HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 સપ્ટેમ્બર, 2014

ગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે

આજનો વિચાર

  • જયારે દીવાલ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો પડી જાય છે, પણ જયારે સંબંધ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો બની જાય છે.





ગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે


 હાં..મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… મણિયારો તે કળાયેલ મોરલો ને કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુજો, વરગાણી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… અણિયાળી રે ગોરી તારી આંખડી ને કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… મણિયારો તે અડાબીડ આંબલો ને કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… પનિહારીનું ઢળકંતુ બેડલું ને કાંઈ હું રે છલકંતુ એમાં નીર રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
મોદી પ્રોટોકોલ તોડી મળ્યાં ચાહકોને,આખું US મોદીમય

 મોદી પ્રોટોકોલ તોડી મળ્યાં ચાહકોને,આખું US મોદીમય
ન્યૂયોર્ક, 27 સપ્ટેમ્બર

વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક સિટીની ન્યૂયોર્ક પેલેસ હોટલે પહોંચ્યા ત્યારે હોટલની બહાર ઊભેલા ચાહકોએ તેમનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. મોદી જેવા પોતાની ગાડીમાંથી ઉતર્યા ત્યારે પ્રશંસકો જોશભેર નારા લગાવવા માડ્યા હતા. પીએમ પહેલા હોટેલમાં પ્રવેશ્યા ને પછી તરત જ હોટેલની બહાર ઊભેલા હજારો પ્રશંસકોને મળવા ચાલીને બહાર આવ્યા હતા. વડાપ્રધાનની ફરતે સિક્યોરિટી ઓફિસર્સ હતા તેમ છતાં મોદી સિક્યોરિટી પ્રોટોકોલ તો઼ડીને પ્રશંસકો તરફ આગળ વધ્યા હતા ને તેમણે કેટલાંય પ્રશંસકો સાથે હાથ મિલાવ્યા ને સૌને નમસ્કાર કર્યા હતા. મોદીને જોઇને બેકાબૂ બનેલી ભીડને સંભાળવી સિક્યોરિટી ઓફિસર્સ માટે પડકારરૂપ બન્યું હતું.
અમેરિકામાં ૧૦૦ કલાક દરમિયાન પ૦થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેનારા મોદીએ પ્રવાસ પહેલા અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં લેખ લખી લખ્યો હતો. આ લેખમાં મોદીએ અમેરિકાના રોકાણકારોને વિશ્વાસ આપ્યો છે કે ભારત સરકાર રોકાણ સંબંધી કાયદા હળવા કરશે અને સાથે ભારતના બદલાવ અંગે પણ વાત કરી છે.
મોદી જણાવે છે કે ભારતમાં બદલાવ શરૂ થઇ ગયો છે, તમે (અમેરિકન્સ) ભારત આવશો તો તમને પણ આ બદલાવનો અહેસાસ જરૂર થશે, ભારતના વિકાસમાં અમેરિકાનું મોટુ યોગદાન રહેલું છે, અમે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની આધારભૂત સંરચનાનું નિર્માણ કરીશું, જેથી વિકાસને ગતિ આપી શકાય અને વિકાસની મૂળ સમસ્યાઓ છે તેને દૂર કરી શકાય. મોદીએ મેક ઇન ઇન્ડિયા અંગે પણ આ અખબારમાં વાત કરી હતી.
ઘણી વખત ભુલથી વોટ્‍સએપના મેસેજ ડિલીટ થઈ જતા હોય છે. ઘણી વખતે તે મેસેજ ખૂબ મહત્‍વના હોવા છતા જો તે ડીલીટ થઈ જાય તો તેના કારણે ઘણું નુકસાન પણ થતું હોય છે. પરંતુ હવે આવું થતાં રોકી શકાય છે. કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે વોટ્‍સએપમાં આ મેસેજને મેન્‍યુઅલી પાછા મેળવી શકાય છે. આવો જાણીએ કેવી રીતે આ વોટ્‍સએપમાં ડીલીટ થયેલા મેસેજ પરત મેળવી શકાય છે.
   એન્‍ડ્રોઈ ફોનવોટ્‍સએપ ઓપન કરો અમે મેન્‍યુબટન દબાવો સેટિંગ્‍સ- ચેટ સેટિંગ્‍સ-બેકઅપ કર્ન્‍વેઝેશન

   ‘એમએસજીસ્‍ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્‍ટ૭' નામનાફોનના વોટ્‍સએપ ડેટાબેઝ ફોલ્‍ડરમાં સ્‍ટોર આ બેકઅપ ફાઈલને રિનેમ કરીને ‘એમએસજીસ્‍ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્‍ટ૭ ડોટ કરંટ' નામ આપો. વોટ્‍સએપ અનઈન્‍સ્‍ટોલ કરો અને સેવ બેકઅપ ફાઈલને ફોન પર વોટ્‍સએપ ફોલ્‍ડરમાં શોધો.

   હવે વોટ્‍સએપને રિઈન્‍સ્‍ટોલ કરો. એખ વખત તમે તમારો ફોન નંબર વેરિફિકેશન કરશો તો વોટ્‍સએપનો પ્રોમ્‍પટ તમને મેસેજ મળ્‍યો હોવાની સૂચના આપશે. રિસ્‍ટોર ટેપ કરો અને તમારી બેકઅપ ફાઈલ પસંદ કરો. ટૂંક સમયમાં જ તમારો ડીલીટ થયેલો મેસેજ તમારી સામે હશે.

Get Update Easy