HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 ઑક્ટોબર, 2014

સરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ

આજનો વિચાર

What lies behind us & what lies before us are tiny matters compared to what lies within us.-Ralph Waldo Emerson

સરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ 

  • જીવન પરિચય ગુજરાતીમાં ડાઉનલોડ કરો
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો 

સરદાર વલ્લભભાઇ પટેલે ગાંધીજીના પ્રભાવથી જીવન રાષ્‍ટ્ર સેવામાં સમર્પિત કર્યુ'તુ
૧પ ઓગસ્‍ટ-૧૯૪૭ થી ૧પ ડિસેમ્‍બર-૧૯પ૦ દરમિયાન સાડા ૩ વર્ષની નાયબ વડાપ્રધાન તરીકેની શાસન શૈલી અને કાર્ય દક્ષતાથી લોકો ભારે પરિચીત
સરદાર વલ્લભભાઇ પટેલે ગાંધીજીના પ્રભાવથી જીવન રાષ્‍ટ્ર સેવામાં સમર્પિત કર્યુ'તુ
   તા. ૩૧ ઓકટોબરને શુક્રવારે સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મ જયંતી છે.ખેડાની ખડતલ ખમીરવંતી ધરતી, એમાંય ખ્‍યાતનામ નડિયાદ નગરે ૩૧મી ઓકટોબર ૧૮૭પમાં જન્‍મેલા વલ્લભભાઇ પટેલ આજે હયાત હોત તો ૧૩૮ વર્ષના થયા હોત. ગાંધીજીના પ્રભાવથી લાખો રૂપિયાની આવકવાળી વકીલાતનો સ્‍વેચ્‍છાપૂર્વક ત્‍યાગ કરી ગુજરાતના આ મહાન સપૂતે પોતાનું સમગ્ર જીવન રાષ્‍ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું.
   એમ કહેવાય છે કે આપણે ઇતિહાસપ્રિય નથી. બહુ પ્રાચીન હોય તેવી ઇતિહાસની વાતો આપણે યાદ કરીએ છીએ. રામ અને કૃષ્‍ણને અવતાર તરીકે પૂજીએ છીએ પણ હવે પછી જેઓ અવતાર તરીકે ગણાવાના છે તેવા ગાંધીજી અને સરદારને આપણે ભૂલવા લાગ્‍યા છીએ. આ બંનેને આપણે તેમના જન્‍મદિને જ યાદ કરીએ છીએ. તેમના ગુણગાન ગાઇએ છીએ. તેમને સ્‍મરણાંજલિ આપીએ છીએ. પછી તેમને બીજા જન્‍મદિન સુધી કબાટમાં શોભાના રમકડાંની ગોઠવી દઇએ છીએ.
   આઝાદી આંદોલનની અનેક લડતોના સફળ સેનાની અને સ્‍વરાજય પછીના ભારત સરકારના નાયબ વડાપ્રધાન પદના સફળ સુકાની તરીકે સરદારની સિદ્ધિઓનું જે પ્રમાણમાં અભ્‍યાસલક્ષી મૂલ્‍યાંકન થવું જોઇએ તે થયું નથી. સ્‍વાતંત્ર સંગ્રામની વાત જવા દઇએ. પણ ૧પ ઓગસ્‍ટ ૧૯૪૭ થી ૧પ ડિસેમ્‍બર ૧૯પ૦ના સાડા ત્રણ વર્ષથી પણ ઓછા સમયગાળાની નાયબ વડાપ્રધાન તરીકેની એમની શાસન શૈલી, કાર્યદક્ષતા અને વહીવટી દક્ષતાથી પણ પ્રજા સુપેરે પરિચિત નથી.
   બ્રિટિશ હકુમત હેઠળથી હિન્‍દુસ્‍તાન મુકત થયું પણ એ મુકિત કાચાપોચા માણસો માટે મોટી આપતિ બની જાત. આજે આપણે જે નેતાઓ જોઇએ છીએ તેવા નેતાઓના હાથમાં જો આઝાદી મુકાઇ હોત તો હિન્‍દુસ્‍તાન ભારત ન બની શકયું હોત. હિન્‍દુસ્‍તાનને અખંડ ભારત બનાવનાર સરદાર પટેલ હતા એમ કહેવામાં અતિરાયોકિત નથી. પ૦૦ થી પણ વધારે રજવાડાંને સમજાવીને હિન્‍દુસ્‍તાનની સાથે જોડી દેવાની સિદ્ધિ મુગટમાં મોહપીચ્‍છ સમાન છે. આ એમની બહુ મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિએ તેમને વિશ્વપુરૂષ બનાવ્‍યા. પરંતુ આ સિદ્ધિથી તો બધા પરિચિત છે જ. પરિચિત નથી એવી પણ કેટલીક સિદ્ધિઓ છે. આજના સંદર્ભમાં એનું અવલોકન આવશ્‍યક છે.
   વિલિનીકરણની પૂર્વભૂમિકારૂપ એવી એક વાત આપણને યાદ નથી. જુન, ૧૯૪૭માં બ્રિટિશ સરકારે હિન્‍દુસ્‍તાનને ૧પ ઓગસ્‍ટ, ૧૯૪૭ના રોજ સ્‍વતંત્રતા આપવાની જાહેરાત કરેલી. પ્રથમ સ્‍વાતંત્ર્ય દિન આવવાની અઢી મહિના બાકી હતા. દેશમાં આવેલા રજવાડાં પણ મુકત થવાનાં હતાં મોટી અરાજકતા ઉભી થાય તેવાં એંધાણો દેખાતાં હતાં. અંગ્રેજો બળતામાં ઘી હોમવાનું કામ કરતા હતા. હિન્‍દુ-મુસ્‍લિમ એકતાને તોડી હતી. હવે હિન્‍દુઓ અંદરોઅંદર લડીને બળી મરે એ હોળી જોવા પણ તેઓ આતુર હતા. આવી પરિસ્‍થિતિમાં રજવાડા સાથે કોઇક સમજૂતી સાધવાની જરૂર હતી. આ સ્‍થિતિમાં નેતાઓ જાગૃત હતા. અને સરદાર તેમના અગ્રેસર હતા. સરદાર સાહેબે આ સમજૂતી સિદ્ધ કરી. વિલિનીકરણની ભીતરની આ સિદ્ધિ એટલી વિરલ છે ? પંદરમી ઓગસ્‍ટ, ૧૯૪૭ના દિવસે ત્રિરંગો લાલ કિલ્લા ઉપર લહેરાયો. સતાની અદલા બદલી વ્‍યવસ્‍થિત રીતે થઇ શકી. સરદાર સાહેબની આ સિદ્ધિથી કેટલા પરિચિત હશે ?
   વિલિનીકરણની વાત બે જણ સ્‍વીકારતા ન હતા. જુનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ. આ બંનેને પાકિસ્‍તાન બનવું હતું જો એમ થાય તો હિન્‍દુસ્‍તાનના શરીર ઉપર કેન્‍સરની બે ગાંઠો વકરે. સરદારને આ માન્‍ય ન હતું. યેનકેન પ્રકારે એ બંનેના સ્‍વપ્‍નો સિદ્ધ ન થાય તે માટે સરદારે મનમાં ગાંઠ વાળી હતી. તેમ કરવા માટે બળનો ઉપયોગ કરવો પડે. પોલીસ કદમ ઉઠાવતાં પડે. સરદારે તેમ કરવાનું નકકી કરી નાખ્‍યું હતું પણ તેમાં અવરોધ હતો નહેરૂ અને માઉન્‍ટબેટનનો ગાંધીજી પણ બળનો ઉપયોગ ન સ્‍વીકારે. આ પરિસ્‍થિતી સરદાર માટે ભારે મૂંઝવણવાળી હતી. છતાં તેઓ મકકમ રહયા. બળનો ઉપયોગ કર્યો. નિઝા અને નવાબને નમાવ્‍યાં. જોડાણખત ઉપર સહીઓ કરાવી લીધી. આમ કેન્‍સરની ગાંઠોને ફૂટવા જ ન દીધી. અત્‍યારે આ કોઇ કરી શકયું હોત ?
   ૧૯૪૭માં કોમી રમખાણોમાં સરદાર સાહેબે જે કામ કરેલું તેનાથી પણ આપણે બધાં ખાસ પરિચિત નથી. સરદાર તે વખતે ભારતના નાયબ વડાપ્રધાન હતા. સાથે સાથે તેઓ ગૃહ પ્રધાન પણ હતા. દીલ્‍હીમાં રમખાણોએ માઝા મૂકી હતી. શેરીએ શેરીએ મડદાં રઝળતાં હતાં. સલામતીના નામે મીંડું જણાતું હતું. વહીવટીતંત્ર તુટી પડયું હતું. સરદાર સાહેબની નીંદ વેરણ થઇ ગઇ હતી. ચારેબાજુથી તેઓ ઘેરાઇ ગયા હતા. પોલીસ તંત્ર વેરવિખેર થઇ ગયું હતું મુસ્‍લિમ પોલીસો અને અધિકારીઓમાંથી ઘણાએ પાકિસ્‍તાન જવાનો વિકલ્‍પ સ્‍વીકાર્યો હતો. એટલે સ્‍થિતિ વધુ બગડી હતી. ગાંધીજી આગળ સરદાર સાહેબ વિરૂધ્‍ધ ફરિયાદો થતી હતી. મુસ્‍લિમ નેતાઓ ગાંધીજીને કહેતા કે સરદાર કોમવાદી રીતે વર્તે છે. જવાહરલાલ પણ અકળાઇ ઉઠતા અને ફરિયાદી બની ગાંધીજી પાસે દોડી જતા. આવા અગ્નિકુંડમાં સરદાર સ્‍થિર રહયા. ધીર રહયા, વીર રહયા. વહીવટીતંત્ર સક્ષમ કરવાનું સરદારે બીડું ઝડપ્‍યું. એચ. એમ. પટેલ તેમની પડખે હતા. સરદારે આ નીર્ણય એક જ કલાકમાં લઇ લીધેલો. નવુ માળખું કેવું અને કેવી રીતે ગોઠવવું તે નકકી કરી લીધું. બીજે દિવસે સંકટકાલીન સમિતિમાં સરદાર સાહેબે આ માટેની દરખાસ્‍ત મૂકી. સમિતિએ તેનો તત્‍કાળ સ્‍વીકાર કરી લીધો. વહીવટીતંત્રની પુર્નરચના કરાઇ. થોડા કલાકોમાં જ તેની અસર વર્તાવા માંડી. એચ. એમ. પટેલ તે સમયે સરદારની સાથે હતા. એટલે તેઓ તેના સાક્ષી છે. કદાચ તેઓ જ આ સિદ્ધિ પ્રકાશમાં લાવ્‍યા છે.
    ભારતના બંધારણને આપણે યાદ કરવું જોઇએ. યાદ રહે કે ૨૬ જાન્‍યુઆરી, ૧૯પ૦ના રોજ પ્રજાસતાક ભારત અસ્‍તિત્‍વમાં આવ્‍યુ. ત્‍યાં સુધી તો તે હિન્‍દુસ્‍તાન હતું. હિન્‍દુસ્‍તાનને ભારતનું નામ આપનાર આપણું બંધારણ છે. આ બંધારણને કેટલીક કલમોનો યશ સરદારને આપવો જોઇએ. બંધારણ ઘડનાર બંધારણ સભાના અધ્‍યક્ષ હતા. ડો. રાજેન્‍દ્રપ્રસાદ. કલમ ૩પ૪ અને ૩પ૬નો સમાવેશ કરાવનાર કોણ ? સરદાર પટેલ ! સરદાર માનતા હતા કે હિન્‍દુસ્‍તાને વિકાસ કરવો હોય તો કેન્‍દ્ર સરકાર મજબુત હોવી જોઇએ. કલમ ૩પ૪ અને ૩પ૬ કેન્‍દ્ર સરકારને મજબુત કરાવે છે. રાજયો બંધારણને વફાદાર રહીને વહીવટ ચલાવે તે જોવાની જવાબદારી કેન્‍દ્ર સરકારને આ કલમો દ્વારા મળે છે. જો કે સરદાર સાહેબના ગયા પછી આ કલમોનો દુરૂપયોગ થયો છે. આવી જ બીજી એક કલમ રાજવીઓનાં સાલીયાણાં અંગેની છે. સરદાર વચનપ્રિય હતા. કોઇપણ ભોગે વચન પાળવું એ એમનો સ્‍વભાવ હતો. રાજય છોડી દેવા બદલ દરેક રાજવીને યોગ્‍ય સાલિયાણું મળશે એવું વચન સરદારે આપ્‍યું હતું. આ કલમ બંધારણમાં દાખલ કરાવવા માટે પણ સરદારને લડવું પડેલું. જવાહરલાલે તેનો વિરોધ કરેલો. તેમણે કહયું કે ભવિષ્‍યની સરકારો ઉપર આ જવાબદારી નાખવી જોઇએ નહી. સરદારે કહયું કે ‘એમ કહીએ તો વિશ્વાસઘાત કર્યો કહેવાય !' આપણે જાણીએ છીએ કે પાછળથી સાલિયાણાં બંધ કરી દેવાયા છે.
    સરકારી નોકરીયાતો સરદારના ભારે ઋણી છે તેની કેટલાને ખબર હશે ? સરકારી નોકરીયાતો માટે બંધારણમાં ૩૧૧ અને ૩૧૪ એમ બે કલમો છે. એ કલમોના સ્‍વીકાર માટે સરદારને ઝૂમવું પડયું હતું. ૩૧૧મી કલમ ન હોત તો રાજકીય આગેવાનો નિરંકુશ બની જાત અને સરકારી અધિકારીઓ અન્‍યાયી શિક્ષાઓના ભોગ બની જાત. ૩૧૪મી કલમનો વિરોધ ખુદ અનંતરાયનમ આયંગરે કરેલો. તેઓ લોકસભાના અધ્‍યક્ષ હતા. તેમણે કહેલું કે સરકારી અધિકારીઓને બાંયધરી આપવાની વાત બહુ વિચિત્ર છે. બાંયધરીની આ વાત જાણવા જેવી છે. હિન્‍દુસ્‍તાન આઝાદ થયું ત્‍યારે ૪૦૦ જેટલા સનદી અધિકારીઓ એવા હતા કે જેમણે આઝાદીની લડતો દરમીયાન જુલમ કર્યો હતો. બંધારણસભાના કેટલાય સભ્‍યોને જેમણે જેલમાં પૂર્યા હતા. સરદારે આ અધિકારીઓને વચન આપ્‍યું હતું કે તમારા અધિકારો અને શરતો યથાવત સાચવી રાખવામાં આવશે. સરદારે આયંગર ઉપર જ સીધો હુમલો કર્યો. તેમણે કહયું કે ‘આયંગરે ઠરાવ રજૂ કરીને આ તમામ અધિકારીઓને રૂખસદ અપાવી દેવો જોઇએ અને પછી તમામ વહીવટ શૂન્‍યાવકાશમાં ચલાવવો જોઇએ !' પછી તેમણે ધડાકો કર્યો ‘તમારે આ નોકરીયાત તંત્ર ન જોઇતું હોય અથવા તેને ખતમ કરી નાખવાનું ઠરાવતા હો તો હું પણ આ નોકરીયાતો સાથે જ ચાલ્‍યો જઇશે. આ  બધા તો સમર્થ માણસો છે અને પોતાની આજીવિકા રળી લેશે.' બંધારણ સભામાં સોપો પડી ગયો. સરદારની વ્‍યવહારૂતા અને ઉદારતાનો બધાને અર્થ સમજાયો. ૩૧૪મી કલમ બંધારણનું અંગ બની ગઇ. સરદાર સાહેબની આ ભાવનાનો પડઘો પડયો સોળમી ડિસેમ્‍બર, ૧૯પ૦ના રોજ સરદાર સાહેબના મૃત્‍યુ પછીના દિવસે. સરદાર પટેલને અંજલી આપવા સરકારી અધિકારીઓની એક વિરાટ સભા દિલ્‍હીમાં મળી હતી. સંખ્‍યા હતી ૧પ૦૦ જેટલી. સભા અભૂતપૂર્વ હતી. તે પછી આવી સભા કયારેય મળી નથી. સરદારશ્રી નાયબ વડાપ્રધાન હતા ત્‍યારે ભિન્ન અભિપ્રાય ધરાવતા સરદાર સાહેબના સચિવો પોતાની વિરોધ નોંધ લખી શકતા હતા. તે વખતના સચિવો એચ. એમ. પટેલ, વિ.પી. મેનન, વિ. શંકર વગેરેએ આવા સંખ્‍યાબંધ ઉદાહરણો પોતાના લેખમાં દર્શાવ્‍યા છે. સરદારે તેમના સચિવોને આવી સ્‍વાધીનતા આપી હતી. પરંતુ વહીવટી દૃષ્‍ટિએ સરદારને કોઇ બનાવી જાય એવું કદી બન્‍યું નથી. આજે સરદાર જેવા નેતાની વહીવટી સૂઝ અને સચિવોને આવી સ્‍વાધીનતા કયાં દેખાય છે ? કેટલી સાચવી શકાઇ છે ? સરદારની આ સિદ્ધિ માટે કેટલા તેમનું ઋણ સ્‍વીકારે છે. ?
    આપણા બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપવામાં આવ્‍યા છે. એમાં મિલકત ધરાવવાનો એક અધિકાર હતો. અત્‍યારે નથી, પણ પહેલા હતો એ કોને આભારી છે ? સરદાર પટલને ? આ અધિકાર માટે પણ સરદાર બંધારણ સભામાં લડયા હતા. એ વખતે તેમની લડાઇ હતી ખુદ જવાહરલાલ સાથે. જવાહરલાલ વ્‍યકિત સ્‍વતંત્ર્યના મહાન પૂજક હતા પણ જમીન માલીકીના એટલા જ મોટા શત્રુ હતા. વળતર આપ્‍યા વગર જમીન ખૂંચવી લેવાનો ખ્‍યાલ નહેરૂનો હતો. સરદારે તેનો શિરસોર્ટ વિરોધ કર્યો. આ રીતે જમીન મેળવી લીધી. એટલે ચોરી કરવી કે લૂંટ કરવી એવું સરદાર માનતા હતા. આખરે સરદાર સાહેબ આગળ સૌ ઝૂકયા. દુઃખની વાત છે કે સરદારના ગયા પછી આ મુદ્દે બંધારણમાં જે સુધારા કરાયા છે તેને લીધે મીલકતનો અધીકાર છીનવાઇ ગયો છે. કેટલા જાણે છે આ વાત?
   સરદાર સાહેબની આ બધી જાણી-અજાણી સિદ્ધિઓ તેમની એક બીજી સિદ્ધિ આગળ ઝાંખી પડી જાય છે. ‘સરદાર' ફિલ્‍મનું એક દૃશ્‍ય છે કોંગ્રેસ કારોબારીનું. ગાંધીજી તેમાં હાજર છે. તેમની એક બાજુ સરદાર છે. બીજી બાજુ જવાહરલાલ. આ કારોબારી જેને કોંગ્રેસના પ્રમુખ બનાવે તે ભારતના વડાપ્રધાન બને. મોટી બહુમતી સરદારને પક્ષે હતી. બીજા ઉમેદવાર હતા જવાહરલાલ. તેઓ ચિત્રમાં કયાંય જણાતા ન હતા. તેમનો ચહેરો વિલાઇ ગયો હતો. પણ ધીરે ધીરે ગુસ્‍સો આગળ આવી રહયો હતો. સરદાર ધીરગંભીર હતા. ધીરેથી ગાંધીજીએ એક કાપલી લીધી અને તેના ઉપર કંઇક લખ્‍યું. સરદારને કાપલી વંચાવી. સરદાર તરત જ બોલ્‍યા : ‘હું મારી ઉમેદવારી પાછી ખેંચું છું.' કાપલીમાં ગાંધીજીએ જવાહર પ્રમુખ બને તેવું લખ્‍યું હતું. સરદારે આ ઇચ્‍છાને તરત જ શિરોમાન્‍ય કરી. પાંત્રીસ કરોડ ભારતીઓના નાથ બનવાનું તેમણે ક્ષણ માત્રમાં છોડી દીધું. તે વખતના એક પણ નેતામાં આવો ત્‍યાગ કરવાની શકિત ન હતી. ખુદ જવાહરલાલમાં પણ નહિ હોય ! સરદારના ત્‍યાગ આગળ તેમની કઇ સિદ્ધિ ઝળકી ઉઠે ? સરદાર સાચા અર્થમાં સિપાહી હતા અને જીવનભર તેમણે સિપાહીગીરી જીવી જાણી હતી. આ પછી તેમણે જવાહરલાલને પોતાના સેનાપતિ ગણ્‍યા હતા. અનેક મતભેદો હોવા છતાં તેમણે જવાહરલાલ સર્વોપરિતા માન્‍ય રાખી હતી. સરદાર સિવાય આ કોણ કરી શકે ? ભારતના ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન હોવા છતાં સવા અકિંચન રહેવું, એ સરદાર સિવાય બીજું કોણ કરી શકે ? સરદાર તપોસિદ્ધ હતા. તેને આપણે હજારો નયન કરવાં જોઇએ. જય સરદાર !.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ૮ ને પ્રાથમિક શાળામાંભેળવીદેવામાંઆવ્યુંછે.
આપ્રયોગનેભારેસફળતા મળી છે ત્યારે હવેઆસફળતાનેઆગળધપાવતા આગામી સમયમાં ધોરણ-૯ અને૧૦ના વર્ગોને પણ પ્રાથમિકશાળામાં ભેળવી દઈને સળંગ ધોરણ૧થી ૧૦ની શાળા બનાવવાની કવાયત હાથધરવામાં આવી છે.પ્રાપ્ત થતી માહિતી મુજબરાજ્યનાંગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિકશાળાઓની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધનથી. એટલેપ્રાથમિક શિક્ષણમેળવ્યા બાદ હાઈસ્કુલની સુવિધા દુરહોવાથી ધણા ગરીબ અનેમધ્યમવર્ગના પરિવારના બાળકોએમાધ્યમિક શિક્ષણથી વંચિત રહેવું પડે છે.આવી સ્થિતિમાં સરકારદ્વારાધોરણ-૮નેપ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાનો સફળપ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે હવે આપ્રયોગને સફળતા બાદઆગામી દિવસોમાં ધોરણ-૯ અને૧૦ના વર્ગોને પણ પ્રાથમિકશાળાઓમાં ભેળવી દેવાની કવાયત હાથધરવામાં આવી છે. આ પ્રયોગ અમલી બનેતો ગ્રામ્ય વિસ્તારોના બાળકોનેપોતાના ગામમાં જ ધોરણ-૧ થી ૧૦ સુધીનુંશિક્ષણ મફત ઉપલબ્ધ બનશે. આ પ્રયોગમાટે રાજ્ય સરકારના શિક્ષણવિભાગેપ્રાયોગિક રીતે રાજ્યની ૫૦૦ પ્રાથમિકશાળાઓની પસંદગી કરી છે.જેમાં પ્રાયોગિક તબક્કે ધોરણ-૯ અને૧૦ના વર્ગો પ્રાથમિકશાળામાં ભેળવી દેવામાં આવશે જો આપ્રયોગને સફળતા મળશે તો તેનેઆગામી દિવસોમાં રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે.આ સંદર્ભે જરૂરી તમામ માહિતીશિક્ષણવિભાગનેમોકલીઆફવાસંયુક્તશિક્ષણનિયામકેતમામજિલ્લાપ્રાથમિકશિક્ષણાધિકારીઓને આદેશ આપી દીધો છે. જે માહિતી મોકલવાની છે.

30 ઑક્ટોબર, 2014

ગાયત્રી ચાલીસા (જુઓ વીડિયો)

Though of the day

સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના ,શુભભાવના રાખો.
 
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના નેતૃત્વમાં સંઘના હોદ્દેદ્દારો માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી રમણલાલ વોરાની નૂતન વર્ષે તા.૨૮/૧૦/૨૦૧૪ના રોજ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જેમાં મહામંડળ દ્વારા ૧૦૦ કલાક શ્રમદાન તેમજ સ્વચ્છતા અભિયાનના ઠરાવ શ્રી પંકજભાઈએ મંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા.
     તદુપરાંત તા. ૩૧/૧૦/૨૦૧૪ના રોજ યોજાનાર 'રન ફોર યુનીટી' તેમજ તા. ૨૦, ૨૧, ૨૨ નવેમ્બરના ગુણવતા સુધારણા કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉત્સાહપૂર્વક સહભાગી બનશે તેવી ખાતરી શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને આપી હતી.
     એન્ટ્રી લેવલ પે સ્કેલ તેમજ ૨૦ વર્ષે ઉદ્યોગ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ પ્રશ્નોના ૧૫ દિવસમાં ઉકેલ લાવવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
     શ્રી સૌરભભાઈ પટેલ અને શ્રી નીતિનભાઈ પટેલની મુલાકાતમાં પણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રશ્નો અંગે રજૂઆત કરતા તેમણે પણ આ પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે ઘટતું કરવા જણાવેલ છે.
 શ્રી પંકજભાઈ પટેલ
   પ્રમુખશ્રી
   ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ

ગાયત્રી ચાલીસા (જુઓ વીડિયો)


                          હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ.
શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ.
જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ.
પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ.
ભૂર્ભુવ: સ્વ: ` યુત જનની
ગાયત્રી નિત કલિમલ દહની.
અક્ષર ચોબીસ પરમ પુનિતા
ઈનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા.
શાશ્વત સતોગુણી સતરૂપા
સત્ય સનાતન સુધા અનુપા
હંસારૂઢ શ્વેતાંબર ધારી
સ્વર્ણકાંતિ સુચિ ગગન બિહારી
પુસ્તક પુષ્પ કમંડલ માલા
શુભ્રવર્ણ તનુ નયન વિશાલા
ધ્યાન ધરત પુલકિત હિય હોઈ
સુખ ઉપજત દુ:ખ દુરમિત ખોઈ
કામધેનું તુમ સુર તરૂ છાયા
નિરાકારકી અદભુત માયા
તુમ્હારી શરણ ગહૈ જો કોઈ
તરૈ સકલ સંકટ સો સોઈ
સરસ્વતી લક્ષ્મી તુમ કાલી
દિપૈ તુમ્હારી જ્યોતિ નિરાલી
તુમ્હારી મહિમા પાર ન પાવૈ
જો શારદ સતમુખ ગુણ ગાવૈ
ચાર વેદ કી માતુ પુનિતા
તુમ બ્રહ્માણી ગૌરી સીતા
મહામંત્રે જીતને જગ માહી
કોઉ ગાયત્રી સમ નાહિ
સુમરન હિય મે જ્ઞાન પ્રકાશે
આલસ પાપ અવિદ્યા નાસૈ
સૃષ્ટિ બીજ જગ જનની ભવાની
કાલરાત્રિ વરદા કલ્યાણી
બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જે તે
તુમસો પાવૈ સુરતા તેતે
તુમ ભક્તન કી ભક્ત તુમ્હારે
જનનિહિં પુત્ર પ્રાણ તે પ્યારે
મહિમા અપરંપાર તુમ્હારી
જય જય જય ત્રિપદા ભય હારી
પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના
તુમ સબ અધિક ન જગ મે આના
તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા
તુમ્હી પાય કુછ રહિ ન કલેશા
જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ
પારસ પરસિ કુધાતુ સુહાઈ
તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ
માતા તુમ સબ ઠૌર સમાઈ
ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે
સન ગતિવાન તુમ્હારી પ્રેરે
સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા
પાલક, પોષક, નાશક ત્રાતા
માતેશ્વરી દયા વ્રત ધારી
તુમ સન તરે પાતકી ભારી
જાપાર કૃપા તુમ્હારી હોઈ
તાપાર કૃપા કરે સબ કોઈ
મંદ બુધ્ધિ તે બુદ્ધિ બલ પાવૈ
રોગી રોગ રહિત હો જાવે
દારિદ્ર મિટૈ કટૈ સબ પીરા
નાશૈ દુ:ખ હરૈ ભવ ભીરા
ગ્રહ ક્લેશ ચિત ચિંતા ભારી
નાસૈ ગાયત્રી ભય હારી
સંતતિ હીન સુસંતતિ પાવૈ
સુખ સંપત્તિ યુત મૌદ મનાવે
ભૂત પિશાચ સબ ભય ખાવૈ
યમ કે દૂત નિકટ નહિ આવે
જો સવધા સુમિરે ચિત લાઈ
અછત સુહાગ સદા સુખદાઈ
ઘર વર સુખપ્રદ લહૈ કુમારી
વિધવા રહે સત્ય સત્ય વ્રત ધારી
જ્યતિ જ્યતિ જગદંબા ભવાની
તુમ સબ ઔર દયાલુ ન દાની
જો સદગુરૂ સો દિક્ષા પાવૈ
સો સાધન કો સફલ બનાવે
સુમિરન કરે સુરૂચિ બડભાગી
લહૈ મનોરથ ગૃહી વિરાગી
અષ્ટ સિધ્ધિ નવ નિધિ કી દાતા
સબ સમર્થ ગાયત્રી માતા
ઋષિ, મુનિ, યતિ, તપસ્વી, યોગી
આરત, અર્થી, ચિતિંત ભોગી
જો જો શરણ તુમ્હારી આવૈ
સો સો મન વાંછિત ફલ પાવૈ
બલ, બુધ્ધિ, વિદ્યા, શીલ, સ્વભાઉ,
ધન, વૈભવ, યશ તેજ ઉછાઉ
સકલ બઢૈ ઉપજે સુખ નાના
જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના.
યહ ચાલિસા ભક્તિયુત પાઠ કરૈ જો કોય
તાપાર કૃપા પ્રસન્નતા, ગાયત્રી કી હોય
` ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય
ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત.

સમૃદ્ધિ માટે ગૃહલક્ષ્મીનું પૂજન કરીએ (કેળવણીના કિનારે)

 સમૃદ્ધિ માટે ગૃહલક્ષ્મીનું પૂજન કરીએ (કેળવણીના કિનારે)
હમણાં જ દિવાળીનું પર્વ આપણે સૌએ ઊજવ્યું. આ પર્વમાં ધનતેરસથી ભાઈબીજ સુધીના વિવિધ તહેવારોની ઉજવણી આપણે વિવિધ રીતે પારંપરિક રીતે કરીએ છીએ. જેમાં ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. આ દિવસે સૌ હિન્દુઓ મા લક્ષ્મીનું પૂજન કરે છે. એટલે કે ચોક્કસ સમયે લક્ષ્મીજીની ર્મૂિતનું પૂજન કરે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ ચાંદીના સિક્કા, સોનું કે અન્ય કીમતી વસ્તુઓનું પૂજન કરે છે. સાથે ચોક્કસ શ્લોકગાન સાથે આરતી પણ ઉતારે છે. આ કરવા પાછળનું કારણ એ છે કે, સૌ ઈચ્છે છે કે પોતાના ઘરમાં લક્ષ્મીનો વાસ રહે, લક્ષ્મી સતત કૃપા વરસાવે. એટલે કે આર્િથક રીતે પોતાનું ઘર ઉન્નત રહે. લક્ષ્મી એટલે પૈસા. આમ મા લક્ષ્મીની પૂજા અર્ચના દ્વારા તેમને મનાવવાનો કે રીઝવવાનો પ્રયત્ન સૌ લોકો કરે છે. અહીં માન્યતા કરતા શ્રદ્ધા અગત્યનો ભાગ ભજવે છે. કુટુંબના સૌ સભ્યો ભાવુક બનીને પોતાના કુટુંબની આર્િથક સ્થિતિ વધારે સમૃદ્ધ બને તે માટે મા લક્ષ્મીનું પૂજન કરે છે.
પરંતુ અમદાવાદમાં રહેતો એક પરિવાર આ દિવસને અનન્ય રીતે ઉજવે છે. તેમની માન્યતા પ્રમાણે ઘરની ખરી લક્ષ્મી તો દીકરી અને પુત્રવધૂ છે. ઘરને જો ઉજ્જવળ રાખવું હોય, ઘરને જો શોભાયમાન બનાવવુ હોય અને સમૃદ્ધ બનાવવું હોય તો ઘરમાં રહેલી લક્ષ્મીરૂપી દીકરી અને ઘરમાં વહુ બનીને આવેલી અન્ય દીકરીને માનસન્માન આપવું જોઈએ. જેથી આ પરિવાર ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ર્મૂિત કે અન્ય સોના-ચાંદીની વસ્તુઓના પૂજનની સાથે પોતાની દીકરી અને પોતાના ઘરમાં દીકરી તરીકે આવેલી પુત્રવધૂના પગલાંનું પૂજન કરે છે.

29 ઑક્ટોબર, 2014

બેસ્ટ બ્લોગ સર્વેનું પરિણામ જાહેર -છટ્ઠુ ( 6th ) સ્થાન " પુરાણ ગોંડલિયા "ને મળેલ છે.

બેસ્ટ બ્લોગ સર્વેનું પરિણામ જાહેર
મિત્રો,
ફન જ્ઞાન દ્વારા બેસ્ટ બ્લોગનું સર્વેક્ષણ થયું તેમાં
 છટ્ઠુ ( 6th ) સ્થાન " પુરાણ ગોંડલિયા  "ને મળેલ છે. 
ખૂબ-ખૂબ ધન્યવાદ


NTSE અને NMMS હૉલ ટિકિટ માટે

   NTSE અને NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરેલ હોવા છતાં હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં પરીક્ષા ફી ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.comપર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૯.૧૦.૨૦૧૪ ના સાંજે ૧૭:૦૦ કલાક પછી ડાઉનલોડ કરી શકશે.
  State Examination Board - Gandhinagar Government of Gujarat clik here

Rojgar Samachar (Date :29/1/2014)
DownloadRojgar_Samachar(E-Paper ) For Latest News About Recruitment, Careers & Guidance, GK

To Download RojgarSamachar ( PDF) ..... 
Click Here




 
તમે ક્યારેય અરીસામાં તમારા અત્યંત થાકેલ અને ગ્લાનિમય ચહેરાને ધ્યાનથી જોયો છે? ક્યારેક જોશો તો સમજાશે કે જીવન પાસેથી જે મેળવવાનું છે તે તમે મેળવવું ભૂલી ગયા છો. તમારા અત્યંત ધમાલભર્યા જીવનમાં તે તમે ભૂલી ગયા છો.
પણ યાદ રાખજો
, બધું રાહ જોઈ શકે છે, પણ આ ઝપાટાબંધ વહી જતું જીવન કોઈની રાહ જોતું નથી. તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે. હજી જેટલો સમય બાકી છે એમાં જીવનમાંથી જે મેળવવા જેવું છે તે શાંતિ અને આનંદ મેળવી લો
નીચેનું વાક્ય ધ્યાનથી વાંચો. બને તો એને એક કાગળની ચબરખીમાં લખી લો અને ઝૂલતી ખુરશીમાં કે આરામખુરશીમાં બેસીને ફરી ફરીને વાંચો
Enjoy yourself for it is later than you think.

જીવનમાંથી આનંદ લૂંટો કારણ તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે.


મનની એકાગ્રતા
સ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય . નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું . છોકરાઓને વિશ્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા .
છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવો .જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ થયો.
 
સ્ટેશન આવે તે પહેલા રેલવે વિભાગ ફોન કરીને ઉઠાડશે, જાણો શું છે આ સુવિધા
 સ્ટેશન આવે તે પહેલા રેલવે વિભાગ ફોન કરીને ઉઠાડશે, જાણો શું છે આ સુવિધા
તમે ટ્રેનમાં રાત્રી દરમિયાન મુસાફરી કરતા હોવ તો તમારા સ્ટેશન આપવવાના સમયે તમે અલાર્મ ચોક્કસથી મુકતા હશો. તો હવે તમારે અવુ કરવાની જરૂર નથી કારણ કે રેલવે વિભાગ દ્વારા આ મુશ્કેલી દુર કરવા માટે એક વેક અપ અલાર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા પ્રમાણે વ્યક્તિને જે સ્ટેશન પર પહોંચવાનં હોય તેના અડધો કલાક પહેલા રેલવે વિભાગ દ્વારા ફોન કરીને માહિતગાર કરવામાં આવશે. આટલું જ નહિં યાત્રીને જગાડવા માટે પણ રેલવે અલાર્મની સુવિધા આપવાની છે.
ઘણી વખતે મોડી રાતે અથવા વહેલી સવારે સ્ટેશન પહોચનારી રેલવેમાં યાત્રીઓ ઉંઘી ગયા હોવાથી તેઓ બીજા સ્ટેશન પહોંચી જાય છે. રેલવે વિભાગે આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે. રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આઈવીઆર ટેક્નોલોજી સાથે જોડીને અલાર્મ સુવિધા શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેની આ સેવાઓ લેવા માટે મુસાફરોએ આઈઆરસીટીસીના 139 નંબર પર પોતાના મોબાઈલથી કોલ અથવા એસએમએસ કરવાનો રહેશે. નંબર ડાયલ કર્યા પહેલાં ભાશા પસંદ કરવાની રહેશે.
ડેસ્ટિનેશન અલર્ટ માટે પહેલા 7 નંબર દબાવવાનો રહેશે અને પછી 2 નંબર દબાવવાનો રહેશે. યાત્રીને તેના 10 અંકનો પીએનઆર નંબર પણ પુછવામાં આવશે. પીએનઆર નંબર ડાયલ કર્યા પછી તેને કન્ફોર્મ કરવા માટે 1 નંબર ડાયલ કરવાનો રહેશે. મુસાફર 139 નંબર પર કસ્ટમર કેરના પ્રતિનિધી સાથે વાત કરીને પણ એલર્ટની સુવિધા મેળવી શકે છે. તે માટે તેણે પ્રતિનિધીને પીએનઆર અને મોબાઈળ નંબર આપવાનો રહેશે. બંને નંબર કન્ફોર્મ થયા પછી આ સુવિધા આપવામાં આવશે. 

હળદરના આ ઉપયોગોથી ચમકી ઉઠશે ત્વચા






હળદરનો ઉપયોગ દાળ-શાકમાં ભલે થતો હોય પણ એની ખાસિયત એટલી મોટી છે કે એના વિશે એક આખો ગ્રંથ લખી શકાય. મેડિકલ ર્ટિમનોલોજીમાં ટર્મરિક તરીકે ઓળખાતી હળદર પર અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ૪૦૦૦ પુસ્તકો લખાયાં છે તો ખાલી હળદરને ધ્યાનમાં રાખીને અત્યારે સૌથી વધુ વેબસાઇટ ચાલી રહી છે. આ જ હળદરની સૌથી મહત્ત્વની વાત જો કોઈ હોય તો એ છે કે આયુર્વેદમાં જેનું મહત્ત્વ સૌથી વધુ દેખાડવામાં આવ્યું છે એ હળદર દુનિયાના નેવું દેશોમાં ઊગે છે પણ વાવેતરની બાબતમાં હળદરમાં ભારતનું સ્થાન સૌથી આગળ પડતું છે. દુનિયામાં થતા હળદરના પાકમાં ભારત એકલું ચાલીસ ટકા જેટલો પાક આપે છે. આ પાક પૈકીનો મોટાભાગનો પાક ખાવામાં વપરાય છે જ્યારે માત્ર ૪ ટકા હળદરનો ઉપયોગ આયુર્વેદમાં થઈ રહ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં હળદરનો ઉપયોગ હવે રોજિંદા વપરાશમાં વધારવાની સલાહ ડોક્ટર આપી રહ્યા છે અને આ જ કારણે હવે એ દેશોમાં હળદરની કેપ્સ્યૂલનું ચલણ વધવા માંડયું છે. આપણે ત્યાં જે રીતે અશ્વગંધા અને શિતોપલાદી જેવાં ચૂર્ણની કેપ્સ્યૂલ મળે છે એની જેમ જ. હળદરની પોપ્યુલારિટી માટે સાયન્સ ઓફ મોડર્ન વર્લ્ડ નામના એક મેડિકલ સોવેનિયરમાં લખાયું છે કે, આવતાં વર્ષોમાં હળદરનું મહત્વ ડ્રાયફ્રૂટ્સ જેટલું વધી શકે છે અને જો એવું થયું તો હળદરના માર્કેટમાં પણ જબરદસ્ત વધારો થશે અને ડિમાન્ડની સાથે એના ભાવ પણ વધશે.
ઉપયોગો

  • ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે.
  • હળદર, સુખડ, રસાંજનનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું
  • હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા  સુંદર  અને તેજસ્વી બને.
  • વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ – ચકામાં,  કુંડાળાં મટે છે.
  • હળદર, નિર્મળીનાં બી,લોધ્ર, મજિઠના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.
  • ખીલમાં હળદર, મજિઠ, ધાણાં,સરસવ લોધ્ર, કપૂરકાચલી, નિર્મળીનાં બી વગેરેને ગુલાબજળ સાથે  ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે.
  • લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા  મોટા, પાકેલા ખીલ પણ મટે છે.
  • હળદર, લોધ્ર, જાંબુનાં પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિકસ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો  થાય છે.
  • શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી.
  • ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ,  ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.
  • અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં  ભેળવીને લગાવી
  • ૧૦ મિનિટ બાદ નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલમુકત  બને છે.
  • ખોડો મટતો ન હોય કે વાળ બરછટ, કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં  ઉકાળી, મલમ બનાવી વાળમાં લગાવો.

Get Update Easy