- Success is the ability to go from one failure to another with no loss of enthusiasm. (Winston Churchill)
- સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. - વિંસ્ટ્ન ચર્ચિલ
- Dream is not what you see in sleep, dream is thing which doesnt let you sleep - Abdul kalam
- સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘમાં જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે. - અબ્દુલ કલામ
ઝુકો પણ તુટો નહી... આ વિચાર વાંસ ના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમય મા તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતા જ ફરી થી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે ..
તમે ક્યારેય અરીસામાં તમારા અત્યંત થાકેલ અને ગ્લાનિમય ચહેરાને ધ્યાનથી જોયો છે? ક્યારેક જોશો તો સમજાશે કે જીવન પાસેથી જે મેળવવાનું છે તે તમે મેળવવું ભૂલી ગયા છો. તમારા અત્યંત ધમાલભર્યા જીવનમાં તે તમે ભૂલી ગયા છો.
પણ યાદ રાખજો, બધું રાહ જોઈ શકે છે, પણ આ ઝપાટાબંધ વહી જતું જીવન કોઈની રાહ જોતું નથી. તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે. હજી જેટલો સમય બાકી છે એમાં જીવનમાંથી જે મેળવવા જેવું છે તે શાંતિ અને આનંદ મેળવી લો…
નીચેનું વાક્ય ધ્યાનથી વાંચો. બને તો એને એક કાગળની ચબરખીમાં લખી લો અને ઝૂલતી ખુરશીમાં કે આરામખુરશીમાં બેસીને ફરી ફરીને વાંચો…
Enjoy yourself ─ for it is later than you think.
જીવનમાંથી આનંદ લૂંટો – કારણ તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે