વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધાં જ વરદાનોનો આધાર છે.
ટેક્નોલોજીના માધ્યમથી બની શકે છે ભ્રષ્ટાચાર મુકત દેશ
ભારત સામે પ્રશાસનિક સુધાર અને સુશાસન બે મોટા પડકાર છે. આજે ભ્રષ્ટાચારનો
મુદ્દો ગરમ છે તે આની સાથે સંકળાયેલો છે. ભ્રષ્ટાચાર આજે એક મોટો મુદ્દો
છે. કારણ કે દેશની મોટી આબાદી તેનો રોજેરોજ સામનો કરી રહી છે. સવાલ એ છે કે
તેનાથી કઈ રીતે બચી શકાય.૧૯૭૪માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બહુ મોટું આંદોલન
થયું હતું. આ આંદોલનને ઘણી હદે સફળતા મળી હતી પરંતુ અંતમાં કંઈ થયું
ન્હોતું અને દેશ ફરીથી એ જ સ્થિતિમાં આવી ગયો. ભ્રષ્ટાચાર કોઈ બીમારી નથી. આ
બીમારીનું લક્ષણ છે. તેથી વિચારવું પડશે કે આગળ શું થશે?
કેટલીયે વખત ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક સુધારાના મુદ્દાની ચર્ચા કરતાં
રાજકીય વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવવામાં આવે છે પરંતુ આપણે તેને લોકતંત્રની
ખામી ન કહી શકીએ. ભારતના લોકતંત્રએ તો એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતની
સાથે જ અસ્તિત્વમાં આવેલ પાકિસ્તાન અને પછી તેનાથી અલગ થઈને નવું રાષ્ટ્ર
બનેલ બાંગ્લાદેશ જેવા પડોશીઓને જોઈએ તો જાણ થાય છે કે ભારતનું લોકતંત્ર
કેટલું મજબૂત છે. બાંગ્લાદેશે જ્યારે લોકતંત્રની રાહ છોડીને મિલીટરી રાજ
પસંદ કર્યું ત્યારે તેની દુર્દશા બેઠી પરંતુ હવે તે ફરીથી લોકતંત્રની રાહ
પર છે અને પ્રગતિ કરી રહ્યું છે.
એન્જિનિયરિંગ કે અન્યના ભણતરની વચ્ચે જો ઘરમાં પાણીના અછત કે પછી અન્ય
સમસ્યા હોય તો કોઇ પણ વિદ્યાર્થી તેના પર ધ્યાન ના આપે. તેવી સમસ્યાથી દૂર
રહે. આ સમયે તેવા વિસ્તારમાં સમસ્યાનો ઉકેલ લાવવા ઘણી એપ્લિકેશનનો
ઉપયોગથાયછે. જેના ભાગ રૂપે આજે સંબંધિત અધિકારીએ તેના વિશે પ્રતિક્રિયા
આપી શકે.
એક એવી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે જે ભારતને ઇ-ગવર્નન્સની દિશામાં આગળ
વધારે છે. એક સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરાયેલી આ મોબાઇલ એપ્લિકેશન લોકોને
ફક્ત મંત્રીઓ કે અધિકારીઓ સાથે જોડે છે તેવું નથી પરંતુ જનતા દ્વારા
ઉઠાવવામાં આવતા મુદ્દાઓને “ઓપન ઇન પ્રોગ્રેસ” અને રિઝોલ્વ્ડ સ્ટેટસ પણ આપી
શકે છે.
આવી એપ્લિકેશનમાં વધુ સદસ્યો સક્રિય છે જેમાં ઇન્દોરના કોર્પોરેટર્સનો પણ
સમાવેશ થાય છે. આ એપ્લિકેશન દ્વારા કોર્પોરેટર્સ લોકોને પડતી મુશ્કેલીઓ
જાણી સમસ્યા હલ કરી શકે છે.
આવી ઉપયોગકર્તા એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ
કર્યા બાદ જે તે વ્યક્તિએ પોતાની માહિતી ભરી સાઇન અપ કરવાનું રહે છે. એક
વાર રજિસ્ટર થયા બાદ કોઇ પણ વ્યક્તિ પોતાની સમસ્યા ગમે ત્યારે આ પ્લેટફોર્મ
પર મૂકી શકે છે અને જે તે સંબધિત અધિકારીને આ સમસ્યા વિશે જાણ થાય એટલે તે
સમસ્યાનું નિવારણ લાવવા કયા પ્રકારની કામગીરી થઇ રહી છે તેનું સ્ટેટસ
અપડેટ કરી શકે છે. એટલે કે ઓપન કે ઇન પ્રોગ્રેસ જેવા વિકલ્પોની પસંદગી કરી
શકે છે. આ સિવાય એપ્લિકેશનના કારણે એક જ વિસ્તારના ઘણાં અજાણ લોકો એકબીજાના
મિત્રો પણ બની જાય છે. સાથે જ એપ્લિકેશન વપરાશકર્તાઓને ફોટો તેમજ વિડીયો
અપલોડ કરવાની પણ છૂટ આપે છે.
ઇન્દોરના કોર્પોરેટર કહે છે કે આ એપ્લિકેશનની મદદથી મને મારા વિસ્તારની જ
તકલીફો નહીં પરંતુ સમગ્ર ઇન્દોરમાં કેવી કેવી સમસ્યાઓ છે તેની પણ જાણ થાય
છે જે ઘણી સારી બાબત છે.અને ૨૪ કલાકની અંદર સમસ્યાનો ઉકેલ લાવતા એક
પ્રભાવશાળી માધ્યમ તરીકે જોઉં છું.
ઘણી બાબતો અને પ્રક્રિયાઓને જાણતા પણ અજાણ રહીએ છીએ તેથી ભ્રષ્ટાચાર વધે
છે. એક ટીન નંબર મેળવવા માટે પણ ઓફિસમાં આ કામ કરાવવા બેઠેલા વચેટિયાઓને
રૂપિયા ચૂકવવા પડે છે જે હકીકતમાં નિઃશુલ્ક થતું કામ છે. ઘણાં સમયથી ડીજીટલ
ઇન્ડિયાની વાતો સાંભળી રહયા છે પરંતુ આમ કરવા માટેના યોગ્ય સાધનો ક્યાં
છે?
એક સર્વે મુજબ જાણ થઇ હતી કે લગભગ ૯૦% લોકોને પોતાના કોર્પોરેટર વિશે કોઇ
પણ જાણકારી નહોતી અને લગભગ ૭૦% લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે.
આજના સમયમાં એ ઘણી નવાઇની વાત છે કે એપ્લિકેશન બજારમાં જ્યાં એકબાજુ ગળાકાપ
સ્પર્ધા છે ત્યારે હજી પણ આ પ્રકારના સ્ટાર્ટઅપમાં કોઇ પણ પ્રતિયોગી સામે
નથી આવ્યો. આ એપ્લિકેશનના સંસ્થાપકોનું માનવું છે કે આ વિશ્વની પહેલી
રાજનૈતિક સોશિયલ મીડિયા એપ્લિકેશન છે અને હવે આ એપ્લિકેશનની પેટન્ટ
પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકાર હવે સરકારી ઓફીસને કાગળના બોજથી મુક્ત કરાવવા માટે ડીઝીટલ
ઇન્ડિયા અભિયાનને ગતિ આપશે. સરકારી કાર્યાલયોને પેપરમુક્ત કરીને પ્રશાસનને
પારદર્શી બનાવશે. રાજ્યના બાળકોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે
જિજ્ઞાસા વધે તેવા આશયથી શરૂ કરવામાં આવેલ ’ડિજીટલ ઈન્ડિયા-ડિજીટલ ગુજરાત’
વિષય પરની ઓનલાઈન ક્વીઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ગુજરાતની
પ્રત્યેક સરકારી કચેરી પેપરલેસ બનવાની દિશામાં આગળ વધે અને ટેક્નોલોજીના
માધ્યમથી નાગરિકોને મોટાભાગની સુવિધાઓ ઈન્ટરનેટના માધ્યમથી આપવામાં આવે
તેવા સાચા અર્થમાં ’ડિજીટલ ગુજરાત’ નું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
જો દેશમાં ભ્રષ્ટાચારમુક્ત શાસનવ્યવસ્થા સરકાર દ્વારા નહીં પણ
ટેક્નોલોજીના માધ્યમથી લાવી શકાય છે અને આવનાર સમય આવો જ કંઇક રહેશે.