HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

1 જાન્યુઆરી, 2016

Image result for 2016 images
  

નવા વર્ષમાં - નવા સંકલ્પ કરવા અને જૂના સંકલ્પોને નિભાવવાના મુખ્ય બિંદુ. જો સંકલ્પ દૃઢ અને પવિત્ર હોય તો એને શુભ ફળ જરૂર મળે છે. જાણો નવા વર્ષમાં દર મહીનાના શુભ સંકલ્પો જે તમને પ્રગતિ(સફળતા)ના રાસ્તા પર લઈ જશે. 
જાન્યુઆરી - ધ્યાન 


ફેબ્રુઆરી- આરોગ્યપ્રદ ખાવું-પીવું 


માર્ચ - સાફ-સફાઈ 


એપ્રિલ- વ્યાયામ 


 મે- ટાળવું 


જૂન- અભ્યાસ 


જુલાઈ- કર્જ ઓછું કરવા કે બચત 


ઓગસ્ટ- એક ખરાબ ટેવ મૂકવા 


સપ્ટેમ્બર- એક નવી શરૂઆત(જલ્દી જાગવું , યોગા કરવું) 


ઓક્ટોબર- આભાર પ્રકટ કરવું 


નવેમ્બર- કઈક રચનાત્મક કરવું 


ડિસેમ્બર - જે થઈ ગયું તે સારું 

ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લો પ્રેરણાદાયી વાતો
બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખીરહેતો.
એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ કહ્યુ , " યાર , આપણા બંનેની પાસે બધુ જ સરખુ છે તો આપણને આનંદ પણ સમાન મળવો જોઇએ છતા પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તનાવમાં જીવું છું. ? મારા જીવનમાં આવે છે એવી કોઇ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? "
બીજા મિત્રએ કહ્યુ , " ભાઇ , પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઇએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે. " દુ:ખી રહેતા મિત્રએ કહ્યુ , " તારી વાત બીલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવુ શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવીશકેછે?"
પોતાના મિત્રના ખભા પર હાથ મુકીને જવાબ આપતા બીજા મિત્રએ કહ્યુ , " અરે મારા વ્હાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાવ છું. અને તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે. 1. દુ:ખ કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને 2. દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે અને 3. દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે"
આપણે બધા પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરુર બનીએ પણ હજુ જે બન્યુ જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લઇને આગળ વધીએ.
હથેળી બંધ છે ને , કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી , આજ કેવી સળવળે છે..જો..!

IITRAM UNIVERSITY CCC EXAM CANDIDATES LIST ▶EXAM DATE: 2/1/2016




▶▶DOWNLOAD LIST: CLICK HERE

Get Update Easy