G - SHALA એપ્લિકેશન અંતર્ગત શિક્ષકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા
(1) સૌ - પ્રથમ આપ નીચેની લીંક થી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.org.g_shala
(2) ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરો અને સૌથી નીચે આપેલ બટન ( સાઈન અપ ) પર ક્લિક કરો
(3) હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો
(4) ત્યારબાદ નીચે તમારો શિક્ષક કોડ ( 8 અંકનો SSA ટીચર પોર્ટલ / એટેન્ડન્શ પોર્ટલ મુજબનો કોડ ) પસંદ કરો
(5) હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે
(6) હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે ( બંને ખાનામાં સરખો પાસવર્ડ સેટ કરવાનો છે )
(7) ત્યારબાદ સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મોબાઇલ નંબર પર એક ૪ અંકનો OTP આવશે જે તમારે એન્ટર કરવાનો છે
(8) હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે તેવો થાય છે
(9) હવે ફરીથી તમારે મોબાઇલ નંબર અને તમારો પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે
G-Shla એપમાં શિક્ષકો માટે લેશન પ્લાન, વિદ્યાર્થીઓ એ કરેલ સ્વ- અધ્યયન- મૂલ્યાંકન, હોમવર્ક અને શૈક્ષણિક પ્રગતિ માપન બનશે સરળ