ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે ૭ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો આપવાના નિર્ણય લઈ લીધો છે. નાણામંત્રી તરફથી મળેલી મંજૂરીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ કક્ષાએ પણ ક્લિયરન્સ આપી દેવાયુ છે. આથી હવેથી ગુજરાત સરકારના ૪ લાખ કર્મચારીઓ, ત્રણેક લાખ પેન્શનરો અને ધારાસભ્યોને હવેથી ૧૦૭ ટકા મોંધવારી ભથ્થુ મળશે. યુપીએ સરકારમાં જાન્યુ. ૧૪ના આરંભે ૯૨ ટકા મોંધવારી ભથ્થામાં ૮ ટકા વધારો કરાયો હતો. સાથે જ સાતમાં પગારપંચની જાહેરાત અને તેના અમલની ટાઈમલાઈન જાહેર કરવામાં હતી. દર ૬ મહિને થતા મોંઘવારી ભથ્થું જાન્યુ. ૨૦૧૪માં જ ૧૦૦ ટકાએ પહોંચ્યુ હતુ. ભથ્થાં વધારાનો અમલ ૧લી જૂલાઈની પાછલી અસરથી રોકડામાં કરવાનો નિર્ણય થયો હોવાનું નાણા- વિભાગના સુત્રોેએ જણાવ્યુ છે. દિવાળી પહેલાના તેની ચૂકવણી કરવામાં આવશે.
HSC Semester I and III Examination Hall Ticket
CCC EXAMINATION Hall Ticket Clk here
(ઇલેક્ટીવ સબ્જેક્ટ)
ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટ્સ અને કોમર્સ
કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે કોઇપણ એક વિષયમાં
સ્પેશિયલ સ્કીલ ડેવલપ થાય તે માટે પસંદગીનો વિષય (ઇલેક્ટીવ સબ્જેક્ટ)
ભણાવવાનું નક્કી કરાયું હતું. સેમેસ્ટર સિસ્ટમની સાથે જ આ વધારાના ઇલેક્ટીવ
સબ્જેક્ટ ભણાવવા તેવું નક્કી થયું હતું. પરંતુ કોઇ કારણોસર આ નિર્ણયનો અમલ
થઈ શક્યો નહોતો.
હવે તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ બદલાતાં નવા આવેલા અધિકારીઓ ફરીવાર ઇલેક્ટીવ સબ્જેક્ટ દાખલ કરી શકાય તેમ છે કે કેમ તે અંગે વિચારણા કરવા માટે આજે ગાંધીનગરમાં એક બેઠક બોલાવી હતી. જો કે, ઉપસ્થિત રહેલા સત્તાધીશો પૈકી મોટાભાગે હાલના તબક્કે સ્ટાફની અછત અને સેમેસ્ટરની મુશ્કેલીઓ રજૂ કરી હતી.