HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

30 સપ્ટેમ્બર, 2014

નવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર

Though of the day

દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓંછી કરો.
 નવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર
માર્કંળ્ડેનમાં બ્રહ્માજીએ મનુષ્યની રક્ષા માટે પરમગોપનીય સાધન કલ્યાણકારી દેવી કવચ અને પરમ પવિત્ર ઉપાય સંપૂર્ણ પ્રાણીઓને બતાવ્યો, જે દેવીની નવ મૂર્તિઓ સ્વરૂપ છે. જેને નવદુર્ગા કહેવામાં આવે છે. એમની આરાધના અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદાથી મહાનવમી સુધી કરવામાં આવે છે.
શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ મનોરથ સિદ્ધિ માટે કરવામાં આવે છે, કારણ કે સ્ર્હી દુર્ગા સપ્તશતી દૈત્યોના સંહારની શોર્ય ગાથાથી વધુ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવેણી છે. આ શ્રી માર્કળ્ડેય પુરાણનો અંશ છે. આ દેવી મહાત્મય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થોને પ્રદાન કરવામાં સક્ષમ છે. સપ્તશતીમાં કેટલાક એવા પણ સ્ત્રોત અને મંત્ર છે, જેની વિધિવત પારાયણથી ઈચ્છિત મનોકામનાની પૂર્તિ થાય છે.
* સર્વકલ્યાણ હેતુ :  
सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ।
शरण्येत्र्यंबके गौरी नारायणि नमोस्तुऽते
* અવરોધ મુક્તિ અને ધન પુત્રાદિ પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ ફળદાયી છે
सर्वाबाधा विनिर्मुक्तो धन धान्य सुतान्वितः।
मनुष्यों मत्प्रसादेन भव‍िष्यंति न संशय॥
* આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિના ચમત્કારિક ફળ આપનારો આ મંત્ર ખુદ દેવી દુર્ગાએ દેવતાઓને આપ્યો છે
देहि सौभाग्यं आरोग्यं देहि में परमं सुखम्‌।
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि
* વિપત્તિનો નાશ કરવા માટે
शरणागतर्द‍िनार्त परित्राण पारायणे।
सर्व स्यार्ति हरे देवि नारायणि नमोऽतुते॥
* એશ્વર્ય, સૌભાગ્ય, આરોગ્ય, સંપદા પ્રાપ્તિ અને શત્રુ ભય મુક્તિ માટે
ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः।
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥
* વિધ્નનાશક મંત્ર
सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी।
एवमेव त्याया कार्य मस्माद्वैरि विनाशनम्‌॥
જાપ વિધિ : શુદ્ધ પવિત્ર આસન પર બેસીને રુદ્રાક્ષ કે તુલસી કે ચંદનની માળાથી મંત્રનો જાપ એક માળાથી પાંચ માળા સુધી પૂર્ણ કરી તમારી મનની ઈચ્છા કહો. પૂરી નવરાત્રિ જાપ કરવાથી મનવાંછિત ઈચ્છા પૂર્ણ જરૂર થાય છે. સમય ન હોય તો ફક્ત દસ વાર મંત્રનો જાપ રોજ કરવાથી પણ મા દુર્ગા પ્રસન્ન થાય છે.

  
ભારત ૨૧મી સદીનું નેતૃત્‍વ કરશે : નાના લોકો માટે મોટા કામ કરવા છે
ન્‍યૂયોર્કના મેડિસન સ્‍કવેર ખાતે ૨૦,૦૦૦ ભારતીય અમેરિકનોને મોદીનું સંબોધન : વિકાસને જન આંદોલનનું સ્‍વરૂપ આપવા અનુરોધ : અમેરિકા મોદીમય : પ્રવાસી ભારતીયો ઉપર મોદી છવાયા : તમારા સપનાનું ભારત બનાવી ઋણ ચુકવીશઃ એવું કશું નહિ થાય કે કોઇને નીચું જોવું પડે : ડેમોક્રેસી - ડેમોગ્રાફિક - ડિમાન્‍ડ હોય એવો ભારત એકમાત્ર દેશઃ ન્‍યૂયોર્કના મેડિસન સ્‍ક્‍વેર ગાર્ડનમાં આપેલું ભાષણ ૮૦ દેશમાં લાઈવ જોવા મળ્‍યું: હજારો લોકોએ ટાઈમ્‍સ સ્‍ક્‍વેર ખાતે વિશાળ સ્‍ક્રિનમાં મોદીનું ભાષણ લાઈવ જોયું: પીઆઇઓ કાર્ડ હોલ્‍ડર્સ માટે મોદીએ આજીવન ભારતીય વિઝા આપવાની જાહેરાત કરીઃ ડેમોક્રેસી, ડેમોગ્રાફી ડિવીડન્‍ડ અને ડિમાન્‍ડ ભારતની ત્રણ મોટી તાકાતઃ ભારતે મંગળયાન અમદાવાદના રિક્ષા ભાડા કરતાં પણ સસ્‍તામાં પહોંચાડ્‍યું
ભારત ૨૧મી સદીનું નેતૃત્‍વ કરશે : નાના લોકો માટે મોટા કામ કરવા છે
અમારા પૂર્વજો સાપ સાથે રમતાં,  અમે માઉસ સાથે રમીએ છીએ
    હું જયારે મુખ્‍યપ્રધાન નહોતો ત્‍યારે તાઈવાન ગયો હતો. મારા ઈન્‍ટરપ્રીટરે મને પૂછ્‍યું હતું કે તમને ખોટું ના લાગે તો હું તમને કંઈક પૂછવા માગું છું. તેમણે ફરી પૂછ્‍યું કે તમને ખરાબ નહીં લાગે? તે અચકાઈ રહ્યો હતો. તેણે મને પૂછ્‍યું કે ભારતમાં કાળો જાદુ થાય છે. અહીં તો લોક સાપથી રમતા રહે છે. મેં કહ્યું કે મારા દેશનું ડિવેલ્‍યુએશન થયું છે. અમારા પૂર્વજો સાપ સાથે રમતા હતા. અમે માઉસ સાથે રમીએ છીએ. મારા યુવાનો માઉસને ફેરવે છે. આખી દુનિયાને ડોલાવે છે.
   તમે સૌએ પોતાના વ્‍યવહાર દ્વારા, સંસ્‍કાર દ્વારા, ક્ષમતા દ્વારા અમેરિકામાં ભારે ઈજ્જત કમાઈ છે. તમારા માધ્‍યમ થકી ન માત્ર અમરિકામાં જ, પણ અમેરિકામાં વસતા અન્‍ય લોકોને કારણે પણ ભારતની દુનિયામાં એક સકારાત્‍કમ ઓળખ બનવાવામાં તમારું મોટું યોગદાન છે. ભારતમાં હાલમા જ ચૂંટણી થઈ. તમારામાંથી કેટલાય એવા લોકો હશે કે જેમને મતદાન કરવાની તક નહીં મળી હોય, પણ તમારાથી કેટલાય લોકો એવા હશે કે જે પરિણામની રાતે ઉંદ્યી નહીં શક્‍યા હોય.
   ચૂંટણીમાં જીત બાદ જેટલો જશ્ન હિંદુસ્‍તાન મનાવી રહ્યું હતું એનાથી વધારે જશ્ન દુનિયામાં વસેલો ભારતીય સમુદાય મનાવતો હતો. તમારા કેટલાય લોકો ભારતીય ચૂંટણી સાથે જોડાયા હતા. આવ્‍યા હતા. તેમને મળીને થેન્‍કસ પણ નહોતો કહી શક્‍યો. તેમને આજે થેન્‍ક્‍સ કહું છું. રૂબૂરૂ આવીને કહું છું. તમે આવ્‍યા અને હિંદુસ્‍તાનના ગામડામાં મહિનાઓ સુધી રહ્યાં. ભારતીય ઈતિહાસની મહાન ઘટનાના સાક્ષી રહ્યાં.
   અમે એવું કંઇ નહીં કરીએ જેથી તમારે અહીંયા નીચાજોણું થાય
    ૩૦ વર્ષ બાદ, પ્રથમ વખત ભારતમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બની છે. આ ચૂંટણી પરિણામ હિંદુસ્‍તાનના કોઈ પણ પોલિટિકલ પંડિતના ગળે નહોતા ઉતારતા. ઓપિનિયન મેકર પણ ઓપિનિયન બનાવવામાં અસફળ રહ્યાં. ભારતના ગામના અભણ, ગરીબો લોકોએ ઓપિનિયન મેકરોનો ઓપિયન બનાવ્‍યા. ગરીબથી ગરીબ લોકોની પણ લોકોશાહીમાં કેટલી નિષ્ઠા છે એ આ ચૂંટણી બતાવ્‍યું. પણ ચૂંટણી જીતવું એટલે પદગ્રહણ નહીં, ચૂંટણી જીતવી એ કોઈ ખુરશીમાં બેસવાનો કાર્યક્રમ નથી. ચૂંટણી જીતવી એક જવાબદારી છે. મેં જયારથી આ કાર્યની જવાબદારી સ્‍વીકારી છે, ત્‍યારથી ૧૫ મિનિટ પણ વેકેશન નથી લીધું. હિંદુસ્‍તાનમાં તમે અને દેશે જે જવાબદારી સોંપી છે, હું તમને વિશ્વાસ અપાઉં છું કે, અમે એવું ક્‍યારેય કંઈ નહીં કરીએ જેને લીધે તમારે નીચાજોણું થાય.
    આપણા દેશમાં એક એવો ઉમંગ અને ઉત્‍સાહનો માહોલ છે. દેશના લોકો પરિવર્તન ઈચ્‍છે, દેશ પરિવર્તન ઈચ્‍છે, વિશ્વ જે રીતે આર્થિક બાબતોમાં આગળ વધી રહ્યું છે તેવી જ રીતે ભારતના ગરીબથી ગરીબ લોકો પણ પરિવર્તન ઈચ્‍છે છે. મારા દેશવાસીઓને હું વિશ્વાસ અપાવું છે કે ભારતની આર્થિક સ્‍થિતિમાં પરિવર્તન માટે તમે જે સરકારને ચૂંટી છે તે કોઈ કમી નહીં રાખે. હું આ વાતને બરાબર જાણું છું કે અહીં ઊભેલા તમને સૌને ભારત માટે ભારે અપેક્ષા છે. ભારતના નાગરિકોને પણ વર્તમાન સરકાર પાસે ભારે અપેક્ષા છે. હું વિશ્વાસથી કહું છું કે આ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે ત્‍યારે અપેક્ષાઓને પૂર્ણ કરવામાં ૧૦૦ ટકા સફળ રહેશે. હું જયારે મુખ્‍યપ્રધાન હતો ત્‍યારે મને ખબર નહોતી કે મારા માથે આ જવાબદારી આવશે. વિશ્વ આખું કન્‍વિન્‍સ છે કે, ૨૧મી સદી એશિયાની સદી હશે. અમેરિકાના ગણમાન્‍ય રાજનેતાઓ જાહેરમાં કહ્યું છે કે ૨૧મી સદી એશિયાની સદી છે તો કોઈ કહે છે કે ભારતની સદી છે. આવી વાતો અમથી નથી થતી. ભારત પાસે સામર્થ્‍ય છે.
   લોકતંત્ર, ડેમોગ્રાફિક ડિવિડન્‍ટ અને ડિમાન્‍ડ એક સાથે હોય તેવો ભારત એકમાત્ર દેશ
   આજે હિન્‍દુસ્‍તાન દુનિયાનો સૌથી યુવાન રાષ્ટ્ર છે. દુનિયાની સૌથી જૂની સંસ્‍કૃતિ વાળો દેશ આજે દુનિયાનો સોથી યુવાન દેશ. એક એવું અદભૂત મિલન. એવો સંજોગ ઉભો થયો કે દેશના ૬૫ ટકા લોકો ૩૫ વર્ષ કરતા નાના છે. નિરાશાનું કોઈ કારણ નથી સાથીઓ. વિશ્વાસ સાથે કહું છું કે દેશ ભારે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આ નવયુવાનોના સામર્થ્‍યથી આગળ વધવાનો છે.
   ભારત પાસે ત્રણ એવી વસ્‍તુ છે જે દુનિયાના કોઈ રાષ્ટ્ર પાસે નથી. એ ત્રણ વસ્‍તુ જેના પર ભારત ગર્વ કરી શકે, આગળ વધી શકે. એમાં એક છે લોકતંત્ર. ચૂંટણી વખતે શરીર પર કપડાં ના હોય એવા લોકો પણ ચૂંટણી સભામાં પહોંચતો હતો. ભારતમાં લોકતંત્ર વ્‍યવસ્‍થા નથી, આસ્‍થા છે વિશ્વાસ છે. બીજી શક્‍તિ છે ડેમોગ્રોફિક ડિવિડન્‍ટ. જે દેશ પાસે ૩૫ થી ઓછી ઉંમરના ૬૫ ટકાથી વધી યુવાનો હોય તેને બીજું શું જોઈએ. ત્રીજી વાત ડિમાન્‍ડ. આખી દુનિયા ભારત તરફ નજર કરે છે. એમને ખબર છે કે સવાસો કરોડનો દેશ વિશાળ માર્કેટ છે. અહીંયા ડિમાન્‍ડ ઊંચી હોય છે.
   આ ત્રણેય વસ્‍તુ કોઈ એક રાષ્ટ્ર પાસે હોય એવો દેશ દુનિયામાં બીજો કોઈ નથી. આ જ શક્‍તિ અને સામર્થ્‍યના આધારે ભારત નવી ઊંચાઈઓને પાર કરશે એ મારો વિશ્વાસ છે. અમેરિકા દુનિયાનું સૌથી જુનું લોકતંત્ર છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. દુનિયા આખીના લોકો અમેરિકામાં આવીને વસ્‍યા છે. ભારતના લોકો દુનિયા આખીમાં વસ્‍યા છે. દુનિયાનો કોઈ ખૂણો નહીં હોય જયાં ભારતીય ન મળે. અમેરિકાનું કોઈ એવું શહેર નહી હોય જયાં દુનિયાનો માણસ ના મળે. કેવી સમાનતા?
   મારો સ્‍પષ્ટ મત રહ્યો છે કે, સરકાર વિકાસ નથી કરી શકતી. સરકાર વધુથી વધુ પોતાની સ્‍કીમ લાગું કરી શકે. રોડ બનાવવા, હોસ્‍પિટલ બનાવવી તેના બજેટની સીમા હોય છે. વિકાસ ત્‍યારે થાય જયારે લોકભાગીદારી હોય. અત્‍યાર સુધી સરકારે વિકાસનો ઠેકો લીધો હતો. અમે એ રસ્‍તો અપનાવો કે વિકાસ સવાસો કરોડ દેશવાસીઓ અને સરકાર સાથે મળીને કરશે. દેશે પ્રગતિ કરવી હોય તો ગુડ ગવર્ન્‍સની જરૂર પડે. તમારી પણ કેવી ફરિયાદ હોય કે એરપોર્ટ પર ઉતર્યા કે આવું થયું... વિઝા લેવા માટે ગયા હતા... ભલે હું હજારો માઈલ તમારાથી દૂર રહુ છું તમારા દર્દને ઓળખું છું. પીડાને ઓળખું છે. 
Central Teachers Eligibility Test (CTET) Official Answer key Declared :

Answer key : Click Here

Exam was held on 21-09-2014


Get Update Easy