HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 ઑક્ટોબર, 2014

NTSE અને NMMS હૉલ ટિકિટ માટે

   NTSE અને NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરેલ હોવા છતાં હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં પરીક્ષા ફી ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.comપર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૯.૧૦.૨૦૧૪ ના સાંજે ૧૭:૦૦ કલાક પછી ડાઉનલોડ કરી શકશે.
  State Examination Board - Gandhinagar Government of Gujarat clik here

Rojgar Samachar (Date :29/1/2014)
DownloadRojgar_Samachar(E-Paper ) For Latest News About Recruitment, Careers & Guidance, GK

To Download RojgarSamachar ( PDF) ..... 
Click Here




 
તમે ક્યારેય અરીસામાં તમારા અત્યંત થાકેલ અને ગ્લાનિમય ચહેરાને ધ્યાનથી જોયો છે? ક્યારેક જોશો તો સમજાશે કે જીવન પાસેથી જે મેળવવાનું છે તે તમે મેળવવું ભૂલી ગયા છો. તમારા અત્યંત ધમાલભર્યા જીવનમાં તે તમે ભૂલી ગયા છો.
પણ યાદ રાખજો
, બધું રાહ જોઈ શકે છે, પણ આ ઝપાટાબંધ વહી જતું જીવન કોઈની રાહ જોતું નથી. તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે. હજી જેટલો સમય બાકી છે એમાં જીવનમાંથી જે મેળવવા જેવું છે તે શાંતિ અને આનંદ મેળવી લો
નીચેનું વાક્ય ધ્યાનથી વાંચો. બને તો એને એક કાગળની ચબરખીમાં લખી લો અને ઝૂલતી ખુરશીમાં કે આરામખુરશીમાં બેસીને ફરી ફરીને વાંચો
Enjoy yourself for it is later than you think.

જીવનમાંથી આનંદ લૂંટો કારણ તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે.


મનની એકાગ્રતા
સ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય . નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું . છોકરાઓને વિશ્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા .
છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવો .જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ થયો.
 
સ્ટેશન આવે તે પહેલા રેલવે વિભાગ ફોન કરીને ઉઠાડશે, જાણો શું છે આ સુવિધા
 સ્ટેશન આવે તે પહેલા રેલવે વિભાગ ફોન કરીને ઉઠાડશે, જાણો શું છે આ સુવિધા
તમે ટ્રેનમાં રાત્રી દરમિયાન મુસાફરી કરતા હોવ તો તમારા સ્ટેશન આપવવાના સમયે તમે અલાર્મ ચોક્કસથી મુકતા હશો. તો હવે તમારે અવુ કરવાની જરૂર નથી કારણ કે રેલવે વિભાગ દ્વારા આ મુશ્કેલી દુર કરવા માટે એક વેક અપ અલાર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા પ્રમાણે વ્યક્તિને જે સ્ટેશન પર પહોંચવાનં હોય તેના અડધો કલાક પહેલા રેલવે વિભાગ દ્વારા ફોન કરીને માહિતગાર કરવામાં આવશે. આટલું જ નહિં યાત્રીને જગાડવા માટે પણ રેલવે અલાર્મની સુવિધા આપવાની છે.
ઘણી વખતે મોડી રાતે અથવા વહેલી સવારે સ્ટેશન પહોચનારી રેલવેમાં યાત્રીઓ ઉંઘી ગયા હોવાથી તેઓ બીજા સ્ટેશન પહોંચી જાય છે. રેલવે વિભાગે આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે. રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આઈવીઆર ટેક્નોલોજી સાથે જોડીને અલાર્મ સુવિધા શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેની આ સેવાઓ લેવા માટે મુસાફરોએ આઈઆરસીટીસીના 139 નંબર પર પોતાના મોબાઈલથી કોલ અથવા એસએમએસ કરવાનો રહેશે. નંબર ડાયલ કર્યા પહેલાં ભાશા પસંદ કરવાની રહેશે.
ડેસ્ટિનેશન અલર્ટ માટે પહેલા 7 નંબર દબાવવાનો રહેશે અને પછી 2 નંબર દબાવવાનો રહેશે. યાત્રીને તેના 10 અંકનો પીએનઆર નંબર પણ પુછવામાં આવશે. પીએનઆર નંબર ડાયલ કર્યા પછી તેને કન્ફોર્મ કરવા માટે 1 નંબર ડાયલ કરવાનો રહેશે. મુસાફર 139 નંબર પર કસ્ટમર કેરના પ્રતિનિધી સાથે વાત કરીને પણ એલર્ટની સુવિધા મેળવી શકે છે. તે માટે તેણે પ્રતિનિધીને પીએનઆર અને મોબાઈળ નંબર આપવાનો રહેશે. બંને નંબર કન્ફોર્મ થયા પછી આ સુવિધા આપવામાં આવશે. 

હળદરના આ ઉપયોગોથી ચમકી ઉઠશે ત્વચા






હળદરનો ઉપયોગ દાળ-શાકમાં ભલે થતો હોય પણ એની ખાસિયત એટલી મોટી છે કે એના વિશે એક આખો ગ્રંથ લખી શકાય. મેડિકલ ર્ટિમનોલોજીમાં ટર્મરિક તરીકે ઓળખાતી હળદર પર અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ૪૦૦૦ પુસ્તકો લખાયાં છે તો ખાલી હળદરને ધ્યાનમાં રાખીને અત્યારે સૌથી વધુ વેબસાઇટ ચાલી રહી છે. આ જ હળદરની સૌથી મહત્ત્વની વાત જો કોઈ હોય તો એ છે કે આયુર્વેદમાં જેનું મહત્ત્વ સૌથી વધુ દેખાડવામાં આવ્યું છે એ હળદર દુનિયાના નેવું દેશોમાં ઊગે છે પણ વાવેતરની બાબતમાં હળદરમાં ભારતનું સ્થાન સૌથી આગળ પડતું છે. દુનિયામાં થતા હળદરના પાકમાં ભારત એકલું ચાલીસ ટકા જેટલો પાક આપે છે. આ પાક પૈકીનો મોટાભાગનો પાક ખાવામાં વપરાય છે જ્યારે માત્ર ૪ ટકા હળદરનો ઉપયોગ આયુર્વેદમાં થઈ રહ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં હળદરનો ઉપયોગ હવે રોજિંદા વપરાશમાં વધારવાની સલાહ ડોક્ટર આપી રહ્યા છે અને આ જ કારણે હવે એ દેશોમાં હળદરની કેપ્સ્યૂલનું ચલણ વધવા માંડયું છે. આપણે ત્યાં જે રીતે અશ્વગંધા અને શિતોપલાદી જેવાં ચૂર્ણની કેપ્સ્યૂલ મળે છે એની જેમ જ. હળદરની પોપ્યુલારિટી માટે સાયન્સ ઓફ મોડર્ન વર્લ્ડ નામના એક મેડિકલ સોવેનિયરમાં લખાયું છે કે, આવતાં વર્ષોમાં હળદરનું મહત્વ ડ્રાયફ્રૂટ્સ જેટલું વધી શકે છે અને જો એવું થયું તો હળદરના માર્કેટમાં પણ જબરદસ્ત વધારો થશે અને ડિમાન્ડની સાથે એના ભાવ પણ વધશે.
ઉપયોગો

  • ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે.
  • હળદર, સુખડ, રસાંજનનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું
  • હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા  સુંદર  અને તેજસ્વી બને.
  • વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ – ચકામાં,  કુંડાળાં મટે છે.
  • હળદર, નિર્મળીનાં બી,લોધ્ર, મજિઠના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.
  • ખીલમાં હળદર, મજિઠ, ધાણાં,સરસવ લોધ્ર, કપૂરકાચલી, નિર્મળીનાં બી વગેરેને ગુલાબજળ સાથે  ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે.
  • લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા  મોટા, પાકેલા ખીલ પણ મટે છે.
  • હળદર, લોધ્ર, જાંબુનાં પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિકસ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો  થાય છે.
  • શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી.
  • ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ,  ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.
  • અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં  ભેળવીને લગાવી
  • ૧૦ મિનિટ બાદ નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલમુકત  બને છે.
  • ખોડો મટતો ન હોય કે વાળ બરછટ, કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં  ઉકાળી, મલમ બનાવી વાળમાં લગાવો.

Get Update Easy