HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

24 ઑક્ટોબર, 2016

http://www.lovethisgif.com/uploaded_images/21866-In-Marathi-People-Wish-Each-Other-Happy-Diwali-Saying-Shubh-Diwali-....gif

આધુનિક ટેકનોલોજીના અનોખા ગુગલ ચશ્મા

આ ગુગલ-ગ્લાસ કેવા હોઈ શકે? ગુગલ એક માહિતીની ખોજ કરવાની ગુરુચાવી છે. તો શું ગુગલ ગ્લાસમાં કોઈ પાણી ભરેલા ગ્લાસની જેમ માહિતી પીરસશે? ગ્લાસ શબ્દથી જોકે આપણે ઘણા પરિચિત છીએ, પણ ગુગલના ગ્લાસ વધુ ચડિયાતા ખરા! એવા બીજા ગ્લાસ્સીસ પણ ઘણા છે જેમાં ગુગલ-ગ્લાસ વધારે ચડિયાતું છે.
અમુક સમય પછી જયારે આપણે કોઈ ડીજીટલ ડિસ્પ્લે માટે કોઈ ઉપકરણનો ઉપયોગ કરતા હોઈશું, જેવા કે કોમ્પ્યુટર, ટેબલેટ કે સ્માર્ટ ફોન અથવા વોચ કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરતા હાથમાં લઇને બેઠા હોઈશું, ત્યારે તેઓ પેલા પેજર જેવા ઇન્સટ્રમેન્ટ જેવું સમજીને આપણી મજાક ઉડાવતા હોયશું. જેવી રીતે કે આપણે આપણા પેલા જુના કેસેટના જમાનાને યાદ કરીને હસીએ છીએ.
ડીજીટલ ક્રાંતિના કાલ સુધીના જમાનામાં મોબાઈલફોનને શરીરનું એક અવિભાજ્ય અંગ કહી શકાય તેવું ગણવામાં આવતું. પરંતુ ત્યાર પછીના હવેના જમાનામાં ડીજીટલ ઉપકરણ સાથે જ જોડાઈને માણસ અડધો રોબોટિક બની જવા માંડ્યો છે. તે બાજુ આગળ વધતા પહેલા જોકે આપણે થોડું ફ્લેશબેક જોવા માટે બ્લેક એન્ડ વ્હાઈટ ના જમાનામાં પણ નજર મારી જોઈએ, એક સમય હતો કે જ્યાં સૌ પહેલા એક રૂમ જેટલી જગ્યામાં કોમ્પ્યુટરનો પહેલો અવતાર જનમ્યો હતો! હા એ જમાનાની વાત છે કે જયારે માત્ર અઘરા કીબોર્ડના કમાંડ વડે જ કોમ્પ્યુટર ઓપરેટ થતા હતા. જેમાં વારસો પછી આપણા કલર ટીવીના જમાનામાં પેલું રૂમ જેવડું કોમ્પ્યુટર માત્ર ટેબલ જેવડું બન્યું. તે વસ્તુનું આકર્ષણ ઘરે-ઘરે કોઈ સુપર કોમ્પ્યુટરના પાવર જેટલું માની લેવાતું હતું. એકંદરે એક ટેબલ કોમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપ વસાવવ્રું કોઈ મોભાદાર વસ્તુ બની ગઈ હતી. ટેબલ કોમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપ વખત જતા ગ્રાફિકલ કમાંડની મદદથી ઓપરેટ થવા લાગ્યા માટે તેને ઓપરેટ કરવા માટે કોઈ અઘરા કોમ્પ્યુટર કમાંડ યાદ રાખવાની જહેમત ન રહી, માઉસની મદદથી કમાંડ આપવા વધુ સહેલા બન્યા જેથી ઓપેરેટિંગ સરળ બન્યું.
ગ્લોબલાઈઝેસનની હરોળમાં ઈકો-ફ્રેન્ડલી કહેવાતા કોમ્પ્યુટરની ક્રાંતિ કાગળનો ઓછો વપરાશ થાય એ હેતુથી વેગ પકડી રહી હતી, પરંતુ પ્રિન્ટ કાઢવા માટે વપરાતા કાગળનો વપરાશ હતો એનો એજ રહ્યો. વળી બદલાતી ટેકનોલોજી સાથે નવા ઉપકરણોની સામે જુની બનાવટના ઉપકરણોને ભંગાર ભેગા કરવા પડ્યા જેનો ઉત્પાદન ખર્ચ જોકે ઈકો ફ્રેન્ડલી ન રહ્યો.

વર્ચ્યુઅલ રીઆલીટી એટલેકે આભાસી દુનિયાને પગલે વિખરાયેલી ડીજીટલ ક્રાંતિને ફરી મૂળ સ્વરૂપ આપતી ઓગ્મેન્ટેડ રીઆલીટી આવી રહી છે. જે વાસ્તવિક દુનિયા માટે વધુમાં આભાસી વધારો કરીને સચોટ માહિતી આપશે. એવા ઉપકરણનું નામ છે છે ગુગલ ગ્લાસ. જે માત્ર ચશ્માં કે ગોગલ્સ પ્રકારના સ્વરૂપે રહીને માત્ર નાકની દાંડીના ટેરવે મુકેલી કોમ્પ્યુટરની ડિસ્પ્લે પર ટકી રહેશે. એક ટચૂકડું પ્રોજેક્ટર ગ્લાસની મીની સ્ક્રીન પર પથરાશે કે જે ઉર્જા વપરાશની બાબતે લગભગ નહીવત એવી એનર્જીના જોરે ચાલશે.
આ ગુગલ ગ્લાસની અમુક આગવી વિશેષતાઓ તેમજ તેની મદદથી શું-શું કરી શકાય. જેમ્સ બોન્ડના પિક્ચરમાં તો આવા ગ્લાસની ફિક્સન પહેલેથી જ થયેલી હતી. હા કોઈ ન જોયેલા પિક્ચરમાં પણ હોઈ શકે. જેમાં આપણને અત્યારે એન્ડરોઈડમાં જેટલા મહત્વના ફંક્સનની ફેસેલીટી મળે છે તે આપણી વધુ નિકટ આવી રેહવાના છે. કોઈ પણ ડીવાઈસ હાથમાં લીધા વગર આંખોની બરાબર સામે ગોઠવી સકાય તેવા વીઅરેબલ કોમ્પ્યુટર સ્ક્રીન સાથે એકસન ગેમ રમતા જેમ્સ બોન્ડ માટે જાણે કે તે વધુ વાસ્તવિક એવી વર્ચુઅલ રીઆલીટી હોય!
સામાન્ય સિદ્ધાંતને અનુસરતી ઈનપુટના આધારે આઉટપુટ કરતી કોમ્પ્યુટર-ક્રાંતિની ડીજીટલ સફર જયારે વધુ સુલભ બની ત્યારે કોમ્પ્યુટર જાતે માણસને ગાઈડ કરવા લાગ્યા. વધુ પડતા કમાંડનું ઈનપુટ સમયનો એક બગાડ હતો તે નિવારવા માટે તેને ગ્રાફિકલ બનાવ્યા પછી ટચ સ્ક્રીન અને એનીમેશન વડે તે કમાંડ વધુ સુલભ અને અસરકારક બન્યા. માહિતીને શોધવા કે ઉલેચવા માટે લેવી પડતી તકલીફ આટલી પણ વધુ લાગે છે. બસ આપણી ઈચ્છા થાય અને માહિતી સામેથી જ આવી જાય તેવો હવે પછીનો આશય છે. જેમાં ઈનપુટ સમય લગભગ નહીવત અને વધુ આઉટપુટ વધુ મળી રહે તે માટે ટેકનોલોજી વધુ સજ્જ બની રહી છે.
સ્માર્ટ ફોન, વોચ પછી ના સ્માર્ટ ગ્લાસ એવી આ બધી વસ્તુઓ લોકો ને સ્માર્ટ એટલે કે ચતુર અને હોશિયાર બનાવી રહી છે. ટેકનીકલી સ્માર્ટ શબ્દનો મતલબ (એસ.એમ.એ.આર.ટી) એટલે કે સેલ્ફ-મોનીટરીંગ એનાલીસીસ એન્ડ રીપોર્ટીંગ ટેક્નોલોજી એવો થાય છે. કોઈ પણ સ્માર્ટ ફોન્સની ઓપરેટીંગ સીસ્ટમ અહી આંખો સામે હવામાં તરતી દેખાય એવો અહેસાસ રહે છે. અત્યાર ના ગુગલ ગ્લાસ તેની એન્ડરોઈડ ઓપરેટીંગ સીસ્ટમ થી સજ્જ થયેલ છે. આવી વાસ્તવિક દુનિયામાં વધારો કરતી ઓગ્મેન્ટેડ રીયાલીટીને જોઈ રહેલો ગુગલ ગ્લાસ પહેરેલ વ્યક્તિનો અનુભવ પ્રમાણે
દેખીતી વાસ્તવિક દુનિયામાં આભાસી વધારો કરીને માહિતી પીરસતી આ સીસ્ટમની કાર્યરચના મુજબ, હાલમાં જે ટેક્નોલોજીકલ ઉપકરણોની મદદથી જે રોજીંદી કાર્યવાહી થાય છે જેવી કે, ક્લોક, નેવીગેસન, સોશિયલ નેટવર્કીંગ, કોમ્પ્યુટર, હવે કોમ્પ્યુટીંગ આ બધું જેમ કે ગુગલ પ્લસ, ઇનબિલ્ટ યુ ટ્યુબ, ફેસબુક, ફોન કોલ, રેડીઓ અને ઘણું બધું ટૂંક માં ઓલ ઇન વન. જોકે હાલના બધા ઉપકરણોમાં આવતી બધી ઓપરેટીંગ સીસ્ટમ અને તેના ફંક્સન તો બધા ખરા જ પરંતુ આ બધા ફંક્સન ને લઇ ને ગ્લાસમાં વધુમાં વધુ શું વપરાશ થઇ શકે એ ખરેખર મજેદાર વાત છે. કોઈ પણ ડીવાઈસ ઓપરેટ કર્યા વગર, અથવા તો નજીવા ઓપરેટીંગ કમાંડ વડે પહેલા તો તમને આંખો ના નંબર હશે તો ફ્લેશ પ્લેયર જેવા સોફ્ટવેર એપ વડે તમે આંખોનો કોન્ટ્રાસ્ટ સેટ કરી શકશો. જોકે અત્યારે એવા કોઈ સોફ્ટવેર નથી, પરંતુ ભવિષ્ય માં વહેલી તકે અપડેટ થઇ જશે.
જયારે કોઈ અજાણી હોવા છતાં આકર્ષિત વ્યક્તિ શોપિંગ મોલમાં મળી ગઈ, હવે તેની જાણ બહાર વોઈસ કમાંડથી તમે ફોટો સ્નેપ કરો છો. ફોટો સેવ થયા પછી ગુગલ ઈમેજ સર્ચ એન્જીન પર અપલોડ કરતા નજીકના ભવિષ્યનું ઈમેજ-સર્ચ-એન્જીન મુખમુદ્રા મુજબ તે વ્યક્તિ કોણ છે એ મુજબ લગતી ઈમેજ સર્ચ કરીને રીઝલ્ટ આપશે. જો તેનો ફોટો ફેસબુક જેવી સાઈટ પર શેર હશે તો સર્ચ રીઝલ્ટ પ્રમાણે તેનું નામ ઠામ ઠેકાણું બધુ તમારી આંખો સમક્ષ રહેલી પારદર્શક સ્ક્રીન પર રજુ થઇ જશે. કોઈ ટર્મિનેટર મુવીના રોબોટ જેવી પરિકલ્પના મહદઅંશે રીયાલીટી બની ચુકી છે. રોબોટિક થવા જઈ રહેલા માનવનો આ પહેલો ચરણ જ કહી શકાય. જ્યાંથી કોઈ પણ પ્રાઈવેટ લાઈફ વધુ પ્રાઇવેટ નહિ રહે. ટ્‌વીટરની જેમ દરેકની વાતો હવે શેર થતી રેહશે.
પહેરેલે ગ્લાસ વડે તમે બહાર જાઓ છો ત્યારે, જી.પી.એસ ટ્રેકિંગ થી ઘરના કયા મેમ્બર ધરતી પર કઈ જગ્યા એ તેમજ કયા રૂમમાં છે તેની જાણ લેવામાટે કોઈ ફોન નહિ કરવો પડે. જી.પી.એસ વડે તમારું લોકેસન સ્ટેટસ પણ સોસીઅલ નેત્વાર્કીંગ પર ઓટો અપલોડ થઇ જાય છે.
કામ સમયે જો તમારા બંને હાથ ફ્રી ના હોય તો વોઈસ કમાંડ વડે ટેક પિક્ચર કરી શકો છો, તમારી નજર સમક્ષ નો કોઈ અદભુત નજરો     રેકોર્ડ તેમજ શેર કરી શકો છો. ચાલુ ડ્રાઈવિંગ માં ગુગલ-મેપ પર ડાઈરેક્ષન નજર સમક્ષ રહી શકે છે. જેતે સમયે પહોંચેલા સ્થળ વિષેની ઉપરોક્ત માહિતી સ્ક્રીન પર મેળવી શકો છો. તેમજ તેની સાથે સંકળાયેલી બધી જ માહિતી તેમાં જ ઈતિહાઝ બ્રાઉઝ થઇ શકે. કોઈ વસ્તુ વિષેની માહિતી પણ મેળવી શકાય છે. કોઈ પણ બુક વિષે બારકોડ રીડ થતા તેની સંપૂર્ણ માહિતી કિંમત થી માંડી ને બુક રીવ્યુ બધું જ સ્ક્રીન પર રજુ થઇ જશે. તમે કોઈ ટુર નક્કી કરેલી હોય ત્યારે સાથે આવનારા તમારી જોડે સામેલ થવા સ્ટેટસ મૂકી દેશે. તેમજ સાથે ન આવનારા તમારા મિત્રો પણ ગુગલ હેંગઆઉટથી કનેક્ટ રહી ને તમારી સામે રહેલું દરિયા કિનારાનું કુદરતી દ્રશ્ય પણ દર્શન કરી શકાશે.
ટુર દરમ્યાન અજાણી જગ્યાએ ગુગલ ગ્લાસમાં ગુગલ-લોકલ સર્ચ વડે નજીકની હોટલ પણ બતાવશે તેમજ તેની સાઈટ પર રૂમ અવેલેબલ છે કે નહિ તે જાણી તમે બુકિંગ પણ કરી શકશો. જેના પેમેન્ટ માટે ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન્સ તો ઘણા છે. અહી ગુગલ વોલેટ પહેલા કામ લાગશે. રૂમ પણ બુક થયા પછી જો તમને ટેક્ષી જોઈતી હોય તો એ પણ આવી જ રીતે તમને સામેથી લેવા હાજર થઇ જશે.
દરમ્યાન રીમાઈન્ડર મેસેજ આવતા ક્યારે પાછા ફરવું, અને રીટર્ન ફ્લાઈટ ટાઈમ સ્ક્રીન પર રજુ થાય પહેલા કોઈ ઓફીસ નું કામ પણ ગ્લાસ વડે ત્યાં નું કોમ્પ્યુટર કનેક્ટ કરી ને પતાવી શકશો. જેતે જગ્યા પર પસાર થતા જેતે વાઈ-ફાઈ સ્ટેટસ ત્યાની સર્વિસ ની જાહેરાતો બેનર વગર આંખો સમક્ષ પ્રગટ થઇ જશે. એક હિડન ભવિષ્ય નો એક કોન્સેપ્ટ અહી રચાયેલો છે.કોમ્પ્યુટર થી માંડી ને ગ્લાસ સુધીની પદયાત્રા ગાળ્યા બાદ ડીજીટલ ક્રાંતિ હવે ક્યાં લઇ જશે તે જાણવું રહ્યું.

 

Get Update Easy