આજનો વિચાર
What lies behind us & what lies before us are tiny matters compared to what lies within us.-Ralph Waldo Emersonસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ
- જીવન પરિચય ગુજરાતીમાં ડાઉનલોડ કરો
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો |
૧પ ઓગસ્ટ-૧૯૪૭ થી ૧પ ડિસેમ્બર-૧૯પ૦ દરમિયાન સાડા ૩ વર્ષની નાયબ વડાપ્રધાન તરીકેની શાસન શૈલી અને કાર્ય દક્ષતાથી લોકો ભારે પરિચીત
તા. ૩૧ ઓકટોબરને શુક્રવારે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી છે.ખેડાની
ખડતલ ખમીરવંતી ધરતી, એમાંય ખ્યાતનામ નડિયાદ નગરે ૩૧મી ઓકટોબર ૧૮૭પમાં
જન્મેલા વલ્લભભાઇ પટેલ આજે હયાત હોત તો ૧૩૮ વર્ષના થયા હોત. ગાંધીજીના
પ્રભાવથી લાખો રૂપિયાની આવકવાળી વકીલાતનો સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરી
ગુજરાતના આ મહાન સપૂતે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી
દીધું.
એમ
કહેવાય છે કે આપણે ઇતિહાસપ્રિય નથી. બહુ પ્રાચીન હોય તેવી ઇતિહાસની વાતો
આપણે યાદ કરીએ છીએ. રામ અને કૃષ્ણને અવતાર તરીકે પૂજીએ છીએ પણ હવે પછી જેઓ
અવતાર તરીકે ગણાવાના છે તેવા ગાંધીજી અને સરદારને આપણે ભૂલવા લાગ્યા છીએ.
આ બંનેને આપણે તેમના જન્મદિને જ યાદ કરીએ છીએ. તેમના ગુણગાન ગાઇએ છીએ.
તેમને સ્મરણાંજલિ આપીએ છીએ. પછી તેમને બીજા જન્મદિન સુધી કબાટમાં શોભાના
રમકડાંની ગોઠવી દઇએ છીએ.
આઝાદી
આંદોલનની અનેક લડતોના સફળ સેનાની અને સ્વરાજય પછીના ભારત સરકારના નાયબ
વડાપ્રધાન પદના સફળ સુકાની તરીકે સરદારની સિદ્ધિઓનું જે પ્રમાણમાં
અભ્યાસલક્ષી મૂલ્યાંકન થવું જોઇએ તે થયું નથી. સ્વાતંત્ર સંગ્રામની વાત
જવા દઇએ. પણ ૧પ ઓગસ્ટ ૧૯૪૭ થી ૧પ ડિસેમ્બર ૧૯પ૦ના સાડા ત્રણ વર્ષથી પણ
ઓછા સમયગાળાની નાયબ વડાપ્રધાન તરીકેની એમની શાસન શૈલી, કાર્યદક્ષતા અને
વહીવટી દક્ષતાથી પણ પ્રજા સુપેરે પરિચિત નથી.
બ્રિટિશ
હકુમત હેઠળથી હિન્દુસ્તાન મુકત થયું પણ એ મુકિત કાચાપોચા માણસો માટે
મોટી આપતિ બની જાત. આજે આપણે જે નેતાઓ જોઇએ છીએ તેવા નેતાઓના હાથમાં જો
આઝાદી મુકાઇ હોત તો હિન્દુસ્તાન ભારત ન બની શકયું હોત. હિન્દુસ્તાનને
અખંડ ભારત બનાવનાર સરદાર પટેલ હતા એમ કહેવામાં અતિરાયોકિત નથી. પ૦૦ થી પણ
વધારે રજવાડાંને સમજાવીને હિન્દુસ્તાનની સાથે જોડી દેવાની સિદ્ધિ મુગટમાં
મોહપીચ્છ સમાન છે. આ એમની બહુ મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિએ તેમને
વિશ્વપુરૂષ બનાવ્યા. પરંતુ આ સિદ્ધિથી તો બધા પરિચિત છે જ. પરિચિત નથી એવી
પણ કેટલીક સિદ્ધિઓ છે. આજના સંદર્ભમાં એનું અવલોકન આવશ્યક છે.
વિલિનીકરણની
પૂર્વભૂમિકારૂપ એવી એક વાત આપણને યાદ નથી. જુન, ૧૯૪૭માં બ્રિટિશ સરકારે
હિન્દુસ્તાનને ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સ્વતંત્રતા આપવાની જાહેરાત કરેલી.
પ્રથમ સ્વાતંત્ર્ય દિન આવવાની અઢી મહિના બાકી હતા. દેશમાં આવેલા રજવાડાં
પણ મુકત થવાનાં હતાં મોટી અરાજકતા ઉભી થાય તેવાં એંધાણો દેખાતાં હતાં.
અંગ્રેજો બળતામાં ઘી હોમવાનું કામ કરતા હતા. હિન્દુ-મુસ્લિમ એકતાને તોડી
હતી. હવે હિન્દુઓ અંદરોઅંદર લડીને બળી મરે એ હોળી જોવા પણ તેઓ આતુર હતા.
આવી પરિસ્થિતિમાં રજવાડા સાથે કોઇક સમજૂતી સાધવાની જરૂર હતી. આ સ્થિતિમાં
નેતાઓ જાગૃત હતા. અને સરદાર તેમના અગ્રેસર હતા. સરદાર સાહેબે આ સમજૂતી
સિદ્ધ કરી. વિલિનીકરણની ભીતરની આ સિદ્ધિ એટલી વિરલ છે ? પંદરમી ઓગસ્ટ,
૧૯૪૭ના દિવસે ત્રિરંગો લાલ કિલ્લા ઉપર લહેરાયો. સતાની અદલા બદલી
વ્યવસ્થિત રીતે થઇ શકી. સરદાર સાહેબની આ સિદ્ધિથી કેટલા પરિચિત હશે ?
વિલિનીકરણની
વાત બે જણ સ્વીકારતા ન હતા. જુનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ. આ
બંનેને પાકિસ્તાન બનવું હતું જો એમ થાય તો હિન્દુસ્તાનના શરીર ઉપર
કેન્સરની બે ગાંઠો વકરે. સરદારને આ માન્ય ન હતું. યેનકેન પ્રકારે એ
બંનેના સ્વપ્નો સિદ્ધ ન થાય તે માટે સરદારે મનમાં ગાંઠ વાળી હતી. તેમ
કરવા માટે બળનો ઉપયોગ કરવો પડે. પોલીસ કદમ ઉઠાવતાં પડે. સરદારે તેમ કરવાનું
નકકી કરી નાખ્યું હતું પણ તેમાં અવરોધ હતો નહેરૂ અને માઉન્ટબેટનનો
ગાંધીજી પણ બળનો ઉપયોગ ન સ્વીકારે. આ પરિસ્થિતી સરદાર માટે ભારે
મૂંઝવણવાળી હતી. છતાં તેઓ મકકમ રહયા. બળનો ઉપયોગ કર્યો. નિઝા અને નવાબને
નમાવ્યાં. જોડાણખત ઉપર સહીઓ કરાવી લીધી. આમ કેન્સરની ગાંઠોને ફૂટવા જ ન
દીધી. અત્યારે આ કોઇ કરી શકયું હોત ?
૧૯૪૭માં
કોમી રમખાણોમાં સરદાર સાહેબે જે કામ કરેલું તેનાથી પણ આપણે બધાં ખાસ
પરિચિત નથી. સરદાર તે વખતે ભારતના નાયબ વડાપ્રધાન હતા. સાથે સાથે તેઓ ગૃહ
પ્રધાન પણ હતા. દીલ્હીમાં રમખાણોએ માઝા મૂકી હતી. શેરીએ શેરીએ મડદાં
રઝળતાં હતાં. સલામતીના નામે મીંડું જણાતું હતું. વહીવટીતંત્ર તુટી પડયું
હતું. સરદાર સાહેબની નીંદ વેરણ થઇ ગઇ હતી. ચારેબાજુથી તેઓ ઘેરાઇ ગયા હતા.
પોલીસ તંત્ર વેરવિખેર થઇ ગયું હતું મુસ્લિમ પોલીસો અને અધિકારીઓમાંથી ઘણાએ
પાકિસ્તાન જવાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. એટલે સ્થિતિ વધુ બગડી હતી.
ગાંધીજી આગળ સરદાર સાહેબ વિરૂધ્ધ ફરિયાદો થતી હતી. મુસ્લિમ નેતાઓ
ગાંધીજીને કહેતા કે સરદાર કોમવાદી રીતે વર્તે છે. જવાહરલાલ પણ અકળાઇ ઉઠતા
અને ફરિયાદી બની ગાંધીજી પાસે દોડી જતા. આવા અગ્નિકુંડમાં સરદાર સ્થિર
રહયા. ધીર રહયા, વીર રહયા. વહીવટીતંત્ર સક્ષમ કરવાનું સરદારે બીડું
ઝડપ્યું. એચ. એમ. પટેલ તેમની પડખે હતા. સરદારે આ નીર્ણય એક જ કલાકમાં લઇ
લીધેલો. નવુ માળખું કેવું અને કેવી રીતે ગોઠવવું તે નકકી કરી લીધું. બીજે
દિવસે સંકટકાલીન સમિતિમાં સરદાર સાહેબે આ માટેની દરખાસ્ત મૂકી. સમિતિએ
તેનો તત્કાળ સ્વીકાર કરી લીધો. વહીવટીતંત્રની પુર્નરચના કરાઇ. થોડા
કલાકોમાં જ તેની અસર વર્તાવા માંડી. એચ. એમ. પટેલ તે સમયે સરદારની સાથે
હતા. એટલે તેઓ તેના સાક્ષી છે. કદાચ તેઓ જ આ સિદ્ધિ પ્રકાશમાં લાવ્યા છે.
ભારતના
બંધારણને આપણે યાદ કરવું જોઇએ. યાદ રહે કે ૨૬ જાન્યુઆરી, ૧૯પ૦ના રોજ
પ્રજાસતાક ભારત અસ્તિત્વમાં આવ્યુ. ત્યાં સુધી તો તે હિન્દુસ્તાન
હતું. હિન્દુસ્તાનને ભારતનું નામ આપનાર આપણું બંધારણ છે. આ બંધારણને
કેટલીક કલમોનો યશ સરદારને આપવો જોઇએ. બંધારણ ઘડનાર બંધારણ સભાના અધ્યક્ષ
હતા. ડો. રાજેન્દ્રપ્રસાદ. કલમ ૩પ૪ અને ૩પ૬નો સમાવેશ કરાવનાર કોણ ? સરદાર
પટેલ ! સરદાર માનતા હતા કે હિન્દુસ્તાને વિકાસ કરવો હોય તો કેન્દ્ર
સરકાર મજબુત હોવી જોઇએ. કલમ ૩પ૪ અને ૩પ૬ કેન્દ્ર સરકારને મજબુત કરાવે છે.
રાજયો બંધારણને વફાદાર રહીને વહીવટ ચલાવે તે જોવાની જવાબદારી કેન્દ્ર
સરકારને આ કલમો દ્વારા મળે છે. જો કે સરદાર સાહેબના ગયા પછી આ કલમોનો
દુરૂપયોગ થયો છે. આવી જ બીજી એક કલમ રાજવીઓનાં સાલીયાણાં અંગેની છે. સરદાર
વચનપ્રિય હતા. કોઇપણ ભોગે વચન પાળવું એ એમનો સ્વભાવ હતો. રાજય છોડી દેવા
બદલ દરેક રાજવીને યોગ્ય સાલિયાણું મળશે એવું વચન સરદારે આપ્યું હતું. આ
કલમ બંધારણમાં દાખલ કરાવવા માટે પણ સરદારને લડવું પડેલું. જવાહરલાલે તેનો
વિરોધ કરેલો. તેમણે કહયું કે ભવિષ્યની સરકારો ઉપર આ જવાબદારી નાખવી જોઇએ
નહી. સરદારે કહયું કે ‘એમ કહીએ તો વિશ્વાસઘાત કર્યો કહેવાય !' આપણે જાણીએ
છીએ કે પાછળથી સાલિયાણાં બંધ કરી દેવાયા છે.
સરકારી
નોકરીયાતો સરદારના ભારે ઋણી છે તેની કેટલાને ખબર હશે ? સરકારી નોકરીયાતો
માટે બંધારણમાં ૩૧૧ અને ૩૧૪ એમ બે કલમો છે. એ કલમોના સ્વીકાર માટે સરદારને
ઝૂમવું પડયું હતું. ૩૧૧મી કલમ ન હોત તો રાજકીય આગેવાનો નિરંકુશ બની જાત
અને સરકારી અધિકારીઓ અન્યાયી શિક્ષાઓના ભોગ બની જાત. ૩૧૪મી કલમનો વિરોધ
ખુદ અનંતરાયનમ આયંગરે કરેલો. તેઓ લોકસભાના અધ્યક્ષ હતા. તેમણે કહેલું કે
સરકારી અધિકારીઓને બાંયધરી આપવાની વાત બહુ વિચિત્ર છે. બાંયધરીની આ વાત
જાણવા જેવી છે. હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે ૪૦૦ જેટલા સનદી અધિકારીઓ
એવા હતા કે જેમણે આઝાદીની લડતો દરમીયાન જુલમ કર્યો હતો. બંધારણસભાના કેટલાય
સભ્યોને જેમણે જેલમાં પૂર્યા હતા. સરદારે આ અધિકારીઓને વચન આપ્યું હતું
કે તમારા અધિકારો અને શરતો યથાવત સાચવી રાખવામાં આવશે. સરદારે આયંગર ઉપર જ
સીધો હુમલો કર્યો. તેમણે કહયું કે ‘આયંગરે ઠરાવ રજૂ કરીને આ તમામ
અધિકારીઓને રૂખસદ અપાવી દેવો જોઇએ અને પછી તમામ વહીવટ શૂન્યાવકાશમાં
ચલાવવો જોઇએ !' પછી તેમણે ધડાકો કર્યો ‘તમારે આ નોકરીયાત તંત્ર ન જોઇતું
હોય અથવા તેને ખતમ કરી નાખવાનું ઠરાવતા હો તો હું પણ આ નોકરીયાતો સાથે જ
ચાલ્યો જઇશે. આ બધા તો સમર્થ
માણસો છે અને પોતાની આજીવિકા રળી લેશે.' બંધારણ સભામાં સોપો પડી ગયો.
સરદારની વ્યવહારૂતા અને ઉદારતાનો બધાને અર્થ સમજાયો. ૩૧૪મી કલમ બંધારણનું
અંગ બની ગઇ. સરદાર સાહેબની આ ભાવનાનો પડઘો પડયો સોળમી ડિસેમ્બર, ૧૯પ૦ના
રોજ સરદાર સાહેબના મૃત્યુ પછીના દિવસે. સરદાર પટેલને અંજલી આપવા સરકારી
અધિકારીઓની એક વિરાટ સભા દિલ્હીમાં મળી હતી. સંખ્યા હતી ૧પ૦૦ જેટલી. સભા
અભૂતપૂર્વ હતી. તે પછી આવી સભા કયારેય મળી નથી. સરદારશ્રી નાયબ વડાપ્રધાન
હતા ત્યારે ભિન્ન અભિપ્રાય ધરાવતા સરદાર સાહેબના સચિવો પોતાની વિરોધ નોંધ
લખી શકતા હતા. તે વખતના સચિવો એચ. એમ. પટેલ, વિ.પી. મેનન, વિ. શંકર વગેરેએ
આવા સંખ્યાબંધ ઉદાહરણો પોતાના લેખમાં દર્શાવ્યા છે. સરદારે તેમના સચિવોને
આવી સ્વાધીનતા આપી હતી. પરંતુ વહીવટી દૃષ્ટિએ સરદારને કોઇ બનાવી જાય
એવું કદી બન્યું નથી. આજે સરદાર જેવા નેતાની વહીવટી સૂઝ અને સચિવોને આવી
સ્વાધીનતા કયાં દેખાય છે ? કેટલી સાચવી શકાઇ છે ? સરદારની આ સિદ્ધિ માટે
કેટલા તેમનું ઋણ સ્વીકારે છે. ?
આપણા
બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. એમાં મિલકત
ધરાવવાનો એક અધિકાર હતો. અત્યારે નથી, પણ પહેલા હતો એ કોને આભારી છે ?
સરદાર પટલને ? આ અધિકાર માટે પણ સરદાર બંધારણ સભામાં લડયા હતા. એ વખતે
તેમની લડાઇ હતી ખુદ જવાહરલાલ સાથે. જવાહરલાલ વ્યકિત સ્વતંત્ર્યના મહાન
પૂજક હતા પણ જમીન માલીકીના એટલા જ મોટા શત્રુ હતા. વળતર આપ્યા વગર જમીન
ખૂંચવી લેવાનો ખ્યાલ નહેરૂનો હતો. સરદારે તેનો શિરસોર્ટ વિરોધ કર્યો. આ
રીતે જમીન મેળવી લીધી. એટલે ચોરી કરવી કે લૂંટ કરવી એવું સરદાર માનતા હતા.
આખરે સરદાર સાહેબ આગળ સૌ ઝૂકયા. દુઃખની વાત છે કે સરદારના ગયા પછી આ મુદ્દે
બંધારણમાં જે સુધારા કરાયા છે તેને લીધે મીલકતનો અધીકાર છીનવાઇ ગયો છે.
કેટલા જાણે છે આ વાત?
સરદાર
સાહેબની આ બધી જાણી-અજાણી સિદ્ધિઓ તેમની એક બીજી સિદ્ધિ આગળ ઝાંખી પડી જાય
છે. ‘સરદાર' ફિલ્મનું એક દૃશ્ય છે કોંગ્રેસ કારોબારીનું. ગાંધીજી તેમાં
હાજર છે. તેમની એક બાજુ સરદાર છે. બીજી બાજુ જવાહરલાલ. આ કારોબારી જેને
કોંગ્રેસના પ્રમુખ બનાવે તે ભારતના વડાપ્રધાન બને. મોટી બહુમતી સરદારને
પક્ષે હતી. બીજા ઉમેદવાર હતા જવાહરલાલ. તેઓ ચિત્રમાં કયાંય જણાતા ન હતા.
તેમનો ચહેરો વિલાઇ ગયો હતો. પણ ધીરે ધીરે ગુસ્સો આગળ આવી રહયો હતો. સરદાર
ધીરગંભીર હતા. ધીરેથી ગાંધીજીએ એક કાપલી લીધી અને તેના ઉપર કંઇક લખ્યું.
સરદારને કાપલી વંચાવી. સરદાર તરત જ બોલ્યા : ‘હું મારી ઉમેદવારી પાછી
ખેંચું છું.' કાપલીમાં ગાંધીજીએ જવાહર પ્રમુખ બને તેવું લખ્યું હતું.
સરદારે આ ઇચ્છાને તરત જ શિરોમાન્ય કરી. પાંત્રીસ કરોડ ભારતીઓના નાથ
બનવાનું તેમણે ક્ષણ માત્રમાં છોડી દીધું. તે વખતના એક પણ નેતામાં આવો
ત્યાગ કરવાની શકિત ન હતી. ખુદ જવાહરલાલમાં પણ નહિ હોય ! સરદારના ત્યાગ
આગળ તેમની કઇ સિદ્ધિ ઝળકી ઉઠે ? સરદાર સાચા અર્થમાં સિપાહી હતા અને જીવનભર
તેમણે સિપાહીગીરી જીવી જાણી હતી. આ પછી તેમણે જવાહરલાલને પોતાના સેનાપતિ
ગણ્યા હતા. અનેક મતભેદો હોવા છતાં તેમણે જવાહરલાલ સર્વોપરિતા માન્ય રાખી
હતી. સરદાર સિવાય આ કોણ કરી શકે ? ભારતના ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન
હોવા છતાં સવા અકિંચન રહેવું, એ સરદાર સિવાય બીજું કોણ કરી શકે ? સરદાર
તપોસિદ્ધ હતા. તેને આપણે હજારો નયન કરવાં જોઇએ. જય સરદાર !.
આપ્રયોગનેભારેસફળતા
મળી છે ત્યારે હવેઆસફળતાનેઆગળધપાવતા આગામી સમયમાં ધોરણ-૯ અને૧૦ના વર્ગોને પણ
પ્રાથમિકશાળામાં ભેળવી દઈને સળંગ ધોરણ૧થી ૧૦ની શાળા બનાવવાની કવાયત હાથધરવામાં આવી
છે.પ્રાપ્ત થતી માહિતી મુજબરાજ્યનાંગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિકશાળાઓની સુવિધા
પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધનથી. એટલેપ્રાથમિક શિક્ષણમેળવ્યા બાદ હાઈસ્કુલની સુવિધા દુરહોવાથી
ધણા ગરીબ અનેમધ્યમવર્ગના પરિવારના બાળકોએમાધ્યમિક શિક્ષણથી વંચિત રહેવું પડે છે.આવી
સ્થિતિમાં સરકારદ્વારાધોરણ-૮નેપ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાનો સફળપ્રયોગ કરવામાં
આવ્યો છે ત્યારે હવે આપ્રયોગને સફળતા બાદઆગામી દિવસોમાં ધોરણ-૯ અને૧૦ના વર્ગોને પણ
પ્રાથમિકશાળાઓમાં ભેળવી દેવાની કવાયત હાથધરવામાં આવી છે. આ પ્રયોગ અમલી બનેતો
ગ્રામ્ય વિસ્તારોના બાળકોનેપોતાના ગામમાં જ ધોરણ-૧ થી ૧૦ સુધીનુંશિક્ષણ મફત ઉપલબ્ધ
બનશે. આ પ્રયોગમાટે રાજ્ય સરકારના શિક્ષણવિભાગેપ્રાયોગિક રીતે રાજ્યની ૫૦૦
પ્રાથમિકશાળાઓની પસંદગી કરી છે.જેમાં પ્રાયોગિક તબક્કે ધોરણ-૯ અને૧૦ના વર્ગો
પ્રાથમિકશાળામાં ભેળવી દેવામાં આવશે જો આપ્રયોગને સફળતા મળશે તો તેનેઆગામી
દિવસોમાં રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે.આ સંદર્ભે જરૂરી તમામ માહિતીશિક્ષણવિભાગનેમોકલીઆફવાસંયુક્તશિક્ષણનિયામકેતમામજિલ્લાપ્રાથમિકશિક્ષણાધિકારીઓને આદેશ આપી
દીધો છે. જે માહિતી મોકલવાની છે.