HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 ઑક્ટોબર, 2014




તા.01-07-2014 થી મોંધવારી ભથ્થાના દરમાં સુધારણાપરીપત્ર માટે અહી કિલક કરો પી.ડી .એફ 

ગુજરાતી ભજન - હાલો હાલો ને કીડીબાઈની જાનમાં (જુઓ વીડિયો)


કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,

પંખી પારેવડાંને નોંતર્યાં,

એ..ઍ કીડીને આપ્યાં સનમાન,

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

મોરલે બાંધ્યો રુડો માંડવો રે,

ખજૂરો પીરસે ખારેક,ભૂંડે રે ગાયાં મીઠાં ગીતડાં.

એ…એ કે પોપટ પીરસે પકવાન,

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવીઓ ગોળ,

મંકોડો કેડેથી પાતળો,

એ… ગોળ ઉપડ્યો ન જાય,

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એના નોતરવા કામ,

હામા મળ્યા બે કૂતરા,

એ..ઍ બિલાડીનાં કરીયા બે કામ.

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

ઘોડેરે બાંધ્યા પગે ઘૂઘ્રરા રે, કાચીંડે બાંધી કરતાલ,

ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા.

એ…ઍ ગધેડુ ભૂંકે શરણાઈ

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

ઉંદરમામા હાલ્યા રીહામણએ રે બેઠા દરિયાને બેટ,

દેડકો બેઠો ડગમગે,

ઍ…એ મને કપડા પહેરાવ.

જાવું છે કીડીબાઈની જાનમાં

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

વાંહડે ચઢ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ,

આજે તો જાન વધાવવી

એ…ઍ કે હાંભર્યો હાથીભાઈનો નાદ.

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
કઈ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર.

ભોજા ભગતની વિનતી,

એ..ઍ સમજો ચતુર સુજાણ.

 

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
                         એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
 શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષાઓના ખર્ચમાં દ્યટાડો કરવા માટે બોર્ડે મહેનતાણાના દરમાં સુધારો કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક અને કારોબારી સમિતિની બેઠકમાં મહેનતાણાના દરોમાં સુધારો કરાયો છે. આ સુધારા બાદ બોર્ડ દ્વારા અગાઉ જે દરે મહેનતાણું ચુકવાતું હતું તેમાં ૨૦ ટકાથી ૬૫ ટકા સુધીનો ઘટાડો થયો છે.                                                                                                                             
      
      નક્કી કરાયેલા મહેનતાણાના દર
      
      મહેકમ
      
      હાલના દર
      
      નવા દર
      
      કન્‍વીનર
      
      રૂ. ૧૫૦
      
      રૂ. ૧૨૫
      
      મદદનીશ
      
      રૂ. ૧૨૦
      
      રૂ. ૧૦૦
      
      સ્‍થળ સંચાલક
      
      રૂ. ૨૦૦
      
      રૂ. ૧૬૦
      
      વહીવટી મદદનીશ
      
      રૂ. ૭૫
      
      રૂ. ૬૦
      
      ખંડ નિરીક્ષક
      
      રૂ. ૭૫
      
      રૂ. ૬૦
      
      નંબરીગ ક્‍લાર્ક
      
      રૂ. ૭૫
      
      રૂ. ૬૦
      
      રિલીવર નિરીક્ષક
      
      રૂ. ૭૫
      
      રૂ. ૬૦
      
      કો-ઓર્ડિનેટર
      
      રૂ. ૧૦૦૦
      
      રૂ. ૩૫૦
      
      વિષય નિષ્‍ણાત
      
      રૂ. ૫૦૦
      
      રૂ. ૩૦૦
      
      વર્ગ-૨ અધિકારી
      
      રૂ. ૪૦૦
      
      રૂ. ૩૦૦
      
      સુપરવાઈઝર
      
      રૂ. ૩૦૦
      
      રૂ. ૨૦૦

Get Update Easy