સુવિચાર
તમારા પર આક્રમણ કરનારા શત્રુથી ન ડરો , પણ જે મિત્રો તમારી ખુશામત કરે છે તેનાથી ડરો .
-જનરલ ઓબગોન
વૃક્ષની કિંમત અમૂલ્ય
પચાસ વર્ષ જૂના એક વૃક્ષની કિંમત વૈજ્ઞાનિક દષ્ટિએ જોતાં પંદરથી સોળ લાખ રૂપિયા જેટલી થતી હોય છે. આ પચાસ વર્ષના સમયગાળા દરમિયાન એક વૃક્ષે પૂરા પાડેલા પ્રાણવાયુની કિંમત રૂપિયા અઢી લાખ જેટલી થવા જાય છે. એક વૃક્ષ હવામાંનો કાર્બન ડાયૉકસાઇડ શોષી હવાના પ્રદૂષણનું નિયમન કરે છે. તેનાથી પાંચ લાખ રૂપિયાનો બચાવ થાય છે.વૃક્ષ જે પ્રોટીન પૂરું પાડે છે તેની કિંમત વીસ હજાર રૂપિયા જેટલી થવા જાય છે.જમીનનું ધોવાણ અટકાવવા ઉપરાંત તેની ફળદ્રુપતા જાળવવાના અઢી લાખ રૂપિયા અને વાતાવરણમાં રહેલા ભેજ તથા જળનિયમનના ત્રણ લાખની સાથે પશુ-પક્ષીઓ માટે છાંયો, આશ્રયસ્થાન વગેરેના અઢી લાખ રૂપિયા બચાવે છે.આ હિસાબે પચાસ વર્ષ જૂના એક વૃક્ષની કિંમત તેનાં ફળ-ફૂલ કે લાકડાં સિવાયની ગણતાં પંદરથી સોળ લાખ જેટલી થવા જાય છે.
વિચારો આપણી આસપાસ આટલી મૂલ્યવાન ચીજ નુ આપણને ધ્યાન નથી તો આજેજ સંકલ્પ લઇ કે આ હોળી દહનમાં બને તેટલા ઓછા વૃક્ષોનો ઉપયોગ કરીશું.
ખનિજોની ઊણપ અને રોગો
કેલ્શિયમ - બાળકોમાં સુકતાન
ક્રોમિયમ - મધુપ્રમેહ
તાંબુ - પાંડુરોગ
ફલોરિન - દાંતનો સડો
આયોડીન - ગોઇટર
લોહ - પાંડુરોગ
મૅગ્નેશિયમ - હ્રદયના ધબકારા અનિયમિત,અનિદ્રા
ફૉસ્ફરસ - સ્નાયુ દુર્બળતા,અસ્થિપીડા,ભુખ ન લાગવી
પોટેશિયમ - સ્નાયુ દુર્બળતા,હ્રદય સ્પંદન
સોડીયમ - મૂત્રપિંડ ક્ષતિ,ફેફસાં ક્ષતિ
જસત - રૂઝ માં વિલંબ, જાતિય નિર્બળતા
- આપણું શરીર કાર્બન,હાઈડ્રોજન,ઑક્સિજન,નાઈટ્રોજન,ફૉસ્ફરસ,કૅલ્શિયમ અને લોખંડનું બનેલું છે.આપણાં શરીરમાં લોખંડનું પ્રમાણ ઘણું ઓછું છે.
- આપણાં શરીરમાં 60 થી 65 ટકા જેટલું પાણી હોય છે.
- પાચન,રૂધિરાભિષણ,ઉત્સર્ગ,શ્વસન અને પ્રજનન એ પાંચ આપણાં શરીરની મુખ્ય ક્રિયાઓ છે.
- આપણાં શરીરમાં બધી નસોની લંબાઇ 96,540 કિમી જેટલી છે.
- આપણાં શરીરનો મૂળભુત એકમ કોષ છે.
- આપણાં શરીરમાં કુલ 213 હાડકાં છે.
- આપણાં શરીરનું સરેરાશ ઉષ્ણતામાન 37 સે. જેટલું છે.
- શરીરમાં શ્વાસોચ્છવાસની ક્રિયા દર મિનિટે 16 થી 18 વખત થાય છે.
- આપણાં શરીરમાં 9000 જેટલી સ્વાદકલિકાઓ છે.
- શરીરમાં એક ચોરસ ઇંચે 10,000 કેશવાહિનીઓ છે.
- આપણાં શરીરમાં લોહીનું પ્રમાણ 7 ટકા હોય છે.તેનું વજન 12 શેર જેટલું હોય છે.
- આપણાં શરીરમાં 500 જેટલાં સ્નાયુંઓ છે.
- શરીરનો સૌથા મોટો અવયવ યકૃત છે.
- પુખ્ત વયનાં માણસનાં મગજનું વજન 1400ગ્રામ હોય છે.
- માણસની મહાકાયતા આને વામનતા પિચ્યુટરી ગ્રંથીને આભારી છે.
- માણસનાં શરીરના તાપમાનનું નિયંત્રણ હાઇપોથેલેમસ ગ્રંથી કરે છે.
- પ્રજનન માટે પુરૂષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટોજન હોય છે.
- રસાયણનો રાજા - સલ્ફયુરીક ઍસિડ (H2SO4)
- સૌથી ઝેરી પદાર્થ - પોટેશિયમ સાઇનાઇડ
- લોહીમાં આગત્યનું તત્વ - હિમોગ્લોબિન
- લોહીમાં રક્તકણોનું આયુષ્ય - 120 દિવસ
- લોહીમાં શ્વેતકણોનું આયુષ્ય- 2 થી 5 દિવસ
- ચા-કૉફીમાનું ઝેરી તત્વ - ટેનિન
- હાસ્યવાયુ - નાઇટ્રીટ ઑક્સાઇડ
- પ્રોટીનનો બંધારણીય એકમ - એમિનો ઍસિડ
- ચરબીમાં દ્રવ્ય વિટામિનો - એ,ડી,ઇ અને કે
- જલદ્રાવ્ય વિટામિનો - બી કૉમ્પલૅક્સ અને સી
- અફિણમાં રહેલું ઝેરી દ્રવ્ય - મોર્ફિન
- સૌથી ભારે પ્રવાહી - પારો
- સૌથી હલકુ તત્વ - હાઇડ્રોજન
- સૌથી ભારે તત્વ - યુરેનિયમ
- સૌથીસખત ધાતુ - ઇરેડીયમ
- સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ - બ્રોમિન
- સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ- પારો
- પાણીનું ઉત્કલન બિંદુ - 212 ફે.
- હ્રદયરોગ માટે જવાબદાર તત્વ - કોલેસ્ટેરોલ
- તમાકુમાનું ઝેરી તત્વ - નિકોટીન
મુખ્ય ધાતુઓ અને તેની ખનીજો
ક્રમ
|
ધાતુ
|
ખનીજ
|
1
|
સોડિયમ
|
સોડિયમ ક્લોરાઇડ,સોડિયમ
સલ્ફેટ,
સોડિયમ કાર્બોનેટ,સોડિયમ
નાઇટ્રેટ,બોરેક્સ
|
2
|
મેગ્નેશિયમ
|
મેગ્નેસાઇટ,એપ્સોમાઇટ,ડોલોમાઇટ,કાર્નેલાઇટ
|
3
|
એલ્યુમિનીયમ
|
બોક્સાઇટ,ડાયસ્પોર,કોરનડમ,ક્રાયોલાઇટ
|
4
|
પોટેશિયમ
|
પોટેશિયમ કલોરાઇડ,
પોટેશિયમ કાર્બોનેટ, પોટેશિયમ નાઇટ્રેટ
|
5
|
કેલ્શિયમ
|
કેલ્સિયમ
કાર્બોનેટ,ફોસ્ફોરાઇટ,જિપ્સમ,ફ્લોરસ્પાર
|
6
|
મેંગેનીઝ
|
પાઇરોલ્યુસાઇટ,મૅગ્નાઇટ
|
7
|
લોખંડ
|
મેગ્નેટાઇટ,હિમેટાઇટ,
સિડેરાઇટ,લાઇમોનાઇટ,
આયર્ન પાઇરાઇટ
|
8
|
તાંબુ
|
કેલ્કોસાઇટ,કેલ્કોપાઇરાઇટ,ક્યુપ્રાઇટ,મેલેકાઇટ,
એજુરાઇટ,કોપર ગ્લાન્સ
|
9
|
જસત
|
ઝિંકાઇટ,ઝિંક
બ્લેન્ડ,કૈલામીન,ફ્રેકલિનાઇટ
|
10
|
ચાંદી
|
નેટિવ
સિલ્વર,કેરાજીરાઇટ,અર્જેન્ટાઇટ,
હોર્ન સિલ્વર,સિલ્વર
ગ્લાન્સ
|
11
|
ટિન
|
કૈસિટેરાઇટ
|
12
|
પારો
|
સિનેબાર
|
13
|
સીસું
|
ગેલિના,સીરુસાઇટ,મેપ્લોકાઇટ
|