HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

1 સપ્ટેમ્બર, 2014

ગણેશ પુરાણ : ગણપતિનું વાહન ઉંદર જ કેમ?




ગણેશ પુરાણ : ગણપતિનું વાહન ઉંદર જ કેમ?



ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. ગજમુખાસુરને એવું વરદાન મળેલું હતું કે તે કોઈ અસ્ત્રથી ન મરી શકે.

ગણેશજીએ આને મારવા માટે પોતાનો એક દાંત તોડ્યો અને ગજમુખાસુર પર ઘા કર્યો. ગજમુખાસુર આનાથી ભયભીત થયો અને મૂષક (ઉંદર) બનીને દોડવા લાગ્યો. ગણપતિએ મૂષક બનેલા ગજમુખાસુરને પોતાના પાશમાં બાંધી દીધો. ગજમુખાસુર ગણેશજીની માફી માગવા લાગ્યો. ગણેશજીએ ગજમુખાસુરને પોતાનું વાહન બનાવીને જીવનદાન આપ્યું.

વધુ એક કથાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં મળી આવે છે. જે પ્રમાણે દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા, તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં.

ગણેશોત્સવ વિશેષ : જાણો ગણેશજીની વિવિધ કથાઓ





શ્રીગણેશ સૌ પ્રથમ પુજાય છે. બુદ્ધિમાન છે. તે વિઘ્નહર્તા છે અને માટે જ મંગલકારી પણ છે. પ્રતિસ્પર્ધાના આ યુગમાં ગણેશજીના કથાનકમાંથી યુવાનોએ શીખવા જેવું છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. 9મી સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરુ થઈ ગયો છે. યુવાનો ગણેશોત્સવની ઉજવણીમાં ડૂબી ગયા છે. ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ.

આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

શિવપુરાણ, વરાહપુરાણ, લિંગપુરાણ, બ્રવૈવર્ત પુરાણમાં ગણેશના જન્મની વિવિધ ગાથાઓ છે.

શિવપુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું, તેમાં પ્રાણ પૂર્યા, પોતાની શક્તિ આપી અને તેને ‘ગણેશ’ નામ પણ આપ્યું. ગણેશજીના સર્જન પછી એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયાં. પાર્વતીજીએ ગણેશને આજ્ઞા આપી કે, ‘હું સ્નાન કરવા જાઉં છું, આથી કોઈને ઘરમાં પ્રવેશવા ન દેતો.’ ગણેશજી આજ્ઞાંકિત પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાળની જેમ ઊભા રહી ગયા.

બીજી બાજુ રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી, જીતની પહેલી ખબર પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા. દ્વારપાળ બનેલા ગણેશે શંકર ભગવાનને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા. ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશનું મસ્તક છેદી નાખ્યું.


ગણેશજીના વધના સમાચાર નારદજીએ પાર્વતીને આપ્યા. સમાચાર સાંભળી ક્રોધિત થયેલાં પાર્વતી શંકર પાસે આવ્યાં અને પોતાના પુત્રને જીવિત કરવાની માગ કરી. આથી પાર્વતીને મનાવવા શંકર ભગવાને કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી, પણ એક પ્રાણીનું મસ્તક ગણેશના ધડ સાથે લગાવી તેમને જીવિત જ‚ર કરી શકાય. શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખી સૂતું હોય તેનું મસ્તક લઈ આવો. શંકરજીના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું. શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શ‚આત તારા નામ અને તારી આરાધનાથી કરશે. આમ ગણેશનો પુન: જન્મ થયો.લિંગપુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે, ઋષિમુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળીને, તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી. આથી ભગવાન આશુતોષે વિનાયક ‚પે શ્રીગણેશને પ્રગટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વેસર્વા ગણેશને બનાવ્યા.

મોદીની જાપાન મુલાકાત - જાપાન પુરા કરી શકે છે આ 5 સપનાં

modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસમાં 3 ભેટ મળી શકે છે. જેની ભારત વર્ષોથી રાહ જોઈ રહ્યુ છે. મોદીએ શનિવારે જાપાન રવાના થતા પહેલા અહી જાપાની મીડિયા સાથે વાત ક્રતા એ વાતના સમગ્ર સંકેત આપ્યા છે કે જાપાન સાથે પરમાણુ સહયોગ, સમુદ્ર પર ઉતરી શકનારા એમ્ફીબિયસ પ્લેન, યુએસ 2 ભારતને સપ્લાય કરવાનું ગ્રીન સિગ્નલ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન સંચાલન પર સમજૂતી હોઈ શકે છે. 
 
જાપાન સાથે સામરિક અને રક્ષા સંબંધોને મજબૂત કરવા પર જોર આપતા જાપાની પત્રકારોએ સવાલના જવાબમાં મોદીએ કહ્યુ કે સમય આવી ગયો છે કે આપણે આ સંબંધોને નવી ઊંચાઈ સુધી લઈ જઈએ. મોદીએ કહ્યુ કે પરમાણુ સહયોગ સમજૂતી પર વાતચીતમાં મહત્વપુર્ણ પ્રગતિ થઈ છે. યુએસ-2 વિમાન અને હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સિનકાનસેન વિશે પણ વાતચીત ઘણી આગળ વધી છે. 
 
હાઈ સ્પીડ ટ્રેન 
 
ક્યોટોમાં મોદી જાપાનના હાઈ સ્પીડ રેલવેને જોશે. પીએમ ભારતમાં બુલેટ ટ્રેન ચલાવવાની વાત કહી ચુક્યા છે. પણ જાપાનને આ બાબતે ચીન તરફથી જોરદાર પ્રતિસ્પર્ધા મળી રહી છે. જાપાન જ્યા સુરક્ષાનુ સારુ મોડલ રજુ કરી રહ્યુ છે તો બીજી બાજુ ચીન ઓછુ રોકાણ બતાવી પોતાનો પક્ષ મુકી રહ્યુ છે. જો કે હાઈસ્પીડ ટ્રેનોમાં સુરક્ષા બાબતે ચીનનો રેકોર્ડ સૌથી ખરાબ છે.  
 
અસૈન્ય પરમાણુ કરાર 
 
આ પ્રવાસ પર જાપાન સાથે અસૈન્ય પરમાણુ કરારનો પણ સમાવેશ છે. જો કે લગભગ સાઢા ત્રણ વર્ષોની ચર્ચા છતા આજે પણ કેટલાક પેચ છે. પરમાણુ કરારના મામલે ભારત રૂસના નિકટ રહ્યુ છે. મોદી જાપાનને વિશ્વાસ અપાવશે કે ભારતમાં સરકાર બદલવાની સાથે પ્રાથમિકતાઓ પણ બદલાય જાય છે. આ ઉપરાંત મોદી જપાનને એફડીઆઈ બમણી કરવાનો પ્રયત્ન પણ કરશે.  ભારત પાસે જમીન છે અને જાપાન પાસે તકનીક. 
 
યૂએસ 2 એમ્ફ્રીબિયન એઅરક્રાફ્ટ 
 
જાપાન પાસેથી આવા 15 જહાજોની ડીલની વાત થઈ રહી છે જેમા 3 ખરીદવામાં આવશે અને 12 ભારતમાં બનશે. હવા અને પાણીમાં ચાલનારા આવા જહાજની તકનીકમાં જાપાન ખૂબ આગળ છે.  
 
મેરી ટાઈમ સમજૂતી 
 
મોદીની યાત્રા દરમિયાન ભારત અને જાપાનની નૌસેના એકસાથે અભ્યાસ પર પણ નિર્ણય શક્ય છે.   ઉલ્લેખનીય છે કે ભારત-જાપાન રક્ષા ક્ષેત્રમાં મજબૂત ભાગીદારી ચીનના દબદબાને ઓછુ કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ સાથે જ દક્ષિણ ચીન સાગરમાંથી તેલ કાઢવા પર પણ જાપાન સાથે વાતચીત થશે. સરકારી તેલ કંપનીઓએ આનો પ્રસ્તાવ કર્યો છે.   બીજી બાજુ પ્રસ્તાવ પર જાપાને પણ સકારાત્મક સંકેટ આપ્યા છે. 
 
મોટા વેપાર સમજૂતીની આશા 
 
મોદી સાથે આ પ્રવાસ પર મુકેશ અંબાણી, ગૌતમ અદાની ચંદા કોચર, કિરણ મજમુદાર શો સહિત અનેક ઉદ્યોગપતિ અને અર્થશાસ્ત્રીઓનુ એક મોટુ પ્રતિનિધિમંડળ અહ્શે.  આશા છે કે આર્થિક મોરચા પર અનેક મોટી સમજૂતી થાય. જાપાન ભારતમાં રોકાણ વધારી પણ શકે છે. જેનો સીધો ફાયદો ભારતીય અર્થવ્યવસ્થાને થશે.  
 
 
ચીનની નજર 
 
પ્રધાનમંત્રી મોદીના જાપાન પ્રવાસ પર ચીનની ખાસ નજર છે કારણ કે ચીન અને જાપાનના સંબંધો તનાવપુર્ણ ચાલી રહ્યા છે અને ચીનના રાષ્ટ્રપતિ સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ભારતનો પ્રવાસ કરવાના છે. મોદીના જાપાન પ્રવાસમાં એક ભેગુ નિવેદન રજુ થશે જેમા ચીનની ચિંતાના મુદ્દા દક્ષિણ ચીન સાગર અને પૂર્વી ચીન સાગ વિશે બંને દેશોના મળીને શુ વિચાર છે તે રજૂ થશે. જેને ચીન પસંદ નથી કરતુ. જાપાન સાથે રક્ષા સંબંધોને મજબૂત કરવાનો સંકલ્પ લેવાની વાત પણ ચીનને ખટકશે. મોદીએ કહ્યુ કે જાપનાની  સાથે નૌસૈનિક સંબંધો પણ મજબૂત થશે. 
 
પીએમે કરી પાકને સીધી વાત 
 
પાકિસ્તાનની સાથે તાજેતરની વિદેશ સચિવ બેઠક રદ્દ કરવા વિશે પુછતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારતે પાકિસ્તાન સાથે સંબંધો સારા કરવાની અને વાતચીત કરવાની કોશિશો કરી પણ પાકિસ્તાનેપહેલા કાશ્મીરના અલગતાવાદીઓ નેતાઓ સાથે વાત કરી તેમના પ્રયત્નોનો તમાશો ઉભો કર્યો. અહી જાપાની પત્રકારો દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં મોદી કહ્યુ કે ભારત-પાકિસ્તાનને સાથે આતંક અને હિંસા થી મુક્ત વાતાવરણમાં જ શિમલા સમજૂતી અને લાહોર ઘોષણાપત્રના આધાર પર વાત કરી શકે છે.  અમે પાકિસ્તાન સાથે મૈત્રીપુર્ણ વ્યવ્હાર માટે અમારી તરફથી પ્રયત્નો કરતા રહીશુ. ભારતને કોઈપણ પરસ્પર મુદ્દા પર વાત કરવામાં કોઈ સંકોચ નથી. 
 

શિક્ષક દિનની અલગ રીતે ઉજવણી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય


teachers day
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષકદિનની આ વર્ષે અલગ રીતે ઉજવણી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર સંચાલિત તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં માત્ર એક દિવસ નહીં પરંતુ સપ્ટેમ્બર માસના પ્રથમ પાંચ દિવસની જ્ઞાન સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે.

તા. ૧ સપ્ટેમ્બરને સ્વચ્છતા દિન તરીકે ઉજવવામાં આવશે જે દિને શાળાના સંકુલની સામૂહિક સફાઈ, પ્રાથમિક શાળાના સુશોભન કાર્યક્રમ, વર્ગ સુશોભન હરીફાઈ, વિજ્ઞાન પ્રયોગ અને સામાન્ય જ્ઞાન ક્વીઝ જેવી સ્પર્ધાઓના કાર્યક્રમો કરાશે. આ કાર્યક્રમમાં વિવેકાનંદ યુવક મંડળ દ્વારા ગામેગામ સંપૂર્ણ ગામની સફાઈ અને સ્વચ્છ ગામ અભિયાન શરૂ કરાશે. જેમાં ગ્રામજનો, ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગામના ચાલતા મહિલા જૂથની બહેનો શાળાના શિક્ષકો અને તમામ સ્થાનિક સરકારી કર્મચારી / અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે.

૨જી સપ્ટેમ્બર : સમૃદ્ધિ દિન : શાળાના ઓરડાની મંજૂરી, વધારાના ઓરડા, કમ્પાઉન્ડ વોલ, સેનીટેશનનું કામ, વર્ગખંડનું કામ વગેરેની વહીવટી મંજૂરી રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ ત્વરિત આપવાની રહેશે. તદુઉપરાંત શાળાઓમાં સમૂહ વાંચન, વિદ્યાર્થીઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કાવ્ય વાંચન, ચેસ, કેરમ, યોગાશન, દેશભક્તિના ગીતો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવો વિશેનું વાંચન વગેરે બાબતોનું આયોજન કરાશે.

૩જી સપ્ટેમ્બર : સ્વ શિક્ષણ દિન: શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તેમજ શાળાઓનું શૈક્ષણિક કાર્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તેવું આયોજન ગોઠવાશે. વિવિધ વિષયોના શિક્ષણ કાર્ય માટે શાળાના આચાર્ય / શિક્ષકો, વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી કરાવશે. વધુમાં આ દિવસે મોક-મોડેલ ટીચીંગ, વિવિધ વિષયો ઉપર શૈક્ષણિક માર્ગદર્શન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.-

૪થી સપ્ટેમ્બર : સમુલ્લાસ દિન: પ્રભાત ફેરી જેમાં વ્યસન મુક્તિ અભિયાનનો સમાવેશ કરાશે. આ દિવસે શાળામાં ગામમાં - પંચવટી વગેરેમાં વ્ાૃક્ષારોપણના કાર્યક્રમ કરવા શાળામાં વેશભૂષા, હરીફાઈ, દેશભક્તિના સમૂહગીતો, એકપાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરાશે.

૫મી સપ્ટેમ્બર : સન્માન દિન: શિક્ષક સન્માન દિને ઋણાનુબંધ કાર્યક્રમ યોજાશે જેમાં નિવ્ાૃત્ત શિક્ષકોને શાળામાં નિમંત્રણ આપીને ગુરુવંદના કાર્યક્રમનું આયોજન થશે. ઉપરાંત શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં ગ્રામજનો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો હાજર રહેશે.

Get Update Easy