HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 ઑક્ટોબર, 2014

જીવનમાં વિજ્ઞાન


સુવિચાર
:~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી


જીવનમાં વિજ્ઞાન
      આપણે પુસ્તકો શા માટે વાંચીએ છીએ ? એકલતાથી બચવા માટે ? લેખકનો એની ભાષા , શૈલીનો પરિચય પામવા ? નવા વિચારો,મૂલ્ય, સિદ્ધાતો , જીવન વ્યવહારો ઓળખવા , સમજવા કે અભ્યાસક્રમમાં હોવાથી પરીક્ષા પાસ કરવા ?
     જીવનમાં સૂક્ષ્મ કે સ્થૂળ પરિવર્તન શરૂ થઈ જાય તેવા શુભ આશયથી આ રહ્યું આપને માટે ઇ-પુસ્તક :  
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો
તા. 8-10-14ને બુધવારે ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે
grahan
વિશ્વના અમુક દેશોમાં પંદર દિવસમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ અને ખંડગ્રાસ સુર્યગ્રહણનો અદ્ભુત, અલૌકિક અવકાશી નજારો બનવાનો છે. શરદપુનમે ખગ્રાસ ચંદ્રગ્રહણ અને દિવાળીએ ખંડગ્રાસ સુર્યગ્રહણની ખગોળીય ઘટના બની છે. જો કે ભારતમાં તા. 8મીને બુધવારે પુર્વ ભાગમાં ગ્રસ્તોદિત ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે. જયારે દિવાળીએ સુર્યગ્રહણનો નજારો જોવા મળશે નહિ. ગ્રહણની અવકાશી ઘટના માત્રને માત્ર ભુમિતિની રમત, પરિભ્રમણના કારણે બને છે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગ્રહણ સંબંધી લોકચળવળ ઉભી કરી વૈજ્ઞાાનિક કાર્યક્રમો આપી સમજ આપશે. સંવત તા. 8-10ને બુધવારે મીન રાશિ, રેવતી નક્ષત્રમાં થનાર ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતના પુર્વ ભાગ ઉપરાંત અમેરીકા, ઓસ્ટ્રેલીયા, પુર્વ એશિયા, પેસીફીક મહાસાગરમાં દેખાશે. આ ગ્રહણનો પ્રારંભ દક્ષિણ અમેરીકાથી થશે. ભારતમાં ગ્રસ્તોદિત ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે. ગુજરાત-મુંબઈમાં આ ગ્રહણ જોવા મળશે નહિ.
ભુમંડલે ગ્રહણ સ્પર્શ ભારત સમય મુજબ ગ્રહણ સ્પર્શ બપોરે 2 કલાક 44 મિનીટ 15 સેકન્ડ, ગ્રહણ સંમિલન 3 કલાક 54 મિનિટ 24 સેકન્ડ, ગ્રહણ મધ્ય 24 મિનિટ 23 સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન 4 કલાક 54 મિનિટ 20 સેકન્ડ, ગ્રહણ મોક્ષ 6 કલાક 4 મિનિટ 28 સેકન્ડ ગ્રહણ ગ્રાસમાન 1.172 છે.
ભારતમાં ગ્રહણ મોક્ષ રેખાની ડાબી બાજુના પ્રદેશમાં આ ગ્રહણ જોવા મળશે નહિ. જયારે જમણી બાજુના પ્રદેશોમાં ગ્રસ્તોદિત દેખાશે તેમાં નાંદેડ, પરભણી, ઉદગીર, આકોલા, નાગપુર સહિત સંપુર્ણ વિદર્ભ, કર્ણાટકમાં બીડર, રાયચુર, બેંગ્લોર, સંપુર્ણ આંધ્રપ્રદેશ, સંપુર્ણ તામિલનાડુ, ઈન્દોર, ઉજજૈન, દેવાસ છોડીને બાકીનો મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જયપુર, દિલ્હી, સંપુર્ણ ઉત્તરપ્રદેશ, સંપુર્ણ હિમાચલ પ્રદેશ, પશ્ચીમ બંગાળમાં આંશિક જોવા મળશે. અવકાશી ખગોળીય ઘટના જોવા માણવા માટે હોય છે. અદ્ભુત નજારો જોવા લોકોમાં જબરી ઉત્કંઠા છે. આ ગ્રહણ ઉત્તર પેરસિફિક, ઉત્તર અમેરિકા, મેકસિકોમાં અદ્દભુત, આહલાદક જોવા મળશે. વૈજ્ઞાાનીકોએ સંશોધનો માટે તૈયારી આરંભી દીધી છે.

જો કે તા.23-24નાં ભારત સમય મુજબ ગ્રહણ સ્પર્શ 01 કલાક 07 મિનિટ 20 સેકન્ડ, ગ્રહણ મધ્ય 03 કલાક 14 મિનિટ 18 સેકન્ડ, ગ્રહણ મોક્ષ 05 કલાક 21 મિનિટ 31 સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન 0.811 ભારતમાં દેખાશે નહિ.
 એક ક્લિક ઉપર મેળવો પીએફની જાણકારી
 એક ક્લિક ઉપર મેળવો પીએફની જાણકારી


કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના ચાર કરોડથી પણ વધારે સહભાગીઓ 16 ઓક્ટોબરથી પોતાના ખાતાની જાણકારી વાસ્તવિક સમયમાં મેળવી શકશે. આ સુવિધા ઇફીએફઓના સભ્યો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ પોર્ટલ ઉપર ઉપલબ્ધ હશે. યુનિવર્સલ એકાઉન્ટ સંખ્યા (યુએએન) સભ્યોના પોર્ટલથી ઇપીએફઓ નોકરીદાતાઓ ઉપર નજર રાખી શકશે, કે તેઓ ભવિષ્યની રાશી (પીએફ)નું કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે કે નહી. યુએન સભ્યો પોર્ટલની શરૂઆત 16 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
પહેલાં તબક્કામાં સદસ્યોના ખાતાઓને જોઇ શકાય છે. ઇપીએફઓ આ પોર્ટલ દ્વારા બીજી સુવિધાઓ પણ શરૂ કરશે ભવિષ્યમાં. યુનિવર્સલ એકાઉન્ટ સંખ્યાની પોતાનું પોર્ટલ હશે. જેમાં મોટાભાગના કર્મચારીઓ પોતાની નોકરી બદલે કે તેના પીએફના ટ્રાન્સફર માટે કોઇ અરજી આપવાની રહેશે નહી. ઉલ્લેખનીય છે કે ઇપીએફઓની વેબપોર્ટલ પ્રમાણે તેના 4.18 કરોડ સહભાગીઓ છે.

Get Update Easy