HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 જાન્યુઆરી, 2016

જ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ-12મી જાન્યુઆરી

http://www.dollsofindia.com/images/products/hindu-posters/swami-vivekananda-DM70_l.jpg 

જ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ

  આધુનિક સદીમાં ભારતીય અધ્યાત્મના પ્રતીક તથા રામકૃષ્ણ પરમહંસના શિષ્ય એવા નરેન્દ્રનાથ દત્તનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩માં કલકત્તામાં થયો હતો. આગળ જતાં તેઓ સ્વામી વિવેકાનંદના નામથી પ્રખ્યાત થયા. નરેન્દ્રનાથે ૧૮૭૯માં એન્ટ્રસ પરીક્ષા પાસ કરી અને તેઓ પ્રેસિડેન્સી કોલેજ કોલકાતાથી ૧૮૮૪માં બીએ થયા. તેમણે કાયદાનો પણ અભ્યાસ કર્યો હતો, પરંતુ તેઓ છેલ્લા વર્ષની પરીક્ષામાં બેસી શક્યા નહોતા.
અભ્યાસ દરમિયાન જ સ્વામીજીની સંપૂર્ણ આત્મિક ઊર્જા પરબ્રહ્મની શોધ તરફ વળી ગઈ. તેઓ ધ્યાન તથા સમાધિમાં લીન રહેવા લાગ્યા. આ દરમિયાન જ તેઓ દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, શિવનાથ શાસ્ત્રી તથા અન્ય લોકોના સંપર્કમાં આવ્યા. સમાજ સુધારાનું પણ તેમના મનમાં વિશેષ સ્થાન હતું. તેઓ સતીપ્રથાના વિરોધી હતા તથા નારી શિક્ષાના પક્ષમાં હતા. ૧૮૨૨માં નરેન્દ્રનાથ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને તેમના બધા જ ર્તાિકક-વૈજ્ઞાાનિક આધારોની સંતુષ્ટિ પછી તેઓ સ્વામી વિવેકાનંદ બન્યા.
તેમણે ત્રણ વાર હરિદ્વારની યાત્રા કરી અને ડિસેમ્બર, ૧૮૯૨માં કન્યાકુમારી પહોંચ્યાં જ્યાં એક શિલા પર તેમને જ્ઞાાન પ્રાપ્ત થયું. આ શિલા વિવેકાનંદ શિલાના નામથી પ્રખ્યાત છે. મુંબઈથી તેઓ ૩૧ મે, ૧૮૯૩માં અમેરિકા ગયા અને હાર્વર્ડના પ્રોફેસર રાઇટના પ્રયત્નોથી તેઓ શિકાગોમાં વિશ્વ ધર્મ સંમેલનને સંબોધિત કરવામાં સફળ થયા.
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામીજીએ સભાને સંબોધિત કરી અને ભારતીય અધ્યાત્મ તથા રાષ્ટ્રવાદના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સ્વીકારવામાં આવ્યા. તેમણે હંમેશાં વેદોના વિશ્વવ્યાપી માનવીય સ્વરૂપ પર ભાર મૂક્યો.
૪ જુલાઈ, ૧૯૦૨માં રામકૃષ્ણ મઠ, બેલૂરમાં તેમણે દેહત્યાગ કર્યો. ભારતમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જ્ઞાાનનો અથાગ સાગર હતા. જેનો પરિચય તેમના અણમોલ વિચાર અને વિવિધ ઘટનાઓ પરથી મળે છે.
ચરિત્ર સજ્જનતાની કસોટી છે
સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા ત્યારની વાત છે. એક દિવસ તેઓ પાઘડી બાંધીને, સાલ ઓઢીને શિકાગોની એક ગલીમાં ફરી રહ્યા હતા. તેમની વેશભૂષાને જોઈને એક સ્ત્રીએ પોતાના પુરુષ મિત્રને કહ્યું, "જરા આ મહાશયને તો જો. કેવો અનોખો પોશાક પહેર્યો છે." સ્વામીજીએ તે જ સમયે કહ્યું, "બહેન! હું જે દેશમાંથી આવ્યો છું ત્યાં કપડાં નહીં, ચરિત્ર સજ્જનતાની કસોટી છે." આ જવાબ સાંભળીને તે સ્ત્રી સ્તબ્ધ થઈ ગઈ.
તે દિવસોમાં સ્વામીજીની ખ્યાતિ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં ફેલાઈ ચૂકી હતી. એક દિવસ સ્વામીજીના એક અમેરિકન મિત્રએ તેમને કહ્યું, "હું તમારા ગુરુને જોવા માગું છું. હું જાણવા માગું છું કે આખરે કેવી હશે તે વ્યક્તિ જેણે તમારા જેવા શિષ્યને તૈયાર કર્યો?"
સ્વામીજીએ પોતાના મિત્રનો પ્રસ્તાવ સહજ સ્વીકારી લીધો અને તેને પોતાની સાથે ભારત લઈ આવ્યા. મિત્રએ જ્યારે રામકૃષ્ણ પરમહંસને જોયા કે તરત જ તેણે મોં સંકોચતાં કહ્યું, "શું આ લંગોટધારી વ્યક્તિ તમારા ગુરુ છે? તેમને કપડાં પહેરવાનું પણ ભાન નથી. શું તેમને સભ્ય કહી શકાય?"
મિત્રની વાત સાંભળીને સ્વામી વિવેકાનંદને થોડું પણ દુઃખ ન થયું. તેમણે કહ્યું, "મારા મિત્ર! તમારા દેશમાં સભ્ય પુરુષોનું નિર્માણ એક દરજી કરે છે, જ્યારે અમારા દેશમાં સભ્ય પુરુષોનું નિર્માણ આચારવિચાર કરે છે, તેથી આ કસોટીએ કહો કે તમારા દેશના સૂટ-બૂટધારી જેન્ટલમેન સભ્ય છે કે મારા ગુરુ પરમહંસ?"
અમેરિકન મિત્ર સ્વામીજીની આ વ્યાખ્યા (જવાબ) સાંભળીને નિરુત્તર થઈ ગયો. તેણે સ્વીકાર્યું કે સ્વામીજીના ઉદાહરણથી તેને વ્યક્તિઓને પરખવાની નવી દૃષ્ટિ મળી છે.
સ્વામી વિવેકાનંદના અનમોલ વિચાર
  •  શક્તિને કારણે જ આપણે જીવનમાં વધારે મેળવવાની ચેષ્ટા કરીએ છીએ. તેને કારણે જ આપણે પાપ કરી બેસીએ છીએ અને દુઃખોને આમંત્રણ આપીએ છીએ. પાપ અને દુઃખનું કારણ નબળાઈ હોય છે. નબળાઈ અજ્ઞાાનતાથી આવે છે અને અજ્ઞાાનતાથી દુઃખ.
  •  એવી શિક્ષા મળવી જોઈએ જેનાથી ચરિત્રનું નિર્માણ થાય. માનસિક શક્તિનો વિકાસ થાય. જ્ઞાાનનો વિસ્તાર થાય અને જેનાથી આપણે પોતે પોતાના પગ પર ઊભા રહેવા સક્ષમ બની જઈએ.
  •  જો તમને તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ પર ભરોસો હોય, પણ પોતાની જાત પર નહીં હોય તો તમને મુક્તિ નહીં મળે. પોતાના પર ભરોસો રાખો, અડગ રહો અને મજબૂત બનો. આપણને તેની જ જરૂર છે.
  •  મારા આદર્શને માત્ર આ શબ્દોમાં વ્યક્ત કરી શકાય : માનવ જાતિ દેવત્વની શીખનો ઉપયોગ પોતાના જીવનમાં ડગલે ને પગલે કરો.
  •  હું માત્ર ને માત્ર પ્રેમની શિક્ષા આપું છું અને મારી બધી જ શિક્ષા તે મહાન સત્યો પર આધારિત છે, જે આપણને અસમાનતા અને આત્માની સર્વત્રતાનું જ્ઞાાન આપે છે.
  •  પોતાને સમજાવો, બીજાને સમજાવો. સૂતેલા આત્માને પોકાર આપો અને જુઓ કે તે કેવી રીતે જાગૃત થાય છે. સૂતા આત્માના જાગૃત થવા પર તાકાત, ઉન્નતિ, અચ્છાઈ એમ બધું જ આવી જશે.
  •  સફળતાનાં ત્રણ જરૂરી અંગ છે- શુદ્ધતા, ધૈર્ય અને દૃઢતા. આ બધાં કરતાં જે જરૂરી છે તે છે પ્રેમ.

સ્વામી વિવેકાનંદ

Swami Vivekananda in Chicago, 1893
On the photo, Vivekananda has written in Bengali, and in English: “One infinite pure and holy—beyond thought beyond qualities I bow down to thee” - Swami Vivekananda
પૂર્વાશ્રમનું નામ :Narendranath Datta
ગુરૂ :રામક્રિષ્ન પરમહંસ
અવતરણ "ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."

 આચાર્ય સંધ અને શિક્ષણ વિભાગ દ્વારા અંબાજી ખાતે ૧૫મી થી ત્રણ દિવસ માટે શૈક્ષણિક અધિવેષવન મળશે. અધિવેશનમા શિક્ષણ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ પણ ભાગ લેશે અને શિક્ષણની વર્તમાન પરિસ્‍થિત વિશે આચાર્ય ચર્ચા કરશે. પ્રાપ્ત થતી માહીતી મુજબ રાજય આચાર્ય સંધ દ્વારા દર વર્ષ અંબાજી ખાતે શૈક્ષણિક અધિવેશન યોજાય છે. શૈક્ષણિક અધિવેશનમાં વર્તમાન શૈક્ષણિક પ્રશ્‍નો તથા શિક્ષણની ગુણવતા પર મંથક કરીને ઉકેલ શોધાય છે. ત્‍યારે શિક્ષણમાં ગુણવતા સુધારવા અને શૈક્ષણિક પ્રશ્‍નોનું સમાધાન લાવવા માટે રાજયઆચાર્ય સંધ અને શિક્ષણ વિભાગ દ્વારા અંબાજી ખાતે ૧૫મી થી ત્રણ દિવસ માટે  શૈક્ષણિક અધિવેશન મળશે. અધિવેશનમાં શિક્ષણ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ પણ ભાગ લેશે અને શિક્ષણની વર્તમાન પરિસ્‍થિતિ વિશે આચાર્ય સાથે ચર્ચા કરશે.

સ્વામી વિવેકાનંદ વિષેની વિડિયો માટે અહિયાં ક્લિક કરો

 

Get Update Easy