HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 નવેમ્બર, 2014

KAVK_ Natural Jiv વિડિયો

Though of the day

મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે.
 Press Note For SSC and HSC(General) Examination ફોર્મ તારીખ ૧૦/૧૧/૧૪ થી ૧૬.૦૦ કલાક થી ઓનલાઈન ભરવામાં આવશે .પ્રેસ નોટ માટે અહી કિલક કરો.

  Revenue Department Surveyor Class-3 Provisional Result Declared :

Provisional Result : Click Here

Exam was held on 19-11-2014

Documents Verification Programme :
Date : 20-11-2014
Time : 10:30 a.m.
KAVK_ Natural Jiv વિડિયો જૂઓ  


કોહલીને મળી ગઇ આ ગિફ્ટ, જેને લેવા તસરે છે બીજા ક્રિકેટર્સ
 કોહલીને મળી ગઇ આ ગિફ્ટ, જેને લેવા તસરે છે બીજા ક્રિકેટર્સ

વિરાટ કોહલી આ વર્ષના આઈસીસી એવોર્ડ્સ 2014 માટે નોમિનેટ થનારો એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. કોહલીને વર્ષનાં સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટરનાં એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. કોહલીએ 2012માં આ એવોર્ડ જીત્યો હતો. આ વર્ષે કોહલીનો મુકાબલો દ.આફ્રિકાના ડી કોક, ડિવિલિયર્સ અને ડેલ સ્ટેઈન સામે થશે. ડિવિલિયર્સે 2010માં આ એવોર્ડ જીત્યો હતો. બીજી તરફ ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ ટી-૨૦ ક્રિકેટરનો એવોર્ડ મેળવવાની રેસમાં રહેશે. મહિલા અને પુરુષ વર્ગમાં 7-7 ક્રિકેટરોને નોમિનેટ કરવામાં આવ્યાં છે.
નોમિનેટ થયેલા ખેલાડીઓમાં જ્હોનસન, ચાર્લોટ એડવર્ડ્સ, મેથ્યૂઝ, સંગાકારા અને સ્ટિફની ટેલરને નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્હોનસન અને સંગાકારા બીજીવાર સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની સર ગૈરી સોબર્સ ટ્રોફી મેળવવાની રેસમાં છે. 10 વર્ષ અગાઉ આઈસીસી એવોર્ડ શરૃ થયા બાદ કોઈપણ ક્રિકેટરે આ એવોર્ડ બીજીવાર જીત્યો નથી. બેલાન્સ, સ્ટોક્સ, કોરી એન્ડરસન અને નિશામ ઇર્મિંજગ પ્લેયર ઓફ ધ યરની રેસમાં છે.
  
ધો. 9 થી 12ના 29 પાઠ્ય પુસ્તકો બદલાશે
{ ધો.9 અને 11માં જૂન-2016 માં તથા ધો.10 અને 12માં જૂન-2017માં નવો અભ્યાસક્રમ લાગુ કરાશે ફેરફાર}
શિક્ષણ બોર્ડ દ્વારા 10 વર્ષ બાદ અભ્યાસક્રમ બદલાવવા શરૂ કરાયેલી કવાયત
શિક્ષણબોર્ડ દ્વારા 10 વર્ષ બાદ ધો.9 થી 12ના 29 પાઠ્ય પુસ્તકો બદલવા નિર્ણય કરાયો છે અને નિર્ણયની અમલવારી માટે નવો અભ્યાસક્રમ ઘડવાની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે વિષય દીઠ 5 સભ્યોની કમિટી નિમવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ડે.ડાયરેક્ટર ડો.કમલેશ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9 થી 12 નો અભ્યાસક્રમ 2004 થી 2006 દરમિયાનમાં ક્રમશ: બદલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, એનસીએફ 2005 અને આરટીઆઇના કાયદો 2009 માં સૂચવ્યા મુજબના તમામ ફેરફારો અભ્યાસક્રમમાં લાગુ કરી શકાયા હતા. જ્યારે, એનસીએફ દ્વારા દેશના કોઇ પણ રાજ્યમાં અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવે ત્યારે 13 થી 14 મુદ્દાઓ આવરી લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ, જે-તે વખતે તેનો અમલ કરી શકાયો હતો.
દરમિયાનમાં, શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9 થી 12ના અભ્યાસક્રમમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય 3 માસ પહેલા લેવાયો છે અને તે માટે તમામ અભ્યાસક્રમ નવેસરથી ઘડવા તજજ્ઞોની ટીમો કામે લગાડવામાં આવી છે. ધો.9 અને 11માં નવો અભ્યાસક્રમ જૂન-2016માં અને ધો.10 અને 12માં નવો અભ્યાસક્રમ જૂન-2017માં લાગુ કરાશે. વિષય નિષ્ણાતો દ્વારા પ્રથમ ગુજરાતી માધ્યમમાં નવો અભ્યાસક્રમ તૈયાર કરાશે અને ત્યારબાદ, તેનો અનુવાદ કરી અન્ય ભાષાના પુસ્તકો પણ તૈયાર કરાશે.
સાયન્સનોઅભ્યાસક્રમ નહીં બદલાય
ધો.11-12સાયન્સમાં 3 વર્ષ પહેલા સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરી ત્યારે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો હોવાથી હાલમાં સાયન્સના અભ્યાસક્રમમાં કોઇ ફેરફાર નહીં કરાય તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ધોરણ વિષય
{ 9ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગણિત, વિજ્ઞાન એન્ડ ટેક્નોલોજી, કમ્પ્યુટર
{10ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન એન્ડ, ટેક્નોલોજી, કમ્પ્યુટર
{11-12ગુજરાતી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, નામુ, સેક્રેટરિયર એન્ડ પ્રેક્ટિસ એન્ડ લો
{11-12ગુજરાતી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત, હિન્દી
શિક્ષણ બોર્ડનાસભ્ય પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં ફેરફાર માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિષય દીઠ 4 નિષ્ણાત અને 1 બોર્ડ મેમ્બર મળી 5 સભ્યોની કમિટી બનાવી છે. 

Get Update Easy