HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

10 ઑક્ટોબર, 2014

CREATIVITY GAME_COUNT_ppt નિહાળો

આજનો વિચાર
  • વિવક ની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે.  

વ્યક્તિનો દેખાવ નહીં, કર્મોનું મહત્ત્વ હોય છે...

વિશ્વવિખ્યાત ફિલોસોફર સોક્રેટીસ એક વખત તેમના રૂમમાં બેઠા હતા અને અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યા હતા. તેઓ અત્યંત ધ્યાનપૂર્વક અરીસામાં ચહેરો નિહાળી રહ્યા હતા. બરાબર એ જ સમયે તેમનો સૌથી પ્રિય શિષ્ય ત્યાં આવી પહોંચ્યો. ગુરુજીને આ રીતે અરીસામાં જોતા જોઈને તેને આશ્ચર્ય તો થયું, પરંતુ કશું બોલ્યો નહીં, માત્ર સ્મિત કર્યું. શિષ્યને સ્મિત કરતો જોઈએ સોક્રેટીસ તેની મુંઝવણ સમજી ગયા.
શિષ્ય કંઈ પૂછે તે પહેલા સોક્રેટીસે તેને કહ્યું કે મને ખ્યાલ છે કે શા માટે સ્મિત કરે છે? શિષ્ય ચૂપ રહ્યો. ગુરુજી સમજી ગયા હતા એ જાણીને તેણે થોડી શરમ અનુભવી અને નીચું જોઈને ઊભો રહ્યો.
સોક્રેટીસે કહ્યું, તને ખ્યાલ નથી કે હું શા માટે અરીસામાં જોઉં છું. વાસ્તવમાં હું અત્યંત કદરૂપો છું એટલે દરરોજ અરીસામાં જોઉં છું. શિષ્યને આ સાંભળી આશ્ચર્ય થયું. પણ એવું શા માટે? તેણે પૂછી લીધું. સોક્રેટીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું નિમયિત આવું કરું છું જેથી મને ખાતરી થઈ જાય કે હું કદરૂપો છું. હું મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખું છું. આવું દરરોજ એટલા માટે કરું છું કે મને સારા કામ કરવાની પ્રેરણા મળે અને સાથે મારી કુરૂપતા ઢંકાઈ જાય.
તેમના આવા જવાબથી શિષ્યે કૂતુહલ સાથે પૂછ્યું, તો શું એનો અર્થ એ કે સારા દેખાતા લોકોએ અરીસામાં ન જોવું જોઈએ? તેના જવાબમાં સોક્રેટીસે કહ્યું, સુંદર લોકોએ પણ અરીસો તો જોતાં જ રહેવું જોઈએ જેથી તેમને યાદ રહે કે તેઓ જેટલા સુંદર દેખાય છે એટલાં જ સારા કામ પણ તેમણે કરવાના છે. સુંદર દેખાતા લોકો સાથેસાથે સારાં કામ પણ નહીં કરે તો તેમની એ સુંદરતાને લાંછન લાગી જશે.
 CREATIVITY GAME_COUNT_ppt નિહાળો 
અહી ક્લિક કરો 
૧૮ ડેક ને ૪૧૮૦ પેસેન્‍જરોને સમાવતું વિશાળ ક્રૂઝ શિપ
૧૮ ડેક ને ૪૧૮૦ પેસેન્‍જરોને સમાવતું વિશાળ ક્રૂઝ શિપ
  ભવિષ્‍યમાં ટાઇટેનિકથી માંડીને અનેક અવનવા પ્રવાસી અને માલસામાનની હેરફેરનાં જહાજોના ર્યોમાં ઉમેરો કરતું મોસ્‍ટ હાઇ-ટેક ગણાવાતુ નવું ક્‍વોન્‍ટમ ઓફ સીઝ' શિપ પહેલી વખત મુસાફરોને બ્રિટનના સાઉધમ્‍પ્‍ટનથી ન્‍યુયોર્કનો પ્રવાસ કરાવશે. હાલ જર્મનીમાં શિપને ફાઇનલ ટચ અપાઇ રહયો છે. એની એક વિશેષતા પ્રવાસીઓને સમુદ્રથી ૩૦૦ ફૂટ ઉંચે લઇ જતી જાયન્‍ટ આર્મ વડે ચલાવાતી ગ્‍લાસ કેપ્‍સુલ લિફટ નોર્થ સ્‍ટાર છે. એના દ્વારા જહાજથી ૩૦૦ ફૂટ ઉંચેથી આસપાસનો નજારો માણી શકાય. રોબોટિક બારટેન્‍ડર્સ અને વર્ચ્‍યુઅલ બાલ્‍કનીઝ ધરાવતું સૌથી જંગી ક્રૂઝ શિપ્‍સમાં ત્રીજા ક્રમે આવતું આ જહાજ ૧૮ ડેક્‍સ ધરાવે છે અને એમાં એકસાથે ૪૧૮૦ મહેમાનોની સરભરા થઇ શકે છે. એમાં ઇલેકટ્રોનિક રિસ્‍ટ બેન્‍ડ રૂમની ચાવીની ગરજ સારે છે. ઇન્‍ટરનલ રૂમ્‍સની વર્ચ્‍યુઅલ બાલ્‍કનીઝ હોય, પણ બારી ન હોય એવી ખૂબસૂરત વ્‍યવસ્‍થા આ જહાજમાં છે.
માંસાહારથી ફક્ત ને ફક્ત નુકસાન જ છે, શાકાહારીઓ લાંબું અને નિરોગી જીવન જીવે છે
veg nonveg

અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા આશરે સિત્તેર હજાર લોકોને આવરીને તેમની ફૂડ હૅબિટની બાબતે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધકોએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે માંસાહારીની સરખામણીમાં શાકાહારીઓ લાંબું અને પ્રમાણમાં નિરોગી જીવન જીવે છે. માંસાહારીની તુલનામાં શાકાહારીઓમાં હૃદય રોગ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીની આશંકા ૧૨ ટકા ઓછી હોય છે. એટલે જ શાકાહારીઓ તંદુરસ્ત હોય છે. માંસાહારીઓને આંતરડાંનું કૅન્સર, મેટાબોલિક સિન્ડ્રોમ અને હાઈપર ટૅન્શન જેવી સમસ્યાનો ખતરો રહેલો છે. સંશોધનમાં એક બાબત છતી થઈ હતી કે કોઈ પક્ષી અથવા પશુને મારવામાં આવે છે ત્યારે ડરના કારણે તેના મગજમાંથી અનેક પ્રકારના સ્ટ્રેસ હૉર્મોનનો સ્રાવ થઈને તેના લોહી મારફત ટૉક્સિક શરીરમાં ફેલાઈ જાય છે. એ માંસાહારીઓને તબિયત માટે હાનિકર્તા છે.
આપણા દેશની સાયન્સ એન્ડ એન્વાયરમેંટની પ્રદૂષણ મૉનિટરિંગ લેબોરેટરી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે આજકાલ ચિકનનું વજન વધારવા પૉલ્ટ્રી ઉદ્યોગમાં એન્ટિબાયોટિક્સનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એનાથી ચિકનના શરીરમાં એન્ટિબાયોટિક રેઝિસટન્સ બૅકટેરિયા પેદા થતા હોય છે. એ બૅક્ટેરિયા માસાંહારીઓના શરીરમાં જાય છે. પરિણામે તેમનું શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં ભવિષ્યમાં તેમના પર દવાની અસર ઘીમી ગતિએ થતી જોવા મળી હતી.
શાકાહારના સંદર્ભમાં ભ્રમ
આ આહાર સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં લોકોના મનમાં કેટલીક ગેરસમજણ પ્રવર્તે છે. આવી ગેરસમજણ દૂર કરવાની જરૂર છે.
(૧) પ્રોટીનનું પોષણ નથી મળતું
લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે શાકાહારીઓને પ્રોટીનના પોષણથી વંચિત રહેવું પડે છે. માંસાહાર પ્રોટીનનો મુખ્ય સ્રોત હોવાની સૌથી મોટી ગેરસમજણ છે. સાચી વાત એ છે કે વનસ્પતિના આહારમાંથી મળતું પ્રોટીન કોલેસ્ટ્રૉલ વગરનું હોય છે. એમાં પૂરતા પ્રમાણમાં રેષા હોવાથી પાચન તંત્ર અને હાડકાં માટે ફાયદાકારક છે. દાળ, શાકભાજી, ફળોમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. એની સરખામણીમાં ચિકન, ઈંડાં, માંસમાં રહેલા પ્રોટીનમાં રેષા નથી હોતા. ચરબી અને કોલેસ્ટ્રોલ ભરપૂર માત્રામાં હોય છે. એટલે માંસાહારીઓને સમય જતાં હૃદય અને કિડનીને લગતી તકલીફ થવાનો સંભવ છે. આંતરડામાં માંસાહારનું પાચન બરાબર નથી થતું. લીલા શાકભાજીમાં રેષાનું પ્રમાણ ભરપૂર હોવાથી શાકાહારીઓને રોગોના સૌથી મોટા શત્રુ કબજિયાતની તકલીફ નથી નડતી. ફળો અને શાકભાજીમાં અનેક એન્ટિ ઑક્સિડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સ હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. સંભવિત રોગો સામે લડવાની શક્તિ મળે છે. એટલે જ શાકાહારીઓની ત્વચા મુલાયમ અને ચમકીલીરહે છે.
શાકાહારી બાળકોનો પણ સમતોલ વિકાસ થઈ શકે
બાળકોને પૂરતા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ, શાકભાજી, દાળ ખવડાવવામાં આવે તો તેનો સમતોલ શારીરિક વિકાસ થાય છે. એમિનો એસિડ પ્રોટીનનો મુખ્ય સ્રોત દાળ અને શાકભાજીમાં પણ હોય છે. કોબી, સફરજન, ખજૂરમાં તે યોગ્ય માત્રામાં હોય છે.
શાકાહારથી શક્તિ ન મળતી હોવાની માન્યતા ખોટી છે
લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે શાકાહારીઓ શારીરિક રીતે નબળા છે. ખાસ તો શ્રમિકોને શાકાહારથી યોગ્ય કૅલરી નથી મળતી. એટલે સ્પોર્ટ્સ, લશ્કરી દળ, પોલીસ દળમાં કાર્યરત લોકોએ માંસાહાર કરવો જોઈએ એ માન્યતાનો છેદ કુશ્તીમાં ઑલ્મ્પિક વિજેતા સુશીલકુમારે ઉડાડી દીધો છે.
શાકાહારી ચીજવસ્તુ દરેક જગ્યાએ મળે છે.

Get Update Easy