ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
|
ડેડકડી વિસ્તારનું જંગલ, સાસણ ગીર |
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય, (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) તે ગુજરાતમાં
આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરાયેલ,તે
કુલ ૧૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી.
અભયારણ્ય) ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન,વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઉત્તર-પૂર્વમાં આવેલું છે.
આ
એશિયાઇ સિંહો (
Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે અને
એશિયાનાં અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું
જીવપરિસ્થિતિક તંત્ર (
ecosystem),તેની
વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ,વન્યજીવન
કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા
રક્ષાયેલું છે.
જુનાગઢના નવાબ દ્વારા,સને ૧૯૦૦ની શરૂઆતથી,ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં
સિંહોને
"રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેની
વસ્તી શિકારની પ્રવૃતીને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલીજ રહી ગઇ હતી.
એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં
૩૫૯ સિંહ
નોંધાયેલા હતા,જે ૨૦૦૧ની સરખામણીએ
૩૨ નો વધારો સુચવે છે. 'સિંહ પ્રજનન
કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં,બંધીયાર અવસ્થામાં, અત્યાર
સુધીમાં સિંહોની ૧૮૦ નસ્લને રક્ષણ અપાયેલ છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી
ગણતરી મુજબ ગીરમાં
૪૧૧ સિંહ નોંધાયેલા હતા,જે ૨૦૦૫ની સરખામણીએ
૫૨ નો વધારો સુચવે છે.
જળસ્ત્રોત
ગીર વિસ્તારમાં
હિરણ,
શેત્રુંજી,
ધાતરડી,
શિંગોડા,
મછુન્દ્રી,
ઘોડાવરી અને
રાવલ
એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે
હિરણ,મછુન્દ્રી,રાવલ અને શિંગોડા પર,આવેલ છે તે સહીત સૌથી મોટો જળસ્ત્રોત
કમલેશ્વર બંધ,કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળસ્રોતો છે.
વન્યસૃષ્ટી
૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં ૩૮ સસ્તનૢ ૩૦૦ પક્ષીઓૢ ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.
નાન સસ્તન પ્રાણીઓમાં,
શાહુડી અને
સસલાં સામાન્ય છે અને
કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે
મગર (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસતિ છે),
ભારતીય તારક કાચબા અને
ઘો જળ સ્ત્રોતની આજુબાજુ. જંગલો અને છોડવાઓમાં
સાપ મળી આવે છે. ઝરણાને કિનારે
અજગર
જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવર્ધન
યોજનામાં ભાગ લીધો હતોૢ તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉચારેલા
૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં
|
શાહુડી |
|
ચિત્તલ |
|
દિપડો |
|
લોમડી |
|
ચોટલીયો સાપમાર ગરૂડ |
|
મગર |
|
નવરંગ |
|
ચિલોત્રો |
|
અજગર |
|
કીડીખાઉ |
|
નિલગાય અથવા રોઝ |
|
જંગલી ડુક્કર અથવા જંગલી ભુંડ અથવા સુવ્વર |
|
તારક કાચબો |
ગીરનાં જંગલનું મુખ્ય આકર્ષણ
|
નર એશીયાઇ સિંહ |
|
માદા એશીયાઇ સિંહ (સિંહણ) |
|
બાળ એશીયાઇ સિંહ
(પાઠડો સિંહ) |
|
નર એશીયાઇ સિંહ |
|
નર એશીયાઇ સિંહ |
|
|
|
|
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં જાહેર કરવામાં આવેલા પ્રવાસી રસ્તાઓ
ક્રમ |
ઉપડવાનું સ્થળ |
અહીંયા થઇને |
અહીંયા સુધી |
પરિભ્રમણની લંબાઇ (કિ.મિ.માં) |
૧ |
સાસણ |
ખોખરા-સિરવાણ-દેવાડંગર-સિરવાણ-ખોખરા-બાવળવાળા ચોક-કમલેશ્વર-કનકાઇ ચેકપોસ્ટ |
સાસણ |
૪૫ |
૨ |
સાસણ |
ભંભાફોળ-રાયડી-ડેડકડી-કેરંભા-ખડા-પીળીપાટ-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટ |
સાસણ |
૪૨ |
૩ |
સાસણ |
કનકાઇ ચેકપોસ્ટ-સાસણ-કમલેશ્વર-બાવળવાળા ચોક-ખોખરા-સિરવાણ-દેવાડુંગર-સિરવાણ-ખોખરા |
સાસણ |
૪૫ |
૪ |
સાસણ |
બાવળવાળા ચોક-મીંઢોળીવાળા-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-કડેલી-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટ |
સાસણ |
૪૨ |
૫ |
સાસણ |
કનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-પીળીપાટ-ખડા-કેરંભા-પારેવિયા-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટ |
સાસણ |
૩૭ |
૬ |
સાસણ |
કનકાઇ ચેકપોસ્ટ-રતનધુનાપીળીપાટ-ખડા-કેરંભા-ડેડકડી-રાયડી |
સાસણ |
૪૨ |
૭ |
સાસણ |
ભંભાફોળ ચેકપોસ્ટ-રાયડી-કડેલી-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-મીંઢોળીવાળા-બાવળવાળા ચોક |
સાસણ |
૪૦ |
૮ |
સાસણ |
કનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ |
સાસણ |
૨૨ |