HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 ઑગસ્ટ, 2014


હે…પ્રભુ…!

 તારા ચરણોની છે.મને તલાશ,
ભલે થાય મારી જીન્દગી ખલાશ…હે…પ્રભુ…!
તમને પામવાનો છે.મને વિશ્વાસ,
હોય જીન્દગીનો છેલ્લો શ્વાસ…હે…પ્રભુ…!
કર્મથી પામવાની છે.મને આશ,
ન થયો કદાપિ જીન્દગીમાં નિરાશ…હે…પ્રભુ…!
ન થઈશ કદી હું હતાશ,
તમને પામીને જ થશે મન હાશ…હે…પ્રભુ…!
કેટલીયવાર કાઢયો છે.મેં કયાસ,
તેથી હું કરું છું.તમને પામવાનો પ્રયાસ…હે…પ્રભુ…!
જીન્દગીમાં અનેકવાર થઇ છે.કળવાશ,
પરંતુ તારી ભક્તિ આપે છે.મને હળવાશ…હે…પ્રભુ…!
ભક્તિનો માર્ગ છે.કર્મ અને સન્યાસ,
આપના ભક્તોમહિ હું પણ છું.એક ખાસ…હે…પ્રભુ…!
 

આપણું શરીર બંધારણ

  • આપણું શરીર કાર્બન,હાઈડ્રોજન,ઑક્સિજન,નાઈટ્રોજન,ફૉસ્ફરસ,કૅલ્શિયમ અને લોખંડનું બનેલું છે.આપણાં શરીરમાં લોખંડનું પ્રમાણ ઘણું ઓછું છે.
  • આપણાં શરીરમાં 60 થી 65 ટકા જેટલું પાણી હોય છે.
  • પાચન,રૂધિરાભિષણ,ઉત્સર્ગ,શ્વસન અને પ્રજનન એ પાંચ આપણાં શરીરની મુખ્ય ક્રિયાઓ છે.
  • આપણાં શરીરમાં બધી નસોની લંબાઇ 96,540 કિમી જેટલી છે.
  • આપણાં શરીરનો મૂળભુત એકમ કોષ છે.
  • આપણાં શરીરમાં કુલ 213 હાડકાં છે.
  • આપણાં શરીરનું સરેરાશ ઉષ્ણતામાન 37 સે. જેટલું છે.
  • શરીરમાં શ્વાસોચ્છવાસની ક્રિયા દર મિનિટે 16 થી 18 વખત થાય છે.
  • આપણાં શરીરમાં 9000 જેટલી સ્વાદકલિકાઓ છે.
  • શરીરમાં એક ચોરસ ઇંચે 10,000 કેશવાહિનીઓ છે.
  • આપણાં શરીરમાં લોહીનું પ્રમાણ 7 ટકા હોય છે.તેનું વજન 12 શેર જેટલું હોય છે.
  • આપણાં શરીરમાં 500 જેટલાં સ્નાયુંઓ છે.
  • શરીરનો સૌથા મોટો અવયવ યકૃત છે.
  • પુખ્ત વયનાં માણસનાં મગજનું વજન 1400ગ્રામ હોય છે.
  • માણસની મહાકાયતા આને વામનતા પિચ્યુટરી ગ્રંથીને આભારી છે.
  • માણસનાં શરીરના તાપમાનનું  નિયંત્રણ હાઇપોથેલેમસ ગ્રંથી કરે છે.
  • પ્રજનન માટે પુરૂષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટોજન હોય છે.

CCC admission are Reserved by GTU. New Registrations will start on 12th August 2014At 11:30 AM for 5000 Candidates for Phase - 2.Registration will be closed after 5000 Entries. 
  CCC EXAMINATION REGISTRATION  નો બીજો તબક્કો  તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦ કલાકે શરુ  થશે. ૫૦૦૦ ફોર્મ ભરાશે તરતજ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. જે મિત્રોને ફોર્મ ભરવાના હોય તેઓએ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે નીચેની વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચી ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવું. વધુ માહિતી માટે આ વેબસાઈટની દરરોજ મુલાકાત લેતા રહેવું. 

CCC EXMINATION REGISTRATION  CLICK HERE 
To view Syllabus for the Exam click CCC Syllabus

Get Update Easy