HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

19 માર્ચ, 2016

ઉર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY )

Staff Nurse Class-3 Recruitment For 1494 Posts.

Total Posts: 1494
Post name:
  •  Staff Nurse – 1494
Age Limit–   ( Available Soon)
 
Educational Qualification:
  •   ( Available Soon) 
  • How to apply
  •  Eligible candidates may apply online through official website Before Last    Date                   
Important dates:

  • Start Date Of Registration : 24.03.2016.
  • Last Date Of Application   :  24.04.2016.

Apply Online Here ( Start From 24-03-2016)

Official Notification :


 
ઉર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY )
આધુનિક તબિબી વિજ્ઞાને સ્વાસ્થ્ય સુરક્ષાનું સ્વર્ગ ઊભું કર્યું છે .
તેની ઈમર્જન્સી અને સર્જરી સેવા માટે સલામ કરવી પડે ...છતાં
કેન્સર ,ડાયાબિટીસ ,હાર્ટ પ્રોબ્લેમ ,જેવા કેટલાંય અસાધ્ય રોગોને
નાથવા અને નાબૂદ કરવામાં તે સફળ થયું નથી .વળી ,કેટલીક
આધુનિક દવાઓ રોગને કન્ટ્રોલ જ કરે છે ,તેથી અમુક રોગોમાં
જીવનભર દવાઓ પર આધાર રાખવો પડે છે તથા આ દવાઓની
આડઅસરોનો ભોગ થવું પડે છે .દવાઓની ઘાતક અસરો હવે જગ જાહેર છે .
આવા સંજોગોમાં ‘’વૈકલ્પિક સ્વાસ્થ્ય સારવાર ‘’ ( ALTERNATIVE MEDICINE ) તરફ સમસ્ત વિશ્વનું ધ્યાન ગયું છે . આજે મનોવિજ્ઞાનની દુનિયામાં પણ વૈકલ્પિક સારવારની દુનિયા બનતી જાય છે ત્યારે ,ઉર્જા મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય સહાયક તરીકે સામે આવ્યું છે .
સાયકોથેરાપિનાં વર્તમાન પ્રવાહમાં ,ઇતિહાસના પાનાંઓ માંથી પાછુ ફરેલું નામ એટલે ઉર્જા મનોવિજ્ઞાન. ઉર્જા મનોવિજ્ઞાન સુખદ
સ્વસ્થ અને શક્તિશાળી તન મન માટે ઝડપી અને અસરકારક રસ્તાઓનું માર્ગદર્શન કરે છે .તેની ટેકનીક્સ ઉપયોગમાં સરળ ,સલામ અને ઝડપથી સારા પરિણામો આપનારી છે .
ઉર્જા મનોવિજ્ઞાન ઉર્જાનું ભૌતિકવિજ્ઞાન ( quantum physics ) ,મનોવિજ્ઞાન ,પ્રાકૃતિક ઉપચાર અને આદ્યાત્મિક ઉર્જા વિજ્ઞાનનું સંયોજન મનાય છે .ઉર્જા મનોવિજ્ઞાનનો પાયાનો ઉદ્દેશ ‘’માનવીય ઉર્જા તંત્રનું પ્રત્યક્ષરૂપે ,હ્ર્દય ,મન અને શરીરનું સંતુલન સ્થાપવાનો છે.
ઉર્જા મનોવિજ્ઞાનનો મૂળ સિદ્ધાંત એ છે કે આપને સૌ દ્રશ્યમાન દેહ જ નથી ‘’ અદ્રશ્ય ઉર્જા શરીર ‘’ ( INVISIBLE ENERGY BODIES ) પણ છીએ .આ અદ્રશ્ય દેહો આપણા દ્રશ્ય શરીરને સમાંતરે અસર કરે છે .ભારતીય અધ્યાત્મ પણ ક્હે છે કે , આપણે સૌ ઉર્જા છીએ .આપણું મૂળ સ્વરૂપ વિશુદ્ધ મૂળભૂત શક્તિ છે .આપણે બધા ઉર્જાથી જોડાયેલા છીએ .અખિલ સૃષ્ટિમાં ઉર્જાના અણુઓથી બધું જ પરોવાયેલું છે .હવે આજ વાત આધુનિક વિજ્ઞાન પણ કરે છે કે માનવીય બંધારણ ( HUMAN ORGANISM ) માત્ર સૂક્ષ્મ કોષાણુઓ
( MOLECULES ) નું બનેલું નથી ,પરંતુ અન્ય પદાર્થોની જેમ ઉર્જા ક્ષેત્રો ( ENERGY FIELD ) નું નિર્માણ છે ( બ્રેન .૧૯ ) વિલ્યમ એન્ડ મેરી યુનિવર્સીટીની શોધ પ્રમાણેમાનવીય ઉર્જાક્ષેત્ર અને તેની મનોવૈજ્ઞાનિક અવસ્થાને સંબંધ છે .આ ઊર્જા શરીર અને મજ્જાતંત્ર પરસ્પર જોડાયેલા છે .જયારે વ્યક્તિમાં શારીરિક કે માનસિક ફેરફાર થાય છે ત્યારે આ ઉર્જામાં પણ ફેરફાર થાય છે .
ઊર્જા મનોવિજ્ઞાન શરીર -મનની ઊર્જા સાથે કામ કરવાના સિદ્ધાંતો આપે છે .તેનાં ઉપયોગથી આવેગિક ,વૈચારિક ,વાર્તનિક નબળાઈઓ તથા રોગોનો ઉપચાર થઈ શકે છે .
ભય ,ક્રોધ ,નકારાત્મક સ્મુર્તિઓ ,માન્યતાઓ અને દુઃખદ અનુભવો અદેશ્ય ઊર્જા શરીરને બગાડે છે ત્યારે ભીતરે રોગીષ્ઠ અવરોધકો ( BLOCKEGES ) જમા થાય છે. ઊર્જા મનોવિજ્ઞાનની ટેકનિક્સ ભીતરે એકઠી થયેલી આવી નકારાત્મક ,શારીરિક માનસિક ગાંઠોને તોડીફોડી, તેની સફાઈ કરી –‘’ નવ નિર્માણ ‘’ કરવા મદદ કરે છે .
ઊર્જા મનોવિજ્ઞાન ‘’કો હિલિંગ’’ થેરાપી છે ,તેથી તેને હિલિંગ એન્ટીબાયોટીકસ પણ ક્હે છે .દવારૂપે લેવાતા એન્ટીબાયોટીક્સ
લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે .જયારે ઊર્જા ટેકનિકસ
સ્વયમ અસરકારક કુદરતી એન્ટીબાયોટીકસ બનાવવા ક્ષમતા પેદા કરે છે . અહીં વ્યક્તિ પોતાની ઉર્જાને કામે લગાડી કાયમ સ્વસ્થ રહી શકે છે .
ડૉ.ગ્યામ્પાયરો સુન્ગી ક્હે છે ‘’ HEALING IS YOUR BRITH RIGHT ‘’
હિલિંગ એ આપણો જન્મ સિદ્ધ અધોકાર છે .આપણા ભીતરની જ એક પ્રક્રિયા અને ભાગ છે .અંગ્રેજી હિલિંગ શબ્દનો અર્થ છે જે આપણું જ છે તેની સાથે એકાત્મતા ( સમગ્રતા ) સાધવી .
ટૂકમાં હિલિંગ એ ભીતરની સમગ્રતા સાતત્ય સાથે જોડવાની ,પૂન: સંધાનની પ્રક્રિયા છે .
મનોવૈજ્ઞાનિક જ્હોન ફ્રીડમેનનાં મતે હિલિંગ એટલે સ્વાસ્થ્ય ઉર્જાની પ્રાપ્તિ . જેના વડે વ્યક્તિ
અંધકારથી અંજવાળા તરફ ગતિ કરે છે
ભ્રમથી વાસ્તવ તરફ વળે છે
સત્યની પ્રતીતિ કરે છે
પૂર્ણતાનો ભાવ અનુભવે છે
તનથી સ્વસ્થ અને મનથી પ્રસન્ન રહે છે
જીવન અને જગત પ્રત્યે સ્વીકૃતિ ભાવ અનુભવે છે 
સ્વથી, પર અને પરથી પરમાત્મા સુધી જવાનો પ્રયાસ કરે છે
ભય ,ક્રોધ ,નફરત ઓગળી જતાં હ્રદયમાં પ્રેમ પ્રગટ્યાનો અનુભવ કરે છે .
ઊર્જા મનોવિજ્ઞાનએ પ્રેમ શક્તિ ,વિચાર શક્તિ ,ધ્યાન શક્તિ અને આંતર શક્તિના ઉપયોગથી સ્વાસ્થ્ય ચમત્કાર કરવાની ટેકનીકસ
ને હિલિંગ ક્હે છે .આ તમામ ઉર્જોના સહયોગ માટે વિવિધ સાયકોથેરાપીનો ઉપયોગ કરે છે .કેટલીક ટેકનિકસ નીચે આપી છે
EFT (ઈમોશનલ ફ્રિડમ ટેકનિક )
TFT ( થોટ ફીલ્ડ થેરાપિ )
HT ( હિલિંગ ટચ )
AIT ( એડવાન્સ ઇન્ટર ગેટીવ થેરાપિ )
BSFF (બી સેટ ફ્રી ફાસ્ટ )
BHLU (હિલિંગ ફ્રોમ ધ બોડી લેવલ અપ )
HM ( હાર્ટ મેથ )
EDTM ( એનર્જી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ મેથડ )
EDMR ( આય મુવમેન્ટ ડીસસન્સેનાંઈઝેશન એન્ડ રિસ્પોન્સીંગ )
૧૦ TAT ( ટેપ્સ એક્યુપ્રેશ ટેકનિક )
ઊર્જા મનોવિજ્ઞાનની ટેકનિકસથી થતા ફાયદાઓ :
-માનસિક તાણ ,વિકૃત ભય ચિંતામાંથી મુક્તિ
-આઘાતો અને દમિત આવેગોનું વિસર્જન /નિરસન
-વજન નિયંત્રણ
-આહારગત તાણ અને માન્યતા ભોગ બનેલાઓને ઝડપથી રાહત
-સૂચારૂ રક્ત ભ્રમણમાં સહાય અને બ્લડ પ્રેશરથી મુક્તિ
-પેઈન મેનેજમેન્ટ માટે અસરકારક
-હાઇપર ટેન્શનમાં રાહત
-નશાખોરી બંધાણ ઉપચારમાં સહાયક
-માઇગ્રેનનો સરળ ઉપચાર
-વેપારક્ષેત્રે પ્રભાવ વિસ્તારવામાં મદ્દદ રૂપ
-રમત-ગમત કષ્ટ વૃદ્ધિમાં સહાયક
-નિદ્રા સુધારણા અને શાંતિ માટેનો સરળ ઉપાય
-વૈક્તિક ચેતનાનું વૈશ્વિક ચેતના સાથે મિલન કરાવતું માર્ગદર્શન
આમ ,ઊર્જા મનોવિજ્ઞાન અને હિલિંગ આવતા યુગની અગ્રક્રમની માંગ બનશે ,ત્યારે સ્વાથ્ય સુખાકારી ચાહતી દરેક વ્યક્તિએ પોતાની ભીતર છૂપાયેલી અને બ્રહ્માંડમાં વ્યાપ્તએ ઊર્જા સાથે સંબંધ જોડવાના પ્રયાસ રૂપે એક સંકલ્પ કરવો પડશે કે –‘’હિલિંગ મારો જન્મ સિદ્ધ અધિકાર છે .અને આ ઊર્જાને જાણવા સમજવા અને તેના ઉપયોગ માટે આજથી જ હું પ્રયત્ન કરીશ .

Get Update Easy