HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 જુલાઈ, 2014

ગુરુપુર્ણિમા



ગુરુપુર્ણિમા
આજના આ પાવન દિવસે મારા તમામ ગુરૂજનોને કોટિ કોટી વંદન,જેમણે મને સાચી દિશા બતાવી,હંમેશા માર્ગદર્શન કર્યુ



વિશ્વના તમામ ગુરુજનોને સાષ્ટાંગ નમસ્કાર

આજના પવિત્ર અને પાવન ગુરુ પૂર્ણિમાના અવસર પર તમામ ધાર્મિક , શૈક્ષણિક ગુરુજનોને હ્રદય પૂર્વક નમસ્કાર .
આપ જેને ગુરુ માનતા હોય તેમને યાદ કરવાનો આજનો દિવસ છે . આપણે આપણા શિક્ષકને પણ યાદ કરી શકાય . ગુરુ પૂર્ણિમા માત્ર ધાર્મિક ગુરુઓ  માટે જ હોય તેવું નથી એવું મારું માનવું છે . ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે .જેને સદગુરુ સંપ્રાપ્ત થાય તે સત્ શિષ્ય બની શકે છે . સ્વામી વિવેકાનંદ , કબીરજી , સંત એકનાથ , નાનકદેવ જેવા ઘણા સત્ શિષ્યમાંથી સદગુરુ થયા છે .

ગુરુ પૂર્ણિમા પર કેટલાંક સુભાષિત દ્વારા ગુરુજનોને યાદ કરીએ .
गुकारश्चान्धकारो हि रुकारस्तेज उच्यते |
अज्ञानग्रासकं  ब्रह्म गुरुरेव न संशय: ||
‘ ગુ ‘ એટલે અંધકાર અને ‘ રૂ ‘ એટલે પ્રકાશ . અજ્ઞાનને નષ્ટ કરનાર જે  બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ‘ ગુરુ ‘ છે એમાં સંશય નથી .
गुकारश्चान्धकारस्तु रुकारस्तनिनरोधकृत |
अंधकारविनाशित्वात गुरुरित्यभिधीयते ||
ગુકાર અંધકાર છે અને રુકાર એનો નિવર્તક છે . અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટકરનાર કારણ જ ગુરુ કહેવાય છે .
तापत्रयाग्नितप्त़ानां अशान्तप्राणीनां भुवि |
गुरुरेव परा गंगा तस्मै श्री गुरुवे नम: ||
આ પૃથ્વી પર ત્રિવિધ તાપરૂપી અગ્નિથી દાઝીને અશાંત થયેલાં પ્રાણીઓ માટે ગુરુ જ એક માત્ર ઉત્તમ ગંગાજી છે , એવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો . 
ગુરુ વિષે અન્ય પોસ્ટ માટે નીચેની લિંક પર ક્લિક કરો .
 મો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો
નમઃ પરેભ્યો  પરપાદુકાભ્ય: |
આચાર્ય  સિધ્ધેશ્વર પાદુકાભ્યો
નમોડસ્તુતે લક્ષ્મીપતિપાદુકાભ્ય: ||

ગુરુઓને અને ગુરુઓની પાદુકાઓને નમસ્કાર હો ! પર સ્વરૂપો અને પરસ્વરૂપોની પાદુકાઓને નમસ્કાર હો . આચાર્યો અને સિદ્ધપુરુષોને નમસ્કાર હો . લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની પાદુકાને નમસ્કાર હો .

ભગવાન દત્તાત્રેયના ૨૪ ગુરુઓ


ભાગવત અનુસાર ભગવાન દત્તાત્રેયે જીવનમાં ઘણાં લોકો પાસેથી શિક્ષા લીધી છે. તેમણે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપો દ્વારા શિક્ષા ગ્રહણ કરી છે

એક વાર યદુ નામના રાજાએ એક અવધૂતને પોતાની મસ્તીમાં વિચરતા જોઈને પૂછયું, "સંસારમાં બધા જ લોકો કામ અને લોભની અગ્નિમાં બળી રહ્યાં છે, પરંતુ તમને જોઈને એવું લાગે છે કે આ અગ્નિ તમને કોઈ આંચ નથી પહોંચાડતો. એવું લાગે છે કે વનમાં આગ લાગી હોય ત્યારે કોઈ હાથી ગંગાજળમાં પહોંચી ગયો છે. આવું શા માટે?"

આ અવધૂત બીજું કોઈ નહીં પણ ભગવાન દત્તાત્રેય જ હતા. તેમણે કહ્યું, "મેં ઘણા ગુરુ કર્યા છે. તેમનામાંથી શીખ લઈને હું આ રીતે મુક્ત બનીને વિચરું છું." તેમણે પોતાના ૨૪ ગુરુઓ અને તેમનામાંથી મળેલી શીખ વિશે વાત કરી.

૨૪ ગુરુઓ

  • પૃથ્વીઃ પૃથ્વીમાંથી મેં ધીરજ રાખવાની અને ક્ષમા કરવાની શીખ લીધી છે.



  • વાયુઃ શરીરની અંદર રહેનારા પ્રાણવાયુમાંથી મેં શીખ લીધી છે કે જરૃરિયાત પ્રમાણે જ વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ. 
  • આકાશઃ આકાશમાંથી મેં એ શીખ લીધી છે કે અછૂતા રહેવું. 
  • પાણીઃ પાણીમાંથી મને શીખવા મળ્યું છે કે તે જેટલું સ્વચ્છ, ચીકણું, મધુર અને પવિત્ર કરનાર છે તેટલા જ પવિત્ર આપણે બનવું જોઈએ. 
  • અગ્નિઃ અગ્નિમાંથી મને શીખવા મળ્યું છે કે બધું જ પચાવી લેવું જોઈએ. 
  • ચંદ્રમાઃ ચંદ્રમામાંથી મેં શીખ લીધી છે કે કલાઓના ઘટવા-વધવા પર પણ તેનું સ્વરૃપ તો એક જ છે. 
  • સૂર્યઃ સૂર્યમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈનામાં પણ આસક્ત ન થશો, જે લો એ પાણીની જેમ વરસાવી દો. 
  • કબૂતરઃ કબૂતરમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈને પણ વધારે સ્નેહ ન કરવો જોઈએ, નહીંતર ઘણાં કષ્ટ ભોગવવાં પડે છે. 
  • અજગરઃ અજગરમાંથી મેં એ શીખ લીધી છે કે સ્વાદિષ્ટ-ફિક્કું એમ થોડું ઘણું જે કંઈ પણ મળે તેમાં સંતોષ માનવો જોઈએ. 
  • સમુદ્રઃ સમુદ્રમાંથી મેં શીખ લીધી છે કે હંમેશાં પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ, ભલે પછી ભરતી આવે કે ઓટ આવે. 
  • પતંગિયું: પતંગિયામાંથી મેં શીખ લીધી છે કે રૃપના મોહમાં પડીને ક્યારેય આગમાં કૂદવું જોઈએ નહીં. 
  • ભમરોઃ ભમરામાંથી મેં શીખ લીધી છે કે સાર જ્યાં પણ મળે લઈ લો. 
  • હાથીઃ હાથીમાંથી મને એ શીખ મળી છે કે પોતાની ભાવનાઓ અને ઇચ્છાઓથી હંમેશાં સજાગ રહેવું જોઈએ, નહીંતર તેને કારણે આ સાંસારિક આકર્ષણ ઇન્દ્રિયોને બેકાબૂ કરી દે છે અને બળવાન હોવા છતાં મન તેમની જાળમાં ફસાઈને નિર્બળ બની જાય છે. 
  • મધુહારીઃ (મધનો સંગ્રહ કરનારી)માંથી મેં એ શીખ લીધી છે કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. 
  • હરણઃ હરણમાંથી મેં એ શીખ લીધી છે કે સંગીતના નાચ-ગાનના બંધનમાં ક્યારેય ન ફસાવું જોઈએ. 
  • માછલીઃ માછલીમાંથી મેં શીખ લીધી છે કે જીભના સ્વાદમાં ક્યારેય ન પડવું જોઈએ. 
  • પિંગળા વેશ્યાઃ પિંગળા નામની વેશ્યામાંથી મેં શીખ લીધી છે કે ધનની ઇચ્છા ક્યારેય રાખવી જોઈએ નહીં. 
  • ગીધઃ ગીધમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં, તેને કારણે બહુ દુઃખ ભોગવવું પડે છે. 
  • બાળકઃ બાળકમાંથી મેં એ શીખ લીધી છે કે આપણે હંમેશાં નિશ્ચિંત અને આનંદમાં મગ્ન રહેવું જોઈએ. 
  • કુંવારી કન્યાઃ કુંવારી કન્યામાંથી મને એ શીખ મળી છે કે ઘણાં લોકોની સાથે રહેવાથી તેમની સાથે લડાઈ-ઝઘડો થાય છે, તેથી એકલા જ રહેવું જોઈએ કે વિચરણ કરવું જોઈએ. 
  • બાણ બનાવનારઃ તેનામાંથી મને એ શીખવા મળ્યું છે કે આસન અને પ્રાણાયામના અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વશમાં કરી લો, પછી તેને જ લક્ષ્ય બનાવી દો. 
  • સાપઃ સાપમાંથી મેં એ શીખ લીધી છે કે તેની જેમ એકલા જ વિચરણ કરો, ક્યાંય કાયમી ઘર ન બનાવશો. 
  • કરોળિયોઃ કરોળિયામાંથી મેં એ શીખ લીધી છે કે મનુષ્ય આ જગતમાં રહીને પોતાના માટે માનસિક જગતનું નિર્માણ કરીને તેમાં જ રચ્યોપચ્યો રહે છે અને જન્મ-મૃત્યુના બંધનમાંથી બહાર નીકળી શકતો નથી. 
  • ભૃંગી કીટઃ ભૃંગી કીટમાંથી મેં એ શીખ લીધી છે કે સ્નેહથી, દ્વેષથી અથવા ભયથી જાણીજોઈને મનને એકાગ્ર કરવામાં લગાવી દો તો તે તદ્રૂપ થઈ જાય છે.



આ સિવાય વૈરાગ્ય અને વિવેકની શિક્ષા આપવાને કારણે મારા શરીરને પણ ગુરુ માન્યું છે.
 !!…ગુરુપૂર્ણિમાએ મારા ગુરુજનોને વંદન્…!!!


સાદરવંદન…,
૧. ઊઠો, જાગો અને ઉત્તમ પુરુષોને ચરણે બેસી જ્ઞાનવાન બનો….ક્ઠ ઉપનિષદ
૨. ગુરુની સેવા કરો અને નમ્રતાપૂર્વક,વિવેકપૂર્વક ફરી ફરી પ્રશ્નો પૂછી જ્ઞાન
મેળવો…ગીતા
૩. જે મારી ભણી વળેલો છે, તેવા માનવીએ બતાવેલ માર્ગે ચાલો….કુરાન
૪. ગુરુ-મુખે જ્ઞાન મપાય, જો ગુરુ-વચન સાંભળશો તો આત્માની દાબડીમાં પુરાયેલા
રત્નો હાથ લાગશે…..નાનક
૫. એક અક્ષરનો પણ જો ગુરુએ બોધ આપ્યો હોય તો પૃથ્વી પર એવું કોઈ દ્રવ્ય નથી જે
આપીને એ ગુરુ-ઋણમાંથી મુક્ત થવાય….ચાણક્ય
 
 મારી નજર પત્થરને મીણ કરે છે,

  પહાડોને ઉથલાવીને ખીણ કરે છે; 
ડરાવે છે ભોળા ખલાસીને સાગર,
 મારાં હલેસા સમંદરને ફીણ કરેછે
જીવનમાં સફળતા મેળવવા આત્મવિશ્વાસએ ગુરૂચાવી છે.આપણાં માટે કોઇ કામ અશક્ય નથી; પણ તેના માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે;આત્મવિશ્વાસ કોઇ પણ અઘરાં કામને આસાન બનાવે છે.

Get Update Easy