શકાય. આ ઇનોવેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન હશે જેઓ મોબાઇલ ઇમ્પેરમેન્ટ્સથી પીડાય છે અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ઉંડી અસર થશે. અત્યારે સંશોધકો સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ના ફીચર્સ અનુસાર કામ કરી રહ્યા છે. લોકોના વિચારોની મદદથી સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિના વિચારોથી માઇન્ડ કંટ્રોલ સેમસંગ ગેલેક્સી નોટ કંટ્રોલ કરવામાં આવશે તે એપ્લિકેશન લોન્ચ કરી શકશે, મ્યૂઝિક ડાઉનલોડ કરી શકશે અને ટેબ્લેટને ઓન અને ઓફ કરી શકશે. આ માટે ટેસ્ટરને એક કેપ ઇક્વિપમેન્ટ ઇઇજી-મોનિટરિંગની સાથે આપવામાં આવશે. જેથી તેમની એક્શન ગેજેટ્સ સુધી પહોંચાડી શકાય. ઇઇજી બ્રેઇન સિગ્નલ્સ ડિટેક્ટ કરીને એક્ટ કરશે.
બ્રેઈન સિગ્નલ્સથી થશે એપ્લિકેશન લોન્ચ
ગેજેટ જ્યારે બ્રેઇન સિગ્નલ્સને અનુસરતું હશે ત્યારે સંશોધકો તેને મોનીટર કરશે. માત્ર આંખના પલકારાના મદદથી ટેસ્ટર એપ્લિકેશન લોન્ચ, પોઝ/પ્લે મ્યુઝિક જેવી એક્શન કરી શકશે. ફાઇવ સેકન્ડના આધારે યૂઝર તેની એક એક્શન ૮૦થી ૯૫ ટકા જેટલી ચોકસાઇથી પર્ફોર્મ કરી શકશે. કિપેડથી કંટ્રોલ થતાં મોબાઇલ ડિવાઇસ સાથે માઇન્ડ ઇન્ટરેક્શનનો આ નવો પ્રોજેક્ટ છે. 
ઈઈજી કેપથી કંટ્રોલ થશે ડિવાઈસ
અત્યાર સુધી માત્ર કિપેડ, ટચ, વોઇશ ઇનપુટથી ઓપરેટ થતી મોબાઇલ સિસ્ટમમાં માઇન્ડ કંટ્રોલ રિસર્ચથી યુઝરને તેની ડિવાઇસ વધારે કંટ્રોલ કરવાની તક મળશે અને તે પણ મોબાઇલને પોકેટમાં રાખીને. જો કે, ડિવાઇસને પ્રોપર કંટ્રોલ કરવા માટે યુઝરે ઇઇજી કેપ પહેરવી ફરજિયાત બનશે. તેમ છતાં રિસર્ચર્સ આ કેપને થોડી ફેશનેબલ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે.
HAVE  A NICE DAY

25 ડિસેમ્બર, 2014

ફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી

http://www.picgifs.com/graphics/c/christmas-cards/graphics-christmas-cards-453410.gif

Though of the day

જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.
ડીઝીટલ ડાયરી EXCEL - 2015 ડાઉનલોડ   માટે
 નીચે ઇમેજ પર ક્લિક કરો  
https://drive.google.com/file/d/0B27SQJOW45lZeXFSSnBoemhheWs/view?usp=sharing

ફોટા સાથે પ્રાણીઓની યાદી 
અહી ક્લિક કરો


વિરાટે તોડ્યો સચિનનો આ રેકોર્ડ, શું જાણવા કરો ક્લિક
 વિરાટે તોડ્યો સચિનનો આ રેકોર્ડ, શું જાણવા કરો ક્લિક
ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કેપ્ટન વિરાટ કોહલી દેશમાં ટ્વીટર ઉપર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. આ પહેલાં સચિન તેંડુલકરના ટ્વીટર ઉપર 4,869,849 સમર્થકોની સાથે દેશમાં સૌથી ટોચ ઉપર છે. વિરાટ કોહલીએ ઓક્ટોબરમાં પોતાની એક સેલ્ફી શેયર કરી હતી જેના પછી સમર્થકોની સંખ્યા 40 લાખની પાર થઇ ગઇ હતી. હાલમાં ટ્વીટર ઉપર કોહલીના ફોલોઅર્સની સંખ્યા 4,870,190 થઇ ગઇ છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકર પછી આ કેસમાં ત્રીજા સ્થાન ઉપર મહેન્દ્ર સિંહ ધોની છે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની ઉપર ટ્વીટર ઉપર 3,327,033 સમર્થકો છે. દેશમાં સર્વાધિક સમર્થકો વાળા મુખ્ય 10 ખેલાડીઓમાં નવ હસ્તિઓ ક્રિકેટ ટીમના ખેલાડી ઓ છે. જ્યારે સાતમાં સ્થાન ઉપર મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા છે જે ક્રિકેટ સાથે જોડાયેલી નથી. અન્ય ખેલાડીઓમાં 3,180,081 સમર્થકોની સાથે વિરન્દ્ર સેહવાગ ચોથા સ્થાન ઉપર 2,723,090 સમર્થકોની સાથે યુવરાજસ સિંહ પાંચવા સ્થાન ઉપર છે. 
The one-seater motorcycle taxi : ટ્રાફિકની સમસ્યા સરળ બનાવશે

ફ્યૂચર ટેક
ટ્રાફિકની સમસ્યાના ઉકેલ તરીકે જર્મન એન્જિનિયરે વન સિટર કેબ બનાવી છે. વીઓઇ કોન્સેપ્ટ વિહિકલને સિંગાપોરની નયંન્ગ ટેક્નોલોજી યુનિવર્સિટીના સ્ટુડન્ટે ડેવલોપ કર્યુ છે. જેને થર્ડ તાઇવાન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રીક વિહિકલ શોમાં લોન્ચ કરવામાં આવી હતી. ટુ વ્હિલર વીઓઇ ઇલેક્ટ્રીક સ્કુટરને મેગા સિટીમાં થતાં ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સ્કુટરની મદદથી મુસાફરી સરળ બનશે અને વન સિટર હોવાના કારણે તેને કાર અથવા ટેક્સી તરીકે પણ ઉપયોગ કરી શકાશે. બાઇક પણ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ છે પણ આ વન સિટરને ઓફિસ અવર્સમાં રેડી ટુ અટેન્ડ મિટિંગ માટે પહોંચવા ઇચ્છતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ડ્રાઇવર સીટની પોઝિશન સામાન્ય સ્કૂટર કરતાં અલગ રાખવામાં આવી છે. લાઇટવેઇટ કેબમાં પેસેન્જર કેબીન હોવાથી વ્યક્તિ તેમાં આરામથી બેસી શકે છે. આ સ્કૂટર ૫૦ માઇલ્સની સ્પીડ ઝીરો ટેઇલપાઇપની મદદથી અંદાજિત ૩૦ માઇલ્સ પર અવરમાં કાપી શકે છે. આ કેબ માત્ર ટ્રાન્સપોર્ટ માટે જ ઉપયોગમાં લઇ શકાય છે તેવું નથી. તેના મોડયુલર ફ્રન્ટ પોડને બદલીને તેને કાર્ગો બોક્સ અથવા મોબાઇલ કિચનમાં રૂપાંતરિત કરી શકાય છે. વિયેતનામમાં 'વીઓઇ'નો અર્થ હાથી થાય છે. ઉપરાંત આ સિમ્બોલને સેફ અને ઇન્ટેલિજન્ટ વે ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

Get Update Easy