બિન સચિવાલય પરીક્ષાની તૈયારી માટે :
શિક્ષણ એ પરિવર્તનશીલ, પ્રગતિશીલ અને પ્રયોગાત્મક છે. કોમ્પ્યુટર વીસમી
સદીની ક્રાંતિકારી શોધ છે, જયારે એકવીસમી સદી એ કોમ્પ્યુટર,ઈન્ફોર્મેશન અને
ઈન્ટરનેટની છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જઈ રહ્યો છે.
આજના ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર ટેકનોલોજીના જમાનામાં શિક્ષણક્ષેત્રે આમૂલ
પરિવર્તનો થયા છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જ રહ્યો છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જ્ઞાનમાં ઝડપી વધારો થાય છે. ઘણા પ્રયોગો ,
શોધ સંશોધનોના ફળસ્વરૂપે શિક્ષણના નૂતન ક્લેવરો, સ્વરૂપો, પદ્ધતિઓ,
પ્રયુકિતઓ અસ્તિત્વમાં આવી અમલી બન્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય એ
રોજિંદા જીવન સાથે ગુંથાયેલ વિષય છે, તે જીવનલક્ષી વિષય છે, જેના દ્વારા
વ્યક્તિમાં કેટલાક આવશ્યક કૌશલ્યો અને વલણો આકાર પામે છે. તેથી આવા વિષયને
વધુ પ્રયોગાત્મક અને અનુભવો દ્વારા શીખવવું જોઈએ જેથી વધુ ગહન અધ્યયન શક્ય
બને.