HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 માર્ચ, 2016

શબ્દોની સનસનાટી

આજનો વિચાર

You can never cross the ocean until you have the courage to lose sight of the shore.        -Christopher Columbus
  
Std 11th Science Sem - 2 Chemistry Paper Solution Available
This paper solution is unofficial official answer key available soon board website .
 
Gujarati Bhasha Sahity
No Materials Name Download
1 Gujarati sahity Most IMP Question With Answer Part - 2   Download
2 Gujarati sahity Most IMP Question With Answer Part - 1   Download
3 Gujarati bhasha ni pratham sahity kruti Download
4 Sahitykar ane Tena upnam Download
5 Sahitykaro ni Janiti Pankti Download
6 Gujarati Sahity ni Janiti Kruti ane Karta Download
7 Gujarati Sahitykaro nu Vakhanatu Sahity Download
8 Gujarati Sahity na Amar Patro Download
9 Gujarati ni Sahity Sanstha Download
10 Gnanpith Award Melavanara Gujarati Sahitykaro Download
11 Ranajitram Suvarn Chandrak Vijeta Sahitykaro Download
12 Gujarati Sahity na IMP Questions Download
 શબ્દોની સનસનાટી: શબ્દોનું અર્થઘટન સંજોગો પ્રમાણે જ થતું હોય છે
આપણા રોજીંદા જીવન સાથે કેટલાક શબ્દો વણાયેલા હોય છે. આપણે સામાન્ય વાતચીતમાં 'ભલે', 'અચ્છા', 'બહુ સારૃ', 'બરાબર', 'યસ', 'નો', 'થેન્ક યુ', 'વેલકમ', જેવા શબ્દપ્રયોગો કરતા હોય છે. હમણાં સામાન્ય વાતચીતમાં અંગ્રેજી ભાષાના શબ્દોનું ચલણ વધી રહ્યું છે. આ શબ્દો રોજીંદી વાતચીતમાં સામાન્ય રીતે આપણી સાથે પ્રત્યક્ષ વાતચીત કરતા કે ટેલિફોનિક વાતચીત કરી રહેલી વ્યક્તિની વાત સાંભળી રહ્યા છીએ, તેવી અનુભૂતિ કરાવતા હોઈએ છીએ.
કેટલાક શબ્દો આપણી જીવનશૈલીમાં વણાઈ જતા હોવાથી ઘણી વખત તેનું ઉચ્ચારણ અજાણતા જ અનુચિત થઈ જાય છે. દૃષ્ટાંત તરીકે 'અચ્છા' કે 'સારૃ' બોલવાની ટેવ હોય, ત્યારે કોઈના અવસાનની વાતચીત દરમિયાન પણ આ શબ્દો બોલાઈ જાય, ત્યારે અનુચિત લાગે છે. આ જ રીતે રોજીંદા વપરાતા શબ્દો ઘણી વખત ઉલટા અર્થઘટનો કરી દેતા હોય છે.
તાજેતરમાં એક કાર્ટૂનમાં આવું ઉલટંુ અર્થઘટન કેવી સ્થિતિ ઊભી કરે છે, તે જોયું હતું. અખબારોમાં આવેલા સમાચારોમાં 'વિદેશી હાથ' શબ્દો ઘણાં સમયે સાંભળવા મળ્યા, તેવી કટાક્ષિકાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી. તેનો સંદર્ભ નવી પેઢીને કદાચ સમજાયો નહીં હોય, જ્યારે ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે તમામ વિરોધ પક્ષો એક થઈ રહ્યા હતાં, અને દેશમાં તેઓની વિરૃદ્ધમાં પ્રદર્શનો અને દેખાવો થતા હતાં, ત્યારે તેઓ તે સમયની કેટલીક ઘટનાઓ પાછળ 'વિદેશી હાથ' હોવાનું મંતવ્ય વ્યક્ત કરતા હતાં.
તાજેતરમાં ભારતમાં નવી કેન્દ્ર સરકાર છે, અને વિવિધ વિચારધારાઓ સામસામે ટકરાઈ રહી છે, ત્યારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) ના વિદેશી ફંડ પર કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને તેના હિસાબો માંગ્યા છે. બીજી તરફ એવું મંતવ્ય વ્યક્ત કરાયું છે કે ભારત સરકારને અસ્થિર કરવા વિદેશી પરિબળો ભારતમાં વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. આ સંદર્ભમાં 'વિદેશી હાથ'નો ચાર-પાંચ દાયકા જુનો પ્રચલીત શબ્દ યાદ કરવામાં આવ્યો છે.
આપણે કોઈ શોકસભા કે પ્રાર્થના સભામાં ગયા હોઈએ કે કોઈ ગંભીર રીતે બીમાર વ્યક્તિના ખબર પૂછવા જઈએ, ત્યારે આપણા રોજીંદા શબ્દો પર અંકુશ રાખવો જરૃરી બને છે. તે સમયે ગંભીર હાવભાવ રાખવા જરૃરી હોય છે. જો આપણે સંવેદનાત્મક રીતે જોડાયેલા હોઈએ, તો આપણે સ્વાભાવિક રીતે જ ગંભીરતા દાખવીએ છીએ, અને કુદરતી રીતે જ 'ગંભીર' મૂખમુદ્રા સાથે વાતચીત કરીએ છીએ કે પરિવારને સાંત્વના આપીએ છીએ, પરંતુ ઘણી વખત કેટલાક લોકોને આ પ્રકારનો 'અભિનય' પણ કરવો પડતો હોય છે.
બીમાર વ્યક્તિના પરિવારજનો સાથે વાતચીત કરતી વખતે જો 'અચ્છા', 'સારૃ' કે 'બહુ સારૃ' જેવા શબ્દો મોઢામાંથી નીકળી જાય તો તે ખૂબ જ અયોગ્ય છે, અને તેના કારણે આપણે ક્ષોભમાં મૂકાઈ જઈએ છીએ, અથવા આપણે ત્યાંથી નીકળી જઈએ, તે પછી તેની ટીકા પણ થતી હોય છે. આપણા રોજીંદા શબ્દપ્રયોગો સંજોગો અનુસાર બદલવા જોઈએ, અન્યથા આપણે સંવેદનહીન છીએ કે પછી અક્કલ વગરના છીએ તેવું પૂરવાર થાય છે.
તાજેતરમાં  એક રાજનેતાએ કોઈની શોકસભામાં 'લાઠી-દંડા'ની કથિત વાત કરી, જેમાંથી વિવાદ થયો. તે પહેલાં બીજા એક રાજનેતાએ કથિત રાષ્ટ્રવિરોધી નારાઓના વિવાદિત સ્થળે જઈને અભિવ્યક્તિની આઝાદીની વાત કરી. આ પ્રકારના વિવાદોને રાજકીય પક્ષોએ વધુ ચગાવીને આગમાં ઘી હોમ્યું. આ બધુ સંજોગોની શબ્દો પર થતી અસર દર્શાવે છે.
દેશના સાંપ્રત પ્રવાહોમાં જાહેર જીવનમાં શબ્દોના પ્રયોગો સંજોગો જોઈને કરવાની તકેદારી રાખવી જરૃરી છે, અન્યથા તેને પકડીને રાજનેતાઓ વિધાનગૃહો અને સંસદના ગૃહોમાં દરરોજ કબડ્ડી રમતા રહેશે... ગુજરાતની વિધાનસભામાં પણ શબ્દોની અસર જણાઈ હતી અને એક મંત્રી તથા મહિલા ધારાસભ્ય વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપીથી કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. આવી ઘટનાઓ એવી શીખ આપે છે કે સંજોગો મુજબ શબ્દો ઉચ્ચારવા જોઈએ, કારણ કે આપણે જ શબ્દોના માલિક છીએ, પરંતુ એક વખત આપણા મૂખેથી ઉચ્ચારાઈ ગયેલા શબ્દોના આપણે ગુલામ થઈ જઈએ છીએ.
આપણા પરિવારમાં પણ સંજોગોની શબ્દો પર ગાઢી અસર થતી હોય છે. ઘણી વખત ખુશીનો માહોલ કોઈના શબ્દપ્રયોગથી તંગદિલીમાં બદલી જતો હોય છે, અને સંજોગોથી વિરૃદ્ધ જઈને બોલાયેલા શબ્દોના અર્થઘટનો ટકરાવ ઉત્પન્ન કરતા હોય છે. ઝીણી નજરે જોઈએ, તો આવા ઘણા દૃષ્ટાંતો આપણા રોજીંદા જીવનમાંથી જોવા મળશે.
કોઈના દુઃખના પ્રસંગે સામાન્ય રીતે આપણે તેનું દુઃખ  હળવું કરવાના પ્રયાસો જ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત તે સમયે તેનું દુઃખ ઘટવાના બદલે વધી જાય, તેવું બોલાઈ જવાથી ટીકાનું કેન્દ્ર બનવું પડે છે. તેવી જ રીતે કોઈના શુભ પ્રસંગમાં જઈને સોગીયું મોઢું કરીને કોઈ દુઃખદ ઘટનાનું વર્ણન કરીયે, ત્યારે તેને સંજોગો પ્રમાણે મૂલવીને લોકો આપણી બુદ્ધિ એટલે કે 'કોમન સેન્સ' પર જ મનોમન સવાલો ઉઠાવતા હોય છે.
દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે, દરેક વ્યક્તિના વિચારો અલગ હોય છે અને દરેક વ્યક્તિની જીવનશૈલી અલગ હોય છે. તેથી આપણે જે કાંઈ બોલીએ છીએ, તે મંતવ્ય, વિચાર કે વાત સામી વ્યક્તિ પૂરેપૂરી સ્વીકારવી જ જોઈએ, તે જરૃરી નથી. તેવા સંજોગોમાં વાતચીત દરમિયાન આપણા મંતવ્યો, વિચાર કે સલાહ સામેની વ્યક્તિ પર થોપવાના બદલે માત્ર વ્યક્ત કરીને તેને અનુસરવું કે કેમ...? તે સામેની વ્યક્તિ પર છોડી દેવાથી વિચારભેદ કે મતભેદમાંથી ઊભા થતા મોટા સંઘર્ષ ટાળી શકાય છે.
કોઈ દુકાનના વેપારીને ગ્રાહકો સાથે માત્ર સંવાદ જ કરવો પડે છે. જો તે ગ્રાહકોની ટીકા-ટિપ્પણી કે પૂછપરછથી અકળાઈ  જાય, તો ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યા ઘટી જાય છે. મિષ્ટભાષી અને સહનશીલ વેપારી સફળ થતો હોય છે. સારો ધંધો શબ્દો પર આધારીત છે. જો વેપાર કરવાના સંજોગોમાં ગ્રાહકો સાથે તોછડી ભાષામાં વાતચીત થઈ જાય, તો તે પોતાના પગ પર કૂહાડી મારવા જેવું થઈ જાય છે.
જાહેર કાર્યક્રમોમાં બોલતી વખતે કે કોઈ મિટિંગની ચર્ચામાં ભાગ લેતી વખતે ત્યાંનો માહોલ જોઈને અને વિષયવસ્તુને સમજીને બોલવું જરૃરી હોય છે. જો આપણા શબ્દો વિષયને અનુરૃપ નહીં હોય, અને મોટા પ્રમાણમાં વિષયાંતર થશે, તો શ્રોતાઓને તે પસંદ નહીં આવે. ઘણી વખત વક્તાઓ થોડા વિષયાંતર પછી મૂળ વાત પર પરત આવી જવાની કળા ધરાવતા હોય છે, પરંતુ કેટલાક વક્તાઓ એક વખત વિષયાંતર કર્યા પછી મૂળ વાત પર આવ્યા વગર જ આખું વક્તવ્ય પૂરૃં કરે, ત્યારે તેનું અર્થઘટન અલગ જ થાય છે. વક્તવ્ય દરમિયાન દેશ, સમાજ અને વિશ્વમાં બની રહેલી ઘટનાઓનું જ્ઞાન પણ હોવું જરૃરી છે, કારણ કે કોઈ અલગ વિષય પર બોલતી વખતે દેશ, સમાજ કે વિશ્વના કોઈ વિવાદાસ્પદ ઘટનાક્રમને લગતા શબ્દો ઉચ્ચારાઈ જાય, કે પછી તેને બંધબેસતા શબ્દપ્રયોગો થઈ જાય, તો પણ તે નવા વિવાદો ઊભા કરી શકે છે.
ઘણી વખત રાજકીય મિટિંગોમાંથી ખટરાગ ઉત્પન્ન થાય છે, તેની પાછળ સંજોગો પ્રમાણે શબ્દોના થતા અર્થઘટનો જ જવાબદાર હોય છે. મિટિંગમાં ભાગ લેતી વ્યક્તિ જ્યારે કોઈ અભિપ્રાય કે ઉત્તર આપતી હોય, ત્યારે તેને સમજ્યા વગર થતી પ્રતિક્રિયામાંથી વિવાદ જન્મે છે. શબ્દોનું અર્થઘટન સંજોગો પ્રમાણે કરતી વખતે સાંભળનારે પણ તેના સંદર્ભો અને ઉદ્દેશ્યો જાણવા ખૂબ જ જરૃરી હોય છે.
આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ અને વાણી સ્વાતંત્ર્ય ધરાવીએ છીએ, પરંતુ સંજોગો અનુસાર થતા શબ્દોના અર્થઘટનોને લક્ષ્યમાં લઈને સાવધ રહેવું જોઈએ. આપણે ચોરે-ચૌટે થતી વાતચીત જેવા જ શબ્દો મોટા લોક સમુદાય સમક્ષ વાપરી શકતા હોતા નથી, કારણ કે સંજોગો બદલાઈ જતા હોય છે.
પરીક્ષાનો માહોલ હોય અને વિદ્યાર્થીઓનો સમૂહ હોય, તેવા સમયે પરીક્ષાના પરિણામોની વાત કરવા કે પ્રશ્નપત્રોના અનુમાન લગાવવાના બદલે સફળ થયેલા વિદ્યાર્થીઓએ કરેલા પુરુષાર્થની પ્રશંસા કરીને પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે, તો તે ઉપયોગી બને છે. આવા સમયે નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓ, ભૂતકાળના સખ્ત પરિણામો કે ગત્ વર્ષોના મુશ્કેલ પ્રશ્નપત્રોની વાતો કરીને પરીક્ષાર્થીઓ માટે 'હાઉ' ઊભો કરવાની પ્રક્રિયામાં આપણે શબ્દોને સંજોગો પ્રમાણે વાપરવામાં થાપ ખાઈ જતા હોઈએ છીએ.
સંજોગો પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરવાનું કૌશલ્ય આપણે હિંસક તોફાનો સમયે શાંતિથી અપીલ કરતા વિવિધ ધર્મોના વડાઓ, સંતો, કથાકારો અને વડીલો પાસેથી શીખવું જોઈએ. અશાંતિના સમયમાં શાંતિ સ્થાપવા માટે કેટલાક નેતાઓની અપીલો પણ પ્રભાવી હોય છે, પરંતુ મોટાભાગે આ અપીલો પૈકી નેતાઓની અપીલો કરતા સંતો, ધર્મગુરુઓ, કથાકારો કે તટસ્થ બુદ્ધિજીવીઓની અપીલો વધુ અસર કરતી હોય છે, કારણ કે તેઓ પાસે સંજોગો પ્રમાણે શબ્દપ્રયોગો કરવાનું કૌશલ્ય આપણા કરતા કદાચ વધુ હોઈ શકે છે.
તાજેતરમાં ગુજરાત અને દેશમાં થઈ રહેલી કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ સંજોગો મુજબ નહીં વપરાયેલા શબ્દોમાંથી જ ઉત્પન્ન થઈ હોવાનું જણાય છે. આત્મહત્યાઓ, હત્યાઓ કે વિવાદાસ્પદ પ્રદર્શનોના સંજોગોમાં વ્યક્ત થયેલા શબ્દોમાંથી જ નવા બિનજરૃરી વિવાદો જન્મ્યા હોય તેમ જણાય છે. હરિયાણા અને ગુજરાતના કેટલાક આંદોલનો અને પ્રદર્શનોમાંથી જન્મેલી હિંસા પાછળ પણ સંજોગો જોયા વગર કે પછી વ્યૂહાત્મક રીતે ઉચ્ચારાયેલા શબ્દો અથવા શબ્દોના સંજોગો મુજબ થયેલા અર્થઘટનો જ જવાબદાર હોઈ શકે છે.
કોઈપણ વ્યક્તિ કાંઈપણ બોલે, તેને આપણે સંજોગો સાથે સાંકળી લઈએ છીએ. કોઈ અન્ય અર્થમાં બોલાયેલા શબ્દો પર પણ સાંપ્રત સંજોગોનો ભારે પ્રભાવ પડતો હોય છે, તેથી અન્યથા સડકથી સંસદ સુધી તેના પ્રત્યાઘાતો પડી શકે છે.

Get Update Easy