Though of the day
વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.
ગુજરાત પાઠ્ય પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે છાપવામાં આવેલા
પુસ્તકોમાં ટીવીની સીરીયલ અને અન્ય પ્રોગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધોરણ સાતનાં બીજા સત્રના હિન્દી વિષયના પુસ્તકમાં સમય સારણી દર્શાવા માટે
ટીવીના કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે
ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ સાતનાં હિન્દી વિષયના બીજા
સત્રમાં ખાનગી મનોરંજક ચેનલ અને સમાચાર ચેનલના કાર્યક્રમોની સુચી છાપવામાં
આવી છે. જેમાં એક મનોરંજક બે ફિલ્મી, એક ન્યુઝ ચેનલ અને એક માહિતી આપતી
ચેનલના કાર્યક્રમની સુચીનો સમાવેશ થાય છે. ટીવીના કાર્યક્રમોના પાઠને લઇને
ગુજરાત કાંગ્રેસે મુદ્દો બનાવ્યો છે કાંગ્રેસના દ્વારા આક્ષેપ કરવામાં
આવ્યો છે કે પાઠ્ય પુસ્તકોમાં વિદ્યાર્થીઓને જ્ઞાન મળે તે માટે ઇતિહાસમાં
થઇ ગયેલા યુગ પુરૂષો અને નેતાઓના જીવન ધોરણ ભણાવવા જોઇએ જોકે ભાજપા પાસે
કોઇ નેતાઓનો ઇતિહાસ નહીં હોવાથી તેઓ ટીવી ચેનલોના શરણે ગયા છે.
જો કે અમદાવાદ મહાનગર પાલીકાના સ્કૂલ બોર્ડના ચેરમેનના જણાવ્યા પ્રમાણે
પાઠ્ય પુસ્તકના મુદ્દાને લઇને કાંગ્રેસ રાજકારણ કરી રહી છે, વધુમાં તેમણે
ઉમેર્યુ હતુ કે આ હિન્દી વિષયનુ પુસ્તક છે એટલે તેમાં ઇતિહાસ ન રાખી શકાય
તેમણે જણાવ્યુ હતુ. કે આજ પ્રકરણમાં બસ સ્ટેશનમાં લગાડવામાં આવેલા બસનો
ટાઇમ દર્શાવતા બોર્ડનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે બાળકો આસાનીથી સમજી શકે
અને પોતાનુ સમય પત્રક બનાવી શકે તે માટે તેમની આસપાસના વાતાવરણને સાંકળીને
પ્રકરણ તૈયાર કરવામાં આવ્યુ છે.
ગુજરાતમાં શિક્ષણ માટેની માળખાગત સુવિધાઓ મુદ્દે કેગે સરકારની ઝાટકણી
કાઢી છે હવે પુસ્તકોમાં ટીવીના કાર્યક્રમની સુચીની વાત બહાર આવતાં સરકાર
સામે વધુ એક સમસ્યા આવી છે.