ધોરણ-10 અને ધોરણ-12ની આગામી માર્ચ-2015માં લેવામાં આવનારી પરીક્ષા માટે 10
નવેમ્બરથી ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
વેકેશન પૂર્ણ થતાની સાથે જ બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ
કરાશે. આ માટે બોર્ડે તાજેતરમાં સ્કૂલોને ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ પણ
મોકલી દીધા છે. આ વખતે ખાનગી ઉમેદવારો પણ કોઈ પણ સ્કૂલમાંથી પરીક્ષા માટેના
ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ-10 અને ધોરણ-12ની
પરીક્ષાઓ માર્ચ-2015માં લેવામાં આવનાર છે. પરીક્ષાને આડે હજુ ઘણા મહિના
બાકી છે પરંતુ બોર્ડ દ્વારા અત્યારથી જ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં
આવી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન પૂર્ણ
થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરી
દેવાશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ દ્વારા
ધોરણ-10ના ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી 10 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના ફોર્મ 15 નવેમ્બરથી ભરાવવામાં આવશે.
ધોરણ-10માં માર્ચ-2014ની પરીક્ષામાં સાડા નવ
લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે આ વખતે આ આંકડો 10 લાખને પણ
પાર કરી જાય તેવી શક્યતાઓ વતર્ઈિ રહી છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં
પણ માર્ચ-2014ની પરીક્ષામાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
જોકે આ વખતે તેમને આંકડો પણ સવા પાંચ લાખ
જેટલો થાય તેવી શક્યતાઓ છે. આ વખતે ખાનગી ઉમેદવારોને પણ નિયત કરેલી
સ્કૂલોના બદલે કોઈ પણ સ્કૂલમાંથી પરીક્ષા માટેના ફોર્મ ભરી શકે તેવી
વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
|