HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 સપ્ટેમ્બર, 2014

World HEART Day

navratri

આજનો વિચાર

જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.-જલારામ બાપા


 


માઁ દુર્ગાના નવ સ્વરૂપો

નવરાત્રિ આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી) આગલના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ નવ રૂપો વિશે થોડીક જાણીએ.  
પહેલા દિવસે દુર્ગા શૈલીપુત્રી
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.
 બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી. 
ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.
ચોથા દિવસે દુર્ગા શ્રી કૂષ્માંડા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે. પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.
છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે. સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.
આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.
નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. 

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત વેળાએ ભારતીયો ઝુમી ઉઠયાઃ મહાત્‍મા ગાંધીજીની ૧પ૦મી જયંતિએ સ્‍વચ્‍છ ભારત અર્પણ કરવાની નેમઃ આઝાદીના ૭પ વર્ષે તમામ ભારતીયોને ઘરના ઘરનું સ્‍વપ્‍ન સાકાર કરીશું: ગંગા સ્‍વચ્‍છ કરવાનું મહાઅભિયાનઃ નાના માણસો માટે મોટું કામ કરવાની મહેચ્‍છાઃ પી.આઇ.ઓ.કાર્ડ હોલ્‍ડરને આજીવન વિઝાઃ મૈડિસીન સ્‍કવાયર ગાર્ડનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અૈતિહાસિક ઉદ્દબોધનઃ વારંવાર મોદી મોદીના નારાથી ગાર્ડન ગુંજી ઉઠયું: ૨૦ હજારથી વધુની મેદનીમાં હર્ષની ચીચીયારી: ઉત્‍સવી માહોલ
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત વેળાએ ભારતીયો ઝુમી ઉઠયાઃ મહાત્‍મા ગાંધીજીની ૧પ૦મી જયંતિએ સ્‍વચ્‍છ ભારત અર્પણ કરવાની નેમઃ આઝાદીના ૭પ વર્ષે તમામ ભારતીયોને ઘરના ઘરનું સ્‍વપ્‍ન સાકાર કરીશું: ગંગા સ્‍વચ્‍છ કરવાનું મહાઅભિયાનઃ નાના માણસો માટે મોટું કામ કરવાની મહેચ્‍છાઃ પી.આઇ.ઓ.કાર્ડ હોલ્‍ડરને આજીવન વિઝાઃ મૈડિસીન સ્‍કવાયર ગાર્ડનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અૈતિહાસિક ઉદ્દબોધનઃ વારંવાર મોદી મોદીના નારાથી ગાર્ડન ગુંજી ઉઠયું: ૨૦ હજારથી વધુની મેદનીમાં હર્ષની ચીચીયારી: ઉત્‍સવી માહોલ
ન્‍યૂયોર્ક,: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકાની મુલાકાત વેળાએ સમગ્ર ભારતીય સમુદાયમાં આનંદની  લહેર ઉઠી છે. મૈડિસીન સ્‍કવાયર ગાર્ડન ખાતે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંબોધન વેળાએ વારંવાર મોદી - મોદીના નારાથી સ્‍ટેડિયમ ગુંજી ઉઠયું હતું. શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંબોધન વેળાએ અમેરિકામાં વસતા ભારતીયોની આંખોમાં તરવરાટ સ્‍પષ્‍ટ જોવા મળ્‍યો હતો. શ્રી મોદીએ પોતાની મંત્રમુગ્‍ધ વાણીમાં ભારતની ગરિમા અને ગૌરવપૂર્વકની અનેક યોજનાઓ જાહેર કરી હતી જેમાં આઝાદીના જનઆંદોલન જગાવનાર મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જયંતિએ સ્‍વચ્‍છ ભારત અર્પણ કરવાની આગવી યોજના જાહેર કરી હતી. તેમજ આગામી ર૦રર સુધીમાં આઝાદીના ૭પમાં વર્ષની ઉજવણી તમામ ભારતીયોને ઘરના ઘરના સ્‍વપ્નને સાકાર કરીશું, તેમજ ભારતની ઓળખસમી ગંગાને સ્‍વચ્‍છ કરવાનું મહાઅભિયાન છેડવાનું એલાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે નાના માણસ માટે ખૂબજ મોટું કામ કરવાનું પોતાની મહેચ્‍છા જાહેર કરી હતી.  આ ઉપરાંત બિનનિવાસી ભારતીયો માટે પણ વિવિધ ગિફટ આપી હતી જેમાં PIO કાર્ડ હોલ્‍ડરને આજીવન વિઝા આપવી તેમજ લાંબા સમય સુધી ભારતમાં રહેનારને પોલીસ સ્‍ટેશનમાં જવાની જરૂર નહિ રહે તેવી જાહેરાતો કરતાં હર્ષની ચીચીયારીઓ ઉ
       
      મેડિસન સ્કેવર ગાર્ડન સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીને લાઇવ સાંભળવા માટે અમેરિકાના 48 રાજ્યોમાંથી એકત્ર થયેલા ભારતીયોની સમુદાયની આતુરતાનો અંત આવ્યો હતો. વડાપ્રધાન મોદીના આગમની જાહેરાત થતાં જ હાજર તમામ લોકોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા હતા. લગભગ પાંચ મિનિટ સુધી લોકો પોત-પોતાની જગ્યા પર ઊભા થઇને મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
 
      મોદી આછા પીળા રંગના કુર્તા-પાયજમ ને કેસરી રંગનું નહેરુ જેકેટ પહેરીને આવ્યા હતા. મોદીના આગમન બાદ અમેરિકાનું રાષ્ટ્રગીત તેમ જ ભારતનું રાષ્ટ્રગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મોદીએ અમેરિકામાં વસેલા મારા વ્હાલા ભાઇઓ અને બહેનોથી સંબોધન કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી.
       શ્રી નરેન્દ્રભાઇઅે સંબોધનમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં વસેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આજે આ સમારોહમાં વિશેષ રૂપે હાજર રહેલા અમેરિકન રાજકારણના શ્રેષ્ઠ મહાનુભાવો, તેમજ ભારતમાં ટીવી અને ઈન્ટરનેટથી આ કાર્યક્રમને જોઈ રહેલા ભાઈઓ-બહેનો. આજે કેટલાય લોકો આ સભાગૃહમાં પહોંચી નથી શક્યા તે બહાર ઊભા છે તેમનું પણ સ્મરણ કરું છું. તમને સૌને નવરાત્રીની શુભકામના.
       આઇટીમાં તમે કમાલ ન કરી હોત તો દુનિયા આપણને આજે પણ સાપ-મદારીનો દેશ માનતી હોત
       નવરાત્રીનું પર્વ શક્તિ ઉપાસનાનું પર્વ છે. નવરાત્રીનું પર્વ શુદ્ધકરણનું પર્વ છે. નવરાત્રીનું પર્વ સમર્પણ ભાવને અધિક તીવ્ર બનાવવાનું પર્વ છે. આવા પાવન પર્વ પર મને તમને મળવાનો અવસર મળ્યો છે. હું ભારે નસીબવંતો છું કે મારા દેશવાસીઓએ હજારો માઈલ દૂર અહીં રહીને ભારતની ઈજ્જતને વધારી છે. ભારતની આન,બાન અને શાનને વધારી છે. બાકી તો એક જમાનો હતો કે આપણા દેશને સાપ મદારીનો દેશ ગણાતો. આઈટીમાં તમે જે કમાલ કરી છે એ ના કર્યું હોત તો દુનિયા આજે પણ આપને સાપ મદારીનો દેશ માનતી હોત.
       અમારા પૂર્વજો સાપ સાથે રમતાં, અમે માઉસ સાથે રમીએ છીએ
       હું જ્યારે મુખ્યપ્રધાન નહોતો ત્યારે તાઈવાન ગયો હતો. મારા ઈન્ટરપ્રીટરે મને પૂછ્યું હતું કે તમને ખોટું ના લાગે તો હું તમને કંઈક પૂછવા માગું છું. તેમણે ફરી પૂછ્યું કે તમને ખરાબ નહીં લાગે? તે અચકાઈ રહ્યો હતો. તેણે મને પૂછ્યું કે ભારતમાં કાળું જાદુ થાય છે. અહીં તો લોક સાપથી રમતા રહે છે. મેં કહ્યું કે મારા દેશનું ડિવેલ્યુએશન થયું છે. અમારા પૂર્વજો સાપ સાથે રમતા હતા. અમે માઉસ સાથે રમીએ છીએ. મારા યુવાનો માઉસને ફેરવે છે. આખી દુનિયાને ડોલાવે છે.
       તમે સૌએ પોતાના વ્યવહાર દ્વારા, સંસ્કાર દ્વારા, ક્ષમતા દ્વારા અમેરિકામાં ભારે ઈજ્જત કમાઈ છે. તમારા માધ્યમ થકી ના માત્ર અમરિકામાં જ, પણ અમેરિકામાં વસતા અન્ય લોકોને કારણે પણ ભારતની દુનિયામાં એક સકારાત્કમ ઓળખ બનવાવામાં તમારું મોટું યોગદાન છે.
       ભારતમાં હાલમા જ ચૂંટણી થઈ. તમારામાંથી કેટલાય એવા લોકો હશે કે જેમને મતદાન કરવાની તક નહીં મળી હોય, પણ તમારાથી કેટલાય લોકો એવા હશે કે જે પરિણામની રાતે ઉંઘી શક્યા હશે.
      જેટલું જશ્ન હિંદુસ્તાન મનાવી રહ્યું હતું એનાથી વધારે જશ્ન દુનિયામાં વસેલો ભારતીય સમુદાય મનાવતો હતો. તમારા કેટલાય લોકો ભારતીય ચૂંટણી સાથે જોડાયા હતા. આવ્યા હતા. તેમને મળીને થેન્કસ પણ નહોતો કહી શક્યો. તેમને આજે થેન્ક્સ કહું છું. રુબૂરુ આવીને કહું છું. તમે આવ્યા અને હિંદુસ્તાનના ગામડામાં મહિનાઓ સુધી રહ્યાં. ભારતીય ઈતિહાસની મહાન ઘટનાના સાક્ષી રહ્યાં.
       અમે એવું કંઇ નહીં કરીએ જેથી તમારે અહીંયા નીચાજોણું થાય
       30 વર્ષ બાદ, પ્રથમ વખત ભારતમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બની છે. આ ચૂંટણી પરિણામ હિંદુસ્તાનના કોઈ પણ પોલિટિકલ પંડિતના ગળે નહોતા ઉતારતા. ઓપિનિયન મેકર પણ ઓપિનિયન બનાવવામાં અસફળ રહ્યાં. ભારતના ગામના અભણ, ગરીબો લોકોએ ઓપિનિયન મેકરોનો ઓપિયન બનાવ્યા. ગરીબથી ગરીબ લોકોની પણ લોકોશાહીમાં કેટલી નિષ્ઠા છે એ આ ચૂંટણી બતાવ્યું. પણ ચૂંટણી જીતવું એટલે પદગ્રહણ નહીં, ચૂંટણી જીતવી એ કોઈ ખુરશીમાં બેસવાનો કાર્યક્રમ નથી. ચૂંટણી જીતવી એક જવાબદારી છે. મેં જ્યારથી આ કાર્યની જવાબદારી સ્વીકારી છે, ત્યારથી 15 મિનિટ પણ વેકેશન નથી લીધું. હિંદુસ્તાનમાં તમે અને દેશે જે જવાબદારી સોંપી છે, હું તમને વિશ્વાસ અપાઉં છું કે, અમે એવું ક્યારેય કંઈ નહીં કરીએ જેને લીધે તમારી નીચાજોણું થાય.
       આપણા દેશમાં એક એવો ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. દેશના લોકો પરિવર્તન ઈચ્છે, દેશ પરિવર્તન ઈચ્છે, વિશ્વ જે રીતે આર્થિક બાબતોમાં આગળ વધી રહ્યું છે તેવી જ રીતે ભારતના ગરીબથી ગરીબ લોકો પણ પરિવર્તન ઈચ્છે છે. મારા દેશવાસીઓને હું વિશ્વાસ અપાવું છે કે ભારતની આર્થિક સ્થિતિમાં પરિવર્તન માટે તમે જે સરકારને ચૂંટી છે તે કોઈ કમી નહીં રાખે.
      હું આ વાતને બરાબર જાણું છું કે અહીં ઊભેલા તમને સૌને ભારત માટે ભારે અપેક્ષા છે. ભારતના નાગરિકોને પણ વર્તમાન સરકાર પાસે ભારે અપેક્ષા છે. હું વિશ્વાસથી કહું છું કે આ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે ત્યારે અપેક્ષાઓને પૂર્ણ કરવામાં 100 ટકા સફળ રહેશે. હું જ્યારે મુખ્યપ્રધાન હતો ત્યારે મને ખબર નહોતી કે મારા માથે આ જવાબદારી આવશે.
       વિશ્વ આખું કન્વિન્સ છે કે, 21મી સદી એશિયાની સદી હશે. અમેરિકાના ગણમાન્ય રાજનેતાઓ જાહેરમાં કહ્યું છે કે 21મી સદી એશિયાની સદી છે તો કોઈ કહે છે કે ભારતની સદી છે. આવી વાતો અમથી નથી થતી. ભારત પાસે સામર્થ્ય છે.
       ભારત આજે સૌથી જૂની સંસ્કૃતિવાળો સૌથી યુવાન દેશ છે
       આજે હિંદુસ્તાન દુનિયાનો સૌથી યુવાન રાષ્ટ્ર છે. દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ વાળો દેશ આજે દુનિયાનો સોથી યુવાન દેશ. એક એવું અદભૂત મિલન. એવો સંજોગ ઉભો થયો કે દેશના 65 ટકા લોકો 35 વર્ષ કરતા નાના છે. નિરાશાનું કોઈ કારણ નથી સાથીઓ. વિશ્વાસ સાથે કહું છે કે દેશ ભારે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આ નવયુવાનોના સામર્થ્યથી આગળ વધવાનો છે.
      ભારત પાસે 3 એવી વસ્તુ છે જે દુનિયાના કોઈ રાષ્ટ્ર પાસે નથી. એ ત્રણ વસ્તુ જેના પર ભારત ગર્વ કરી શકે, આગળ વધી શકે. એમાં એક છે લોકતંત્ર. ચૂંટણી વખતે શરીર પર કપડાં ના હોય એવા લોકો પણ ચૂંટણી સભામાં પહોંચતો હતો. ભારતમાં લોકતંત્ર વ્યવસ્થા નથી, આસ્થા છે વિશ્વાસ છે. બીજી શક્તિ છે ડેમોગ્રોફિક ડિવિડન્ટ. જે દેશ પાસે 35 થી ઓછી ઉંમરના 65 ટકાથી વધી યુવાનો હોય તેને બીજું શું જોઈએ. ત્રીજી વાત ડિમાન્ડ. આખી દુનિયા ભારત તરફ નજર કરે છે. એમને ખબર છે કે સવાસો કરોડનો દેશ વિશાળ માર્કેટ છે. અહીંયા ડિમાન્ડ ઊંચી હોય છે.
       આ ત્રણેય વસ્તુ કોઈ એક રાષ્ટ્ર પાસે હોય એવો દેશ દુનિયામાં બીજો કોઈ નથી. આ જ શક્તિ અને સામર્થ્યના આધારે ભારત નવી ઊંચાઈઓને પાર કરશે એ મારો વિશ્વાસ છે. અમેરિકા દુનિયાનું સૌથી જુનું લોકતંત્ર છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. દુનિયા આખીના લોકો અમેરિકામાં આવીને વસ્યા છે. ભારતના લોકો દુનિયા આખીમાં વસ્યા છે. દુનિયાનો કોઈ ખૂણો નહીં હોય જ્યાં ભારતીય ન મળે. અમેરિકાનું કોઈ એવું શહેર નહી હોય જ્યાં દુનિયાનો માણસ ના મળે. કેવી સમાનતા?
       મારો સ્પષ્ટ મત રહ્યો છે કે, સરકાર વિકાસ નથી કરી શકતી. સરકાર વધુથી વધુ પોતાની સ્કીમ લાગું કરી શકે. રોડ બનાવવા, હોસ્પિટલ બનાવવી તેના બજેટની સીમા હોય છે. વિકાસ ત્યારે થાય જ્યારે લોકભાગીદારી હોય. અત્યાર સુધી સરકારે વિકાસનો ઠેકો લીધો હતો. અમે એ રસ્તો અપનાવો કે વિકાસ સવાસો કરોડ દેશવાસીઓ અને સરકાર સાથે મળીને કરશે. દેશે પ્રગતિ કરવી હોય તો ગુડ ગવર્ન્સની જરૂર પડે. તમારી પણ કેવી ફરિયાદ હોય કે એરપોર્ટ પર ઉતર્યા કે આવું થયું... વિઝા લેવા માટે ગયા હતા... ભલે હું હજારો માઈલ તમારાથી દૂર રહુ છું તમારા દર્દને ઓળખું છું. પીડાને ઓળખું છે.
       ભાઈઓ બહેનો. આપણે વિકાસને જન આંદોલન બનાવીએ. હું જ્યારે વિકાસ અને જન આંદોલનની વાત કરું છું. આપણે આઝાદીની લડાઈની ઓળખીએ છીએ. પહેલા કેટલાય લોકોએ આપણા દેશ પર રાજ કર્યું. 1000-1200 વર્ષો સુધી આપણે ગુલામ રહ્યાં. પણ ઈતિહાસ જોઈએ તો દર વખતે જુઓ કોઈને કોઈ મહાનપુરુષ પેદા થયો જેણે બલિદાન આપ્યું. તમે શીખ ગુરૂઓના નામ લો...કેટલું બલિદાન..ભગતસિંહ પણ એ પરંપરાને વળી રહ્યાં. આજે સેનામાં સરદાર દેશ માટે મરવા તૈયાર હોય છે. દર યુગમાં મહાપુરૂષોએ પોતાનું બલિદાન આપ્યું. એ બલિદાન આપતા હતા. ફાંસી ચડી જતાં. એકલો આવતો હતો. ફાંસી પર ચડી જતો. ચાર-પાંચની ટોળી બનાવી લડી લેતો. પણ મહાત્મા ગાંધીએ શું કર્યું. તેમણે આઝાદીને જનઆંદોલન બનાવ્યું. કોઈ ખાદી બનાવે છે તો આઝાદી માટે. કોઈ બાળકને ભણાવે તો આઝાદી માટે. કોઈ ભૂખ્યાને ખાવાનું આપે તો આદાઝી માટે. કોઈ ઝાડૂ લગાવે તો આઝાદી માટે. દરેક હિંદુસ્તાનીને લાગ્યું કે હું પણ આઝાદીની લડાઈ લડું છું. આ મહત્મા ગાંધીનું સૌથી મોટો કોન્સ્ટ્રિબ્યુશન હતું.
      જે રીતે આઝાદીનું આંદોલન જન આંદોલન હતું એ રીતે જ વિકાસ પણ જન આંદોલન બનાવવું જોઈએ. દેશના બાળક સુદ્ધાંને પણ લાગવું જોએ કે હું દેશ માટે કામ કરુ છું. એક સફાઈ કર્મચારીને પણ લાગવું જોઈએ કે અહીં ગંદકી ના થવી જઈએ. રાષ્ટ્ર ભક્તિ માટે કામ કરૂ છું. મારો પ્રયાસ છે કે વિકાસ જનઆંદોલન બને. દરેકમાં મારે એ ભાવ જગાડવો છે કે એને ક્યારેય એવું ના થવું જોઇએ કે હું જે કામ કરું છું એનાથી મારા દેશને નુક્સાન થાય. આ જ સવાસો કરોડ દેશવાસીઓની ઈચ્છા શક્તિ અને મારી શક્તિ છે.
       વર્ષ 2020નો સમય આવતાની સાથે જ દુનિયાને એટલા વર્કફોર્સની જરૂર પડશે. તેમની પાસે ઘરડા લોકો હશે. આપણે આખી દુનિયાને વર્ષ ફોર્સ સપ્લાય કરી શકીશું. ભારતમાંથી નર્સિંગ મોકલીએ એની ભારે માગ છે. દુનિયાને ટીચરની જરૂર છે. મેથ્સ અને સાયન્સના શિક્ષકોની ભારે ડિમાન્ડ છે. શું ભારત ટીચર ના મોકલી શકે. ભારત પોતાની યુવા શક્તિથી દુનિયામાં છવાઈ જવાની શક્તિ રાખે છે. તમે લોકોએ અહીં આવીને શું કમાલ નથી કરી. આખરે જે અનાજ ખાઈને જે પાણી પીને તમે આવ્યા છો તે અમે પણ ખાઈએ છીએ। તમે કરી શકો તો અમે કેમ ન કરી શકીએ?
      અમદાવાદમાં 1 કિમી ઓટો રિક્ષા પર જવું હોય તો દસ રૂપિયા ખર્ચ થાય. ભારતના ટેલેન્ટ કમાલ જુઓ 650 મિલિયન કિમી માર્સની યાત્રા કરી આપણે. આખું સ્વદેશી. માર્સ માટે નાના નાના કારખાનામાં વિવિધ પાર્ટ્સ બનાવી તેને તૈયાર કર્યા. માર્સ પર પહોંચવામાં આપણે સાત રૂપિયા પ્રતિ કિમી આપણી ટેલેન્ટ ન તો શું. દુનિયામાં ભારત એવો એક માત્ર દેશ છે જે પ્રથમ પ્રયાસે જ મંગળ પર પહોંચી ગયો. અમેરિકા અને ભારત નીચે વાત કરે છે એવું નથી, મંગળ પર પણ વાત કરે છે.  22મીએ અમેરિકા મંગળ પર પહોંચ્યા ને આપણે 24મીએ. એટલું જ નહીં, હોલિવૂડની ફિલ્મ કરતાં પણ ઓછા ખર્ચે માર્સ પર પહોંચ્યા.
       એક બીડું ઝડપ્યું છે સ્કિલ ડેવેલેપમેન્ટ. નવી સરકાર બન્યા બાદ સ્કિલ ડેવેલમપેન્ટ માટે આખું મંત્રાલય બનાવ્યું. અલગ દેશો અને યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું કે આવો. એક એવું કે લોકો જોબ ક્રિએટર બને. બીજું એ જેનાથી જોબ ક્રિએટરના બની શકે તે જોબ મેળવવા માટે પ્રથમ પ્રયાસમાં પહોંચી જાય એવો નવયુવાન બનાવવો. થોડા સમય પહેલા દેશમાં બેંકનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ગરીબોને બેંકિગ સેક્ટરનો ફાયદો મળે એ માટે આવું કર્યું. જોકે, શું થયું, આટલી બેંકી હોવા છતા ભારતમાં 50 ટકા કરતાય વધુ લોકો એવા છે જેમની પાસે બેંકમાં ખાતું નથી. 

Get Update Easy