HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

30 ઑક્ટોબર, 2014

ગાયત્રી ચાલીસા (જુઓ વીડિયો)

Though of the day

સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના ,શુભભાવના રાખો.
 
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના નેતૃત્વમાં સંઘના હોદ્દેદ્દારો માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી રમણલાલ વોરાની નૂતન વર્ષે તા.૨૮/૧૦/૨૦૧૪ના રોજ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જેમાં મહામંડળ દ્વારા ૧૦૦ કલાક શ્રમદાન તેમજ સ્વચ્છતા અભિયાનના ઠરાવ શ્રી પંકજભાઈએ મંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા.
     તદુપરાંત તા. ૩૧/૧૦/૨૦૧૪ના રોજ યોજાનાર 'રન ફોર યુનીટી' તેમજ તા. ૨૦, ૨૧, ૨૨ નવેમ્બરના ગુણવતા સુધારણા કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉત્સાહપૂર્વક સહભાગી બનશે તેવી ખાતરી શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને આપી હતી.
     એન્ટ્રી લેવલ પે સ્કેલ તેમજ ૨૦ વર્ષે ઉદ્યોગ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ પ્રશ્નોના ૧૫ દિવસમાં ઉકેલ લાવવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
     શ્રી સૌરભભાઈ પટેલ અને શ્રી નીતિનભાઈ પટેલની મુલાકાતમાં પણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રશ્નો અંગે રજૂઆત કરતા તેમણે પણ આ પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે ઘટતું કરવા જણાવેલ છે.
 શ્રી પંકજભાઈ પટેલ
   પ્રમુખશ્રી
   ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ

ગાયત્રી ચાલીસા (જુઓ વીડિયો)


                          હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ.
શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ.
જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ.
પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ.
ભૂર્ભુવ: સ્વ: ` યુત જનની
ગાયત્રી નિત કલિમલ દહની.
અક્ષર ચોબીસ પરમ પુનિતા
ઈનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા.
શાશ્વત સતોગુણી સતરૂપા
સત્ય સનાતન સુધા અનુપા
હંસારૂઢ શ્વેતાંબર ધારી
સ્વર્ણકાંતિ સુચિ ગગન બિહારી
પુસ્તક પુષ્પ કમંડલ માલા
શુભ્રવર્ણ તનુ નયન વિશાલા
ધ્યાન ધરત પુલકિત હિય હોઈ
સુખ ઉપજત દુ:ખ દુરમિત ખોઈ
કામધેનું તુમ સુર તરૂ છાયા
નિરાકારકી અદભુત માયા
તુમ્હારી શરણ ગહૈ જો કોઈ
તરૈ સકલ સંકટ સો સોઈ
સરસ્વતી લક્ષ્મી તુમ કાલી
દિપૈ તુમ્હારી જ્યોતિ નિરાલી
તુમ્હારી મહિમા પાર ન પાવૈ
જો શારદ સતમુખ ગુણ ગાવૈ
ચાર વેદ કી માતુ પુનિતા
તુમ બ્રહ્માણી ગૌરી સીતા
મહામંત્રે જીતને જગ માહી
કોઉ ગાયત્રી સમ નાહિ
સુમરન હિય મે જ્ઞાન પ્રકાશે
આલસ પાપ અવિદ્યા નાસૈ
સૃષ્ટિ બીજ જગ જનની ભવાની
કાલરાત્રિ વરદા કલ્યાણી
બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જે તે
તુમસો પાવૈ સુરતા તેતે
તુમ ભક્તન કી ભક્ત તુમ્હારે
જનનિહિં પુત્ર પ્રાણ તે પ્યારે
મહિમા અપરંપાર તુમ્હારી
જય જય જય ત્રિપદા ભય હારી
પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના
તુમ સબ અધિક ન જગ મે આના
તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા
તુમ્હી પાય કુછ રહિ ન કલેશા
જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ
પારસ પરસિ કુધાતુ સુહાઈ
તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ
માતા તુમ સબ ઠૌર સમાઈ
ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે
સન ગતિવાન તુમ્હારી પ્રેરે
સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા
પાલક, પોષક, નાશક ત્રાતા
માતેશ્વરી દયા વ્રત ધારી
તુમ સન તરે પાતકી ભારી
જાપાર કૃપા તુમ્હારી હોઈ
તાપાર કૃપા કરે સબ કોઈ
મંદ બુધ્ધિ તે બુદ્ધિ બલ પાવૈ
રોગી રોગ રહિત હો જાવે
દારિદ્ર મિટૈ કટૈ સબ પીરા
નાશૈ દુ:ખ હરૈ ભવ ભીરા
ગ્રહ ક્લેશ ચિત ચિંતા ભારી
નાસૈ ગાયત્રી ભય હારી
સંતતિ હીન સુસંતતિ પાવૈ
સુખ સંપત્તિ યુત મૌદ મનાવે
ભૂત પિશાચ સબ ભય ખાવૈ
યમ કે દૂત નિકટ નહિ આવે
જો સવધા સુમિરે ચિત લાઈ
અછત સુહાગ સદા સુખદાઈ
ઘર વર સુખપ્રદ લહૈ કુમારી
વિધવા રહે સત્ય સત્ય વ્રત ધારી
જ્યતિ જ્યતિ જગદંબા ભવાની
તુમ સબ ઔર દયાલુ ન દાની
જો સદગુરૂ સો દિક્ષા પાવૈ
સો સાધન કો સફલ બનાવે
સુમિરન કરે સુરૂચિ બડભાગી
લહૈ મનોરથ ગૃહી વિરાગી
અષ્ટ સિધ્ધિ નવ નિધિ કી દાતા
સબ સમર્થ ગાયત્રી માતા
ઋષિ, મુનિ, યતિ, તપસ્વી, યોગી
આરત, અર્થી, ચિતિંત ભોગી
જો જો શરણ તુમ્હારી આવૈ
સો સો મન વાંછિત ફલ પાવૈ
બલ, બુધ્ધિ, વિદ્યા, શીલ, સ્વભાઉ,
ધન, વૈભવ, યશ તેજ ઉછાઉ
સકલ બઢૈ ઉપજે સુખ નાના
જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના.
યહ ચાલિસા ભક્તિયુત પાઠ કરૈ જો કોય
તાપાર કૃપા પ્રસન્નતા, ગાયત્રી કી હોય
` ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય
ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત.

સમૃદ્ધિ માટે ગૃહલક્ષ્મીનું પૂજન કરીએ (કેળવણીના કિનારે)

 સમૃદ્ધિ માટે ગૃહલક્ષ્મીનું પૂજન કરીએ (કેળવણીના કિનારે)
હમણાં જ દિવાળીનું પર્વ આપણે સૌએ ઊજવ્યું. આ પર્વમાં ધનતેરસથી ભાઈબીજ સુધીના વિવિધ તહેવારોની ઉજવણી આપણે વિવિધ રીતે પારંપરિક રીતે કરીએ છીએ. જેમાં ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. આ દિવસે સૌ હિન્દુઓ મા લક્ષ્મીનું પૂજન કરે છે. એટલે કે ચોક્કસ સમયે લક્ષ્મીજીની ર્મૂિતનું પૂજન કરે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ ચાંદીના સિક્કા, સોનું કે અન્ય કીમતી વસ્તુઓનું પૂજન કરે છે. સાથે ચોક્કસ શ્લોકગાન સાથે આરતી પણ ઉતારે છે. આ કરવા પાછળનું કારણ એ છે કે, સૌ ઈચ્છે છે કે પોતાના ઘરમાં લક્ષ્મીનો વાસ રહે, લક્ષ્મી સતત કૃપા વરસાવે. એટલે કે આર્િથક રીતે પોતાનું ઘર ઉન્નત રહે. લક્ષ્મી એટલે પૈસા. આમ મા લક્ષ્મીની પૂજા અર્ચના દ્વારા તેમને મનાવવાનો કે રીઝવવાનો પ્રયત્ન સૌ લોકો કરે છે. અહીં માન્યતા કરતા શ્રદ્ધા અગત્યનો ભાગ ભજવે છે. કુટુંબના સૌ સભ્યો ભાવુક બનીને પોતાના કુટુંબની આર્િથક સ્થિતિ વધારે સમૃદ્ધ બને તે માટે મા લક્ષ્મીનું પૂજન કરે છે.
પરંતુ અમદાવાદમાં રહેતો એક પરિવાર આ દિવસને અનન્ય રીતે ઉજવે છે. તેમની માન્યતા પ્રમાણે ઘરની ખરી લક્ષ્મી તો દીકરી અને પુત્રવધૂ છે. ઘરને જો ઉજ્જવળ રાખવું હોય, ઘરને જો શોભાયમાન બનાવવુ હોય અને સમૃદ્ધ બનાવવું હોય તો ઘરમાં રહેલી લક્ષ્મીરૂપી દીકરી અને ઘરમાં વહુ બનીને આવેલી અન્ય દીકરીને માનસન્માન આપવું જોઈએ. જેથી આ પરિવાર ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ર્મૂિત કે અન્ય સોના-ચાંદીની વસ્તુઓના પૂજનની સાથે પોતાની દીકરી અને પોતાના ઘરમાં દીકરી તરીકે આવેલી પુત્રવધૂના પગલાંનું પૂજન કરે છે.
પગલાંનું પૂજન એટલા માટે કે, આ બંને દીકરીઓ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. પોતાની દીકરીના પાંચ વર્ષ પહેલા લગ્ન કરેલા. તેને જ્યારે સાસરીમાં વળાવી ત્યારે તેના પગલાની છાપ એક કપડા પર લીધેલી. તે જ રીતે તેમના ઘરમાં પુત્રવધૂ રૂપે ત્રણ વર્ષ પહેલા આવેલી દીકરીના પગલાની છાપ પણ એક કપડાં પર લીધેલી. આ બંને દીકરીના પગલાંની છાપને ફોટોફ્રેમમાં કંડારીને સાચવી રાખી છે. જ્યારે ધનતેરશ આવે ત્યારે આ કુુટુંબ લક્ષ્મીજી પૂજનની સાથે પોતાની બંને દીકરીઓના પગલાની છાપનું પૂજન કરે છે. ઘરની ખરી લક્ષ્મી તો ઘરની દીકરી અને પુત્રવધૂ છે. એક બાજુ દુનિયા દીકરીને લક્ષ્મી સ્વરૂપે માને છે, તો તેનું જ પૂજન કેમ ન કરવું? માત્ર વાતો કરવાથી દીકરીનું સમાજમાં સ્થાન ઊંચુ ન આવે. જો દીકરીના સ્થાન કે મોભામાં વધારો કરવો હોય તો વર્તનમાં પણ પરિવર્તન લાવવું પડે. ઉપરાંત ઘરમાં આવેલી પુત્રવધૂ પણ દીકરી સમાન છે. તેેને પણ એટલું જ માનપાન આપવું જોઈએ. દીકરી અને પુત્રવધુને લક્ષ્મીરૂપે સમજનાર આ કુટુંબ દર વર્ષે ધનતેરસના દિવસે મા લક્ષ્મીની ર્મૂિત કે સોના-ચાંદીના સિક્કાના પૂજન કરતા આ બંને દીકરીના પગલાંના પૂજનમાં વધારે આસ્થા રાખે છે. તેમની દીકરી અને પુત્રવધુ બંને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. જેથી રૂબરૂ પૂજન ન કરી શકાતાં તેમના પગલાંની છાપ ફોટોફ્રેમનું પૂજન કરે છે. આ વર્ષે તેમની પુત્રવધૂ દિવાળી કરવા અમદાવાદમાં આવી ત્યારે આ કુટુંબે પોતાની પુત્રવધુ સ્તુતિના પગલાંનું પૂજન કર્યું અને તેની આરતી ઊતારીને લક્ષ્મી સ્વરૂપ સમજીને તેને જ મહત્ત્વ આપ્યું. પુત્રવધૂ અને દીકરીને લક્ષ્મીસ્વરૂપ સમજીને તેમને એટલું મહત્ત્વ આપવામાં કુટુંબના સૌ સભ્યોના વિચારો એક સમાન છે. આવો વિચાર આવવા પાછળનું કારણ એ છે કે, તેમની દીકરી ધારાને જ્યારે સાસરે વળાવી ત્યારે તેમની દીકરી પર પુસ્તક લખેલું અને કંકોતરી સાથે સૌને આપેલું. ત્યારે સાસરે જતાં તેના પગલાંની છાપ પણ લીધેલ. ત્યારે જ નક્કી કરેલું કે હવે પછી ધનતેરસના દિવસે તેના પગલાંનું પૂજન કરીશું. ત્યારબાદ તેમના ઘરમાં પુત્રવધૂ આવી તો પરિવારે વિચાર્યું કે, પુત્રવધૂ પણ દીકરી સમાન છે. તે પણ આપણા માટે લક્ષ્મી જ છે. તો બંને દીકરીઓ ભલે ઓસ્ટ્રેલિયા હોય પણ આપણે અહીં આપણા ઘેર તેમના પગલાંની છાપનું પૂજન અર્ચન કરીશું.
સમાજમાં દીકરી માટે "પારકી થાપણ" જેવા વાક્યો વપરાય છે. ત્યારે છોકરીઓ શું "પારકી" જ છે? તેને પોતાની કેવી રીતે કરાય અને સમાજના સૌ સભ્યો "પારકી" ન કહેતાં "પોતાની-મારી" કહે તે માટે વિશિષ્ટ પ્રયત્નો કરવા પડે. સમાજના દરેક ઘર-કુટુંબ પોતાની દીકરી કે પુત્રવધૂને આટલું માનપાન આપે તો સમાજની ઉન્નતી ઝડપી અને સરળ બને. આ માટે સરકાર પણ પ્રયત્નો કરી રહી છે ત્યારે સમાજે પણ સહકાર આપવાની જરૂર છે. સ્ત્રી સશક્તિકરણના વિવિધ કાર્યક્રમો આપીને સરકાર સમાજને જાગૃત કરે છે. સરકાર તો હવે આ કાર્યક્રમ આપે છે, પરંતુ આ પરિવાર તો છેલ્લા પાંચ વર્ષથી પોતાની દીકરી અને પુત્રવધૂને ખરા અર્થમાં લક્ષ્મી સમજીને તેમના પગલાંનું પૂજન ધનતેરસના દિવસે કરીને સમાજને એક નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
આ અંગે તેમની પુત્રવધૂ માને છે કે, આ દુનિયાની સૌથી વધારે સુખી પુત્રવધૂ કદાચ હું હોઈશ. સાસરીમાં રહેવા માટે પૈસાની નહીં માનપાનની અપેક્ષા હોય છે. જે મને સાસુ સસરાએ આપ્યું છે. પ્રથમ વાર જ્યારે મારાં પગલાંનું પૂજન કરેલ ત્યારે હું માનવા તૈયાર ન હતી કે, કોઈ સાસુસસરા તેમની પુત્રવધૂના પગલાંનું પૂજન કરે અને આજે તો મને લક્ષ્મીજી સમજીને આરતી ઉતારી, જે હું જીંદગીભર ભૂલી નહીં શકું. સમાજના દરેક કુટુંબ પાસે હું અપેક્ષા રાખું છું કે, તમે તમારી પુત્રવધૂને એટલું માનપાન આપો કે તે માત્ર તમારી જ બની જાય. અહીં પુત્રવધુએ આપેલી શીખામણ કે સલાહ સમાજના દરેક કુટુંબે અપનાવવા જેવા છે. તેના મતે સૌ કુટુંબમાં અન્યની દીકરી તમારા ઘરમાં પુત્રવધૂ બનીને આવે છે ત્યારે તેને એવો અહેસાસ ન થવા દો કે તે પારકી છે. તમે તેની પૂજા ન કરો, તેની આરતી ન ઉતારો, પરંતુ તેને પૂરતું માન સન્માન આપો.
આમ તો સમાજમાં એકપણ સાસુસસરા એવા નહીં હોય કે, જેઓ એમ ન કહેતા હોય કે, અમે તો અમારી પુત્રવધૂને દીકરી સમાન જ રાખીશું કે રાખીએ છીએ. પણ હકીકત એ છે કે, સમાજના ૯૦ ટકા સાસુસસરા માત્ર બોલે છે, કરી બતાવતા નથી. પોતાની દીકરી માટે તેના સાસરિયા પાસે જે અપેક્ષા રાખવામાં આવે છે, તેટલી અપેક્ષા પુત્રવધૂ માટે પૂરી કરવામાં આવે છે. પોતાનો જમાઈ પોતાની દીકરીને સારું રાખે તો તે ઘણો જ સારો વ્યક્તિ, ગુણવાન પતિ ગણાય. પણ પોતાનો દીકરો તેની પત્નીને સારું રાખે તો તે બૈરીનો બની ગયો અને બાયલો થઈ ગયો છે, તેવું કેમ માનવામાં આવે છે? આવી અનેક વિચારધારામાં પરિવર્તન લાવીને પોતાની દીકરી અને પુત્રવધૂ બંનેને ઊંચો અને સમાન દરજ્જો આપો. સાચું લક્ષ્મીપૂજન એ જ છે, તો જ મા લક્ષ્મી તમારી પર કૃપા વરસાવશે. ઘરની લક્ષ્મીને દુઃખી કરીને બહારની લક્ષ્મીની પૂજા કરશો તો પણ તે પ્રસન્ન નહીં થાય.

Get Update Easy