આજનો વિચાર
Happiness is in the heart, not in the circumstances.Unknown
![]() |
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો |
![]() ![]() ![]()
આપણે એક હાથ કે પગ ને સામાન્ય ઈજા
થાય તો હારીને પથારીમાં પડ્યા રહીએ છીએ અને નિરાશ થઇ જઈએ છીએ .પણ આ તો
પોતાની જાતે સહેજ પણ હલનચલન કરવા શક્તિમાન નથી એવા મહાન
ડૉ .સ્ટીફન હોકિંગ
વિશે થોડું જાણીએ.
વીસમી સદીના વિશ્વના મહાન
વિજ્ઞાનીઓમાં જેમની ગણના થાય છે તેવા ડૉ.સ્ટીફન વ્હીલચેરમાં બેઠા બેઠા
કેટકેટલાય મહાન શોધ-સંશોધન કર્યાં છે.તેમને ૨૧ વર્ષની યુવાન વયે તેમને
અસાધ્ય ગણી શકાય તેવો ક્લોરોસીસ નામનો ભયંકર રોગ થયો હતો .મૃત્યુ ને આટલી
નજીકથી જોઈ પ્રથમ ગભરાઈ ગયા પછી દ્રઢ મનોબળથી પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ
થઇ ગયા ત્યારબાદ તેમણે જીંદગીને નવી દ્રષ્ટીથી જોઈ જીવવાનું શરુ કર્યું.
ડૉ સ્ટીફને બ્રહ્માંડના અનેક
રહસ્યો પર સંશોધન કર્યું છે . બ્રહ્માંડ વિજ્ઞાનમાં પણ તેમણે બ્લેક હોલ
વિશે ખૂબ જ અભ્યાસ અને સંશોધન કર્યાં છે. કોસ્મોલોજી બ્રહ્માંડ નું વિજ્ઞાન
તેમનો ખુબજ પ્રિય વિષય હતો. કોસ્મ્લોજી વિષયમાં એક અગ્રણ્ય વિજ્ઞાની તરીકે
તેમની ગણના થાય છે .લાખો વિદ્યાર્થી તેમના સંશોધન પરની થીયરી નો અભ્યાસ
કરી જાણકારી મેળવે છે .
સૂર્યમંડળના ગ્રહો
|