આજનો વિચાર
- પ્રબળ વિશ્વાસ એ મહાન કાર્ય નો જનક છે
કલાજગત QUESTION-WORLD
કલા (આર્ટ) શબ્દ એટલો વ્યાપક છે કે વિભિન્ન વિદ્વાનોએ કરેલી પરિભાષાઓ કેવળ એક વિશેષ પક્ષને જ સ્પર્શીને રહી જાય છે. કલાનો અર્થ હજુ સુધી નિશ્ચિત નથી થઇ શક્યો, પરંતુ એની હજારો પરિભાષાઓ કરવામાં આવેલી છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય છે, જેમાં કૌશલ્ય અપેક્ષિત હોય. યુરોપીય શાસ્ત્રીઓએ પણ કલામાં કૌશલ્યને મહત્વપૂર્ણ માને છે.
કલા નું મહત્વ
જીવન, ઉર્જા નો મહાસાગર છે, જ્યારે અંતશ્ચેતના જાગૃત થાય છે ત્યારે ઉર્જા જીવન ને કલા નાં રૂપ માં ઉપસાવે છે. કલા જીવન ને "સત્યમ્ શિવમ્ સુન્દરમ્" થી સમન્વિત કરે છે. તેના દ્વારા જ બુદ્ધિ આત્મા નું સત્ય સ્વરુપ ઝળકે છે. કલા ઉસ ક્ષિતિજ કી ભૉંતિ હૈ જિસકા કોઈ છોર નહીં ! ઇતની વિશાલ ઇતની વિસ્તૃત ! અનેક વિધાઓં કો અપને મેં સમેટે ! તભી તો કવિ મન કહ ઉઠા-
“સાહિત્ય સંગીત કલા વિહીન,
સાક્ષાત્ પશુપુચ્છ વિષાણહીન”
રવીન્દ્રનાથ ઠાકુરના મુખમાથી સરયુ કે “કલામાં મનુષ્ય પોતાના ભાવોંની અભિવ્યક્તિ કરે છે.” તો પ્લેટોએ કહ્યુકે - “કલા સત્ય ની અનુકૃતિ છે.”
કલા જગત વિષે જાણવા નીચેની ઇમેજ પર ક્લિક કરો
ભારતીય ચિંતકોના મત મુજબ કલાઓં ની સૂચી
કામસૂત્ર મુજબ
"કામસૂત્ર" અનુસાર 64 કલઓ નિમ્નલિખિત છે:
(1) ગાયન, (2) વાદન, (3) નર્તન, (4) નાટય, (5) આલેખ્ય (ચિત્રકલા અને
લખાણ), (6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન), (7)ચોકમા રંગ પૂરણી, અલ્પના, (8)
પુષ્પશય્યા બનાવવી, (9) અંગરાગાદિલેપન, (10) પચ્ચીકારી, (11) શયન રચના,
(12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય), (13) જલક્રીડ઼ા, જલાઘાત, (14)શ્રુંગાર્
(મેકઅપ), (15) માલા ગૂઁથન, (16) મુંગટ રચના , (17) વેશ પરીવર્તન, (18)
કર્ણાભૂષણ રચના, (19) અત્તર યાદિ સુગંધદ્રવ્ય બનાવટ, (20) આભૂષણધારણ, (21)
જાદૂગરી, ઇંદ્રજાળ, (22) અરમણીય ને રમણીય બનાવવુ, (23) હાથ ની સફાઈ
(હસ્તલાઘવ), (24) રસોઈ કાર્ય, પાક કલા, (25) આપાનક (શર્બત બનાવવુ), (26)
સૂચીકર્મ, સિલાઈ, (27) કલાબત્, (28) કોયડા ઉકેલ, (29) અંત્યાક્ષરી, (30)
બુઝૌવલ, (31) પુસ્તકવાચન, (32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન,
(33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ, (34) વેણી બનાવવી, (35) સૂત્તર બનાવટ, તુર્ક
કર્મ, (36) કંદોઇ કામ, (37) વાસ્તુકલા, (38) રત્નપરીક્ષા, (39) ધાતુકર્મ,
(40) રત્નોં ની રંગપરીક્ષા, (41) આકર જ્ઞાન, (42) બાગવાની, ઉપવનવિનોદ, (43)
મેઢ઼ા, પક્ષી આદિની લડાઈ, (44) પક્ષિયોં ને બોલતા શીખવવુ, (45) માલિશ
કરવુ, (46) કેશ-માર્જન-કૌશલ, (47) ગુપ્ત-ભાષા-જ્ઞાન, (48) વિદેશી કલાઓ નુ
જ્ઞાન, (49) દેશી ભાષાઓં નુ જ્ઞાન, (50) ભવિષ્યકથન, (51) કઠપુતલી નર્તન,
(52) કઠપુતલી ના ખેલ, (53) સુનકર દોહરા દેના, (54) આશુકાવ્ય ક્રિયા, (55)
ભાવ બદલીને કેહવુ (56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય, (57) અભિધાન,
કોશજ્ઞાન, (58) મહોરુ બનાવવુ (વસ્ત્રગોપન), (59) દ્યૂતવિદ્યા, (60)
રસ્સાકશી, આકર્ષણ ક્રીડ઼ા, (61) બાલક્રીડ઼ા કર્મ, (62) શિષ્ટાચાર, (63)
વશીકરણ અને (64) વ્યાયામ.
શુક્રનીતિ અનુસાર
"શુક્રનીતિ" અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, છતાં પણ સમાજમાં અતિ
પ્રચલિત ૬૪ કલાઓનો આ નીતિમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. "શુક્રનીતિ" અનુસાર
આ ૬૪ કલાની ગણના આ પ્રકારે કરવામાં આવેલી છે. :-
(૧) નર્તન (નૃત્ય), (૨) વાદન, (૩) વસ્ત્રસજ્જા, (૪) રૂપપરિવર્તન, (૫)
શૈય્યા સજાવટ, (૬) દ્યૂત ક્રીડા, (૭) સાસન રતિજ્ઞાન, (૮) મદ્ય બનાવટ અને
એને સુવાસિત કરવાની કલા, (૯) શલ્ય ક્રિયા, (૧૦) પાક શાસ્ત્ર, (૧૧) બાગકામ,
(૧૨) પાષાણ, ધાતુ આદિમાંથી ભસ્મ બનાવવાની કલા, (૧૩) મિઠાઈ બનાવટ, (૧૪)
ધાત્વોષધિ બનાવટ, (૧૫) મિશ્ર ધાતુઓનું પૃથક્કરણ, (૧૬) ધાતુમિશ્રણ, (૧૭) નમક
બનાવટ, (૧૮) શસ્ત્રસંચાલન, (૧૯) કુસ્તી (મલ્લયુદ્ધ), (૨૦) લક્ષ્યવેધ, (૨૧)
વાદ્યસંકેત દ્વારા વ્યૂહરચના, (૨૨) ગજાદિ દ્વારા યુદ્ધકર્મ, (૨૩) વિવિધ
મુદ્રાઓ દ્વારા દેવપૂજન, (૨૪) સારથીપણું, (૨૫) ગજાદિની ગતિશિક્ષા, (૨૬)
વાસણ બનાવટ, (૨૭) ચિત્રકલા, (૨૮) તળાવ, મહેલ વગેરેના નિર્માણ માટે ભૂમિ
તૈયાર કરવાની કલા, (૨૯) ઘંટાદિ દ્વારા વાદન, (૩૦) રંગસાજી, (૩૧) વરાળના
પ્રયોગ-જલવાટવગ્નિ સંયોગનિરોધૈ: ક્રિયા, (૩૨) નૌકા, રથાદિ વાહનોનું જ્ઞાન,
(૩૩) યજ્ઞ માટેની દોરી બટાવવાનું જ્ઞાન, (૩૪) કાપડ વણાટ, (૩૫) રત્નપરીક્ષણ,
(૩૬) સ્વર્ણપરીક્ષણ, (૩૭) કૃત્રિમ ધાતુ બનાવવી, (૩૮) આભૂષણ ઘડવાની કલા,
(૩૯) કલાઈ કરવાની કલા, (૪૦) ચર્મકાર્ય, (૪૧) ચામડું ઉતારવાની કલા, (૪૨)
દૂધના વિભિન્ન પ્રયોગ, (૪૩) ચોલી વગેરે સીવવાની કલા, (૪૪) તરણ, (૪૫) વાસણ
માંજવાની કલા, (૪૬) વસ્ત્રપ્રક્ષાલન (સંભવત: કપડાં ધોવાની તેમ જ ઇસ્ત્રી
કરવાની કલા), (૪૭) ક્ષારકર્મ, (૪૮) તેલ બનાવટ, (૪૯) કૃષિકાર્ય, (૫૦)
વૃક્ષારોહણ, (૫૧) સેવાકાર્ય, (૫૨) ટોપલી બનાવવાની કલા, (૫૩) કાચના વાસણ
બનાવવા, (૫૪) ખેત સીંચાઇ, (૫૫) ધાતુના શસ્ત્ર બનાવવાની કલા, (૫૬) જીન, કાઠી
અથવા હૌદા બનાવવાની કલા, (૫૭) શિશુપાલન, (૫૮) દંડકાર્ય, (૫૯) સુલેખન, (૬૦)
તાંબૂલરક્ષણ, (૬૧) કલામર્મજ્ઞતા, (૬૨) નટકર્મ, (૬૩) કલાશિક્ષણ, ઔર (૬૪)
સાધનાની ક્રિયા.
સાબરકાંઠાના આદિવાસી વિસ્તાર સમા ખેડબ્રહ્મા રાજ્યનો સૌ પ્રથમ વાઇફાઇ તાલુકો બન્યો
અત્યાર સુધી ઇન્ટરનેટ શહેરો સુધી જ સિમિત રહ્યું હતું તે હવે ધીરે ધીરે ગામડાં તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાબરકાંઠાના આદિવાસી વિસ્તાર સમા
ખેડબ્રહ્મા રાજ્યનો સૌ પ્રથમ વાઇફાઇ તાલુકો બન્યો છે. મુખ્યમંત્રી
આનંદીબેન પટેલે રાજ્યના ગામોને ક્રમશ વાઇફાઇ કનેકટીવીટીથી સાંકળવાની નેમ
વ્યક્ત કરીને ડિજીટલ સેતુનો પ્રારંભ કરાવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં હવે
હેલ્થ વર્કરો પણ ટેબલેટના માધ્યમથી મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી આપશે.
સાબરકાંઠાના ખેડબ્રહ્માના ૩૨ ગામોને વાઇફાઇ કનેકટીવીટી સાથે જોડાયાં છે તે
વિશે કલેક્ટર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, હવે જયારે ઓનલાઇન રેશનકાર્ડ
ઉપલબ્ધ છે ત્યારે પંચાયત ઘરને વાઇફાઇ કનેકટીવીટી સાથે જોડતા ગ્રામજનો
સરળતાથી ઓનલાઇન રેશનકાર્ડ મેળવી શકશે. ગામના શિક્ષિત યુવાનો યુપીએસસી,
બેંક સહિતની પરિક્ષા આપવા માંગતા હશે તો તેના ફોર્મ પણ ઘરબેઠા મેળવી શકશે.
આગામી દિવસો વધુ ગામોને વાઇફાઇથી સજજ કરાશે. કોઇપણ વ્યક્તિ પંચાયતઘરમાંથી
લોગિન મેળવીને ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે.
ખેડબ્રહ્માના નવનિર્મિત તાલુકા સેવા સદનના લોકાપર્ણ પ્રસંગે મુખ્યમંત્રીએ આદિજાતિ બાળકો માટે દૂધ સંજીવની યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ વિજયનગર,ખેડબ્રહ્મા તાલુકાના ૨૦ હજાર બાળકોને પોષણક્ષમ આહારરૃપે ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવશે. શિક્ષકો વિચારોનુ આદાનપ્રદાન કરી શકે તે માટે એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન ઇ-શિક્ષક પ્રોજેક્ટ શરૃ કરાયો છે જેમાં શિક્ષકો શાળામાં થતી કામગીરી થી જ નહીં પણ શિક્ષકોએ કરેલી કામગીરીથી પરિચિત થશે.
સાબરકાંઠા જિલ્લાના આરોગ્યની કામગીરીને વધુ વેગવંતી બનાવવાના ભાગરૃપે હેલ્થ વર્કરોને ટેબલેટની સુવિધા અપાઇ છે. ટેબલેટથી હેલ્થ વર્કરો મહિલાઓને ડાયરિયા થાય તો તેની પ્રાથમિક સારવાર માટે શુ કરવું , સ્તનપાન કરાવવું કેમ મહત્વપૂર્ણ છે , બાળકને કેમ પોષણક્ષમ આહાર આપવો જોઇએ તે સહિતની માહિતી આપશે.
ખેડબ્રહ્માના નવનિર્મિત તાલુકા સેવા સદનના લોકાપર્ણ પ્રસંગે મુખ્યમંત્રીએ આદિજાતિ બાળકો માટે દૂધ સંજીવની યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ વિજયનગર,ખેડબ્રહ્મા તાલુકાના ૨૦ હજાર બાળકોને પોષણક્ષમ આહારરૃપે ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવશે. શિક્ષકો વિચારોનુ આદાનપ્રદાન કરી શકે તે માટે એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન ઇ-શિક્ષક પ્રોજેક્ટ શરૃ કરાયો છે જેમાં શિક્ષકો શાળામાં થતી કામગીરી થી જ નહીં પણ શિક્ષકોએ કરેલી કામગીરીથી પરિચિત થશે.
સાબરકાંઠા જિલ્લાના આરોગ્યની કામગીરીને વધુ વેગવંતી બનાવવાના ભાગરૃપે હેલ્થ વર્કરોને ટેબલેટની સુવિધા અપાઇ છે. ટેબલેટથી હેલ્થ વર્કરો મહિલાઓને ડાયરિયા થાય તો તેની પ્રાથમિક સારવાર માટે શુ કરવું , સ્તનપાન કરાવવું કેમ મહત્વપૂર્ણ છે , બાળકને કેમ પોષણક્ષમ આહાર આપવો જોઇએ તે સહિતની માહિતી આપશે.