HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

30 જૂન, 2014


 ઇસરોએ વ્યાપારી ધોરણે એકસાથે પાંચ ઉપગ્રહો અવકાશમાં તરતા મુકવા, શ્રીહરિકોટા ખાતે પોતાના પી.એસ.એલ.વી. રોકેટને સજ્જ કર્યું છે. આ લોચીંગને નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચેન્નાઇ પહોંચી ગયા છે. વડાપ્રધાન બન્યા બાદ આ તેમનો પ્રથમ દક્ષિણ ભારતનો પ્રવાસ છે.
શ્રીહરિકોટાના સતિષ ધવન અવકાશ કેન્દ્ર પરથી ૯.૫૨ કલાકે પી.એસ.એલ.વી. સી-૨૩ અવકાશમાં જવા રવાના થશે તેનું કાઉન્ટ ડાઉન ચાલુ થઇ ગયું છે. આ રોકેટ જે પાંચ ઉપગ્રહોને અવકાશમાં છોડવાનું છે તે તમામ વિદેશી ઉપગ્રહો છે અને ઇસરોએ તે છોડવાની જવાબદારી વ્યાપારી ધોરણે સ્વીકારી છે.
ફ્રાંસના ભૂમિ નિરીક્ષણ માટેનો ઉપગ્રહ સ્પોટ-૭- ૭૪૦ કિલો વજન ધરાવે છે. તે ઉપરાંત જર્મનીના એઇસેટનો ઉપગ્રહ ૧૪ કિલો વજન ધરાવે છે. જ્યારે કેનેડાના બે ઉપગ્રહો એન.એસ.એલ. એક્સ-૪ અને પાંચ બન્નેનું વજન ૧૫ કિલો અને સિંગાપોરના ઉપગ્રહ વેલોક્સ-૧નું વજન ૭ કિલો છે. આ પાંચે ઉપગ્રહને લઇને પી.એસ.એલ.વી. છુટયા બાદ ૨૦ મિનિટમાં અવકાશમાં પહોંચશે અને એક પછી એક ઉપગ્રહને તેની નિર્ધારીત ભ્રમણકક્ષામાં છોડી દેશે. તેમાં કેનેડાના એક્સ-૪ અને ૫ ઉપગ્રહો એવા છે કે તેને ખૂબ જ ચોક્સાઇ, સેન્ટિમિટરના માપ સાથે છોડવાના છે. ઇસરોની વ્યાપારી પાંખે 'અંતરિક્ષે' આ તમામ વ્યવસ્થા ગોઠવી છે.
આ પ્રસંગે વડાપ્રધાન ચેન્નાઇ પહોંચ્યા હતા. તમિલ મુખ્ય પ્રધાન જે. જયલલિતા અને રાજ્યપાલ રોશૈયાએ તેમનું સ્વાગત કર્યા બાદ તેઓ અત્રેથી ૧૦૦ કિ.મી. દૂર આવેલા શ્રીહરિકોટા જવા રવાના થઇ ગયા હતા.

 રેમેડિયલ પરીક્ષાનો કાર્યક્રમ
રાજ્‍યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રવાહમાં સામાન્‍યપ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી, વ્‍યવસાયલક્ષી પ્રવાહમાં એક વિષયમાં નાપાસ ઉમેદવારો અને સાયન્‍સના ચારેય સેમેસ્‍ટરના મળી જે તે વિષયોમાં ૧૩ર ગુણ મેળવ્‍યા નથી. તેવા ઉમેદવારોની પુરક પરીક્ષા તા.૧૦થી ૧૩ જુલાઈ દરમ્‍યાન લેવાશે. ઉપરાંત સાયન્‍સના સેમેસ્‍ટર ત્રણની રેમેડિયલ પરીક્ષાનો કાર્યક્રમ પણ બોર્ડે જાહેર કર્યો છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્‍સના સેમેસ્‍ટરની ઓકટોબર-ર૦૧૩ કે તે અગાઉની પરીક્ષામાં જે તે વિષયોમાં ગેરહાજર રહેવા ઉમેદવારોની જુલાઈ-ર૦૧૪ રેમેડિયલની પરીક્ષા આપી પરીક્ષા તા.૧૦થી તા.૧ર જુલાઈ સુધીમાં લેવાશે. તેવી જ રીતે ગત માર્ચ માસમાં લેવાયેલી સાયન્‍સના સેમેસ્‍ટર ચારની પરીક્ષા કે તે અગાઉની સેમે-ચારની પરીક્ષામાં જે તે વિષયોમાં ગેરહાજર રહેતા ઉમેદવારોની પણ તા.૧૩થી ૧પ જુલાઈ સુધી રેમેડિયલ પરીક્ષા લેવામાં આવશે. એમ રાજ્‍યના શિક્ષણ બોર્ડે જણાવ્‍યું છે. ઉચ્‍ચતર માધ્‍યમિકના વિવિધ પ્રવાહોની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ તારીખ વિષય ૧૦-૭-ર૦૧૪ ગણિત, જીવવિજ્ઞાન ૧૧-૭-ર૦૧૪ રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા) ૧ર-૭-ર૦૧૪ ગુજરાતી (પ્રથમ-દ્વિતીય ભાષા) હિન્‍દી (પ્રથમ-દ્વિતીય ભાષા), મરાઠી (પ્રથમ ભાષા), ઉર્દૂ (પ્રથમ ભાષા), સિંધી (પ્રથમ ભાષા), તામિલ (પ્રથમ ભાષા), સંસ્‍કળત, ફારસી,અરબી, પ્રાકળત, કોમ્‍પ્‍યુટર એજ્‍યુકેશન, ભૌતિક વિજ્ઞાન ૧૩-૭-ર૦૧૪ સામાન્‍ય પ્રવાહ વ્‍યવસાય લક્ષી પ્રવાહ ઉચ્‍ચતર ઉત્તર બુનિયાદ પ્રવાહ સંસ્‍કળત માધ્‍યમના તમામ વિષયો સાયન્‍સના ત્રીજા સેમેસ્‍ટરની રેમેડિયલ પરીક્ષાનો કાર્યક્રમ તારીખ વિષય ૧૦-૭-ર૦૧૪ ગણિત, જીવવિજ્ઞાન ૧૧-૭-ર૦૧૪ રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) ૧ર-૭-ર૦૧૪ ગુજરાતી (પ્રથમ દ્વિતીય ભાષા), હિન્‍દી (પ્રથમ-દ્વિતીય ભાષા), મરાઠી (પ્રથમ ભાષા) ઉર્દૂ (પ્રથમ ભાષા), સિંધી (પ્રથમ ભાષા), તામિલ (પ્રથમ ભાષા), સંસ્‍કળત, ફારસી, અરબી, પ્રાકળત, કમ્‍પ્‍યુટર એજ્‍યુકેશન (સૈધ્‍ધાંતિક) ભૌતિક વિજ્ઞાન.

Get Update Easy