મા શકિત રૂપેણ સંસ્થિતા
મા ગાયત્રીના સ્વરૂપનું જ્ઞાન થાય તો જીવનનો સાર સમજાય...!
સાચા
જ્ઞાનની દાતા, સૃષ્ટિની પ્રાકૃત શકિતરૂપ ભગવતી વેદમાતા ગાયત્રી છે. આપણા
દેશમાં આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે જેટલા નક્ષત્રો ચમકયા છે. એમણે
પોતાનું તેજ ગાયત્રી સાધના દ્વારા પ્રાપ્ત કર્યુ છે.
અનાદી કાળથી ઋષિ-મુનિઓ ગાયત્રી સાધના દ્વારા સિધ્ધિઓની એ ક્ષિતિજનો સ્પર્શ કર્યો છે. જયાંથી વિશ્વ વસુધાને આલોકિત કરી શકાય.
ગાયત્રી સાધનાથી ઋતુંભરા પ્રજ્ઞા-બ્રહ્મ તેજ પ્રાપ્ત થાય છે.
માનવી
સંપતિથી નહી પણ વિભુતિઓથી જ સુખી અને સમૃધ્ધ બની શકે છે. સ્વભાવને ઉત્તમ
બનાવ્યા વિના ગતિવિધિઓમાં આદર્શોને સ્થાન આપ્યા વગર આદ્યાત્મિક
પ્રગતિની કલ્પના કરી શકાતી નથી. વ્યકિતના અંતઃકરણમાં જો ઉદ્વેગ અસંતોષ
અને અશાંતિ હશે તો તે ધનવાન અને શકિતવાન હોય તેમ છતાં તેને હંમેશા દુઃખની
આગમાં શેકાવું પડે.
અધ્યાત્મનો મુળભુત આધાર ચાર વેદોને ગણવામાં આવે છે અને વેદોનું મુળ ગાયત્રી મંત્ર છે.
ગાયત્રી મંત્રમાં એવા બધા તત્વો રહેલા છે કે જેને અપનાવીને કોઇપણ વ્યકિત મહાન બની શકે છે.
નાનો
એવો ગાયત્રી મંત્ર ભારતીય સંસ્કૃતિ ધર્મ અને તત્વજ્ઞાનનું બીજ છે. એમાં
રહેલી પ્રેરણાઓની વ્યાખ્યાના રૂપમાં ચાર વેદ બન્યા હોવાનું મનાય છે. ‘ૐ
ભૂભૂવઃ સ્વઃ'ને ગાયત્રીનું શિર્ષ કહેવાય છે. બાકીના આઠ-આઠ અક્ષરોના ત્રણ
ચરણને ત્રિપદા કહેવામાં આવે છે એક શિર્ષ પણ ત્રણ ચરણ આ પ્રકારે એના ચાર ભાગ
થયા. આ ચારેયનું રહસ્ય અને અર્થ ચાર વેદોમાં જોવા મળે છે.
એમ
કહેવાય છે કે બ્રહ્માજીએ પોતાના ચાર મુખોથી ગાયત્રીના આ ચારેય ભાગોની
વ્યાખ્યા ચાર વેદના રૂપમાં કરી આ પ્રકારે એનુ નામ વેદમાતા થયુ.
ગાયત્રી
મહામંત્રની સાથે સપ્તસતિ મંત્રની સાધનાથી જગત માતા તરફ વળે તે અને જો
સાધના નિયમિતરૂપે અને નિરંતર થતી રહે તો ધીરે-ધીરે ભગવતી માં ગાયત્રીના
સ્વરૂપનું જ્ઞાન થાય છે અને તેઓ જ આ જીવનનો સાર છે એવુ સમજાય છે.
ભગવતી માતા ગાયત્રીનો કોઇ આદિ કે અંત નથી, તેઓ નિત્ય છે અને આ જગત પણ તેમનું જ સ્વરૂપ છે.
દરેક
વસ્તુ, વ્યકિત તથા ઘટનામાં તેઓ વ્યાપ્ત છે. આવુ સત્ય જયારે સમજાય છે
ત્યારે પછી રાગદ્વેષ રહેતા નથી, મનમાં કાયમ એમનુ જ ચિંતન ચાલતુ રહે છે.
એમના પ્રત્યેના સમર્પણથી આપો-આપ બધી સમસ્યાઓ તથા સંકટોનું સમાધાન થતુ જાય
છે.
‘ૐ ભૂભુર્વઃ સ્વઃ ૐ તસ્તવીતુર વરેણ્યમ
ભર્ગો, દેવસ્ય ધીમહી ધીયોયોઃ નહ, પ્રચોદયાતઃ...!'
Rojgar Samachar Date - 1/10/2014
Rojgar Samachar Date - 1/10/2014
Download : Click here