આજનો વિચાર
બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.* માધ્યમિક અને ઉ.મા.ની ૧૬૦૦ જેટલી શાળાઓની માન્યતા રદ થશે.
* ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહી બોર્ડની વેબસાઇટ પર મુકાશે.
* લીવીંગ સર્ટીફિકેટ અંગ્રેજીમાં લખાશે.
પદાર્થનું ચોથું સ્વરૂપ-પ્લાઝમા
નમસ્કાર મિત્રો
પદાર્થના કુલ ત્રણ સ્વરૂપો વિશે આપણે બધા ઘણું બધું જાણીએ છીએ.પદાર્થના ઘન,પ્રવાહી અને વાયુ સિવાયનું એક ચોથું પણ સ્વરૂપ છે જેને પ્લાઝમા કહે છે.આજે અહી પ્લાઝમા વિશે થોડું જાણીએ
પદાર્થના કુલ ત્રણ સ્વરૂપો વિશે આપણે બધા ઘણું બધું જાણીએ છીએ.પદાર્થના ઘન,પ્રવાહી અને વાયુ સિવાયનું એક ચોથું પણ સ્વરૂપ છે જેને પ્લાઝમા કહે છે.આજે અહી પ્લાઝમા વિશે થોડું જાણીએ
પદાર્થનું ચોથું સ્વરૂપ-પ્લાઝમા
ઘન પદાર્થને ક્રમશ વધતા તાપમાને ગરમ
કરવાનું ચાલુ રાખો તો પહેલા તે ગલનબિંદુએ પ્રવાહીમાં ફેરવાય છે.પછી વાયુમાં
રૂપાંતર પામે છે અને છેલ્લે તે ઈલેક્ટ્રોન ગુમાવી પ્લાઝમા ની અવસ્થા ધારણ
કરે છે.ઈલેક્ટ્રોન વગરના અણુ ત્યાર બાદ અણુ નહિ,પણ ભૌતિકશાસ્ત્ર મુજબ આયન
કહેવાય છે.આયનીકરણ માટે પદાર્થને ઓછામાં ઓછી 10,000 સેલ્સિયસ જેટલી ગરમી
આપવી જોઈએ.
પદાર્થને પ્લાઝમા નું સ્વરૂપ આપવાની
બીજી પણ એક રીત છે, જેના માટે હાઈ-એનર્જી ઈલેક્ટ્રોન નો એટલે કે
ઈલેક્ટ્રીસીટી નો પ્રવાહ તેના વાયુમાં પસાર કરાય છે.નિયોન સાઈન નો ઝળહળતો
વાયુ એ રીતે ઉત્પ્પન થયેલો પ્લાઝમા છે.પ્લાઝમા ટીવી નો સ્ક્રીન પણ એજ રીતે
ચમકે છે.
ધરતી પર પ્લાઝમા દુર્લભ હોવા છતાં 99%
બ્રહ્માંડ નો પદાર્થ પ્લાઝમા અવસ્થાનો છે.કેમ કે દરેક પ્રકાશિત તારો
પદાર્થના એ ચોથા સ્વરૂપ નો બનેલો છે.
બ્રહ્માંડના જન્મ બાદ 3 લાખ વર્ષ સુધી
ફરતી બાજુ પ્લાઝમા જ હતો.જન્મ વખતે મેટર તથા એન્ટી મેટર સામટા પેદા
થયેલા,જેમના અણુઓ એક બીજાના સંસર્ગ માં આવતાની સાથે ભસ્મીભૂત થવા
લાગ્યા.બેયનો તમામ પદાર્થ E=mc2 મુજબ ભરપુર એનર્જીમાં રૂપાંતર પામતો
રહ્યો.આને લીધે બ્રહ્માંડનું તાપમાન એટલું વધ્યું કે હજી અકબંધ મેટર-એન્ટી
મેટરના ઈલેક્ટ્રોન તથા પોઝીટ્રોન માટે પોત પોતાની અણુ નાભિ નો સાથ
જાળવવાનું અશક્ય બન્યું.નાભિ જોડેનું બંધન તૂટ્યું અને તેઓ છુટા પડી
ગયા.પરિણામે ચોતરફ પ્લાઝ્માનું વાદળ છવાયું.જે પ્રકાશને રૂંધતું હોવાને
લીધે બ્રહ્માંડ સાવ અંધકારમય રહ્યું.પ્રકાશના ફોટોન કણો ઈલેક્ટ્રોન કે
પ્રોટોન સાથે ટકરાયા બાદ પાછા ફેંકાતા હતા,તેથી આગળ વધવું તેમના માટે અશક્ય
હતું.એન્ટી મેટર કરતા મેટર નો જથ્થો સહેજ વધુ એટલે તેણે બધા એન્ટી મેટર નો
સંહાર કરી નાખ્યો.મેટરની જીત ના કારણે સંઘર્ષ પૂરો થયો,એટલે કરોડો અંશ
સેલ્સીયસે ધગ ધગતા બ્રહ્માંડ નું તાપમાન ઘટીને 3000 અંશ સેલ્સિયસ થયું અને
મેટરના રખડતા ઈલેક્ટ્રોન મેટર ના પ્રોટોન ફરતે ભ્રમણ કક્ષામાં પ્રવેશવા
લાગ્યા.પ્લાઝમા નું વાદળ રહ્યું નહિ,એટલે બ્રહ્માંડ પારદર્શક બન્યું.
વિજ્ઞાનીઓ આજે પ્રયોગશાળામાં
ડ્યુટેરીયમ ના અને ટ્રીટીયમ ના પ્લાઝમા ને 10,00,00,000 સેલ્સીયસનું તાપમાન
આપી સંયોજન વડે અખૂટ પાવર મેળવવા પ્રયત્નો કરે છે.સૂર્ય ની નકલ કરવા 50
વર્ષ થી તેઓ મથી રહ્યા છે,પરંતુ મહેનત હજુ તો ફળી નથી.ભવિષ્યમાં ક્યારે ફળે
તે પણ કહી શકાય તેમ નથી,કેમ કે ટેકનોલોજીકલ પડકારો ઘણા છે અને એટલા મોટા
પણ છે.
ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો