Though of the day
હંમેશા હસતા રહેવાથી, અને ખુશનુમા રહેવાથી; પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
FINAL ANSWER KEY HSC (SCIENCE)3rd SEMESTER OCT- 2014
FINAL ANSWER KEY FOR HSC (SCIENCE)1st SEMESTER OCT- 2014
FINAL ANSWER KEY FOR HSC (SCIENCE)1st SEMESTER OCT- 2014
આલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ
૧. તમારી જિજ્ઞાસાને અનુસરો
"મારામાં ખાસ કોઇ ખૂબી નથી. હું માત્ર ઉત્કટ જિજ્ઞાસુ
છું."
તમારી જિજ્ઞાસા શેનાથી સળવળી ઉઠે છે? મને એ જાણવામાં રસ છે કે કોઇ એક વ્યક્તિ સફળ થાય છે તો બીજી નિષ્ફળ કેમ જાય છે; એટલા સારૂ મેં સફળતાનો વર્ષો સુધી અભ્યાસ કર્યો છે. તમને કઇ વાત જાણવાની ઉત્સુકતા
વધારે છે?
તમારી સફળતાનું રહસ્ય તમારી જિજ્ઞાસાની લગન છે.
૨. ધૈર્ય અમૂલ્ય છે.
"એવું નથી કે હું બહુ બુધ્ધિશાળી છું;હા,
હું પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી
તેને છોડતો નથી."
ધીરજ રાખવાથી કાચબો પણ વિજયને પામ્યો હતો.તમે તમારાં નક્કી
કરેલ સ્થને
પહોંચવાસુધી ધીરજ રાખવા તૈયાર છો? કહેવાય છે ને કે ટપાલની ટિકિટનું મૂલ્ય પરબીડીયું તેને સરનામે પહોંચી જાય ત્યાંસુધી તેને ચોંટી
રહેવામાં છે.ટપાલની ટિકિટ જેવા બનો; તમે શરુ કરેલી રૅસને પૂરી કરીને જ રહો!
૩. વર્તમાન પર ધ્યાન કેન્દ્રીત કરો.
“જો કોઇ વ્યક્તિ સુંદર નારીને ચુંબન કરતાં કરતાં સલામત
ડ્રાઇવીંગ પણ કરતો હોય, તો તે ચુંબનને આપવું જોઇએ તેટલું ધ્યાન નથી જ આપી રહ્યો.”
મારા પિતાજી હંમેશાં કહેતા કે બે ઘોડા પર એક સાથે સવારી કદી ન કરી શકાય.મારૂં એવું કહેવું છે કે તમે કંઇ પણ કરી શકો, પણ બધું જ ન કરી શકો. તમે જ્યાં છો ત્યાં જ રહેતાં શીખો;તમારી બધી જ શક્તિ હાલમાં જે કરી રહ્યા છો તે પૂરૂં કરવામાં લગાડો.
કેન્દ્રીત શક્તિ જ તાકાત છે, અને તે જ છે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર.
૪. કલ્પનાશક્તિ ખુબ જ શક્તિશાળી છે.
"કલ્પના એ સર્વસ્વ છે. તે જીવનનાં આવનારાં આકર્ષણોનું પૂર્વદર્શન છે. જ્ઞાન કરતાં પણ કલ્પનાનું મહત્વ વધારે કહી
શકાય."
શું તમે દરરોજ તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ કરો છો? આઇનસ્ટાઇનનું કહેવું છે કે જ્ઞાન કરતાં કલ્પના વધારે મહત્વની છે!તમારી કલ્પના
તમારાં ભવિષ્યને
પહેલેથી જોઇ શકે છે.આઇનસ્ટાઇન આગળ કહે
છે કે "બુધ્ધિની સાચી નિશાની કલ્પના છે,
નહીં કે જ્ઞાન." તમારે તમારી 'કલ્પનાના સ્નાયુ'ને દરરોજ ઉપયોગમાં લેવા જોઇએ,કલ્પના જેવી શક્તિને કદાપિ સુષુપ્ત ન રહેવા દેવી જોઇએ.
૫. ભૂલો કરો.
"જેણે કોઇ જ ભૂલ નથી કરી, તેણે જીવનમાં કંઇ જ નવું કરવાનો પ્રયત્ન જ નહીં કર્યો હોય."
ભૂલો કરતાં ડરવું ન જોઇએ.ભૂલ એ નિષ્ફળતા નથી.જો તેનો સાચી રીતે
ઉપયોગ
કરવામાં આવે તો ભૂલો તમને સુધારવામાં, વધારે ચાલાક અને વધારે ચપળ બનાવવામાં મદદરૂપ બની શકે છે. ભૂલોની શક્તિને ઓળખો.મેં પહેલાં પણ કહ્યું
છે,
અને ફરી ફરીને કહીશ કે જો સફળ થવું હોય તો તમે કરતાં હો તેનાથી ત્રણ
ગણી ભૂલો કરો.
૬. વર્તમાનમાં જીવો.
"હું કદિ ભવિષ્યનું વિચારતો નથી - તે ક્યાં દૂર છે!"
તમારાં ભવિષ્યની સહુથી સારી સંભાળ લેવા માટે જેટલું શક્ય હોય
તેટલું
વર્તમાનમાં રહેવું જોઇએ. તમે 'આજને આજ' નથી તો ભૂતકાળ બદલી
શકવાના કે ન તો
ભવિષ્ય, તેથી જ તમારા બધા જ પ્રયત્ન "આ જ ઘડી"ને ન્યોછાવર
કરવા તે અતિ
મહત્વનું બની રહે છે. આ ઘડી જ મહત્વની
છે,
આ ઘડી માત્ર જ છે.
૭. મૂલ્ય સર્જન કરો.
"માત્ર સફળ જ નહીં, ઉપયોગી પણ થાઓ."
માત્ર સફળ જ થવામાં જ તમારો સમય બગાડો નહીં,પણ તમારા સમયનો મૂલ્યવાન થવામાં પણ ઉપયોગ કરો.જો તમે મૂલ્યવાન અને ઉપયોગી હશો તો સફળતા
તમારા તરફ
ખેંચાઇ આવશે.
તમારાંમાંની શક્તિઓ અને ખૂબીઓને ઓળખો,અને તે શક્તિઓ અને ખૂબીઓ બીજાને ઉપયોગી નીવડે તેવું કરો.
ઉપયોગી થવા કરેલી મહેનત સફળતા ખેંચી
લાવશે.
૮. બીજાં પરિણામની આશા ન રાખશો.
"એક અને એક જ રીતેથી પ્રયત્નો કરવા, અને નવાં નવાં પરિણામોની આશા રાખવી તે તો મુર્ખામી જ કહેવાય."
દરરોજ એ જ રીતે કામ કરીએ તો નવાં પરિણામની આશા તો ન જ
રખાય.બીજા
શબ્દોમાં એકની એક જ કસરત કરો તો પછી
શરીરનો દેખાવ જૂદો જૂદો ન
લાગે.એટલે કે જો તમારાં જીવનમાં પરિવર્તન લાવવુ હોય, તો તમારે જ બદલાવું પડે.જેટલી હદે તમારી કાર્યપધ્ધ્તિ અને વિચારો બદલશો, તેટલું જ તમારૂં જીવન બદલાશે.
૯. જ્ઞાન અનુભવમાંથી આવે છે.
"માહિતિ હોય, એટલે જ્ઞાની થઇ ગયા તેમ ન કહેવાય. જ્ઞાન નો એક માત્ર સ્રોત અનુભવ છે."
જ્ઞાન અનુભવમાંથી આવે છે.તમે કામની ચર્ચા કરો, તો માત્ર કામની તાત્વિક સમજ પડે; તેને 'જાણવા'માટે તો તેને જાતે 'અનુભવવું' પડે.એટલે શું શીખવા
મળ્યું? અનુભવ મેળવો. કાલ્પનીક માહિતિની આડમાં સમય ન ગુમાવશો,જંપલાવો અને જાતે કરો, જેથી અમૂલ્ય જ્ઞાન
મળે.
૧૦. રમતના નિયમો જાણી લો અને પછી વધારે
સારી રીતે રમત રમો.
"પહેલાં તો, રમતના નિયમો બરાબર સમજી લો. અને પછીથી બીજાં કોઇના પણ કરતાં વધારે સારી રીતે તે રમત રમો."
સાદી ભાષામાં વાત કરીએ તો તમારે બે કામ કરવાનાં
રહે.પહેલું તો એ કે જે રમત
આપણે માંડી બેઠા હોઇએ, તેના
નિયમો આપણે બરાબર સમજી લેવા જોઇએ.તમને એમાં કંઇ ધાડ મારવા જેવું ન લાગે, પરંતુ આનું મહત્વ ઓછું ન આંકવું જોઇએ.બીજું એ કે તે પછીથી તમારે બીજાં કરતાં વધારે સારી રીતે રમત
રમવા કમર કસવી રહી. જો આ બે
કામ પાર પાડી શકો, તો
સફળતા તમારા કદમ ચુમતી હશે.
મોટો તેલનો જથ્થો!
ભારત સરકારના પેટ્રોલિયમ ખાતાની પરવાનગીથી ઓ.એન.જી.સી. લી. વતી તેલ
સંશોધન જહાજ એમ.વી. જીયો કાસ્પિયન ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રમાં
ખંભાતના અખાત પાસે મુંબઇ હાઇના વેસ્ટ બ્લોકમાં નવેમ્બર 2014ના પ્રથમ
સપ્તાહથી તારીખ 30, 5, 2015 સુધી તેલ સંશોધન હાથ ધરનાર છે. આ જહાજ સતત 24
કલાક 4.7 દરિયાઇ માઇલની ગતિથી દરેક 8 કિ.મી. લાંબા એવા 16 કેબલને સતત
ખેંચતું રહેશે, એ તમામ કેબલ પાણીની સપાટીથી 0 થી 50 મીટર ડૂબેલા રહેશે અને
બધા મળી કુલ 900 મીટર પહોળાઇ ધરાવતા રહેશે.
એ દરેક કેબલની પાછળ પીળી ચળકતી લાઇટ સાથેનું બોયું માછીમારોને પોતાની
બોટ/જાળ દૂર રાખવા ચેતવણી આપતું રહેશે. આ જહાજની આસપાસ પેસિફિક પ્રોટેકટર
નામનું એક સપોર્ટિંગ જહાજ તથા 20 મશીનવળી હોડીઓ સતત ફરતી રહેશે અને
માછીમારોની બોટોને દૂર રાખવામાં મદદ કરશે. માછીમાર ભાઇઓને પોતાની બોટ/જાળ
એમ.વી.જીયો કાસ્પિયન જહાજથી દૂર રાખવા જણાવાયું છે. જેથી સરવેનું કામ ઝડપથી
પૂરું કરી, એ વિસ્તારો માછીમારી માટે જેમ બને તેમ ઝડપથી ખુલ્લા કરી શકાય
તેમ આ કામગીરીના કો-ઓર્ડિનેટર વી.જે. ઠાકરએ જણાવ્યું છે. સર્વેક્ષણ સ્થળ
મુંબઇથી પશ્ચિમે 95 નોટિકલ માઇલ, વેરાવળથી દક્ષિણ-પૂર્વ 60 નોટિકલ માઇલ અને
જાફરાબાદથી દક્ષિણમાં 40 નોટિકલ માઇલ દૂર આવેલ છે.
આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે
ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને
જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો.
દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની
નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો પ્રયોગ કરે છે.
ધાર્મિક દ્રષ્ટિથી દાતણનું ઘણુ મહત્વ છે,
કારણ કે દાતણ એંઠુ નથી હોતુ જ્યારે કે ટૂથબ્રશ તમે રોજ નવુ નથી વાપરતા . એક
જ ટૂથબ્રશ ધોઈને તમે અનેક વાર વાપરો છો. આથી બ્રશ બ્રશ શુદ્ધ અને પવિત્ર
નથી ગણાતુ. આથી વ્રત અને તહેવારના દિવસોમાં બ્રશ કરવો શાસ્ત્રોની દ્રષ્ટિએ
યોગ્ય નથી . જ્યારે કે આયુર્વેદ મુજબ દાતણ કરવાથી થતા ફાયદા જાણી તમે
ચોંકી જશો.
આયુર્વેદમાં જણાવ્યું છે કે દાતણ દાંતોને
ચમકાવવા ઉપરાંત તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને પણ વધારે છે. જે
લોકો પોતાની યાદશક્તિ વધારવા ઈચ્છે છે તેમણે પોતાના દાંત દાતણથી સાફ કરવા
જોઈએ. આનાથી બુધ ગ્રહનો દોષ પણ દૂર થાય છે.
મસૂઢા અને દાંતની મજબૂતી માટે બબૂલના
દાતણથી દાંત સાફ કરવા ફાયદાકારી હોય છે. બબૂલ શનિ ગ્રહના અશુભ પ્રભાવને દૂર
કરે છે. આથી જ્યોતિષાચાર્યમાં જણાવ્યું છે કે શનિ દોષથી મુક્તિ માટે
સવાર-સાંજ બબૂલના દાતણનો ઉપયોગ કરવો જોઈએ. .
આયુર્વેદમાં જણાવ્યું છે કે 'નિમ્બશ્ચ
તિત્તકે શ્રેષ્ઠ' લીમડાના દાતણથી દાંતોને સ્વસ્થ રાખવાની સાથે પાચન ક્રિયા
અને ચેહરા પર નિખાર લાવવા માટે પણ લાભકારી છે.આ જ કારણે આજે પણ ગામના લોકો
નિયમિત લીમડાના દાતણનો પ્રયોગ કરે છે.
આયુર્વેદમાં જણાવ્યું છે કે બેરના દાતણથી
નિયમિત દાંત સાફ કરો તો અવાજ સાફ અને મધુર થઈ જાય છે. બદર્યા મધુર સ્વર'
આથી જે લોકો વાણીથી સંબંધિત ક્ષેત્રોમાં કેરિયર બનાવવાનું વિચારી રહ્યા છે
કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમણે બેરના દાતણનો પ્રયોગ કરવો જોઈએ.
સ્પોર્ટ્સના ક્ષેત્ર માટે નરેન્દ્ર મોદી સાથે મળીને સચિન તેન્ડુલકરે બનાવ્યો છે મેગા પ્લાન
લંડનમાં કહ્યું કે પ્રસ્તાવની વિગતો વહેલી તકે જાહેર કરવામાં આવશે
લંડન
તા. ૮ : ગઈ કાલે લંડનમાં
આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે'ના
લોકાર્પણ
દરમ્યાન સચિન તેન્ડુલકરે
જણાવ્યું હતું કે ‘રમતગમતના ક્ષેત્રે સમગ્ર
દેશમાં એક વિસ્તૃત યોજનાનો પ્રસ્તાવ મેં
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ
રજૂ કર્યો
છે. એની વિગતો થોડા સમય બાદ જાહેર કરીશું.'
ર્લોડ્સ
ક્રિકેટ ગ્રાઉન્ડ પર પુસ્તકના લોકાર્પણ-પ્રસંગે રાજયસભાના
સંસદસભ્ય
રહેલા સચિન તેન્ડુલકરે રાજકારણમાં જોડાવાની કોઈ
પણ યોજના હોવાની વાતને
રદિયો આપતાં કહ્યું હતું કે ‘હું એક
સ્પોટ્સમેન છું અને કાયમ
સ્પોટ્ર્સમેન જ રહેવા માગું છું. મેં રજૂ
કરેલા પ્રસ્તાવમાં મારી યોજનાઓ
જણાવી છે. વડા પ્રધાને પણ
એમાં રસ દેખાડ્યો છે.' થોડા
સમય પહેલાં મેં સરકાર સમક્ષ એક
પ્રસ્તાવ રજૂ કર્યો હતો એમ જણાવતાં સચિન
તેન્ડુલકરે કહ્યું હતું કે
‘તાજેતરમાં જ હું વડા પ્રધાનને પણ મળ્યો હતો
અને મારી
યોજનાઓ વિશે તેમની સાથે ચર્ચા કરી હતી. વડા પ્રધાને પણ એમાં
ઘણો
રસ દાખવ્યો હતો. ત્યાર બાદ હું તેમની ટીમના અન્ય સભ્યોને
તરત મળ્યો
હતો. અમે જેકાંઈ કામ કરી રહ્યા છીએ એ વિશે તમને
જાણકારી આપવામાં આવશે.'
લંડનમાં
પુસ્તકના લોકાર્પણ વખતે ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન
નાસિર હુસેન પણ
તેની સાથે હતો. સચિને આત્મકથામાં તેને બેસ્ટ
કેપ્ટન તરીકે નવાજયો છે.