!…ધારણ કરી ગંગાને જટામાં…!
શિવ ભોલા ભંડારી
ગળામાં સર્પની માળા કંડારી
શ્રાવણે શ્રવણ કરો શિવકથા
દુર કરશે શિવ આપણી વ્યથા
ડમ ડમ ડમરૂ વાગે
ભોળાનાથનું કૈલાસ ગુંજે
શ્વેત ચન્દ્રમાની ઘટામાં
ધારણ કરી ગંગાને જટામાં
ભોલા ત્રિશુલધારી
ભોલા ભસ્મધારી
ભોલા વિષધારી
કહેવાયા નીલકંઠધારી
રામચન્દ્રના રામેશ્વર
કહેવાયા શિવજીના રામેશ્વર
!…પ્લસ – માયનસ કરો…!
!…પ્લસ – માયનસ કરો…!
પરિશ્રમને પ્લસ કરો
આળસને માયનસ કરો
સ્વપ્નને સાકાર કરો
સાદગીને પ્લસ કરો
ઈર્ષાને માયનસ કરો
સ્વપ્નને સાકાર કરો
ગુણોને પ્લસ કરો
વ્યસનને માયનસ કરો
સ્વપ્નને સાકાર કરો
પઢાઈને પ્લસ કરો
બેધ્યાનને માયનસ કરો
સ્વપ્નને સાકાર કરો
સમયને પ્લસ કરો
અશિસ્તને માયનસ કરો
સ્વપ્નને સાકાર કરો
સંયમને પ્લસ કરો
ખોટા ખર્ચાને માયનસ કરો
સ્વપ્નને સાકાર કરો
પ્રેમને પ્લસ કરો
ગુસ્સાને માયનસ કરો
સ્વપ્નને સાકાર કરો