HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 ફેબ્રુઆરી, 2016

સં પંમી


મહામહિનાના શુક્લ પક્ષની પંચમીએ ઋતુઓના રાજા વસંતની શરૂઆત થઈ જાય છે. આ દિવસે નવી ઋતુના આગમનનુ સૂચક છે. તેથી તેને ઋતુરાજ વસંતના આગમનના પહેલા જ દિવસે માનવામાં આવે છે. આ સમયે પ્રકૃતિ સોંદર્ય ખીલી ઉઠે છે. વૃક્ષોના જુના પાન ખરી પડે છે અને તેમા નવા નવા પાન ખીલીને મનને મુગ્ધ કરે છે.
વનમાં ટેસૂના ફૂલ આગના ટણખાની જેમ ચમકે છે. ખેતરમાં સરસિયાના પીળા પીળા ફૂલ વસંત ઋતુની પીળી સાડી જેવા લાગે છે. કોયલની કૂહૂ,,,કૂહૂનો અવાજ વાતાવરણમાં પ્રાણ પુરે છે. ઘઉંના દાણા ફૂટવા માંગે છે. કેરી-મંજરી અને ફૂલો પર ભમરા ફરવા માંડે છે. વનમાં વૃક્ષોની હરિયાળી મનને તેની તરફ આકર્ષિત કરે છે. પક્ષિયોનો કલરવ, ફૂલો પર ભમરાનું ગુન ગુન અને કોયલનુ કૂહૂ-કૂહૂ મળીને મનને મદહોશ કરનારુ વાતવરણ ઉભુ કરે છે.

વસંત પંચમીના દિવસે હોળીનો પ્રારંભ થઈ જાય છે અને તે જ દિવસથી પહેલીવાર ગુલાલ ઉડાવવામાં આવે છે. આ દિવસે હોળીનો પ્રારંભ થઈ જાય છે. લોકો વસંત પંચમી વસ્ત્ર ધારણ કરીને ગીત અને નૃત્યમાં વિભોર થઈ જાય છે. વજ્રમાં તો આ દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે.
BREAKING NEWS! GSSSB IMPORTANT NEWS FOR REVENUE TALATI EXAM
Download pdf : Click here  
DOWNLOAD CALL LETTERS OF REVENUE TALATI EXAM

▶▶DOWNLOAD  CALL LETTER:  CLICK HERE

સદીની સૌથી મોટી શોધઃ વૈજ્ઞાનિકોએ શોધ્‍યો ‘બ્રહ્માંડનો અવાજ '
એક સદી પહેલા આઇનસ્‍ટાઇને ગુરૂત્‍વાકર્ષણ તરંગોને લઇને કરેલી ભવિષ્‍યવાણી સાચી પડીઃ વૈજ્ઞાનિકોએ ગુરૂત્‍વાકર્ષી તરંગો શોધીઃ ભૌતિક અને ખગોળ વિજ્ઞાન માટે મહત્‍વની ખોજઃ પ્રોજેકટમાં સામેલ ભારતીય વૈજ્ઞાનિકોને મોદીએ અભિનંદન આપ્‍યા
સદીની સૌથી મોટી શોધઃ વૈજ્ઞાનિકોએ શોધ્‍યો ‘બ્રહ્માંડનો અવાજ'
   નવી દિલ્‍હી તા.૧ર : ભૌતિક અને ખગોળ વિજ્ઞાન માટે આંતરરાષ્‍ટ્રીય વૈજ્ઞાનિકોએ એક મહત્‍વની શોધ કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્‍યા પ્રમાણે તેઓ આખરે ગુરૂત્‍વાકર્ષી તરંગોની ભાળ મેળવી લીધી છે કે જેની ભવિષ્‍યવાણી વિશ્વ પ્રસિધ્‍ધ વૈજ્ઞાનિક આલ્‍બર્ટ આઇનસ્‍ટાઇને કરી હતી. એક સદી પહેલા આ વૈજ્ઞાનિકે અંતરિક્ષમાં જે ગુરૂત્‍વાકર્ષણ લહેરોની ભવિષ્‍યવાણી કરી હતી તેને વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોએ આ અંગેની જાહેરાત બુધવારે કરી હતી અને આ સફળતાની ખુશીની તુલના ગેલીલીયો દ્વારા ટેલીસ્‍કોપથી પહેલી વખત ગ્રહો જોવા મળ્‍યા તેની સાથે કરી હતી.
   બ્રહ્માંડમાં થતા ભયાનક ટક્કરથી ઉત્‍પન્‍ન થનારી આ તરંગોની શોધથી ખગોળ વૈજ્ઞાનિકો ઘણા ખુશ છે કારણ કે આનાથી બ્રહ્માંડને જોવાનો એક નવો નજરીયો મળી ગયો છે. તેઓ માટે આ એક મુક ફિલ્‍મને અવાજ આપવા જેવો છે કારણ કે આ તરંગ બ્રહ્માંડનો અવાજ છે. સંશોધન ટીમના કોલંબીયા યુનિ.ના વૈજ્ઞાનિક માર્કાએ જણાવ્‍યુ છે કે, અત્‍યાર સુધી માત્ર આપણી નજર આસમાન ઉપર હતી અને આપણે તેનુ સંગીત સાંભળી નહોતા શકતા. હવે આકાશ પહેલા જેવુ નહી હોય.
   વૈજ્ઞાનિકોએ જણાવ્‍યુ છે કે, ૧.૩ અબજ વર્ષ પહેલા જયારે બે બ્‍લેક હોલ ટકરાયા હતા તો આ બંનેના જોડાવાથી એક તરંગ અંતરિક્ષના માર્ગે ૧૪ સપ્‍ટેમ્‍બર ર૦૧પના રોજ પૃથ્‍વી ઉપર પહોંચ્‍યુ હતુ. જટિલ યંત્રો થકી તેની ખોજ કરવામાં આવી. આ ઘટનાની ઓળખ અમેરિકા સ્‍થિત બે ભુમિગત ડિટેકટરોએ કરી હતી. આ ડિટેકટરોને એવી રીતે ડિઝાઇન કરાયેલ છે જે ગુરૂત્‍વ તરંગોથી પસાર થતી અત્‍યંત નાની કંપન્‍નની પણ ભાળ મેળવી લ્‍યે છે.
   દસકાઓથી વૈજ્ઞાનિકોએ એ બાબતની શોધ કરવા માંગતા હતા કે શું ગુરૂત્‍વાકર્ષણ તરંગો હકીકતે દેખાય છે ? આની ખોજ માટે યુરોપિયન સ્‍પેસ એજન્‍સીએ લીઝ પાથ ફાઇન્‍ડર નામનું એક યાન પણ અંતરિક્ષમાં મોકલ્‍યુ હતુ.
   પીએમ મોદીએ ગુરૂત્‍વાકર્ષણ તરંગોની ઐતિહાસિક ખોજ પર ખુશી વ્‍યકત કરી છે અને આમા સામેલ ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્‍યા છે. 
 
http://teacherreg.gseb.org/login.aspxhttp://203.77.200.35/gseb/default.aspx

Get Update Easy