આજનો સુવિચાર:-
આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ.
—- સ્વામી સચ્ચિદાનંદ
કેલ્ક્યુલેટર ની કરામત
- 1. 6.1872 નો ભાગાકાર 8 વડે કરો જે જવાબ આવે તેને કેલ્ક્યુલેટર ની દિશા બદલીને વાંચો hello લખેલું વંચાશે.
- 2. 1 to 9 માંથી કોઈ એક અંક જમકે 3 પસંદ કરો તે અંક ત્રણ વખત દબાવી જે જવાબ આવે તેને ૩ વડે ભાગો જે જવાબ મળે તેને શરુ માં પસંદ કરેલો અંક ૩ વડે ભાગો જવાબ 37 આવશે. >સુત્ર : પસંદ કરેલો અંક ત્રણ વાર /૩/પસંદ કરેલો અંક એક વાર = ૩7
- 3. 1 to 8 માંથી કોઈ એક અંક એન્ટર કરો તેને 9 વડે ભાગો જવાબ જુઓ.
- 4. 10 to 98 માંથી એક અંક એન્ટર કરી તેને 99 વડે ભાગો અને જવાબ જુઓ.
મોઢેરાનુ વિશ્વ પ્રસિધ્ધ સૂર્યમંદિર
મોઢેરાના વિશ્વ પ્રસિધ્ધ સૂર્ય
મંદિરમાં, જે અમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે
આવેલુ છે. એવુ અનુમાન છે કે આ મંદિરનુ નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી
પ્રથમ (ઈસા પૂર્વ 1022-1063માં) એ કરાવ્યુ હતુ. જેની પૂર્તિ એક શિલાલેખ
કરે છે. જે મંદિરના ગર્ભગૃહની દિવાલ પર છે, જેમા લખવામાં આવ્યુ છે કે
વિક્રમ સંવંત 1083 અર્થાત (1025-1026 ઈસ પૂર્વ) આ એજ સમય હતો જ્યારે
સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોને વિદેશી આક્રમણકર્તા મહેમૂદ હમદ ગઝનીએ
પોતાના કબ્જે કરી લીધી હતી. ગજનીના આક્રમણના પ્રભાવના આધીન થઈને સોલંકીઓએ
પોતાની શક્તિ અને વૈભવને ગુમાવી દીધી હતી. સોલંકી
સામ્રાજ્યની રાજઘાની કહેવાતી 'અહિલવાડ પાટણ' પણ પોતાની મહિમા, ગૌરવ અને
વૈભવને ગુમાવતી રહી હતી, જેને મેળવવા માટે સોલંકી રાજ પરિવાર અને વેપારીઓ
એક થયા અને તેમણે સંયુક્ત રૂપથી ભવ્ય મંદિરોના નિર્માણને માટે પોતાનુ
યોગદાન આપવુ શરૂ કર્યુ.
મંદિરના
સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ
દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યા છે. આ
સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય
છે.
આ
મંદિરનુ નિર્માણ કંઈક એ રીતે કરવામાં આવ્યુ છે કે જેમા સૂર્યોદય થતા
સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ
આવેલુ છે. જેને લોકો સૂર્યકુંડ કે રામકુંડના નામે ઓળખે છે.
અલ્લાઉદ્દીન
ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ અને
મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી. વર્તમાનમાં ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને
પોતાના સંરક્ષણમાં લઈ લીધુ છે.
ઈતિહાસમાં પણ મોઢેરાનો ઉલ્લેખ સ્કંદ
પુરાણ અને બ્રહ્મ પુરાણના મુજબ પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો સમગ્ર
વિસ્તાર 'ઘર્મરન્ય'ના નામે ઓળખાતો હતો. પુરાણો મુજબ ભગવાન શ્રીરામે રાવણના
સંહાર પછી પોતાના ગુરૂ વશિષ્ઠને એક એવુ સ્થાન બતાવવા માટે કહ્યુ જ્યા
જઈને તેઓ પોતાની આત્માની શુધ્ધિ અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી
શકે. ત્યારે ગુરૂ વશિષ્ઠે શ્રીરામને 'ધર્મરન્ય' જવાની સલાહ આપી હતી. આ જ
ક્ષેત્ર આજે મોઢેરાના નામે ઓળખાય છે.
કેવી રીતે જશો ? રોડ દ્વારા - આ મંદિર અમદાવાદથી 102 કિલોમીટરના અંતરે આવેલુ છે. અમદાવાદથી અહી જવા માટે બસ અને ટેક્સીની સુવિદ્યા પણ મળી રહે છે.
રેલમાર્ગ - નજીકનુ રેલ્વે સ્ટેશન અમદાવાદ લગભગ 102 કિમીના અંતર પર આવેલુ છે.
વાયુમાર્ગ - નજીકનુ એયરપોર્ટ અમદાવાદ છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞાનનુ માનવુ છે કે ખાંડના
વપરાશમાં ભારે કમી થવી જોઈએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઈગ્લેંડમાં સરકારના
સલહાકારોએ તાજેતરમાં જ ખાંડ ખાવાની માત્રાને ઓછુ કરવાનો પ્રસ્તાવ રજૂ
કર્યો છે.
આ નવી સલાહ મુજબ એક વ્યક્તિને મળનારી ઉર્જાના પાંચ ટકા જ ખાંડમાંથી આવવી જોઈએ. પહેલા આ માત્રા 10 ટકા રાખવામાં આવી હતી. પણ બીએમસી જર્નલમાં છપાયેલ એક શોધ મુજબ આની માત્રા ત્રણ ટકાથી વધુ ન હોવી જોઈએ.
શોધકર્તાઓનુ કહેવુ છે કે આ પગલુ લોકોની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને દાંતોની સડન પર આવનારા ખર્ચને ધ્યાનમા રાખીને ઉઠાવવામાં આવ્યુ છે.
દાંતોના સડનની સારવાર પર આવનારો ખર્ચ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કુલ ખર્ચના પાંચથી 10 ટકા હોય છે.