HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 ઑગસ્ટ, 2016

જ્ઞાન સપ્તાહ - 2016

આજનો વિચાર

  • વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.
જ્ઞાન સપ્તાહ - 2016 : આયોજન ફાઇલ અહી ક્લિક કરો 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુજરાતી આવૃતિ અહી કિલક કરો .pdf file

સ્પીપા રાજ્ય સરકાર માં ભરતી માટેની માર્ગદર્શિકા pdf file અહી કિલક કરો

શોધ-સંશોધનોની પેટન્‍ટ : સાૈ દેશો લઇ ગયા, આપણે કેમ (પાછળ) રહી ગયા ?
વિજ્ઞાનજગતમાં સૌથી વધુ (કુલ ૨,૩૩૨) શોધોની તેમજ નુસખાઓની પેટન્ટ નોંધાવનાર  મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને એક વાર કહ્યું હતું કે, ‘હું આટઆટલી શોધ કરીને તેમની પેટન્ટ મેળવી શક્યો તેનું કારણ એ કે મને બપોરે ઝોકું ખાવાની ટેવ હતી. અડધા કલાકની ઊંઘ મારા દિમાગને તરોતાજા કરી દેતી, એટલે મગજ પાસે વધુ કામ લેવાનું શક્ય બનતું હતું.’

એડિસનની વાતમાં દમ હતો તેમ વૈજ્ઞાનિક વજૂદ પણ હતું. મનોવિજ્ઞાનના સંશોધકોએ કાઢેલા તારણ મુજબ બપોરે ચાલીસેક મિનિટનું ઝોકું લો એ દરમ્યાન બાયોકેમિકલ પ્રોસેસ વડે શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે. પરિણામે જાગ્યા બાદ શરીરમાં ૧૦૦% સ્ફૂર્તિ અને ૧૦૦% તાજગી વરતાય છે. આ વૈજ્ઞાનિક હકીકતને શોધ-સંશોધનની પેટન્ટના જુમલા સાથે જો ખરેખર ગાઢ સંબંધ હોય તો ભારતના સંશોધકોએ એડિસનની ટેવને અનુસરવાની જરૂર હોય એમ લાગે છે. પેટન્ટ મેળવવાની બાબતે દેશનું ઉદાસિન ચિત્ર કદાચ ત્યાર પછી રંગીન બને ! ચિત્ર હાલ કેવું ઉદાસિન છે તે જુઓ  સ્વિટ્ઝરલેન્ડના જીનિવા શહેર ખાતે આવેલી યુનોની પેટાસંસ્થાએ હમણાં તેના રિપોર્ટમાં જણાવ્યું તેમ ૨૦૧૫ની સાલમાં ભારતીય સંશોધકોએ ગણીને માત્ર ૧,૪૨૩ પેટન્ટ દર્જ કરાવી હતી. ૨૦૧૪માં આંકડો ફક્ત ૧,૪૨૮નો હતો, જ્યારે ૨૦૧૩માં ભારત માંડ ૧,૩૨૦ પેટન્ટ નોંધાવી શક્યું હતું. અહીં ‘માત્ર’, ‘ફક્ત’ અને ‘માંડ’ જેવાં વિશેષણો થકી આંકડાની કંગાલિયતનો ખ્યાલ આવે તેમ નથી, માટે પેટન્ટની સંખ્યાના મામલે ભારતને ઓવરટેક કરી ગયેલા કેટલાક દેશોનો સ્કોર જાણવો રહ્યો. ૨૦૧૫ની સાલમાં ભારતે ૧,૪૨૩ પેટન્ટો મેળવી, તો દક્ષિણ કોરિયાએ ભારત કરતાં (દસ ગણી) ૧૪,૬૨૬; ચીને (વીસ ગણી) ૨૯,૮૪૬ અને જાપાને તો (ત્રીસ ગણી) ૪૪,૨૩૫ વૈજ્ઞાનિક પેટન્ટો દર્જ કરાવી હતી. એ જ રીતે ૨૦૧૪માં ભારતના ૧,૪૨૮ પેટન્ટના જુમલા સામે દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનનો સ્કોર અનુક્રમે ૧૩,૧૧૭; ૨૫,૫૪૮ અને ૪૨,૩૮૧ રહ્યો હતો.

પેટન્ટ હંમેશાં અગાઉ ન શોધાયેલા યંત્ર, સાધન કે બીજી કોઇ વસ્તુ માટે એનાયત કરવામાં આવતી હોય છે. પરિણામે કોઇ સંશોધક એકાદ પેટન્ટ મેળવવામાં સફળ થાય તેનો સાફ અર્થ એ કે તેણે કરેલી શોધ સખત દિમાગી પરિશ્રમનું, અવનવા વૈજ્ઞાનિક પ્રયોગોનું તેમજ બુદ્ધિગમ્ય તર્કોનું ફરજંદ છે. આમ પેટન્ટની સંખ્યાને દેશના બુદ્ધિધન જોડે જેટલો સીધો સંબંધ છે એટલો જ સીધો સંબંધ દેશના વૈજ્ઞાનિક અભિગમ સાથે પણ છે. વર્ષેદહાડે હજારોની સંખ્યામાં પેટન્ટ નોંધાવતા જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ભારતને બેઉ બાબતે ક્યાંય પાછળ રાખી દીધું તેનું આખરે કારણ શું ? મૂળ તપાસો તો છેક સ્કૂલના ક્લાસરૂમ સુધી નીકળે, જ્યાં વિદ્યાર્થીઓમાં નાની વયે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે પ્રકારનું પ્રેક્ટિકલ એજ્યુકેશન મોડલ જાપાને, ચીને તેમજ દક્ષિણ કોરિયાએ વર્ષોથી અપનાવ્યું છે. બીજી તરફ આપણે હજી પણ માત્ર (અને માત્ર) પાઠ્યપુસ્તકિયા અભ્યાસક્રમને વળગી રહ્યા છીએ. વળી આપણે ત્યાં શિક્ષણનું એટલી હદે વ્યાપારીકરણ થયું છે કે શિક્ષણનું સ્તર ભયંકર રીતે કથળ્યું છે. એક ઉદાહરણ ઃ નવી દિલ્લીમાં ખાનગી શાળાઓના રાફડા સામે ‘ટક્કર’ ઝીલવા માટે ત્યાંની સરકારે જુલાઇ, ૨૦૧૫ સુધીમાં સરકારી શાળાઓમાં ૮,૦૦૦ નવા ક્લાસરૂમો તૈયાર કરવાનો હુકમ જારી કર્યો. 

નતીજારૂપે બન્યું એવું કે નવા ઓરડા બાંધવા જતાં શાળાઓમાં રમતનાં મેદાનો સંકોચાઇ ગયાં અગર તો સાવ નાબૂદ થઇ ગયાં. રમતગમત પણ અભ્યાસનો એક મહત્ત્વનો ભાગ છે. બાળકોમાં તેને કારણે ‘ફાઇટિંગ સ્પિરિટ’ કેળવાય છે, જે વખત જતાં નાના-મોટા પડકારો સામે લડી લેવામાં મદદરૂપ બને છે. સ્પષ્ટ વાત છે. પરંતુ માર્કલક્ષી શિક્ષણપ્રણાલીમાં પુસ્તકિયા જ્ઞાન સિવાયના ઇતરજ્ઞાનને અવકાશ નથી.

પરિણામ નજર સામે છે. નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમની રુક્ષતાએ આપણે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ/ R&Dનું ક્ષેત્ર સૂનું પાડી દીધું છે. ભારતમાં હાલ દર ૧૦,૦૦૦ વ્યક્તિએ ફક્ત ૪ જણા R&Dમાં રોકાયેલા છે. (અમેરિકાનો ફિગર ૭૯ છે; જાપાનનો ૪૭ છે). R&Dના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય જેમણે કર્યું છે તેવા ૫૦ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન છેક ૩૮મું છે. અમેરિકા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા તો ઠીક, ઇસ્તોનિયા, લક્ઝેમ્બર્ગ, માલ્ટા અને લિથુઆનિયા જેવા ચિલ્લર દેશો પણ ભારતથી આગળ નીકળી ગયા છે. જગતના પચાસ રચનાત્મક તથા પરિવર્તક અર્થતંત્રોમાં આપણે ૪૫મા ક્રમે ઊભા છીએ. આ હતાશાજનક ચિત્ર ભારતે બદલવું રહ્યું અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે તેમજ R&Dના ક્ષેત્રે ભારતીય સંશોધકોને છૂટો દોર આપવા માટે અમેરિકા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની માફક માફકસરનું બજેટ ફાળવવું રહ્યું. આપણા સંશોધકો સંખ્યાબંધ પેટન્ટ નોંધાવે અને તે પેટન્ટના આધારે આપણે ત્યાં અવનવી ચીજવસ્તુઓ બને ત્યારે Make in Indiaનું સૂત્ર ખરા અર્થમાં સાકાર થયું ગણાય.

Get Update Easy