HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

9 ઑક્ટોબર, 2014

લાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)-નોબેલ પુરસ્કાર

આજનો વિચાર

  • વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે. 
Download Gujarat Rozgaar Samachar (08-10-2014)
Click Here

ગુજરાત પાક્ષિક

ઐતિહાસિક ઘટનાનું ગુજરાત બન્યું સાક્ષી
ઐતિહાસિક ઘટનાનું ગુજરાત બન્યું સાક્ષી
વર્ષ-૫૪, અંક-૧૯, તા. ૧-૧૦-૨૦૧૪
Downloadpdf (6,108 KB)

 
એલઇડી લાઇટ માટે જાપાની વિજ્ઞાાનીઓને નોબેલ
 એલઇડી લાઇટ માટે જાપાની વિજ્ઞાાનીઓને નોબેલ
૨૦૧૪નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર માનવજાત માટે પ્રકાશની વ્યાખ્યા બદલી નાખનાર જાપાની મૂળના ત્રણ વૈજ્ઞાાનિકોને આપવાની જાહેરાત રોયલ સ્વિડીશ એકેડેમી દ્વારા કરાઇ છે. મેઇજો યુનિર્વિસટીના ઇસામું આકાસાકી, નાગોયા યુનિર્વિસટીના હિરોશી અમાનો અને કેલિર્ફોિનયા યુનિર્વિસટીના શૂજી માકામુરાને સફેદ પ્રકાશના ઉર્જા બચાવતા સ્ત્રોતો ઉપલબ્ધ કરાવતા કાર્યક્ષમ બ્લૂ લાઇટ પેદા કરતાં ડાયોડની શોધ માટે વર્ષ ૨૦૧૪નો ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર અપાશે.
ઓછી ઊર્જા ખપતથી પર્યાવરણને પણ નુકશાન ન કરે તે રીતે પ્રકાશ આપતાં બ્લૂ લાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)ના સંશોધન માટે આ પુરસ્કાર એનાયત થયો છે.
એલઇડીની ઊર્જા જરૂરિયાત ખૂબ જ ઓછી છે તેથી તે સસ્તા સોલર પાવર પર પણ ચાલી શકે છે. તેથી જે લોકો પાસે વીજળીનું જોડાણ ઉપલબ્ધ નથી તેઓ પણ એલઇડી દ્વારા પ્રકાશ પ્રાપ્ત કરી શકે છે. આ સંશોધનને કારણે વિશ્વના દોઢ અબજ લોકોના જીવનમાં નવો પ્રકાશ રેલાયો છે.
પુરસ્કારની જાહેરાત કરતાં એકેડેમીએ જણાવ્યું હતું કે માનવજાતને મહાન લાભ કરાવતાં સંશોધનોને નોબેલ પ્રાઇઝ આપીને પુરસ્કૃત કરાય છે. બ્લૂ એલઇડીનો ઉપયોગ કરીને નવી રીતે સફેદ પ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. એલઇડીની શોધથી આપણી પાસે જરીપુરાણા પ્રકાશના સ્ત્રોતો સામે વધુ કાર્યક્ષમ અને દીર્ઘાયુષ્ય ધરાવતાં વિકલ્પો ઉપલબ્ધ થયાં છે. ૧૯૯૦ના દાયકાના પ્રારંભે ઇસામુ આકાસાકી, હિરોશી અમાનો અને શૂજૂ નાકામુરાએ સેમી કન્ડક્ટર્સમાંથી તેજસ્વી બ્લૂ લાઇટ બીમ્સ પેદા કર્યાં હતાં. આ સાથે જ તેમણે લાઇટિંગ ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને જ બદલી નાખ્યાં હતાં. ઘણા લાંબા સમય પહેલા રેડ અને ગ્રીન ડાયોડની શોધ કરી લેવાઇ હતી પરંતુ બ્લૂ લાઇટ વિના એલઇડીની કલ્પના નિરર્થક હતી. તેના સંશોધન માટે ઘણા પ્રયાસો થઇ રહ્યાં હોવા છતાં ત્રણ દાયકા સુધી બ્લૂ એલઇડી પડકારરૂપ બની રહ્યાં હતાં.. વિશ્વની ચોથા ભાગની વીજળી પ્રકાશ માટે વપરાય છે
વિશ્વમાં વીજળીના કુલ વપરાશનો ચોથા ભાગનો હિસ્સો પ્રકાશ મેળવવા માટે વપરાય છે. એલઇડીમાં વીજળીનો વપરાશ ઓછો થાય છે જે પૃથ્વી પર ઉપલબ્ધ સ્ત્રોતોને બચાવવામાં મદદ કરે છે. એલઇડી બલ્બ એક લાખ કલાક સુધી પ્રકાશ આપે છે જ્યારે પરંપરાગત બલ્બ ૧૦૦૦ કલાક અને ફ્લોરોશન્ટ લાઇટ ૧૦,૦૦૦ કલાક પ્રકાશ આપે છે જેના કારણે મટીરિયલની પણ બચત થાય છે.
માનવજાતને અમૂલ્ય ભેટ આપનાર ત્રણ જાપાની સન્માનિત
મેઇજો યુનિર્વિસટીના ઇસામું આકાસાકી, નાગોયા યુનિર્વિસટીના હિરોશી અમાનો અને કેલિર્ફોિનયા યુનિર્વિસટીના શૂજી માકામુરાને અબજો માનવીઓના જીવનમાં પ્રકાશ રેલાવતી ટેકનોલોજીની ભેટ આપી હતી.
જ્યાં બધાં નિષ્ફળ રહ્યાં ત્યાં જાપાની વિજ્ઞાાનીઓ સફળ થયાં
બ્લૂ એલઇડીની સંશોધન ફક્ત ૨૦ વર્ષ જૂનું છે પરંતુ સમગ્ર માનવજાતને લાભરૂપ બને તેવી રીતે બ્લૂ એલઇડીએ સફેદ પ્રકાશ પેદા કરવામાં યોગદાન આપ્યું છે. આકાસાકી અને અમાનોએ નાગોયા યુનિર્વિસટી ખાતે એકસાથે સંશોધન કર્યું જ્યારે નાકામુરા જાપાનના તોકિશિમા ખાતેની નાનકડી કંપની નિચિઆ કેમિકલ્સના કર્મચારી હતા. તેમનું સંશોધન ક્રાંતિકારી છે. પરંપરાગત બલ્બે ૨૦મી સદીમાં પ્રકાશ રેલાવ્યો હતો જ્યારે એલઇડી બલ્બ ૨૧મી સદીને અજવાળી રહ્યાં છે.
સફેદ પ્રકાશ રેલાવતાં વ્હાઇટ એલઇડી સૌથી કિફાયતી
સફેદ પ્રકાશ રેલાવતાં વ્હાઇટ એલઇડી લેમ્પ લાંબુ આયુષ્ય ધરાવવા ઉપરાંત એનર્જી એફિશિયન્ટ પણ છે. ટેકનોલોજી દ્વારા તેમાં સતત સુધારો પણ થઇ રહ્યો છે. અદ્યતન એલઇડી બલ્બમાં સતત વીજળીનો વપરાશ ઘટી રહ્યો છે. એલઇડી એક લ્યૂમેન પ્રકાશ માટે જેટલી વીજળી વાપરે છે તેના કરતાં અનેક ગણી વીજળી પરંપરાગત બલ્બ અને ફ્લોરોશન્ટ લેમ્પ વીજળી વાપરે છે. 
શરદ પૂર્ણિમાની ઔષધીય ગુણની ખીરથી થશે રોગોની સારવાર
આયુર્વેદ મુજબ ચંદ્રમાની પ્રકૃતો શીતળ હોય છે. જે શરદ પૂર્ણિમાના દીવસે અમૃત બરસાવે છે. આથી આ દિવસે બનાવેલી ખીરનો ઔષધીય મહ્તવ વધી જાય છે. ચંદ્રમાની કિરણોથી ભાત અને દૂધના મિશ્રણથી એવો પ્રોટીન તૈયાર હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધાવે છે. અને અંગોની મરમ્મતમાં ઉપયોગી  હોય છે. 
આ રોગોમાં લાભકારી 
આથી ગર્મી સંબંધી રોગો , બ્લ્ડ પ્રેશર, એસિડીટી, અલ્સર, ઘબરાહટ , ડાયબિટીજ ,ચિડચિડાપણું અને માથાનો દુ:ખાવોમાં રાહત મળે છે. આંખોનો તેજ વધે છે. અને અસ્થમામાં લાભ હોય છે.

થોડા હૈ, થોડે કી જરૃરત હૈ
શરીરનું અદ્દભૂત''ઇન્નર'' એન્જીનિયરીંગ

      જીવનના આધારસ્તંભ સમાન, પાચનતંત્ર મુખ્ય પાંચ અંગોની બનેલી રપ-૩૦ફુટ લાંબી કુદરતે બનાવેલ અદ્દભૂત સીસ્ટમ છે. શરીરના બીજા અંગો તેની સાથે સીધી કે આડકતરી  રીતે જોડાયેલા છે. અંગો ટીશ્યુના બનેલા છે અને ટીશ્યુ સેલના બનેલા છે. દરેક અંગોના અલગ-અલગ કાર્યો માટે તે અંગમાં વિશીષ્ટ પ્રકારનું કામ કરતા કરોડો અબજોની સંખ્યામાં સેલ હોય છે. સેલ, શરીરનીજ પ્રતીકૃતી હોય તેમ શ્વાસ લે છે, ખોરાક લે છે, મળમૂત્ર ત્યાગ કરે છે અને પોતાનું મગજ ચલાવીને દરેક કામ સમજી-વિચારીને યોગ્ય રીતે જ કરે છે.
      કુદરતે પોતાની તમામ શકિતઓનો સીધો ઉપયોગ શરીર દ્વારા થઇ શકે તેવી અદ્દભૂત સીસ્ટમ દરેક શરીરમાં ગોઠવી આપેલી છે. શરીરની સીસ્ટમ હવા, પાણી અને સૂર્ય ઉર્જાથી સ્ટાર્ટ થાય છે. હવા અને પાણીની ઉર્જા શરીર સીધી મેળવી શકે તેવી સીસ્ટમમાં સગવડ છે. પરંતુ સૂર્યની ઉર્જા શરીર સીધી મેળવી શકતું નથી એટલે ખાદ્યપદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરીને સૂર્ય ઉર્જા મેળવવા શરીરને ખુબજ મહેનત કરવી પડે છે. પાણીમાંથી થોડી મીનીટોમાં અને હવામાંથી અતિ ઝડપે માત્ર ૦.૮ સેકન્ડમાં શરીર ઉર્જા મેળવી લે છે. કુદરતની આવી કરામતોને કારણેજ જૈન સાધકો મહિનાઓ સુધી માત્ર પાણીમાંથી ઉર્જા મેળવી સાધના કરી શકે છે અને ગંભીર બીમારીમાં સંપડાયેલા હોપલેસ કિસ્સાઓમાં પ્રાણાયમની કસરતો વડે હવાની ઉર્જા દ્વારા નવજીવન મેળવી લે છે.
      શરીરમાં હવા, પાણી કે ખોરાક પ્રવેશતા જ જે તે અંગ એકટીવ થઇ જાય છે. કુદરતે અંગો એવી કરામત વાળા બનાવેલ છે કે એક અંગ એકટીવ થઇ હાલેચાલે કે રાસાયણીક પ્રક્રિયા શરૃ કરે એ સાથે જ તે અંગ એક નવી ઉર્જાનું નિર્માણ કરવા લાગે છે. તે અંગમાં ઉત્પન્ન થયેલ ઉર્જાથી તેની સાથે જોડાયેલ અન્ય અંગનું એકટીવેશન શરૃ કરાવે છે. અંગો વચ્ચે ચાલતી એકટીવેશનની ચેઇન મુવમેન્ટને લીધેજ શરીરના અંગો અને સીસ્ટમો ઓટોમેટીકલી કામ કરી શકે છે. દિવસમાં એકલાખવાર ધબકતા હૃદયને એક ધબકારા દરમિયાન સંકોચવામાં માત્ર ૦.૩ સેકન્ડ અને વિસ્તારવામાં માત્ર ૦.પ સેકન્ડ લાગે છે.
      અંગોના એકટીવેશન દરમ્યાન શરીરમાં મીકેનીકલ ઉર્જા, કાયનેટીક ઉર્જા, ઇલેકટ્રીકલ ઉર્જા મેગ્નેટીક ઉર્જા, ન્યુમેટીક ઉર્જા, હાઇડ્રોલોજીકલ ઉર્જા જેવી અનેક પ્રકારની ઉર્જાનું નિર્માણ થયા કરે છે. અને શરીરના અંગો  ઓટોમેટીક ચાલતા રહે છે. આ ઉપરાંત શરીર ઉર્જાનો કરકસરથી ઉપયોગ કરે તે માટે વાતાવરણની ગ્રેવીટેશનલ ઉર્જા, થર્મલ ઉર્જા, સોલર ઉર્જા, વિન્ડ ઉર્જા જેવી કુદરતની શકિતઓનો ઉપયોગ શરીર કરી શકે તેવી વ્યવસ્થા પણ  શરીરમાં કરેલી છે.
      શરીરના અંગોના સેલમાં કુદરતે અકકલ, હોશીયારી અને કુશળતા ઠાંસીઠાંસીને ભરેલી હોય શરીરને આપણી હોશિયારી કે મદદની જરૃર હોતી નથી. આપણી શારીરીક અને માનસિક શકિતઓનો ઉપયોગ કરવાની કોઇ સીમા નથી તે વાપરવારથી વધે છે અને તેનો સદ્ઉપયોગ કરવાથી અનેક ગણી વધવા લાગે છે. જો આપણે રહેણીકરણી મહેનત પડે તેવી રાખીએ અને ખોરાક પણ એવો સોલીડ ખાઇએ કે શરીરને ચાવવો પડે અને પચાવવો પડે તેમજ આપણી શારીરિક શકિતની અને માનસીક શકિતની આપણે નકકી કરેલી હદ વટાવી જઇએ પછી જીવનમાં જયાં પહોંચવુ હશે ત્યાં પહોચી શકાશે અને જે નહિ સમજાતું હોય તે પછી સમજાવા લાગશે.
      શરીર શારીરિક માનસિક પ્રવૃતીથી કયારેક થાકતું કે કંટાળતું નથી કારણ કે આ પ્રવૃતિથી તેની ઉર્જામાં વધારો થાય છે. પરંતુ ખાવાની બાબતમાં કેપેસીટીથી વધુ ખવાય કે દિવસમાં વધુ વખત ખવાય જાય ત્યારે શરીર થાકી જાય છે અને કંટાળી જાય છે.દિવસમાં સવાર-બપોર-સાંજે ત્રણ જ વાર ભોજન લેવાનું તેને અનુકુળ પડે છે અને બે ભોજન વચ્ચે પ-૬ કલાકનો પેટને આરામ મળે તોજ શરીર બીજા ભોજનને સારી રીતે પચાવી શકે છે.
      ભોજનની ચીજોની પસંદગીમાં ગમા-અણગમાને કારણે અમુક પ્રકારની ચીજોજ વધુ પ્રમાણમાં લેવાતી રહે ત્યારે પેટ તો ભરાય જાય પણ શરીરનો જરૃરી બીનજરૃરી ખોરાકનો હિસાબ આડાઅવળો થઇ જાય  છે આવી આદતો લાંબો સમય ચાલે ત્યારે પોષ્કતત્વોની ઉણપ, અંગોની નબળી કામગીરી અંગોને નુકશાન વિગેરેને કારણે શરીરમાં તકલીફોની હારમાળા શરૃ થવા લાગે છે.
       જેમ જેમ ઉમર વધતી જાય તેમ ભોજનમાં ખોરાકના પ્રમાણમાં થોડો-થોડો ઘટાડો કરીએ અને દિવસ દરમ્યાન ત્રણ વાર ખાવાની આદતને બેવાર કે એકવાર કરીએ ત્યારે શરીર ઓછુ થાકે છે ઓછું કંટાળે છે અને ખોરાક સારી રીતે પચાવે છે.અને બીનજરૃરી કચરો પણ સમયસર દુર કર છે.
      કુદરતે ગરમ-ઠંઠી-તીખી-ખારી-ચીજોથી પેટની દિવાલને સુરક્ષીત રાખવા આંતરત્વાચાનું આવણર મુકેલ છે જેમાં ખાસ પ્રકારના કરોડો સેલ કોઇપણ ખાધ ચીજ માટે  જરૃરી પાંચકરસ તૈયાર કરી આપે છે. આપણું લેવર એકહજાર જાતના કેમિકલ્સ ઉત્પન્ન કરી તેમાંથી પાંચકરસો, શરીરના અંગો માટે વિશષ્ટ પ્રવાહી અને અનેક પ્રકારની દવાઓ બનાવી શકે છે
      ભોજનની ચીજોને આપણે હલકી, ભારે, પીત્ત કરનાર, વાયુ કરનાર, વજન વધારનાર માનીએ છીએ. પ્રવાહી ખોરાક જલદી પચી જાય સોલીડ ખોરાકને વાર લાગે. પણ આપણું શરીર માત્ર ખોરાકનું બંધારણ અને રાંધવા દરમ્યાન તેની સાથે શુંભળેલું છે તેની ચકાસણી કરીન જટીલ બંધારણવાળા ખોરાકને પહેલા પ્રોસેસ કરી બાદમાં છેલ્લે સાદા બંધારણવાળા ખોરાકને પચાવે છે.
                                                                                  કે.બી.પટેલ 

Get Update Easy