HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

15 સપ્ટેમ્બર, 2014

પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃત્તિ જાહેરનામું


સુવિચાર
  • ક્રોધની આગ , કરે ઘરની રાખ .
  • આગની ખાનખરાબી કરતા વાસનાની ખાનખરાબી વધુ કાતિલ છે .
  • જોવાની ઈચ્છા થાય તો પોતાના દોષ જુઓ .
  • કરવાની ઈચ્છા થાય તો દુઃખીને સહાય કરો .
  • મેળવવાની ઈચ્છા થાય તો મા બાપના આશીર્વાદ  મેળવો .
  • સફળતાની પાયાની શરૂઆત છે  , વાણીની મધુરતા અને કડવાશની ગેરહાજરી .

  • છરીનો દુરપયોગ થોડાને મારે જયારે બુદ્ધિનો દુરપયોગ બહુ બધાને મારે છે .      
   
           New HSC SEMESTER - I AND III EXAMINATION TIME  TABLE OCT.2014     
                                     
શિષ્‍યવૃતિની પરીક્ષા માટે ૨૫મી સુધી નોંધણી થશે
New  પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃત્તિ જાહેરનામું
૧૯મી ઓક્‍ટોબરે શિષ્‍યવૃતિ પરીક્ષા લેવાશે : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ વેબસાઇટ ઉપર હવે વિદ્યાર્થીઓને નોંધણી કરાવી પડશે

   અમદાવાદ,તા. ૧૪,ગુજરાત રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ શિષ્‍યવૃત્તિ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. ચાલુ વર્ષે આ પરીક્ષાની તારીખ નક્રી કરવા માટે પરીક્ષા સમિતિની બેઠક મળી હતી. જેમાં આ પરીક્ષા આગામી ૧૯મી ઓક્‍ટોબર અને રવિવારના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અરજી કરવા માંગતા હોય તેમણે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોરડની વેબસાઇટ ઉપર તારીખ ૨૫ સપ્‍ટેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે.

   પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્‍યમાં પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા તેજસ્‍વી બાળકોને રાજ્‍ય તેમજ કેન્‍દ્ર સરકારના સંયુક્‍ત ઉપક્રમે શિષ્‍યવૃતિ ફાળવવામાં  આવે છે. આ શિષ્‍યવૃત્તિ માટેના તેજસ્‍વી વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા શિષ્‍યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે ત્‍યારે ચાલુ વર્ષે આ પરીક્ષાના આયોજનને આખરી ઓપ આપવા માટે મળેલી પરીક્ષા ૧૯ ઓક્‍ટોબર અને રવિવારના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ પરીક્ષામાં ભાગ લેવા માટે ઉત્‍સુક વિદ્યાર્થીઓ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર તારીખ ૨૫ સપ્‍ટેમ્‍બર સુધી ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. આ પરીક્ષામાં બેસવા માટે પ્રાથમિક શિષ્‍યવૃત્તિ માટે ધોરણ ૫માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ અને માધ્‍યમિક શિષ્‍યવૃત્તિ માટે ધોરણ ૮માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. જો કે, શિષ્‍યવૃત્તિ પરીક્ષા મોટ અરજી કરનાર વિદ્યાર્થીઓએ ગત પરીક્ષા ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક મેળવેલ હોવા છતાં આવશ્‍યક છે તેનાથી ઓછા માર્ક્‍સ મેળવનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં.
 જાણિતા શિક્ષણવિદ્‌-વિદ્વાન કિરીટ જોશીનું અવસાન થયું
ગુજરાતે એક વિદ્વાન ગુમાવ્‍યા છે : ચુડાસમા : ભારતીય સંસ્‍કળતિને ઉજાગર કરતા અનેક પુસ્‍તકો મારફતે તેઓ વિદ્યમાન રહેશે : શિક્ષણમંત્રી ચુડાસમાનો અભિપ્રાય
જાણિતા શિક્ષણવિદ્‌-વિદ્વાન કિરીટ જોશીનું અવસાન થયું

   અમદાવાદ,તા. ૧૪-પ્રખર શિક્ષણવિદ્‌ અને બહુશ્રુત વિદ્વાન કિરીટભાઈ જોષીનું આજે વહેલી સવારે અવસાન થયું છે. શિક્ષણંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ તેમના અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, તેમના અવસાનથી ગુજરાતે એક બહુશ્રુત વિદ્વાન ગુમાવ્‍યા છે અને શિક્ષણ ક્ષેત્રે તેમની ખોટ ક્‍યારેય પુરાશે નહીં. ચુડાસમાએ જણાવ્‍યું છે કે સ્‍વર્ગસ્‍થ અર્વાચન યુગના ઋષિ અરવિંદના પૂર્મ યોગના ઉપાસક હતો. જોષીને શ્રદ્ધાંજલિ અર્પણ રતા સ્‍વર્ગસ્‍થને નૂતન યુગના ભાવિ શિક્ષણના પુરસ્‍કર્તા અને એક બહુશ્રળત વિદ્વાન લેખાવી શિક્ષણ મંત્રીએ જણાવ્‍યું છે કે, ભારતીય સંસ્‍કળતિને ઉજાગર કરતા તેમના અસંખ્‍ય પુસ્‍તકો દ્વારા અક્ષરદેહે તથા દિવ્‍ય ચેતના દ્વારા ચેતનયમી દેહે તેઓ આપણી વચ્‍ચ વિદ્યમાન છે. ગુજરાતના મુખઅયમંત્રીના સલાહકાર તરીકે તેમની ભૂમિકા અદા કરતી વેળાએ તેમણે ચિલ્‍ડ્રન યુનિર્વસિટી, આઈઆઈટીઈ અને ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ દજેવા પ્રકલ્‍પોમાં સ્‍વ. કિરીટભાઈ જોશીનું બહુ મોટું યોગદાન હતું. પરમકળપાળુ પરમાત્‍મા સ્‍વર્ગસ્‍થના આત્‍માને ચિર શાંતિ અર્પે તેવી અભ્‍યર્થના પણ ચુડાસમાએ વ્‍યક્‍ત કરી હતી. 

ભિંડાના 5 ફાયદા

  લીલા શાકભાજીમાં ભિંડાનો  ખૂબ મુખ્ય સ્થાન છે. આ સેહત માટે ઘણો લાભકારી છે. એમાં ઘણા પોષક તત્વ અને પ્રોટીન રહેલા હોય છે. ભિંડામાં પ્રોટીન વસા,રેશા,કાર્બોહાઈડ્રેડ,કેલ્શિયમ,ફાસ્ફોરસ,આયરન મેગ્નેશિયમ પોટેશિયમ અને સોડિયમ રહેલો હોય છે. જાણો ,ભિંડાના સેવનથી સેહતના શું લાભ મળે છે. 

bhinda

કૈંસરથી બચાવ 

 કેંસરને દૂર કરવામાં ભિંડી ખૂબજ લાભકારી છે. આ આંતરડામાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવાનો કામ કરે છે.કોલન કૈંસર દૂર કરવામાં ભિંડા ખૂબ લાભકારી છે. 

 ડાયબિટીસમાં લાભકારી 

 ભિંડામાં રહેલા યુગેલાગ ડાયબિટીજથી બચવામાં મદદ કરે છે. આ ફાઈબર લોહીમાં શર્કરાના  સ્તરને નિયંત્રિત કરે છે. 

 વજન ઘટાડવામાં મદદગાર 

 જે લોકો વજન ઓછું કરવા ઈચ્છે છે તેને ભિંડાનો સેવન કરવો જોઈએ.ભિંડામાં ફાઈબરની માત્રા હોય છે અને કેલોરી નહી હોય.

 પ્રતિરોધી ક્ષમતા વધારે
 ભિંડામાં રહેલા વિટામિન સી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરી ખાંસી અને ઠંડથી બચાવે છે. ભિંડામાં રહેલા વિટામિન એ અને બેટા કેરિટીન આંખો માટે પણ ખૂબજ લાભકારી છે.
 

Get Update Easy